________________
છેલ્લે તબિયત સારી ન હતી, એમને દાતણ કરવા મેં પાણી આપ્યું તો જરાક ચીડ અને ઉપાલંભના ભાવ સાથે માએ કહેલું : “ખબર નથી આજે ચૌદશ છે ? આજે મારે ઉપવાસ છે. માએ તે દિવસે સારી રીતે ઉપવાસ કર્યો અને બીજે દિવસે સવારે પચ્ચકખાણ પાળતાં પહેલાં ડોક ઢાળી દીધી.
(થોડીક વાર શાંતિ) દાદા આંખો બંધ કરી બેસી રહ્યા.
(લાંબું મૌન)
આજે દાદાએ મારા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. ધર્મ, અધ્યાત્મ, વ્યાખ્યાન, લોકપુરુષ, મોક્ષ, નાસ્તિક, શ્રદ્ધા, વિજ્ઞાન વગેરે વિષયો પર ઘણી વાતો કરી. આ બધા વિષયોમાં હું પણ શું માનું છું તેવી પૃચ્છા પણ કરતા રહ્યા. તે પૈકીની કેટલીક વાતો :
લોકપુરુષની કલ્પના સમજાવી : નીચેનો ભાગ નરક, મધ્ય પૃથ્વીલોક અને ઊર્ધ્વમાં સ્વર્ગલોક છે. પુરુષનો જે મુખનો ભાગ છે તે અંતિમ કક્ષા. એને અનુત્તરવિમાન કહે છે. અનુત્તરવિમાનમાં ગયા પછી જીવ એક વાર જ જન્મ લે છે. છેલ્લા જન્મ પહેલાંની આ વિશ્રાંતિ છે. ફૂલની શય્યામાં સૂતાં રહેવાનું હોય છે. ત્યાંના જગતની રચના એવી કે રજૂ દ્વારા આપોઆપ, સાગરોપમ કાળ પર્યત સંગીત સંભળાયા કરે ! મોક્ષના સુખની જે વાત છે તેનો માત્ર અંશભાગ જીવ અહીં પ્રાપ્ત કરી લે. મેં કહ્યું : દાદા, મને કોણ જાણે કેમ આવી અવસ્થા ગમે નહિ એવું લાગે છે. નાની
હતી ત્યારે એક વાર વ્યાખ્યાનમાં મોક્ષના સ્વરૂપની વાત સાંભળી હતી, તેમાં એમ સાંભળેલું કે કેવલજ્ઞાન પછી જીવો આ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે બધા જ સિદ્ધશિલા પરના નિવાસી બની જાય. ત્યાં કશું ય કરવાનું હોય નહીં. મને થતું કે ભલા કશું ય કર્યા વિના જિવાય કેવી રીતે ? મારે તો મોક્ષ નથી જોઈતો. સાહિત્યકૃતિઓના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલી પંક્તિઓ : “વૈકુંઠ ને માણું રે, માગું જનમોજનમ અવતાર રે’ એટલે જ
ખૂબ ગમી ગયેલી. દાદા હસ્યા. કહે : જન્મ લેવાનાં અને મરવાનાં દુઃખો તો છે ને ? જીવ કેટકેટલાં દુઃખોમાંથી
પસાર થાય છે ? મેં કહ્યું : છતાં દાદા, મને તો મંજિલ કરતાં પ્રક્રિયામાં જ રસ પડે. પ્રક્રિયા દરમિયાનનાં
દુઃખોમાં પણ આનંદ જ છે. જ્યારે કોઈ કામ પૂરું થાય પછી “હાશ' થાય. પણ પછી ? તેનસિંગ ટોચે પહોંચ્યો પણ પછી શું ? યાત્રામાં આનંદ જ છે. મોક્ષની શાશ્વત આનંદની સ્થિતિ સૃહણીય લાગે, ગમે પણ ખરી, પણ મને એમ થાય છે કે શું એવી દુનિયા ન બને જ્યાં બધા જ સમજુ હોય ? તેઓ વચ્ચે તેમની ચેતનાની ઊર્વકક્ષાને કારણે પીડાકારક ક્લેશ કે રાગદ્વેષથી મુક્ત રહેવાતું હોય તો સંઘર્ષ ક્યાંથી થાય ? મને તો આવું
જગત ખપે. દાદા : આ પૃથ્વી પર કેટકેટલા જીવો પેદા થયા પણ જગત તો એવું ને એવું જ
રહ્યું. યાત્રા સામૂહિક છે જ નહીં. દરેકે એકલા જ યાત્રા કરવાની છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org