________________
જાય છે. સાંજે ૬-૦૦ વાગે આવશે. હું ખુશ થઈ ગઈ. ચાલો, દાદા પોતાની આત્મશક્તિથી બેસી તો શકે છે! એવુંય બને કે આ આત્મશક્તિ જ કૅન્સરને કદાચ મટાડે પણ ખરી. એક આશા જન્મી. સગુણાબહેને જણાવ્યું કે સોમવારથી હવે રોજ દાદા એલ. ડી. માં જવાના છે. એટલે આજે હું એલ. ડી.માં આવી.
આ વખતે શ્રી જિતુભાઈ સંઘવી ત્યાં બેઠેલા હતા. દાદા સાથે વાતો કરતા હતા. મેં શ્રી જિતુભાઈને શ્રી જંબૂવિજયજીના વિહારના સમાચાર પૂછડ્યા. જાણવા મળ્યું કે મહુવા – તળાજા – ફરી મહુવા – જૂનાગઢ વગેરે થઈ રાજકોટ આવશે.
મહુવાનું નામ સાંભળી દાદા બોલ્યા : મહુવામાં ભંડાર છે. મેં એનું લિસ્ટ બનાવ્યું છે. જૂનાગઢમાં પણ ભંડાર છે. એનું લિસ્ટ પણ બનાવેલું. ભંડારની વાતો નીકળતાં શ્રી જિતુભાઈ સંઘવી કહે :
આ ભંડારોની પ્રતો એક સંઘાડાવાળા બીજા સંઘાડાને આપે નહિ. દરેક સંઘાડાના અલગ ભંડારો થવા લાગ્યા છે.”
દાદા કહે : “સાચી વાત છે.” શ્રી પ્રદ્યુમ્નવિજયજીને આવો અનુભવ થયેલો તેના એ પોતે સાક્ષી બનેલા તેની વાત કરી. પછી મહારાજજી (શ્રી પુણ્યવિજય) સાથેના સમયને યાદ કરતાં એ કહે :
“પુણ્યવિજયજીની ચિઠ્ઠી લઈને જાઉં એટલે ગમે તે ભંડારમાંથી એમણે માંગેલાં પુસ્તકો – અમૂલ્ય હોય, અલભ્ય હોય, રૂપેરી શાહીવાળાં કે સોનેરી શાહીવાળાં હોય – તરત મળતાં હતાં.”
જિતુભાઈ સંઘવી કહે: હવે તો પહેલાંના મુકાબલે સંઘો ઘણા વધી ગયા. પોતીકા સંઘો અને પોતીકા ભંડારો બની ગયા છે. પહેલાં સંઘમાં ભાવનાને મુખ્ય સ્થાન હતું. હવે પૈસો મુખ્ય બન્યો છે. વડીલોની રખાતી આમન્યા ઘટી છે. પહેલાં વિશ્વાસથી કામ ચાલતું. એ વિશ્વાસ હવે નથી. જ્ઞાન, દેરાસર કે ઉપાશ્રય – કોઈ પણ ક્ષેત્રે ગુણવત્તા ઘટી છે. સ્પર્ધાનો યુગ આવ્યો છે. બીજાથી આગળ નીકળવું છે તેથી તેની જ હોડ ચાલે. પરિશ્રમ ઘટ્યો. પરિશ્રમ ધૂળનું સોનું બનાવે એ વાત તો જાણે ભુલાઈ જ ગઈ છે. કૂડકપટથી આગળ આવવાના રસ્તા શોધાય છે. - આમ આવી આ જમાનાની મર્યાદાઓની વાત કરી શ્રી જિતુભાઈ ગયા.
એમના ગયા બાદ દાદાએ મારી ભત્રીજા-વહુ રૂપાને યાદ કરી. એ દાદાની ખબર કાઢવા એમને ઘેર ગયેલી. મેં જણાવ્યું કે મેં આજે જ એને ફોન કરેલો. એ આવવાની જ હતી અહીં. પણ એના વર હેમંતને કમરમાં ટચકિયું આવવાથી, આવી શકશે નહિ.
દાદા ‘ટચકિયું'ની વાત સાંભળી વીતેલા જમાનાના ઔષધના ઉપચારની વાતોમાં સર્યા. કહે:
“જૂના સમયમાં આવાં સામાન્ય દર્દી માટે ડૉક્ટરો કે વૈદ્યો ન હતા. તેઓ આવે વખતે ઘરઘરાઉ ટૂચકાઓ - નુસખાઓ અજમાવતા. એનાથી મટતું પણ ખરું. સૂવાને કારણે ડોક વાંકી થઈ હોય તો ગામમાં એવો કોઈ નિષ્ણાત હોય કે જે ડોકી પકડીને એને ફેરવીને ટચાકો બોલાવી આપે. લૂ લાગે તો ભીનું કપડું દર્દીના શરીર પર ફેરવી તાવ ઉતારનારા જણ હોય. ટચકિયું થયું હોય તો ઊંધા સુવાડે. વાંસમાં ઊંધી માટલાની ઠીંકરી મૂકે અને ૬ માબાપ (માતપિતા-દાદાદાદી-તથા સાસુસસરા જોયેલ હોય – તે બધા વિદ્યમાન હોય તેવાં સ્ત્રી કે પુરુષ પાસે તે ઠીંકરીને લાત મારીને ફોડી નંખાવે એટલે મટી જાય. આ રીતે મટતું મેં નજરે જોયું છે. આવી સેવાઓની ફી લેવાતી નહિ. તે સમયે વૈદો પણ નાના છોકરાની દવાની ફી લેતા નહિ. ગામમાં એકાદ જ વૈદ્ય હોય. ડૉક્ટર તો ન જ હોય. આજે ડૉક્ટરો આટલા બધા છે તે ય ઓછા પડે છે અને નવા રોગો વધતા જાય છે !"
ત્રણ-ચાર દિવસ પહેલાં હું ખંભાત જતાં માતર દર્શન કરવા ગયેલી ત્યાં ભૂમતિ ફરતાં એક સાધ્વીજીની
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org