________________
મૂર્તિ જોઈ આશ્ચર્ય પામી હતી. તીર્થના ઇતિહાસમાં તે સાધ્વીજી વિશે લખાણ વાંચ્યું. સાધ્વીજીનું નામ પદ્મા. (ધનલક્ષ્મીથી ઓળખાય.) ૧૧ વર્ષની ઉંમરે ૭૦૦ સાધ્વીઓની પ્રવર્તિની બને છે. ૨૮ વર્ષની વયે તો કાળધર્મ પામ્યાં. આ સાધ્વી વિશે વધુ જાણવાની તથા તેનો સમય જાણવાની ઇચ્છા થતાં, મેં દાદાની પાસે માહિતી માગી.
દાદા મને ખબર નથી. કદાચ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ એના વિશે લખ્યું હોવાનું
કંઈક યાદ આવે છે.
દાદા :
હું : દાદા, સાધ્વીજીની એ એકમાત્ર મૂર્તિ છે ? તેના પેમ્ફલેટમાં તેવું લખ્યું છે. ના, પાટણમાં છે. ત્યાં અષ્ટાપદના દેરાસરમાં જાળિયું છે ત્યાં જે મૂર્તિઓ છે તેમાં એક પર લખ્યું છે : યાકિની મહત્તરા. તમે એમના વિશે જાણો છો ?
મેં ના પાડી. દાદાએ વાત શરૂ કરી ઃ
યાકિની મહત્તરા એ હરિભદ્રસૂરિનાં ગુરુણી. શ્રી હરિભદ્રસૂરિ ચિતોડના પંડિત. બ્રાહ્મણ. તેઓએ પ્રતિજ્ઞા કરી હતી કે પોતે જે ન સમજી શકે તે સમજાવે તેને ગુરુપદે સ્થાપીશ.
એક વાર તેઓ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા. એક સાધ્વીજી એ વખતે મોટેથી આવૃત્તિ લેતાં હતાં. મેં વચ્ચે રોકીને આવૃત્તિનો અર્થ પૂછ્યો તો જણાવ્યું કે આવૃત્તિ એટલે કોઈ મોઢે કરીને બીજાને મુખપાઠ આપે તે. પછી ઉમેર્યું કે હું વ્યાકરણ જાણતો નથી પણ સાધ્વીજીની આવૃત્તિ લેતાં મને મોઢે થઈ ગયેલું અને કેટલૉગના કામને કારણે ટીકા વગેરેની સમજ પ્રાપ્ત થઈ. પછી પાછો વાતનો દોર સાંધ્યો – બોલાતી ભાષા ન સમજી શકવાથી તેઓએ સાધ્વીજીને તેનો અર્થ પૂછ્યો. સાધ્વીજીએ જણાવ્યું કે અમારાથી અર્થ ન અપાય. અમારા ગુરુ યાકિની મહત્તા' જ તે સમજાવી શકે. શ્રી હરિભદ્રસૂરિ (બ્રાહ્મણ પંડિત) યાકિની મહત્તરા પાસે જઈ અર્થ સમજે છે અને તેઓને પોતાના ગુરુસ્થાને સ્થાપે છે. પાછળથી તેઓ દીક્ષા લઈ હરિભદ્રસૂરિ બન્યા. તેઓએ પોતાની કૃતિઓમાં ગુરુનો ઉલ્લેખ વિશિષ્ટ રીતે કર્યો છે – યાકિની મહત્તરા શિશુ' તરીકે પોતાની ઓળખ આપીને. જૈન આચાર પ્રમાણે સાધ્વી સાધુની ગુરુ ન થઈ શકે. પણ અહીં ગુરુને આ રીતે યાદ રાખ્યા છે. આ યાકિની મહત્તરાની મૂર્તિ પાટણમાં છે.
મુનિશ્રી જિનવિજયજીએ હરિભદ્રસ્મારક બનાવરાવ્યું અને તેમાં સાધ્વીજીની મૂર્તિ મૂકવાનો વિચાર કર્યો. પાટણમાં યાકિની મહત્તરાની મૂર્તિ વિશે એમણે જાણ્યું. મૂર્તિ જોઈ, પણ પ્રભાવક ન લાગી. દાદાએ સુઝાવ આપ્યો : પંડિત બેચરદાસનાં પત્ની અજવાળીબહેન સરસ છે. તેમનો ફોટો પડાવી, મૂર્તિ ઘડનારને આપી, તેવો ચહેરો બનાવરાવો. પોતાના સુઝાવ માટે અત્યારે મારી સાથે વાત કરતા હતા ત્યારે ય હસી પડ્યા. પછી તો મુનિશ્રીએ અન્ય પ્રભાવક મૂર્તિ બનાવરાવી ત્યાં મૂકી છે. આમ, આ રીતે સાધ્વીજીઓની મૂર્તિઓ ત્રણ થઈ.
માતરની મૂર્તિ દાદાએ ક્યારે જોઈ હતી તેનું સ્મરણ થતાં કહે :
“મહારાજજી સાથે હું કપડવંજથી માતર આવેલો ત્યારે જોઈ હતી.’” પછી ઉમેર્યું. “અમારા પાટણ પાસે પણ માતરવાડિયું નામનું એક ગામ આવેલું છે.''
Jain Education International
由
થોડી વાર પછી દાદાનું પ્રીતિબહેન સાથેનું કામ શરૂ થયું. હમણાં એલ. ડી. એ પાંચ દસ્તાવેજો ખરીદ્યા હતા. બે ઉર્દૂ ભાષામાં અને ત્રણ ગુજરાતી ભાષામાં હતા. બન્નેએ આ દસ્તાવેજોનાં માપ લેવાનું અને દસ્તાવેજ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
૧૩૫
www.jainelibrary.org