________________
વાંચી તેમાંથી લિસ્ટ માટે જરૂરી વિગતો નોંધવાનું કામ શરૂ કર્યું. વાંચતાં વાંચતાં, દાદા કેટલાક શબ્દોની વિશેષતા જણાવતા જાય. મેં પહેલી વાર આવી રીતે દસ્તાવેજનું માપ લેવાનું જોયું. દાદા કહે : “લાંબા ભૂંગળા જેવા દસ્તાવેજ માટે ફૂટપટ્ટી કરતાં મેઝરટેપ સારી પડે. ફૂટપટ્ટીથી માપ લો તો આગળ થોડી જગ્યા છૂટે છે તે બાદ કરવી પડે. મેઝરટેપમાં તેમ કરવાની જરૂર નહિ, પછી દાદા કહે : “મેં તો મારા ફૂટમાંથી આગળનો છૂટી જતો ભાગ કપાવી નંખાવેલો જેથી મૂર્તિનું માપ લેવામાં આવે ત્યારે તેમાં ચોકસાઈ આવે.''
“મોગલકાળનું આ ગીરોખત હતું.” દાદા કહે : “મોગલકાળમાં મરાઠા આવેલા. એમનાથી અમદાવાદ આખાને લૂંટતા બચાવનાર એક શ્રેષ્ઠી હતા. - લાલા હરખચંદ તેમનું નામ. એ જમાનામાં એ શ્રેષ્ઠીએ પ્રજા હેરાન ન થાય તે વાસ્તે લાખ રૂપિયા ગણી આપેલા.
પણ પાછળથી મરાઠા રાજ્ય આવ્યું; ત્યારે અમદાવાદમાં બે સ્થળે વેરા ઉઘરાવાતા. એ માટેનાં થાણાં બે સ્થળે હતાં. ઢીંકવાચોકી એ મોગલોનું થાણું અને આજે જે માંડવીની પોળ તરીકે ઓળખાય છે તે મરાઠાઓનું થાણું. માંડવી એટલે જ્યાં કરવેરા ઉઘરાવાય છે તે સ્થાન. આજે આપણે તેને ‘ઓક્ટ્રોયનાકું' કહીએ છીએ. ક્યારેક બેમાંથી એકનો વેરો માફ થતો તો તેનો ઉલ્લેખ દસ્તાવેજમાં કરાતો.’
દસ્તાવેજ હંમેશાં પંચની હાજરીમાં થતું. આ બન્ને જોયાં તે ગીરોખત હતાં. એ જમાનામાં ગીરોખત ૧૦૦ વર્ષના પટ્ટે અપાતાં હતાં જેથી કરીને ભવિષ્યમાં એમના વારસદારોનો સમય પલટાય અને બાપીકુ મકાન છોડાવવું હોય તો છોડાવી શકે !!
દાદાના સાન્નિધ્યની આ તો ખૂબી છે. રોજ રોજ, કંઈ ને કંઈ નવું જાણવા મળે જ. આજે દસ્તાવેજની આ બધી વિગતો સાંભળીને, મને યાદ આવ્યું કે મેં ઘણા વખત પહેલાં દસ્તાવેજનું લિવ્યંતર કર્યું હતું પણ પછી એને વ્યવસ્થિત કર્યા વિના છોડી દીધેલું ! હવે આ આવેલા દસ્તાવેજમાંથી કોઈક લઈશ અને કામ કરીશ. દાદાને એની વાત કરી.
તા. ૧-૧૨-૨૦૦૪
આજે રૂપા ઇન્ડોલૉજી આવેલી. એના ગયા બાદ, ‘શુકરાજરાસ’નું બાકી રહેલ કામ ટેલિ ક૨વા બેઠાં. દોઢેક કલાક આ કામ કર્યું ત્યાં ધનજીભાઈ મિસ્ત્રી તાડપત્ર મૂકવાના ડબા લઈને આવ્યા, એના કામમાં દાદા
રહ્યા.
‘શુકરાજરાસ’માં કર્તાનામ ત્રણ રીતે લખાયેલ સાંપડે છેઃ ૧. ગ્યાનસાગર, ૨. જ્ઞાનસાગર, ૩. ન્યાયસાગર. દાદાએ સૂચના આપી કે લિવ્યંતરમાં આમાંથી કોઈ એક પાઠ નિર્ધારિત કરી, બધે એ જ રાખવું.
તા. ૨-૧૨-૨૦૦૪
આજે પણ ૧૫ કલાક સુધી ‘શુકરાજરાસ’ની પ્રતનું કામ દાદા સાથે થયું. માત્ર કામમાં જ લીન રહ્યા. આડીઅવળી વાતો થઈ નહિ. દાદા જાણે આ કૃતિનું કામ પૂરું કરાવવાની ઉતાવળમાં છે.
તા. ૮-૧૨-૨૦૦૪
આજે વાતમાં ને વાતમાં જ્યોતિષની વાત નીકળી. ૨૫ વર્ષની ઉંમરે બનેલી એક વાત કહી. વાત છે સૂર્યપ્રસાદ નામના જ્યોતિષીની. પૂછેલા પ્રશ્નોના આધારે તે કુંડળી બનાવે. પાંચ જણ ત્યાં બેઠા હતા. દાદાને તે બધું જ યાદ હતું. આજે ઇન્ડોલૉજીમાં શ્રી કાનજીભાઈ છે તે પણ તે પાંચમાંના એક. એમને જ્યોતિષીએ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org