________________
*
*
*
*
*
પોથી બાંધવા માટે જેનોમાં સામાન્ય રીતે સફેદ કાપડ વપરાય છે. બીજે, લાલ કે અન્ય રંગનું હોય છે. જોકે, જેસલમેરમાં ધૂળ ઘણી તેથી લાલ કાપડ છે. આપણે ત્યાં ગ્રંથો ધૂળવાળાં સ્થળોમાં મુકાતા નથી. કબાટમાંથી બહાર કાઢવામાં આવે તો શેતરંજી પાથરીને એના પર ગ્રંથો મુકાય. કાપડ સુતરાઉ હોવું જરૂરી. માદરપાટનું કાપડ ઘણું સારું. એની કિનારો ઓટાવવી. કાપડ જો સ્ટાર્ચવાળું હોય તો પાણીમાં રાખી કાંજી / ખેર | સ્ટાર્ચ કાઢી નાંખવો. એ હોય તો તેમાં જીવની ઉત્પત્તિ થાય. Exra white – એસિડવાળું કપડું ન વાપરવું. પ્રતને રેપર કરવામાં જે કાગળ વપરાય છે તે ખાદીનો hand made કાગળ જ વાપરવો. પ્રત-પોથી ડબ્બામાં મૂકો પછી ડબ્બાને નંબર ને આપવો, અંદર મૂકેલી પોથીઓનાં નામ તથા નંબર તેની ઉપર લખો. પ્રતને size પ્રમાણે ગોઠવાય, વિષયવાર પણ ગોઠવો. કાર્ડ ગ્રંથનામ પ્રમાણે, કર્તા પ્રમાણે, વિષય પ્રમાણે એમ ત્રણ રીતે બનાવી, ગોઠવવાં. લિસ્ટમાંથી વિગતો પહેલાં આખી જોઈ લેવી. પછી કામ કરવાની શરૂઆત કરવી.
* *
*
*
*
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International
For Private & Personal Use Only
૧૬ ૧
www.jainelibrary.org