________________
*
*
હવે કદાચ એ જરૂરી કેટલું એવો પ્રશ્ન થાય છે. અતિ જૂનું પાંચ રૂપિયાનું પુસ્તક ખોવાય પણ આજની કિંમતની દૃષ્ટિએ પ0 રૂ.નું થાય ! આથી, આવા સંજોગ ઊભા થાય તો વાચકને કહેવું કે અન્ય ગ્રંથભંડારમાંથી તે પુસ્તક મેળવી, તે આખા પુસ્તકની ઝેરોક્ષ કરીને, બાઇન્ડ કરીને પરત કરે. અતિ દુર્લભ પુસ્તકોની તો ઝેરોક્ષ રાખવી અને તે જ વાંચવા આપવી. માપ લખવા. - પ્રત હોય કે પુસ્તક-માપ લખવું જરૂરી. ગ્રંથનામ લખો ત્યારે તેની આગળનાં વિશેષણો નાબૂદ કરો. દા. ત. શ્રી, શ્રીમદ્, શ્રીમતી, જો આ
વિશેષણો રાખીએ તો પુસ્તક “શ'માં જાય. જોઈતું પુસ્તક મુખ્ય નામ વિના કેવી રીતે મળે ? * બિરુદ નાબુદ ન કરવાં.
દા. ત. સૂરિ, ઉપાધ્યાય, મુનિ. વિજય, પન્યાસ જેવાં બિરુદો હંમેશાં રાખવાં, યશોદેવ ઉપાધ્યાય અને યશોદેવસૂરિથી કર્તા અને કૃતિ તરત જ મળી આવશે. ઘણી વાર ગ્રંથોમાં આગળ કે પાછળ તે ગ્રંથ છપાવનાર કે પ્રેરણા આપનાર શેઠ સાધુ ભગવંતની જીવનઝરમર કે જીવનચરિત્ર આપેલ હોય છે, આની પણ નોંધ કરવી. ગ્રંથનામ લખો તેમાં જ જેનું જીવનચરિત્ર આપ્યું છે તેનું નામ આપી, નોંધ કરવી. ગ્રંથનામ બે હોય તો બે નામ લખો. કાર્ડ બનાવો ત્યારે બન્ને નામનાં કાર્ડ બનાવો. દા. ત. ૧. પર્યુષણાકલ્પ ૨. કલ્પસૂત્ર આ બન્ને નામો એક જ ગ્રંથનાં છે. પણ તે બન્ને રીતે ઓળખાય છે. પુસ્તક બે નથી, એક જ
છે, માત્ર નામ જુદું છે * પ્રકાશકે છાપેલું નામ આપવું.
આગમો-પ્રકરણો કે કથા માટે આમ કરવું જરૂર,
સાયરીટા તે સ્થાનાંગસૂત્ર છે. લિસ્ટમાં સાયાટ તથા આચારાંગ-સ્થાનાંગસૂત્ર એમ બન્ને નામ
લખવાં જેથી આ સ્થાનાંગસૂત્ર છે તે ધ્યાનમાં રહે. * નવું નામ હંમેશાં એક લીટી છોડી લખવું. * ગ્રંથો પૂરા રાખો. કોઈ ગ્રંથ અપૂર્ણ હોય તો, અન્ય ભંડારમાંથી તે ગ્રંથનાં ખૂટતાં પૃષ્ઠોની ઝેરોક્ષ
કરાવી, તેની સાથે જ રાખો અને આમ ગ્રંથ પૂરો બનાવો. * કલ્પસૂત્રનું માત્ર ભાષાંતર હોય તો મૂળ કર્તાનામ લખવું ખરું પણ તે કૌંસમાં લખવું.
કાર્ડ બનાવો ત્યારે અકારાદિ સળંગ રાખો. ચોપડી, પોથી બન્નેનાં જુદાં લિસ્ટ બનાવવાં. કાર્ડમાં ઝેરોક્ષ છે કે ચોપડી તે ખાસ લખવું.
વિશિષ્ટ વિદ્વાનની પ્રસ્તાવનાની ખાસ નોંધ કરો. * પ્રતમાં પ્રમાણ અર્થાતુ પૃષ્ઠસંખ્યા “ગ્રંથાગ્ર' તરીકે જણાવવામાં આવે છે. * હસ્તપ્રતમાં ટાઇટલ પેજ હોતું નથી. ગ્રંથનામ છેલ્લે પુષ્મિકામાં હોય.
પ્રતમાં અંક પૃષ્ઠસંખ્યાનો) પાછલી બાજુએ હોય છે. છાનામ્ વામને તિઃ ! * પ્રતમાં એક બાજુ એક ચાંલ્લો હોય. બીજી બાજુ ત્રણ હોય.
સંવત-સંખ્યા ઉકેલવાની રીત હોય છે. ચંદ્રકાન્ત શેઠે ‘સંખ્યા નિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ પુસ્તક લખ્યું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામના મોહનલાલ દલીચંદ દેસાઈના પુસ્તકમાં પણ તે જોવા મળે. આવું કામ કરતાં, આ પુસ્તકો સાથે રાખવાં. દા. ત. રામ = ૩; કારણ રામ ૩ છે; બલરામ, પરશુરામ અને રામ
*
*
*
*
*
*
*
*
૧૬૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org