________________
હોવાનું પોતે કેવી રીતે નક્કી કર્યું તે વાત જુદાં જુદાં અનુમાનોનો આધાર બતાવી સમજાવ્યું.
લિપિનાં ખ અને દુખ ઉકેલવામાં ભૂલ થાય છે તે જો બરાબર સમજી લેવાય તો વાંધો ન આવે તેમ કહી આ ભેદ લખીને સમજાવ્યો.
અલંકરણ એટલે કે અક્ષરોને સુશોભિત રીતે લખવા. તે પ્રારંભની લીટીમાં કઈ કઈ રીતે જોવા મળે છે તે લખીને બતાવ્યું.
તા. ૬-૧૧-૨૦૦૩
ઈન્ડોલૉજીમાં આજનો દિવસ કામમાં ને કામમાં એટલો જલદી પસાર થઈ ગયો કે પાંચ વાગી ગયા તેની ખબર પણ ન રહી, મેં ઘડિયાળ જોઈ અને આશ્ચર્યથી બોલી ઊઠી : “પાંચ વાગી પણ ગયા ?!"
દાદા કહે : નીચું જોઈએ (કામમાં હોઈએ) તો ઘડિયાળ દોડે. ઊંચું જોઈએ તો ઘડિયાળ બંધ પડેલી - ઊંઘી ગયેલી લાગે.
તા. ૭-૧૧-૨૦૦૩
આજે દાદાએ મને ‘અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ નામની કૃતિ કરવા માટે આપી. એ પછી એમણે મને અંતરિક્ષ પાર્શ્વનાથ તથા ગોડી પાર્શ્વનાથના ચમત્કારોની વાત કરી : “અંતરિક્ષજીની મૂર્તિ એટલી અધ્ધર હતી કે એક જમાનામાં એની નીચેથી ઘોડસવાર પસાર થઈ શકે. હાલમાં અંગલુછણાં પસાર થાય એટલી જગ્યા રહી છે. ગોડી પાર્શ્વનાથની મૂર્તિ દસે દિશાથી અધ્ધર - કોઈ પણ આધાર વિના ટકેલી છે. આટલું કહી દાદા કહે: ચમત્કારોમાં વિજ્ઞાનનો કોઈ નિયમ રહ્યો હોય છે.”
જૈન ભંડારોમાં જે સાહિત્ય છે તેમાંનું ૫૦ ટકા ખરતરગચ્છનું છે. પછી તેઓ ચમત્કારોમાં પડ્યા. ઠેર-ઠેર દાદાવાડીઓ બની છે.
તા. ૨૯-૧૨૦૦૩ના રોજ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિ રચિત શ્રી નેમિસૂરીશ્વરજીની જીવનઝરમર આધારિત પૂજા ભણાવેલી. નેમિનંદન ઉપાશ્રયમાં પૂજા હતી. દાદા આવેલા. હું પણ ત્યાં ગયેલી. ગુરુના જીવન પર આધારિત લખાયેલી પૂજા પહેલી વાર ભણાવાઈ હતી. દાદા આ સંદર્ભે કહે : ખરતરગચ્છમાં ગુરુવંદના આ રીતે થતી. શ્રી જિનદત્તસૂરિની પૂજા આ રીતે ભણાવાતી. નેમિસૂરિના સંપ્રદાયમાં આ પ્રસંગ થકી એક નવો ચીલો સ્થાપિત થાય છે.
દાદાના પિતરાઈ ભાઈ ચીમનભાઈએ સોનેરી શાહીથી કલ્પસૂત્ર લખેલું અને એમાં એની બૉર્ડર પર સુંદર ચિત્રો બનાવેલાં. તે આજે મને જોવા મળ્યું. પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવા માટે તેને બહાર કાઢવામાં આવ્યું હતું.
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org