SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ન પકડાય, મોંના સ્નાયુઓ ખોરાકને હલાવી શકે નહિ અને બહાર ખોરાક ઢોળાતો જાય. આ અવસ્થાએ મોરી પોઝિટિવ વિચાર કરે છે કે આજે પત્ની લાળિયું પહેરાવી ખવરાવે છે. નાની ઉંમરે મા મૃત્યુ પામેલી. અપ૨મા હતી. અન્ય બાળકોનાં માનાં લાડ થતાં જોઈ એવાં લાડ પોતે ઝંખેલાં. આજે હું પરાધીનતા અનુભવવાને બદલે મનથી ૨ વર્ષનો થઈ જાઉં અને માને બદલે પત્નીનાં લાડને ભોગવવું અને ગુમાવેલી બાળપણના લાડની તક એન્જોય (enjoy) કરું તો ? દાદા ત્યારે આ સાંભળીને કશું બોલ્યા ન હતા પણ એ વાત વિશે વિચાર કરવા લાગેલા.) આ માંદગી દરમ્યાન દાદા હવે ધીરેધીરે સસરા મટી પિતા બની રહ્યા હતા તેનો આનંદ ઘણી વાર સગુણાભાભી વ્યક્ત કરતાં રહેલાં. હવે સંસારના ખેલનો એક વિશેષ રોલ પણ દાદાએ ભજવવો નિરધાર્યો હોય તેવું લાગ્યું. દાદા હવે પુત્રનો રોલ ભજવે છે. ‘“નિત્યવર્ધિષ્ણુ’” મારા દાદા ! પરાવલંબીપણાના ડર નીકળવો એ નિરહંકારી બન્યા સિવાય શક્ય છે ? દાદા.... દાદા.... “આ નો ભદ્રા કતવ યન્તુ વિશ્વતઃ ।” “ચારે બાજુથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ.’’ નો વેદમંત્ર તમારા જીવનમાં હંમેશાં ચરિતાર્થ થતો જોયો છે મેં ! કેવી સ્વીકારવૃત્તિ ! કેવું અહંકારનું વિગલન ! સતત ઊર્વારોહણ ! – આમ હું વિચારી રહી. દાદાની પાસે બેસી, એમને હું ધ્યાનથી જોઈ રહી. “કેટલા બધા કૃશ બની ગયા છે દાદા ! શ્વાસ લેતાં કફનો અવાજ સંભળાય છે !’ (થોડી વાર બાદ) મારું ધ્યાન એમના શ્વાસના આવતા મોટા અવાજ તરફ ગયું. એક ક્ષણ બીજો વિચાર આવી ગયો પણ શ્વાસનું નિરીક્ષણ કરતાં જણાયું કે શ્વાસ સંભળાય છે એ વાત બરાબર પણ, ઘણા લયબદ્ધ ! એમની નજીક બેઠી હતી એ દરમિયાન મેં નોંધ્યું કે દાદાને સગુણાભાભી દવા કે બીજું કશું પીવા વિશે ઢંઢોળીને પૂછે છે. માંડ માંડ જાગૃતિમાં આવે છે અને ઇશારાથી ના પાડતાકને ઘેનમાં – નીંદમાં સરી પડે છે, જાણે કે એમની ચેતના અંતસ્થ બનીને ઊંડે ઊંડે ઊતરવા લાગી ન હોય ! હાથ અડાડીને મેં જોયું તો હાથ ગ૨મ લાગ્યો. આમ તો બે દિવસથી ઝીણો તાવ અને કફ હતા જ. થોડી વારે શરી૨ વધુ ગરમ જણાયું. આથી, પાણીનો શોષ ન પડે, ડી હાઇડ્રેશન ન થાય તે માટે, મેં પરાણે જગાડીનેય પાણી આપવાનું સૂચવ્યું. દાદાને ઘણું બોલાવ્યા પણ દાદા આંખ ખોલવા કે જવાબ આપવા તૈયાર ન હોય તેવું જણાયું. હાથ હલાવીને ના કહી દીધી. આમ છતાં બે ચમચી પાણી પરાણે પિવરાવ્યું. બીજું કંઈ પણ પીવા માટેની જોરદાર ના' પાડીને ફરી ઊંઘમાં સરી પડ્યા. ફરી એ જ લયબદ્ધ શ્વાસ ! ત્યારબાદ, હું એ જ રૂમમાં, હેમીબહેનની સાથે બેઠી. સગુણાભાભી ઘરકામમાં વ્યસ્ત હતાં. અત્યાર સુધી તો હું દાદાની ખબર કાઢવા બપોરે રા-૩ વાગે કે સાંજે કે રાત્રે ગઈ છું. આજે થોડી અનુકૂળતા હતી એટલે જ સવારે ગયેલી. બે કલાકથી પણ વધારે સમય સુધી હેમીબહેન પાસે રહી. હેમીબહેને આજે ખૂબ ખૂલીને ઘણી વાતો વાતો કરી. વાતોમાં ‘દાદા’ જ મુખ્ય હોય એ સ્વાભાવિક હતું. બાળપણથી માંડીને અત્યાર સુધીનાં દાદા સાથેનાં સ્મરણોની વણજા૨ એમના ચિત્તમાં ચાલતી હશે તે મને બતાવી. દાદાનું એક નવીન પાસું મેં નિહાળ્યું. આજ સુધી દાદાએ પોતાના અંગત જીવનની વાતો કરી હતી, તેમાં હેમા સાથેનાં સ્મરણો ખાસ કહ્યાં નથી. દીકરી હેમા' આવવાની છે, એ ગઈ, જમાઈ આવેલા, એ સુખી છે એવી થોડીક વાતોથી વિશેષ દાદાએ કશું કહ્યું ન હતું. આજે હેમીબહેને પિતા સાથેનાં સ્મરણો શે૨ કરીને એક વત્સલ પિતાનું ચિત્ર મારી સમક્ષ યથાતથ, આબેહૂબ દોરી આપ્યું. મને થયું કે આ પાસું જાણવા મળ્યું ન હોત તો કુટુંબવત્સલ દાદાના વ્યક્તિત્વના એક પાસાથી હું અજાણ રહેત. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only ૧૪૩ www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy