________________
તા. ૨૦-૨-૨૦૦૫
પગને અડે તોયે દુખે છે.
તા. ૮-૩-૨૦૦૫
છેલ્લાં અઠવાડિયાથી હું કપડવંજમાં હતી. અમે – હું તથા મારા પતિ – બને જ્યારે પાછાં ફર્યા ત્યારે ટૅક્સીને સીધી દાદાને ત્યાં લેવરાવી. તેમની તબિયતની ગંભીરતાના સમાચાર મળ્યા હતા. દાદાની તબિયત વિશે ગુણવંતભાઈએ જણાવ્યું : “દાદા હવે બોલતા નથી. પોતાની જરૂરિયાત લખીને જણાવવાનું પણ બંધ થયું છે, કારણ કે હાથમાં પેન પકડાય તેવી શક્તિ રહી નથી. આંખો બંધ કરીને પડ્યા રહ્યા હોય છે. જોકે, આપણે વાત કરીએ કે દવા કે ખાવા-પીવાનું પૂછીએ એટલે આંખ ખોલી ઇશારાથી હા કે ના જણાવે. આપણી વાતમાં ચિત્ત પણ પરોવી શકે છે. કેસેટ વાગે કે એમની સમક્ષ ભજન ગાવામાં આવે તો એમની ઊંચીનીચી થતી તાલ આપતી આંગળીઓ આપણને ખ્યાલ આપે કે દાદા તલ્લીનતાથી સાંભળે છે.”
દાદાની તબિયત વિશેનું બયાન સાંભળીને, અમે દાદા પાસે બેઠાં. આંખો ખોલી. આંખમાં આનંદની ચમક તથા બે હાથ જોડી હર્ષનો ભાવ પ્રદર્શિત કર્યો. અર્ધો કલાક બેસી અમે ઊઠ્યાં. અમે બન્નેએ પ્રણામ કરી આશીર્વાદ માંગ્યા. દાદાએ અમારા મસ્તક ઉપર હાથ મૂક્યો. ફરી આંખો ખોલી. હસ્યા. અને મૂક આ આપ્યા. આ ઘટના હું ક્યારેય ભૂલી શકીશ નહિ.
અમે એ પછીના અઠવાડિયા દરમ્યાન ફોન પર ખબર પૂછી લેતાં. હેમીબહેન પણ દાદાની સેવામાં હતાં જ.
તા. ૧૪-૩-૨૦૦૫, સોમવાર - સવારે ૧૦થી ૧૨-૩૦
આજે દાદાની ખબર લેવા રૂબરૂ ગઈ. ગઈકાલે જવું હતું. પણ રવિવારે અવર-જવર વિશેષ હશે એમ માનીને આજનો દિવસ પસંદ કર્યો. સામાન્ય રીતે બપોરે જવાનું પસંદ કરું. મને એ સમયની અનુકૂળતા વિશેષ પણ ગઈકાલથી જ દાદા પાસે જવાને મન ઉત્કંઠિત હતું. બપોર સુધી રોકાવાયું નહિ. ખબર હતી કે દાદા હવે દવાના ઘેનમાં રહે છે. વાતો તો થવાની નથી.
જોકે, સગુણાભાભી જણાવતાં હતાં કે દાદાને સવારે વિશેષ શુદ્ધિ-જાગૃતિ જણાય છે. સવારે જવા માટેનું આ પણ એક કારણ. દાદા વાત ન કરે તોયે તેમનું મૂક સાન્નિધ્ય જીવનને બળ આપતું અનુભવાય છે.
છેલ્લા અઠવાડિયા દરમ્યાનનો દાદાની તબિયતનો વિગતવાર અહેવાલ જાણ્યો. જાણ્યું કે દાદાનું આ અઠવાડિયું બહુ ભારે ગયું. ખાવાનું કે પીવાનું લેવાની ના જ પાડતા રહે છે. માંડ માંડ ચમચી-બે ચમચી આપીએ ત્યારે. વળી, ક્યારેક સંડાસ-બાથરૂમની શુદ્ધિ રહેતી નથી પણ તમે વાત કરીને ગયેલાં તેથી આવા સમયે બહુ સ્વાભાવિકતાથી અમારામાંથી જે કોઈ હાજર હોય તેની સેવા લે છે. સગુણાભાભી કહે : “દાદાએ હવે મને પણ સાચી દીકરી બનાવી છે. મારી સાથેનો સંકોચ પણ છોડી દીધો છે. હું પણ એમની આ સેવા કરું તો વાંધો લેતા નથી.” બધાએ દાદા આ અવસ્થામાં જે સહકાર આપતા હતા તે ઉમંગભેર જણાવે
(દાદાની સાથે માંદગીની શરૂઆતમાં થયેલી વાતોમાં મેં જાણ્યું હતું કે દાદાને સૌથી વિશેષ ડર કોઈની સેવા લેવી પડે તેનો હતો. પાણીનો પ્યાલો પણ ઊઠીને જ પીવાનો આગ્રહ રાખનાર દાદા પોતાની પરાવલંબીપણાની સ્થિતિની કલ્પના જ કરી શકતા ન હતા. આ વખતે મેં કશું સીધું કહેવાને બદલે “પ્યુઝ ડે વીથ મોરી' પુસ્તક વિશે વાત કરી હતી. મોરીની ગંભીર માંદગી એ અવસ્થાએ પહોંચે છે કે હાથમાં ચમચી
૧૪૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only **
www.jainelibrary.org