________________
નથી. સાચું કહું તો આ કારણે જ હું કંઈ પણ કહેતાં વિમાસણ અનુભવું છું.”
ત્યારબાદ દાદાએ જેસલમેરના જ્ઞાન-ભંડારના અનુભવોની વાત કરી :
ત્યાં કિલ્લા પર બેસીને કામ કરવાનું હતું. પગથિયાં ઊતરીને નીચે આવીને પ્રત લઈ જવાની. પ્રતો જ્યાં રાખવામાં આવી હતી ત્યાં ચાર ટ્રસ્ટીઓ સાથે હોય તો જ ભંડાર ખૂલે. પ્રત એકસાથે એક જ આપવાની વાત. ફરી એ જ પ્રશ્ન. ઉપરથી નીચે આવવું, ચારે ટ્રસ્ટીઓ હાજર હોવા, ચારે સાથે આવે ત્યારે પ્રત મળે. અનેક સમજાવટ પછી બધું ગોઠવાયેલું. હું પ્રત લાવવા-લઈ જવા–મેળવી આપવાના ઈન્ચાર્જમાં. જે કાંઈ મળતું તે તો મહારાજજીના નામે ને ? હું એકલો – મારી રીતે ગયો હોત તો ઓછું મળવાનું હતું ? !
આવો જ એક અનુભવ દેવસાના પાડાના ભંડારનો. ભંડારની ચાવી દાદાસાહેબની પોળમાં મણિભાઈ કોઠારીને ત્યાં રહે. હું મહારાજજીને કહ્યું : તમે પાછળ આવો. હું વહેલો જઉં છું. બધું લાવી કરીને રાખું એટલે સમય બગડે નહિ. હું દાદાસાહેબની પોળમાં જઉં. ટ્રસ્ટી કહી દે: “આજે મારી તબિયત સારી નથી.” મહારાજજીને કહી દો કે ન આવે. ત્યાં સુધીમાં તો મહારાજજી ઉપાશ્રયેથી નીકળી ચૂક્યા હોય. ભલું હોય તો સામે જ મળે. ક્યારેક ટ્રસ્ટી કહે : આજે ડૉક્ટર આવવાના છે. ઇંજેક્શન લેવાનું છે. હું બેસી રહું. મહારાજજી ઉપાશ્રયે બેસી રહે. ક્યારેક પાછા જવું પડે. ક્યારેક રામ વસે અને કહે (કલાક બેસાર્યા બાદ) : “ચાલો ત્યારે. પહેલાં તમને આપી દઉં.” પ્રશ્ન : દાદા, તમે તો એ વેળા યુવાન વયના હતા. આવું બને ત્યારે તમે અકળાઈ
જતા નહિ ? દાદા : અકળાઈ જઉં. મહારાજજી પાસે આક્રોશ વ્યક્ત કરું એટલે તેઓ ખૂબ જ
શાંતિથી કહે: ‘આપણાથી એવું ન બોલાય. એમના પૂર્વજોએ આ બધું સાચવ્યું તો આ બધું રહ્યું છે અને એટલે જ એમને આપણને કહેવાનો - આપણી પરીક્ષા કરવાનો – અધિકાર છે. તેઓ આપે છે એ જ મોટી બલિહારી છે. તેઓ આપણને ના કહેવાને અધિકારી છે. છે તે બધું જ
સંઘનું છે. સંઘે સાચવ્યું છે. સંઘના આ બધાના પૂર્વજોએ સાચવ્યું છે.' મહારાજજીના આવા વલણથી મારામાં પણ સમતા આવવા માંડી.
વળી દાદા બોલ્યા: “આવું બધું કહેતાં મને વિમાસણ એ રહે કે મારે મન મહારાજજી પ્રત્યેના ભાવમાંથી આવેલી વાત બોલાય. બીજા એમાંથી ટીકાનો સુર પણ તારવે. કઈ રીતે લખાય છે અને લેવાય છે એના પર કીધેલી વાતોનો આધાર છે.”
પ્રશ્ન : દાદી, આપને અનેક સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, વિદ્વાનો, સાધુભગવંતો વગેરેના
સંપર્કમાં આવવાનું થાય છે. આમ તો, હું સમજું છું તેમ આપને કાર્ય સાથે જ નિસબત છે. પણ અનાયાસે જે કાંઈ જોવા, જાણવા કે સાંભળવા મળે છે તેનો ઉગ કે રંજ થાય ? એવા સમયે પ્રતિક્રિયારૂપે ક્યાંક બોલી
જવાય ? દાદા : હું મહારાજજી પાસેથી માત્ર લિપિ શીખ્યો છું. એમણે મને જે શિખવાડેલ
છે તે જ માત્ર મારે શીખવવાનું છે. જે કાંઈ જોવા જાણવા મળે તેનો રંજ થાય. ઉદ્વેગ પણ થાય. પણ હું મારી મર્યાદા સમજું છું. એને સ્વીકારીને ચાલું છું.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org