________________
૩. ઘણી વાર સમય પાક્ય જ સમતા આવે.
(આ વાક્ય સાંભળતાં અને બજી – લોટ દસાનુદાસનું વાક્ય યાદ આવ્યું તે કહેતા : શકે તે
પાકે) ૪. સમયનો – પરિસ્થિતિનો – જેનામાં સ્વીકાર છે. પછી ઉમેર્યું: વૃદ્ધા પાસે ઘણુંખરું સમયનો સ્વીકાર
હોતો નથી. ૫. પ્રતિપક્ષની ભૂમિકા – મનોવલણ – સમજવાની ક્ષમતા અને સ્વીકાર હોય. - ૬, પોતાની મર્યાદા સમજે અને તેને સ્વીકારે.
આ પરથી દાદા હવે પુણ્યવિજયના પ્રભાવ તથા સમતાની વાત પર આવ્યા.
સાધુઓ કે શ્રાવકો પર પુણ્યવિજયના પ્રભાવની એવી અસર કે અન્ય ગચ્છના હોય તોપણ એમનો ખૂબ જ આદર કરતા. હસ્તપ્રતોના – ભંડારોના કે અન્ય કોઈપણ કામ અંગે પુણ્યવિજયની ચિઠ્ઠી હોય તો જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ થતી. અજાતશત્રુ જેવું તેમનું વ્યક્તિત્વ સૌને સ્વીકાર્ય બનતું.
આજે દાદાએ ભંડારોમાં કામ કરતી વખતના કેટલાક અનુભવોનો અછડતો ખ્યાલ આપ્યો.
પાટણમાં સંઘવીના પાડાનો ભંડાર. આ ભંડાર પાછળથી હેમચંદ્ર ભંડારમાં સમાવિષ્ટ થયેલો. જ્યારે ભંડાર સંઘવીના વાડામાં હતો ત્યારે સેવંતીભાઈ એને સાચવે. તે ભંડારની પ્રતોની માઈક્રો-
ફિલ્મનું કામ હાથ લેવાયું. મારી સાથે માઈક્રોફિલ્મ માટે એક ટીમ હતી. ફિલ્મ લેતાં પહેલાં તે તે તાડપત્ર પરની ધૂળ – ખેપટ - લૂછવી પડે. તાડપત્ર તૂટેલ હોય તો સાંધવું પડે. ફિલ્મ લેવાનું શરૂ થાય પછી કામ ખૂબ જ ઝડપથી શરૂ થાય. પણ એ પહેલાં કેટલાંક કામો કરી લેવાં પડે. સંઘવીના પાડામાં અંદર ફિલ્મનાં સાધનોની ગાડી જઈ શકે તેમ નહિ તેથી આ કામ બાબુના બંગલે થાય. સેવંતીભાઈ માત્ર એક જ પ્રત આપવાની વાત કરે. સમજાવ્યા. તો પાંચ-છ પ્રતો આપવાની વાત કરી પણ એ વાત વ્યવહાર ન હતી. આ રીતે કામ કરવામાં સમયનો ખૂબ જ વ્યય થાય. આખી ટીમ રોકાયેલી રહે. ખર્ચા પણ ખૂબ વધે. સેવંતીભાઈ ચાવી સોંપીને જાય. મેં કબાટમાંથી બધી જ જરૂરી પ્રતો કાઢી અને બાબુના બંગલે લઈ આવ્યો.
સેવંતીભાઈનાં પત્નીએ આ જોયું. તેઓએ સેવંતીભાઈને રાવ ખાધી : પેલા લોકો તો બધું જ ઉપાડી ગયા છે. ધૂંઆપૂંઆ થતા સેવંતીભાઈ આવ્યા. મેં પરિસ્થિતિ વિગતે સમજાવી પણ.... હુકમનો અનાદર ! કેમ ચલાવી લેવાય? બસ. પત્યું. બધું જ ઉપાડીને પતિ-પત્ની પાછું લઈ ગયાં. દૃશ્ય ખરેખરું ભજવાયું !”
બીજે દિવસે ઘેરથી નીકળી સવારે હું ઉપાશ્રય આવ્યો. મહારાજ તો મળે નહિ. ખોળતાં ખોળતાં ખબર પડી કે તેઓ સેવંતીભાઈના ઘરની બહાર બેઠા છે. હું તરત જ ત્યાં પહોંચ્યો. જોયું તો મહારાજજી બહાર ઓટલે બેસીને માળા ગણતા હતા. જાપ કરતા હતા. મને જોઈને સેવંતીભાઈ તથા તેમનાં પત્ની બહાર આવ્યાં. કહે : “મેં ગોચરી વાપરવા અંગે પૂછ્યું પણ મહારાજજી તો કશુંયે લેતા નથી.... તમે બધું જ બંગલે લઈ જાવ. અમને વાંધો નથી. હા, પણ હતું તેમ જ બધું મેળવી આપીને કબાટમાં ગોઠવી આપવાની શરતે આપું છું.” અને પછી કામ થયું.
દાદા હવે મૂળ વાતનું અનુસંધાન કરતા બોલ્યા : “જુઓ. આવી વાત પત્રકારોને કરીએ અને તેમાંથી કોઈ મહારાજજીના મંત્રના પ્રભાવની વાત લખે. કોઈ એમાં ચમત્કાર જુએ. એમની આ વાત મલાવી-મલાવીને લખે અને એ રીતે એમના પ્રભાવનાં ગાણાં ગાય, તો ?”
“ભલે ને વાત મંત્ર-જાપના પ્રભાવની ગણીએ કે મહારાજજીનો નૈતિક પ્રભાવ પડ્યો તેમ ગણીએ. પણ આખી ઘટના એવી છે કે એમાં અનેક રંગો પૂરી શકાય. વળી, કોને હાથે તે કેવી ચીતરાશે તેની તો ખબર
૭૮
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org