________________
છે તે પ્રશ્નનો જવાબ એમાં છે. સુવર્ણને અગ્નિમાં તપાવવાથી, એની ઉપર કાળી ભસ્મ ઊડતી અને તે સાથે રહેલી ચણોઠી પર બેસી જતી તેથી ચણોઠી ઉપરથી કાળી બની હોવાનું તેમાં જણાવ્યું છે.
(દાદાના સાનિધ્યનો આ લાભ : હંમેશાં કંઈક ને કંઈક નવું જાણવા મળે જ.).
તા. ૧૮-૧૨-૨૦૦૨
આજે ઇન્ડોલૉજી મોડી પહોંચી. સૌ યાદ કરતાં હતાં અને હું ગયેલી. જઈને તીરથમાળ'નું કામ હાથમાં લીધું. “અંચલગચ્છ દિગ્દર્શન’ વાંચવા લાગી. તેમાં સાધુ ભગવંતોની પાછળ ક્યાંક વિજય, ક્યાંક રૂચિ, ક્યાંક સાગર એમ જુદા જુદા શબ્દો જોતાં દાદાને એ વિશે પૃચ્છા કરી. દાદાએ તરત ખીસામાંથી ડાયરી કાઢી. ખીસાડાયરીનાં પૃષ્ઠો ઉથલાવતાં બોલ્યા : “એ બધાં એમનાં બિરુદો છે અને તેઓની પાટની ઓળખ સૂચવે છે. ડાયરીમાં જોઈતું પાનું મળ્યું એટલે ડાયરી મને આપીને કહેઃ જુઓ આ બધાં તપાગચ્છનાં બિરુદો છે. એને બેસણાં કહે. બેસણાં એટલે પાટપંરપરા.
ત્યારબાદ વાચક, ઉપાધ્યાય, ગણિ, પન્યાસ વગેરે બિરુદો સમજાવ્યાં. યતિપરંપરામાં જોગ ન હતા તેવું દાદાએ જણાવ્યું. આ ઉપરથી પતિપરંપરાની વાતોમાં દાદા સર્યા.
જતિઓનો આચાર શિથિલ. તેઓ પાલખી, ઘોડો, ઊંટ રાખે. ગૃહસ્થ પેઠે રહે. મંત્રતંત્રના જાણકારી લોકો એમનાથી ખુબ ગભરાય. શ્રી સત્યવિજય પંન્યાસે ક્રિયોદ્ધાર કર્યો પછી સંવેગી એટલે કે શુદ્ધ સંન્યાસી બન્યા. જતિઓ સાથે વહેવાર ન રાખવો એમ નક્કી થયું. જતિથી જુદા પડવા સંવેગી સાધુઓએ પોતાનાં વસ્ત્રો જેને સ્થાને આછી પીળાશવાળાં રાખ્યાં. કાળાંતરે જોકે વસ્ત્રો સફેદ જ રહ્યાં. હવે તો જતિઓ ય બહુ રહ્યા નથી. સંઘે નક્કી કરેલું કે જાતિઓને ગોચરી ન આપવી. હજુ ક્યાંક વલ્લભસૂરિ તથા વિમલગચ્છવાળા પીળાં વસ્ત્રો પહેરે છે.
જાતિઓના મુખ્ય આચાર્ય શ્રીપૂજ્ય કહેવાતા. તેમનું જોર ખૂબ જ. આ સંદર્ભમાં દાદાએ પોતે સાંભળેલી પાટણની એક ઘટના મને કહી :
પાટણના શ્રીપૂજની આ વાત. તેઓ જો પોતાના શિષ્યોને આદેશ આપે કે ફલાણાને બોલાવી લાવો તો શિષ્ય તરત જ પેલાને ઘેર જાય. એ માણસ એ વખતે જો જમતો હોય તો બાકીના કોળિયા પૂરા કરે એટલી ય રાહ ન જુએ. હાથ પકડીને ઊભો કરે અને ધમકાવે.’ ‘ગુરજી બોલાવે છે અને આવતો નથી પાટણમાં આ રીતે એક ભાઈને શ્રીપૂજના શિષ્ય આ રીતે જમતાં જમતાં ઉઠાડેલો તે મને યાદ છે.
“પર્યુષણમાં મહાવીર જન્મદિનનું વાચન સાંભળીને શ્રાવકો ચોખા ઉછાળવા જાતિ મહારાજ પાસે જતા. એક વખત શ્વેતાંબર પંથના એક આચાર્ય ભગવંતે શ્રાવકોને પૂછ્યું: તમે ત્યાં કેમ જાવ છો ? તો જવાબ મળ્યો : સાહેબ, અમારે અમારાં છોકરાં જિવાડવાનાં છે.” આવી હતી યતિઓની બીક. તેઓ વીફરશે તો મૂઠ મારશે એવી માન્યતા.
ત્યારબાદ દાદાએ દેપાળ નામના ગૃહસ્થ શ્રીપૂજની આજ્ઞા લઈને થરાદમાં ચોમાસું કરેલું તેની વાત કરી. થરાદના લોકો એવા જબરા કે કોઈનેય ન ગાંઠે. દેપાળ ભોજકે થરાદના લોકોને સીધા કરેલા તેથી, થરાદના લોકો દેપાળના ફૂટેલા' તરીકે ઓળખાવા લાગ્યા.
(આ કથા ખૂબ જાણીતી છે તેથી ગ્રંથવિસ્તાર ભયે એને અહીં આપવાનું ટાળું છું. હકીકતમાં દાદાની કદાચ આ પ્રિય કથા છે તેથી આપવાનું મન થાય તેવી છે. દાદાએ પણ બીજાઓ સાથે વાતો કરતાં અને
૭૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org