________________
ધંધામાંથી બરકત ગઈ. કેળવણીની અનિવાર્યતા સમજાઈ. એટલે તેઓએ એન્જિનિયર, ડૉક્ટર તથા હવે કમ્પ્યૂટર જેવાં અન્ય ક્ષેત્રોને અપનાવ્યાં.
ડભોઈની વાતનો તંતુ મેં જ એક પ્રશ્ન કરીને ફરી જોડ્યો.
પ્રશ્ન : દાદા, ડભોઈ છોડવાનું મુખ્ય કારણ શું હતું ?
દાદા : પત્ની સાતમે મહિને સુવાવડે ગઈ. આઠ મહિના એકલા રહેવાનું હતું. જાતે
રસોઈ કરવી પડે. બધો સમય ઘરકામમાં આપવો પડે. એટલે થયું કે ભંડારનું કામ અને ઘરકામ બન્ને મને નહિ ફાવે. એટલે જ્યારે સીમંતપ્રસંગે
હું પાટણે ગયો પછી ડભોઈ પાછો ન આવ્યો.
એ વખતે ઉંમર કેટલી ?
Jain Education International
પ્રશ્ન
દાદા :
૨૫ વર્ષ
પ્રશ્ન : અત્યારે મુંબઈ ૨હે છે તે એ વખતની દીકરી ?
દાદા :
:
ના રે ના. એ તો ગુજરી ગયેલી. એ હોત તો આજે તમારા જેટલી ૬૦ વર્ષની હોત. પહેલા ખોળાની એ દીકરી. ત્યાર બાદ મણિનગર રહેતાં હતાં ત્યારે બે દીકરા થયેલા. એક દીકરો બે મહિનાનો થઈ ગુજરી ગયો. બીજો મરેલો જ જન્મેલો. જોશીએ જન્માક્ષર જોઈને ભાખેલું જ કે અલ્પસંતિ છે. દીકરી ગુજરી ગઈ પછી બાર વર્ષ સંતતિ ન થઈ. તે સમયે કામ અર્થે હું બહાર વધુ રહ્યો હતો. આજે જે દીકરી છે તે છેલ્લી અને એ જીવી ગઈ. નામ એનું હેમી-હેમા. મણિનગર હતાં ત્યારે એ જન્મેલી એ પછી આ વાડજનું ઘર બન્યું અને અહીં આવ્યાં.
દાદા, આજે જીવન કેવું લાગે છે ? કશો અસંતોષ ખરો ?
જરા ય નહિ. હું કાંઈ પૈસાદાર ઘરમાં જન્મેલો તો ન હતો, કે પૈસા મળ્યા – ન મળ્યાનો અસંતોષ રહે. પાંચમું ધોરણ ભણેલો. છઠ્ઠામાં આવ્યો ત્યારે વાગોળના પાડામાં કેસરબહેન જ્ઞાનમંદિર બન્યું. તેમાં જંબૂસૂરિએ મને નોકરીએ રાખેલો. આજે થાય છે કે કેસરબહેન જ્ઞાનમંદિર' જાણે મારે માટે જ બનેલું !
નોકરીની શરૂઆત કેવી હતી ? કયાં કામો પ્રારંભે કરેલાં ?
કેસરબહેન જ્ઞાનમંદિર બન્યું. એના બંધાવનાર હતા શ્રી નગીનદાસ કરમચંદ સંઘવી. એમનો એરંડાનો વેપાર અમદાવાદ, પાટણ, હારિજ વગેરે સ્થળોએ પેઢી ચાલતી. એમણે જ્ઞાનમંદિર બંધાવ્યું. એની સાથે પુસ્તકો મૂકવા માટે કબાટો પણ આપેલાં.
એ જમાનામાં સાધુ ભગવંતો વિહાર કરે ત્યારે પોતાના સ્વાધ્યાય માટે ખપના ન રહ્યા હોય અથવા તો ભવિષ્યમાં ખપ પડવાનો છે તેવી સામગ્રી શેઠ લોકોના ઘેર મૂકીને જાય. હવે એ બધું જ્ઞાનમંદિરનાં કબાટોમાં રહેતું. તે તે સાધુ ભગવંતનાં પુસ્તકો અલગ અલગ તે તે કબાટોમાં રહેતાં. કબાટોની ચાવી એક સ્થળે રહે. સાધુભગવંત માંગે ત્યારે ખોલીને આપવામાં આવતું.
કચ્છ-ગિરનારની મહાયાત્રા થયા પછી એનું ઉજમણું થયેલું. ત્યારબાદ આ જ્ઞાનમંદિર બંધાવેલું. પહેલાં
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
પ્રશ્ન :
દાદા :
પ્રશ્ન : દાદા :
For Private & Personal Use Only
૯૩
www.jainelibrary.org