________________
પહેલાં તો આ કબાટોની ચાવી હું રાખતો અને જોઈએ ત્યારે સાધુભગવંતોને તેમનાં પુસ્તકો કબાટ ખોલીને આપતો. શ્રી જંબુસૂરિ મહારાજનાં ૧૨ કબાટો પુસ્તકોથી ભરેલાં હતાં. તેઓ ડાયરી રાખતા. આ હું રાખું છું તેવી. (આમ કહી ખિસ્સામાંથી ડાયરી કાઢીને બતાવી.) – નાની એ ડાયરીમાં ઝીણા અક્ષરે ચોપડીઓનાં નામ લખેલાં હોય. તેઓને આના ઉપરથી એક મોટા ચોપડામાં પુસ્તકનું નામ, લેખકનું અને પ્રકાશકનું નામ લખી આપે તેવું કોઈક જોઈતું હતું. આથી, મોહનકાકા (મોહનલાલ ભોજક)ને વાત કરી કે આવું કામ કોઈ કરી શકે તેવું હોય તેને મોકલી આપો. મોહનકાકાએ મને પૂછયું. મેં હા પાડી. મને એ લઈ ગયા. અક્ષરો જોયા. મહારાજ સાહેબે અક્ષરો પાસ કર્યા પછી મને ધર્મશાળાના એક રૂમમાં બેસાડ્યો. પેન, ડાયરી અને ચોપડીઓ આપી નકલ કરવાને જણાવ્યું.
આ પહેલી વાર મેં કેવી ભૂલો કરી હતી તે જણાવું. “ઓઘનિર્યુક્તિ' શબ્દ વાં. થયું કે લખવામાં કશીક ભૂલ લાગે છે. સુધારીને લખ્યું: ‘ઓઘાની યુક્તિ મહારાજસાહેબે નકલ જોઈ ત્યારે આ શબ્દ સુધરાવ્યો.
મારું આ કામ જોયા બાદ, મહારાજ સાહેબ કહે: “આ બહુ ઝીણા અક્ષરો છે. તને પુસ્તકો પરથી નકલ કરવાનું ફાવશે ?” હા ભણી.
આ મારું પહેલું કામ. પગાર ૯ રૂપિયા. સમય ૧૨થી ૫ નો. ચોપડીઓ કાઢી, એના પરથી લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. ક્યાંક સમજ ન પડે કે કર્તા કોણ છે? મહારાજ તો હવે વિહાર કરી ગયેલા. શ્રી જશવિજય મહારાજ ત્યાં. તેમને પૂછું. હું ત્યારે માર્ગોપદેશિકા તો ભણેલો, પણ જો મને લખતાં શંકા જન્મે તો પૂછી લઉં.
સમય આમ તો ૧૨થી ૫ નો પણ હું તો રાત્રેય ત્યાં જ રહેતો. ઘર કરતાં ત્યાં સારું હતું. લાઈટ, પંખો, ઘડિયાળ બધું જ હતું. મોડે પણ કામ કરતો. પોથી કાઠું, ટીકાકાર, ભાષ્યકાર વગેરેનાં નામ શોધું. સમજ ન પડે કે પૂછી આવું.
પ્રશ્ન : અમદાવાદ ક્યારે આવેલા ? દાદા : અમદાવાદ અમદાવાદ સૌથી પહેલાં જોવા મળ્યું એની વાત કરું તમને.
(દાદા આજે વાતોના સરસ મૂડમાં છે.) બન્યું એવું કે શ્રી જંબુસૂરિ અને શ્રી રામચંદ્રસૂરિ બને ગુરુભાઈઓ થાય. એ બન્નેની ઉપાધ્યાયપદવી અમદાવાદમાં હતી. એ વખતે ધીરુબહેન તરફથી કાળુશીની પોળમાં આ નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ થયેલો. આ પ્રસંગે મેં પહેલી વાર અમદાવાદ
જોયું. પ્રશ્ન : કેવું લાગ્યું ? દાદા : બહુ મઝાનું. પાટણ તો ઘરમાં લાઈટ ન હતી. અહીં અમદાવાદમાં તો
શેરીઓમાં અને રોડ પર પણ વીજળીના દીવા જોવા મળે. જોકે, એ વખતે આખું અમદાવાદ જોયેલું નહિ ! કાળુશીની પોળથી વિદ્યાશાળા સુધી માંડ ગયો હોઈશ. ભૂલા પડી જવાની બીક લાગે. અહીં પણ મહારાજ નકલનું કામ આપે. મહારાજે અહીં જ મારી સાથે ડભોઈ જવાની વાત વિશે પૂછેલું,
અને મેં હા પાડેલી. કહેલું : ડભોઈ જોયું તો નથી પણ જોઈશ.’ પ્રશ્ન : તો દાદા, તમે ૧૭મે વર્ષે જ્ઞાનમંદિરમાં નોકરીએ લાગ્યા. પછી ૧૮મે વર્ષે
તમારાં લગ્ન થયેલાં, નહિ ? દાદા : હા.
૯૪
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org