________________
કલ્પસૂત્રનાં દર્શન કરવાની ઇચ્છા થઈ છે.’’
ટ્રસ્ટી : એ તો લૉકરમાં મૂક્યું છે. તમે ક્યારે જવાના ?
દાદા : આમ તો સાંજે નીકળવાનો હતો. પણ એનાં દર્શન થાય તો કાલે નીકળીશ.
દાદા રોકાઈ ગયા. બીજે દિવસે ૧૧ વાગ્યાનો સમય નક્કી થયેલો. તે સમયે ટ્રસ્ટીનો દીકરો આવ્યો. તેના પિતાશ્રીને એટેક આવવાથી હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે, તેમ જણાવ્યું.
દાદા : (સ્વગત) ‘રિ રા વનીયસી’
દાદા સાંજે ઉપાશ્રયે ગુરુવંદનાર્થે ગયા. ત્યાં પેલા ટ્રસ્ટી બેઠેલા ! ટ્રસ્ટીએ કલ્પસૂત્ર પોતે દેખાડશે નહિ તેવી સ્પષ્ટ વાત કરી.
આ વાત કરતી વેળાએ દાદાના મુખ પરના ભાવો સહેજ પણ બદલાયા નહિ. મહારાજીનો વા૨સો આ શિષ્યે કેવો તો અકબંધ જાળવી રાખ્યો છે !
દાદાએ વાત આગળ ચલાવતાં કહ્યું : “મેં ઓછામાં ઓછાં ૫૦ કલ્પસૂત્રો સોનેરી શાહીથી લખાયેલાં જોયાં છે.’’
આજની વાતોમાં એ પણ જાણવા મળ્યું કે દાદાએ સમેતશિખર જોયું નથી. હમણાં કોઈએ તેમને લઈ જવા કહેલું પણ હવે તેમને બહુ લાંબી યાત્રાએ જવાની ઇચ્છા થતી નથી.
દાદાને સરસ્વતીની એક મૂર્તિનો પ્રસંગ સ્મરણમાં આવે છે. આ પ્રસંગ જુદા જુદા સમયે બેથી ત્રણ વાર દાદાના મુખેથી સાંભળવા મળ્યો છે – દાદાની સ્મૃતિમાં ક્યારેક વ્યક્તિઓનાં નામ અને અટકમાં ફેરફાર થઈ જતો તેમ છતાં આ પ્રસંગનો મુખ્ય સાર નીચે મુજબ છે ઃ
હારિજ પાસે, મોકા ગામમાં રૂપેણ નદી વહે. શાંતિલાલ દોશી (કે જૈન ) દાદાને નદીમાં થઈને ગામમાં લઈ ગયા, ત્યાં એક પટેલ રહે. તે બાવો થઈ ગયેલા. બાવાને ઝૂંપડું હતું અને ત્યાં ઓરડી બાંધવી હતી, જમીન ખોદતાં સ-પરિકર અને જેમાં ચોવીસી હતી તેવી પાંચ ફૂટની અતિ મનોહર સરસ્વતીની મૂર્તિ નીકળી. બાવાએ મૂર્તિ ઝૂંપડામાં રાખી મૂકેલી. પૂજા જેવું કરે. બાવાએ મૂર્તિ માટે ૨૫૦૦૦/- રૂ.ની માગણી કરી. કહે : “બાળમંદિર બાંધવા જોઈએ છે.' મોટી રકમની માંગણીને કારણે દાદા નિર્ણય લઈ શક્યા નહિ. અમદાવાદ આવીને શ્રેણિકભાઈ શેઠ સાથે આ અંગે વાત કરી, રૂપિયા ૧૦,૦૦૦/- માં બાવાજી માને તો લઈ લેવાનું કહ્યું.
શાંતિભાઈથી આ કામ ન પડ્યું તેથી રાધિકાબહેનને મોકલવાનું નક્કી થયું. રાધિકાબહેનને જવામાં થોડોક સમય લાગ્યો. જ્યારે ગયાં ત્યારે બાવો અને મૂર્તિ ત્યાંથી જતાં રહ્યાં હતાં. બાવો જૂનાગઢ ગયેલો. તેના મઠમાં મૂર્તિ રાખી હતી. ત્યાં પણ તપાસ કરાવી પણ મૂર્તિ ત્યાંથી સગેવગે થઈ ગયેલી.
દાદાએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું : “આ મૂર્તિના છેલ્લા સમાચા૨ હમણાં મળ્યા છે. તે મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં પહોંચી ગઈ છે.'
વહેમને કા૨ણે પણ કેટલીક પ્રાચીન મૂલ્યવાન વસ્તુઓને વેચવામાં આવતી હોય છે તે વાત જણાવતાં મને શંખના વહેમની વાત કરી :
४०
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org