________________
૭. ગેરુ:
૧૬મા સૈકા પહેલાં હતો. તાડપત્રોમાં અને ૧૪મા સૈકામાં તેનો ઉપયોગ જોવા મળે છે. જોકે, ૧૯મા સૈકામાં પણ ગેર લગાડેલ પ્રત જોવા મળે ખરી ! ત્યાં નિર્ધારણા માટે અન્ય ફેક્ટર્સ ધ્યાનમાં લેતાં. સાચો સમય જાણી શકાશે. ૮. અંક અને દંડ:
અંક પહેલાં હોય પણ અંક પછી દંડ ન હોય, તો તેને ૧૬મા સૈકા પહેલાંનું સમજવું. ૯. વચ્ચે આકૃતિ:
વચ્ચે છિદ્ર ન હોય પણ તેને સ્થાને ચોરસ આકૃતિ કે કૂંડાકૃતિ હોય. ક્યારેક તેમાં બે-ત્રણ શબ્દ ભરેલા હોય, તે ૧૬મા તથા ૧૭મા સૈકામાં જોવા મળે છે. ૧૦. પત્રાંક:
પહેલાં પ્રતની મધ્યે બે બાજ પત્રાંક લખવામાં આવતો. પછી ડાબે ઉપર તરફ અને જમણે નીચે તરફ અંકલેખન થતું ગયું. ૧૧. હૂંડીઃ ગ્રંથનામ)
તાડપત્રમાં હૂંડી પ્રથા ન હતી. પછી, એક બાજુ પર, વચમાં, હૂંડી લખાતી. બીજી બાજુ અંક લખાતો અંક ઉપર લખાયેલ હોય તો જૂનું સમજવું. નીચે લખાયેલ હોય તો નવું સમજવું. ૧૨. ગાથાંકઃ
ગાથાંકમાં દડ પછી અંક લખાય પણ અંક લખાયા બાદ દંડ ન થતો. ૧૬મીથી અને ત્યારબાદ અંકની આસપાસ દંડ થતા ગયા. ૧૩. કત:
કર્તા કયા સંવતનો છે તે જુઓ, ઘણી વાર રીતિ જૂની પ્રણાલિની હોય પણ કર્તા ૧૮માં સૈકાનો હોય અને ગ્રંથ જૂની પ્રણાલિ પ્રમાણે લખ્યો હોય, તો ધારણા ખોટી પડવાનો સંભવ રહે. કુર્તા-સુરવાલની રૂઢિ સ્થાપિત થઈ હોય ત્યારે કોઈ મોડર્ન છોકરીએ ડ્રેસને બદલે નવી ફેશન લેખે જૂની ફેશનની સાડી જ પહેરવાનું પસંદ કરે એના જેવી વાત છે. ૧૪. ભલે મીંડું:
ત્રણ-ચાર પ્રકારે લખાતા. સં. ૧૫00 પહેલાંનું અને ત્યારબાદનું ભલે મીંડું જુદું છે. આમ છતાં, નકલ કરનાર ૧૮મા સૈકાનો હોય અને કૃતિ સં૧૩૩૨ની છે તો તેમાં ભલે મીંડું સં ૧૩૩૨માં છે તેવું જ કરશે. આથી, આ factorને ધ્યાનમાં લેવું. ૧૫. હરતાલ અને સધ્ધ : - તેનો ઉપયોગ કર્યો છે કે નહીં ? તે જોવું. જ આ દ્રવ્યોથી ચેકીને સુધારેલ છે ? કે ધોઈને કાઢેલા છે? તે ધ્યાનમાં લો. ઘણી વાર સાધનને અભાવે પણ હરતાલ વાપરી ન હોય !
સમયનિર્ધારણા કરતાં હંમેશા યાદ રાખો કે આખરે અનુમાન એ અનુમાન છે. કતનામ હોય તો તેને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org