________________
સ્વસ્તિવચન :
જો સ્વસ્તિવચનમાં શ્રી હીરસૂરિભ્યો નમઃ' લખેલ જોવા મળે તો તે શ્રી હીરસૂરિ પછી જ લખાયેલો. ગ્રંથ હોય. દેશીઓ:
જૈન ગુર્જર કવિઓ'માં આપેલી છે. સમય નિર્ધારણમાં તેનું સ્થાન છે. દા. ત. “ભમ્મરિયો કૂવાને કાંઠે એ દેશી ૨૦મી સદીની છે. તો સમય ૨૦મી સદીનો કે તે પછીનો કહેવાય. ધારો કે કોઈ દેશી પંદરમી સદીની છે તો એટલું ચોક્કસ કહેવાય કે કૃતિ પંદરમી પહેલાંની તો નથી જ. સંયુક્તાક્ષરો:
સંયુક્તાક્ષરોનો મરોડ જૂનો છે કે નવો તે ધ્યાનમાં લેવું.
[આ સિવાય હાંસિયાની લાલ કે કાળી લીટી, ત્રિપાઠ-પંચપાઠ-સ્તબક, લાલ ચંદ્રક, લિપિચિત્ર, બે લીટી વચ્ચેની ઓછીવત્તી space, ફાંટિયાની લીટી દેખાવી, ચોકડી કે ફૂદડી વગરનું સળંગ લખાણ, પ્રારંભે લખાયેલું ગુરુનામ. જેવા મુદ્દાઓ સમય નિર્ધારણાના અનુમાન માટે ખપમાં આવતા હોવાથી ધ્યાનમાં રાખવા ઘટે.].
પરિશિષ્ટ નં. ૫માં અહીં આપેલા મુદ્દાઓને જ દાદાએ કોઠો બનાવી સ્પષ્ટ કર્યા છે. એક જ ઝલકે જોવા માટે તે ઉપયોગી છે.)
૧૫૪
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org