________________
પણ ગીત ગાય. આજે અહીં પણ શ્રીએ શુભ મંગલ હો’ ગીત સંભળાવ્યું.
પછી મેં કહ્યું : દાદા, હવે હું તમને એક કાવ્ય સંભળાવીશ. ધ્રુવ ભટ્ટ તેના કવિ છે.
· શ્રી મશ્કરીમાં કહે : દાદા, એની દવા પીવી પડશે, હું.
મેં કહ્યું : જુઓને દાદા, કેવી મશ્કરી કરે છે એ.....
દાદા કહે : શા માટે મશ્કરી સમજો છો ? સાચું છે એમ જ સમજો ને. દવા જ છે. ટોનિકની ય જરૂર હોય છે અને શબ્દો ક્યારેક ટોનિક જેવા થઈ પડે છે.
પછી મેં કાવ્ય સંભળાવ્યું :
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો ? આપણે તો કહીએ દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.”
તા. ૬-૧૦-૨૦૦૩
ઇન્ડોલૉજીમાં ફોન કર્યો. દાદા આવ્યા છે તે જાણી લઈને ઇન્ડોલૉજી ગઈ. દાદાની તબિયત હવે અમારા વાર્તાલાપો ૫૨ પણ પ્રભાવ પાડવા માંડી છે. બોલવામાં પીડા અનુભવાઈ રહી છે. વાર્તાલાપનો ક્રમ હવે જાણે ઊલટાયો. હવે મારે વધુ બોલવાનું અને દાદા જરૂ૨ કરતાં પણ ઓછું બોલે એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. આજે મેં એક Positive attitude દર્શાવતી વિકલ્પ’ નામની વાર્તા વાંચી સંભળાવી. દાદાએ પોતે જે નાનપણમાં ભણેલા અને ખૂબ જ ગમેલી તે કવિતા સંભળાવી.
પ્રભુને ગમે તે સા સૌએ સહેવું
સદ રાજી રાજી હૃદયમાં રહેવું. કદીયે બકી હામ આમ હૈયે ન હારો ઘણા કષ્ટકારે ઘણું ધૈર્ય ધારો.. સજ્યો ઈશ્વરે વિશ્વનો ખેલ એવો જુઓ માંડવો મેહનો હોય એવો થનારો ઘડીમાં, ઘડીમાં જનારો ઘણા કષ્ટકારે, ઘણું ધૈર્ય ધારો.
આ
દાદાની તબિયતની ગંભીરતાનો અમને હવે અહેસાસ થવા લાગ્યો છે. જોકે, તબિયત હજુ એવા વળાંક પર આવીને ઊભી નથી કે પાછા ન જવાય. વૈદ્ય હાર્ડીકરની દવાથી થોડો ફેર છે. સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય તેવું છે તેવી શ્રદ્ધાની એક નાનકડી જ્યોત સૌમાં પ્રજ્વલિત છે પછી તે વૈદ્ય હોય, દાદા હોય કે દાદાનાં કુટુંબીજનો હોય, કે હું કે પ્રીતિબહેન જેવાં તેમનાં શિષ્યો હોઈએ. કૅન્સરનો રોગ ખૂબ જ ધીરે પગલે આગળ વધી રહ્યો છે. બીજી બાજુ આયુર્વેદ, એલોપથી, હોમિયોપથી જેવાં શાસ્ત્રો એ રોગ ૫૨ સંપૂર્ણ અંકુશ મેળવશે તેવી શ્રદ્ધા લુપ્ત થઈ નથી. કથળતી જતી તબિયતને કારણે હવે અગાઉની જેમ વાતો – વાર્તાલાપો કરવાનો ઓસરતો જતો મૂડ વરતાવા માંડ્યો છે. સ્વાસ્થ્યના સંદર્ભે જે એંધાણીઓ વરતાવા માંડી છે તેનાથી દાદા અને આજુબાજુનાં સૌ પૂરાં સભાન અને જાગૃત છે. જે કાર્યો મનમાં ક૨વા ધારેલાં તેની યાદી કરીને પૂરું કરવાના દૃઢ સંકલ્પનું બળ મૃત્યુને નજીક આવવા દેતું નથી તેવી વાત મેં કરી પણ દાદાને મન તો પ્રભુની
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૮૭
www.jainelibrary.org