________________
આવું ન કરે તો સારું. પંચમહાભૂતનાં તત્ત્વો પંચમહાભૂતમાં ભળી જવાં જોઈએ. સંતો ક્યારેય ઑપરેશન કરાવી અંગ કઢાવી નાખતા નથી કે તેઓ દેહદાનમાં માનતા નથી.'
તા. ૧૬-૧૧-૨૦૦૪, જ્ઞાનપંચમી
આજે ઘણા દિવસે દાદાને ત્યાં જવાયું. જ્ઞાનપંચમી હતી તેથી મેં એકાસણું કરેલું. બેલ માર્યો તો મારી નવાઈ વચ્ચે દાદા બારણું ખોલવા આવેલા પાછળ જ અંદરથી એમનો ભત્રીજો આવ્યો પણ ખોલીને “આવો’ કહ્યું એ સાંભળીને હું તો રાજીની રેડ થઈ ગઈ. મેં પ્રણામ કર્યા. “સાલમુબારક' કહ્યા.
થોડી વારે પોસ્ટમેન આવ્યો. પાલિતાણાથી ઢંકારશ્રીજીનાં શિષ્યાનો પત્ર તથા વાસક્ષેપ હતો. એમણે પોતાના મસ્તકે મારા તથા ઘરના દીકરાઓને માથે નિદ્વાર પારગા” બોલીને વાસક્ષેપ નાખ્યો. જાણો છો, આનો અર્થ ? ‘
નિસ્તારપારગા' એટલે સંસારથી પાર થવાની વાત છે. આ છોકરાઓને થતું હશે કે દાદાએ અમને સારું ભણવાના કે એવા કોઈક આશીર્વાદ આપ્યા પણ આમાં તો સંસારથી પાર જવાની વાત છે.” આમ બોલી તેઓ મલક્યા.
ત્યાર બાદ બસ, સહજતયા ઘણી-બધી વાતો કરી. થયું : “આજે જો ટેપ-રેકોર્ડ લઈને ગઈ હોત તો કેટલું સારું થાત ? પણ દાદા આજે બોલીને આટલી બધી વાતો કરશે એની ક્યાં ખબર હતી ? ખેર. કહેલી વાતોને યાદદાસ્ત પર લાવીને ઘેર આવીને ડાયરીમાં હવે નોંધું છું.”
દાદા કહે: “માંદગી અસાધ્ય હોય અને શરીર બીજા કશા ખપનું રહ્યું ન હોય, પોતાને તથા ચાકરી કરનારને ત્રાસરૂપ બન્યું હોય તો એવા સંજોગોમાં મને થાય છે કે ડૉક્ટરે બાટલા ચડાવવા અને નળીઓ ભરાવવાને બદલે ઝેરનું ઇંજેક્શન આપવું જોઈએ. દર્દીની પોતાની ઈચ્છા હોય તો આમ કરવું સારું. એમાં જે કાયદાકીય બાધ આવે છે તે ન હોવો જોઈએ તમને આ વાત બરાબર લાગે છે ?"
મેં કહ્યું: “દાદા, આને “મર્સીલિંગ' કહેવાય છે. આજે આ “મસી કીલિંગને લીગલ બનાવવાનો ઘણો ઊહાપોહ થયો છે પણ તેને લીગલ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. કેન્સરગ્રસ્ત ડૉક્ટરપતિ પોતાની પત્ની દ્વારા ઝેરનું ઇંજેક્શન લઈને યાતનામુક્તિ મેળવે છે તેવી એક વાર્તા વાંચેલી. હું એ વાંચી હચમચી ગયેલી.
આ વસ્તુને લીગલ બનાવવા જતાં એના ઘણા દુરુપયોગ થઈ શકે છે તેની વાત પણ મેં વાંચી છે. ગાંધીજીએ પણ એક વાછરડાને યાતનામુક્ત કર્યો હતો તે પણ વાંચ્યું છે. છતાં આ બધામાં શું સાચું તે કહી શકતી નથી.
અસહ્ય વેદનાગ્રસ્ત જીવો લાંબા સમય સુધી વેદનામાં સબડતા જીવતા હોય છે. ત્યારે સહેજે એવો વિચાર પણ આવી જાય કે વ્યક્તિમાં કેવી તો જિજીવિષા પડી છે !
સાચું કહું તો સીધીસાદી વાત મને આટલી સમજાય છે કે માણસ આપઘાત કરે – ઝેરનું ઇંજેક્શન લઈ દેહત્યાગ કરે એ જૈન ધર્મ પ્રમાણે ઉદિતમાન થયેલાં ઉદયમાન કર્મોનો કરેલો અસ્વીકાર ગણાય. જે કર્મો આજે ભોગવ્યાં નથી તે અન્ય યોનિમાં એથી ય વધુ અસહ્ય બને તે રીતે તેને ભોગવવાં વારો આવશે. આથી, આવા બધા વિચારો વહેલી તકે હાંકી કાઢો.”
મને લાગે છે કે દાદા પરાધીન જીવનની કલ્પના કરી, બેચેન થાય છે.
ઘેર આવ્યા બાદ ચંદ્રકાન્ત સાથે વાત થઈ ત્યારે એણે મને બહુ સરસ રીતે આ આખી વાત સમજાવી. “સરસ્વતીચંદ્ર' નવલકથામાં ગોવર્ધનરામે આ વાત કરી છે. તેઓ કહે છે: દીવો જલતો હોય અને તેલ ખૂટી જાય એટલે દીવો ધીમે ધીમે ઓલવાઈ જાય. પણ જલતા દીવાને ફૂંક મારીને હોલવો તો ધુમાડો થાય અને મેશ થાય. જીવતરનું ય આવું છે. આયુષ્ય પૂર્ણ થયે દીવો સ્વાભાવિક ક્રમમાં હોલવાઈ જાય પણ જો
૧૩૨
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org