SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઊતરાવી લેશે તો ? એ સમયે કામ માટે રાત્રે પણ મુસાફરી કરતો હતો એટલું જ કહેવાનું. આઝાદીની લડત ચાલતી હતી. ‘અર્જુન' નામે એક છાપું તે સમયે બહાર પડતું હતું. એમાં આટલા મુસલમાનો માર્યા, આટલા હિન્દુઓ મરાવા – આવી વાતો છપાયા કરે. લોકો વાતો કરે કે આપણે હિન્દુઓએ પણ ચખુ રાખવું – હથિયાર રાખવું. આવી વાતોની અસર હેઠળ મેં પણ એક ચખુ ખરીદું. એ ચપ્પાથી કોઈ મરી જાય તેમ હતું નહિ. સામાન્ય ઈજા કદાચ થાય. મારે માટે એવો પ્રસંગ આવ્યો જ નહીં પણ મેં હથિયાર રાખ્યું છે એવો મનમાં આધાર રહ્યો હતો ખરો એ વખતે. ઈ. સ. ૧૯૪૭ના સમયની વાત છે: ભાગલા પછી થયેલી હિજરત અને કોમી રમખાણોનો એ સમય. હું ત્યારે જોધપુર હતો. આવા સમયે વતનમાં કુટુંબ સાથે ઘેર હોઈએ એ વધુ હિતાવહ એમ વિચારી હું જોધપુરથી વતનમાં આવવા નીકળ્યો. મારવાડ જંક્શને આવ્યો. અજમેરથી બેઠેલાં મુસ્લિમ કુટુંબો પાકિસ્તાન જવા આ ટ્રેનમાં બેઠાં હતાં. મારવાડના આગલા સ્ટેશન હરિપુરમાં જ તેઓની કતલ કરવામાં આવી હતી. મારવાડ ટ્રેન આવી, તે ખાલી હતી. ટ્રેન લોહીથી લથબથ. ટ્રેન ધોવાઈ. પછી એમાં બેસીને જ ઘેર આવવું પડ્યું. ઘર સુધી પહોંચતાં અજંપો, ઉચાટ અને ડર સતત રહ્યા. રાજકુમાર જૈન પાકિસ્તાનમાં રાજમહેલ જેવી જગ્યા, જમીન, દોલત બધું છોડીને હાથેપગે અહીં આવેલા. આ જ રીતે લાહોરથી શાંતિલાલ ખિલૌનાવાળા અહીં આવેલા. આ બન્નેએ વર્ષો બાદ બી. એલ. ઇન્સિટટ્યૂટને ૨૫-૨૫ લાખની રકમનું દાન કર્યું છે. એક વાર મેં શાંતિલાલ ખિલૌનાવાળાને કહ્યું – દેખો હમારી કિસ્મત ! મેં યહ દિલ્હી ત્યારે હું મૃગાવતીશ્રીજી સાથે લિસ્ટ બનાવવાનું કામ કરતો હતો.) બેટી બમ્બઈ ઔર બીબી અમદાવાદ મેં કૈસી હૈ મેરી ગૃહસ્થી ! ! ! શાંતિલાલ કહે: “સોચો નહીં. મેં યહાં આયા તબ દો સાલ તક મેરી ગૃહસ્થી રહી હૈ યા નહીં ઉસકા પતા ભી નહીં ચલા થા ?” તા. ૩૦-૧૦-૨૦૦૩ દાદાની આજે તારીખ પ્રમાણેની વર્ષગાંઠ. મેં એમને “હેપ્પી ન્યૂ યર’ અને ‘હેપ્પી બર્થ ડે' કહ્યા. દાદા આછું મલક્યા. તબિયતના સમાચાર પૂછ્યા તો કહે, “સારું છે.” પગ દુખવા લાગ્યા હતા તેથી ચિંતા થઈ હતી પણ ભત્રીજો કહે કે મણિનગર સુધી ગયા તેથી થાય છે. મણિનગર હું દવા લેવા ગયેલો. મારા સમાચાર પૂછ્યા. મેં કીધું કે બપોરે ઊંઘ આવે તો રાત્રે જાગીને કામ થાય છે. ઊંઘ આવે ત્યારે રોકી શકાતી નથી. કોઈની હાજરીમાં પણ ઊંઘી જવાય. આ સાંભળી દાદા કહે : શાસ્ત્રમાં નિદ્રાના પ્રકારો કહ્યા છે તેમાં એક થીનદ્ધિ પ્રકારની છે. ક્ષણમાં આવે અને ક્ષણમાં જાય થીનદ્ધિ નિદ્રા. બાળક જેવી ઊંઘ કહેવાય. ઊંઘના આ પ્રકાર સાથે એમને આવી ઊંઘવાળા ડભોઈના ખૂબચંદ પાનાચંદ યાદ આવ્યા. એમની વાતો કહેવા બેઠા. ખૂબચંદભાઈએ પોતે જ પોતાની આ અંગત વાત દાદાને કરેલી. ખૂબચંદ પાનાચંદ ડભોઈના. વડજ ગામની તમામ જમીન એમને ત્યાં ગીરે રહેલી. ડભોઈનું “મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર' એમણે બંધાવેલું. એમના પિતાશ્રી પાનાચંદને બે ભાઈઓ. એક બાપાલાલ તથા બીજા ભાઈએ ૯૦ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy