SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુલાકાત દરમિયાન થયેલી દાદાની વાતચીતના અંશો : “મને ઘણા કહેતા કે તમે તો શ્રી પુણ્યવિજયજી સાથે સતત રહ્યા અને આ જ કામ કરતા રહ્યા. તમે અંગ્રેજી કેમ ન ભણ્યા? હું કહેતો કે મને તો જે કામ મહારાજજીએ ચીંધ્યું તે કર્યું. જો એમણે મને અંગ્રેજી શીખવાનું સૂચવ્યું હોત તો એ પણ શીખ્યો હોત.” રાત્રે મને ભાવયાત્રા કરવાની ટેવ અને તેમાં હું પાટણની અને શત્રુંજયની ચૈત્યપરિપાટી કરું. “. ગૂઢલિપિઓમાં મોટે ભાગે મંત્રો હોય, યા તો ઔષધની વિગતો હોય, મહારાજજી કહેતા કે લોકોને ડરાવવા માટે મંત્રો હોય છે.” . બાળદીક્ષા બાબતે મહારાજજીએ એક વાર મને કહેલું કે વલ્લભસંપ્રદાય બાળદીક્ષાનો વિરોધી. હું વલ્લભસંપ્રદાયનો છું એટલે બોલું નહીં પણ એક વાત બાળદીક્ષાના સમર્થનમાં મૂકી શકાય તેવી છે. તે છે વિદ્યા બાળપણે ચડે. તેજસ્વી હોય તો સાધુ ૨૦ વર્ષનો થાય ત્યાં સુધીમાં બધા જ ગ્રંથો – વિદ્યાઓ અંકે કરી લઈ શકે. ચાળીસ વર્ષે દીક્ષા લેનારા માળા ફેરવી જાણે. તેને વિદ્યા ન ચડે. જોકે અપવાદ સર્વત્ર છે.” “. ગૂઢલિપિમાં જ સુવર્ણસિદ્ધિ જેવા પ્રયોગો હોય. મેં પોતે પાંચ વખત આવા પ્રયોગો કરેલા છે. નિષ્ફળ ગયેલો. આખરે મેં તારણ કાઢ્યું – આવા પ્રયોગો એ સમય, શક્તિ અને ધનની બરબાદીથી વિશેષ કશું નથી. નસીબદારને કદાચ સિદ્ધિ મળતી હશે. સાધ્વીજીઓ પૈકી એકે હેમચંદ્રાચાર્યવાળી વાત ચંકી. હેમચંદ્રાચાર્ય ધૂળ રગદોળાયેલી, કટાયેલી ઈંટ હોવા છતાં તે સોનાની હોવાનું જોઈ શક્યા હતા. બીજા કોઈ જોઈ શક્યા ન હતા !” યશોદેવવિજયે પોતાના સાધુઓને સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતો નકલ કરવા આપવા જણાવ્યું. દાદાએ વાતમાં ને વાતમાં શ્રી અજયસાગરના ઋણને યાદ કરતાં જણાવ્યું – “એમની પ્રેરણાથી મને ! ખબર પડી કે કેટલૉગમાં એ લખવું જરૂરી છે કે ઉપલબ્ધ હસ્તપ્રત કે ગ્રંથ કયા પંથનો છે? એ શ્વેતાંબર !" છે કે દિગંબર ? સ્થાનકવાસી છે કે તેરાપંથી ? પરદેશીની ટીકા હોય તો તે પણ લખવું. આ લખ્યું હશે તો તે તે પંથને આધારે ઉમેરો છે કે રદ કર્યું છે તેનો ખ્યાલ આવશે.” મહાજનમુની વાત કરતાં દાદાએ જણાવ્યું કે ત્યાંના પંડિતોને લિપિ અંગે વારંવાર શીખવવું પડે છે. યશોદેવવિજયજીએ સૂચવ્યું કે “તમે આ જ સ્થળે થોડાક લોકોને અને બહેનોને બેસાડી તાડપત્રનું લિવ્યંતર જો શીખવો તો શાસનની વધુ સેવા થશે. સંસ્થાની મર્યાદા હોય તો એની સમસ્યાનો સાથે બેસીને ઉકેલ લાવીએ જેથી આર્થિક વળતર સાથે કામ કરવા માગતી બહેનોને એ વળતર પણ આપી શકાય.” વળી ઉમેર્યું : “પાટણ, લીંબડી અને ખંભાતના ભંડારનો એક એક સેટ પંકજ ઉપાશ્રય, કોબા અને મૃતઆનંદના ભંડારમાં છે. તેમાંથી ઉપયોગી હોય તે અમને જણાવો. પંકજવાળા પૈસો લીધા વિના એનું ઝેરોક્ષ કરી આપશે. પછી જણાવ્યું : અમે સાધુ-સાધ્વીઓએ ત્યાં બેસીને ૬૮ બોક્ષ હતાં તેનું કેટલોગ બનાવ્યું છે અને રેપર લગાડ્યાં છે. જો કે, એની જાળવણી એટલી જ અગત્યની છે. નહિતર ઉંદરો કે ઊધઈ ખાઈ જાય, સડી જાય અથવા ભેજ લાગી જાય. ત્યાં ૯ લાખને ખર્ચે સી. ડી. વગેરે કર્યું છે.” ઑક્ટો. ૨૦૦૨ના નવનીત-સમર્પણ'ના અંકમાં ભૂપેન્દ્ર ત્રિવેદીનો મૂળદેવી નામની ગૂઢલિપિની સમજ તથા વિગતો સાથેનો લેખ આવેલો તેની ઝેરોક્ષ કરાવી દાદાએ શ્રી યશોદેવવિજયને આપ્યો. શ્રી દાનસૂરિનો ગ્રંથભંડાર દાદાએ જોયો ન હતો તેથી તે જોવાનું ગોઠવી આપવાની બન્ને વચ્ચે વાતચીત થઈ. આ ગ્રંથભંડારમાં ૨૫૦% કૃતિઓ છે. તેમાં શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહોદયસૂરિ અને શ્રી દાનસૂરિ – એ ત્રણેનો ભેગો ભંડાર છે. એનું લિસ્ટ ખૂબ સારું બન્યું છે. મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy