________________
દાદા મને કહેવા લાગ્યા : જુઓ, વહેલી નિવૃત્તિ એટલે ૫૪ વર્ષમાં દેખાતું નથી. અને મારે માટે કહું તો એ રિક્ષાવાળાએ જો વધારાના ૧૦ રૂ. માંગ્યા હોત તો સહેજ કહેવાનું મન થાય ખરું પણ આપી દઉં. ઉંમરે બધું શાંત થાય છે.''
“સમુદ્ર હોય તો એને તરંગો આવે. મોજાં ઊંચાંનીચાં થાય. સમુદ્રનો સ્વભાવ જ ઊછળવાનો. સમય જાય એટલે ઠરે. હવે થીજી ગયેલું તળાવ છું. એમાં મોજાં ચડ-ઊતર થતાં નથી.'
“દાદા, હું તો આટલી મોટી થઈ જ છું ને, તો યે અશાંત રહેવાય છે. ચીડ ચડે, ગુસ્સો આવે.'' -
મેં કહ્યું.
“બીજાં દસ વર્ષ જવા દો. તમે એટલાં શાંત થયાં હશો કે તમને જ તમારી નવાઈ લાગશે. કોઈને થોડું મોડું.... પણ ઠરી જાય છે બધું. જીવનના અનુભવો જ શાણપણ આપે છે. કશાયનો કશો જ અર્થ નથી એ સમજાવે છે.’’
મેં એમની વાતમાં સંમતિનો સૂર ભેળવતાં કહ્યું : “દાદા, સાચી વાત છે. આપણે જે સમજીએ છીએ તે સમજ બીજાને આપવાનો અર્થ નથી. સૌ જ્યાં છે, જે કરે છે તે તેની રીતે બરાબર જ છે. સૌની પોતીકી યાત્રા છે એટલું હવે સમજાય છે.''
દાદા : કોઈ પૂછવા આવે તો કહેવું ખરું – સાચી વાત આ છે, આવી છે કરવું. એમ જણાવવું. આગ્રહ ક્યારે ય ન કરવો.
સાધ્વીજીઓને આપેલી પ્રતનું લિવ્યંતર ચેક કરતાં બીબીપુર’ની વાત આવી. દાદા કહે : “બીબીપુર એટલે આજનું સરસપુર. ત્યાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય. શેઠ શાંતિદાસ ઝવેરીએ બનાવેલું. દેરાસર પરના હુમલો કરવાના અને પછી એ સ્થાને નાચનારીનો કોઠો કે મસ્જિદ બનાવવાના સૂબાના નિર્ણયની શેઠ શ્રી શાંતિદાસને જાણ થઈ. તુરત જ ત્યાંથી કુલ ૧૮ મૂર્તિઓ સાંકડી ગલીઓ જેવી પોળ – ઝવેરીવાડમાં લાવીને સંતાડી હતી. આ ૧૮ મૂર્તિઓ પૈકી એક જમાલપુર ટોકરશાની પોળના દેરાસરમાં હતી જે હવે ત્યાંથી ખસેડાઈ. તૃપ્તિ સોસાયટી અને ત્યાંથી હવે પ્રેરણાતીર્થના દેરાસરમાં પ્રતિષ્ઠિત થઈ છે. ત્યારબાદ દાદાએ ઉમેર્યું : આ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર વિશે પરદેશીઓએ કેવું વર્ણન કર્યું છે તે તમે જાણો છો ? એકે લખ્યું છે ઃ “ભગવાન વચ્ચે છે. આજુબાજુ સ્ત્રીઓની મૂર્તિઓ છે.” એક પરદેશીએ સાધુઓના હાથમાં રહેતા ઓઘા સંદર્ભે લખ્યું છે કે જૈન સાધુઓ હાથમાં ઝાડુ લઈને ફરે છે. જૈનધર્મની જાણકારી વિના, અન્યધર્મી કે અન્યની આંખ આ પ્રકારે સમજણ વિનાનું બયાન કરે.'
-
તને ઠીક લાગે તે તારે
સાધ્વીજીઓએ ફરી જીવિતસ્વામીની વાત કરી. મહુવા અને શંખેશ્વરની મૂર્તિઓ જીવિતસ્વામી કહેવાય છે ને ? દાદા કહે : “શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ એમના પોતાના સમયમાં ભરાવેલી ગણાય છે.'' પછી મલ્લિનાથજીની મૂર્તિ વિશે જણાવતાં કહે : “લખનૌના મ્યુઝિયમમાં મલ્લિનાથ ભગવાનની સસ્તનમૂર્તિ છે. આ વાત થતી હતી અને અંધારે સાહેબ આવ્યા. વાત અધૂરી રહી. સાધ્વીઓ સાથેના પત્રવાચન દરમિયાન અમનગ૨ એટલે આજનું હિંમતનગર એમ જાણવા મળ્યું. ધરણેન્દ્રમુનિને અમનગરે હતા ત્યારે પત્ર લખાયો હતો.
તા. ૨૩-૧૨-૨૦૦૩, મંગળવાર
શ્રી યશોદેવવિજય આજે સંસ્થા તથા મ્યુઝિયમ જોવા સવારે ૯ વાગે આવી ગયેલા. સાથે તેમનાં બહેનમહારાજ, અન્ય સાધુ-સાધ્વીજીઓ તથા પારુલબહેનના પતિ હેમંતકુમા૨ હતા. દાદાએ એમને સૌને ચિત્રોનાં આલ્બમો તથા ગૂઢલિપિ ઉમંગ-ઉત્સાહભેર બતાવ્યાં.
૧૧૬
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org