________________
આટલું જ કહેતા : ‘તેઓ અહીં શા માટે આવ્યા છે એ જ ભૂલી ગયા છે.
પછી તેઓ આ સાધુઓ સાથે સૌમ્યરૂપે વાત કરે, અને તેમની વચ્ચે સમાધાન કરાવે.'
તા. ૨૩-૧૦-૨૦૦૪
આજે ગઈ ત્યારે દાદા બારીઓ બંધ કરાવી સૂઈ ગયા હતા. મારો અવાજ સાંભળી બોલ્યા : “વાંચતો હતો. થાક્યો એટલે બધું બંધ કરાવી હમણાં જ આડો પડ્યો. ઊંઘ નથી આવતી પણ થાક ખૂબ લાગે છે.” સગુણાબહેન કહે : “ખોરાક લેવાતો નથી. માત્ર પ્રવાહી લે છે. એટલે થાક લાગે જ ને !''
આજે દાદાને બોલતા જોઈ મને ખૂબ આનંદ થયો. થોડી વારે એમણે એમના મનમાં રમતી એક અગત્યની વાત છેડી. કહે :
“મારે દેહદાન કરવું છે. દેહદાનની વિધિ ખબર છે ?'
“ના, મને ખબર નથી. પણ કોઈને પૂછી જોઈશ. પછી તમને જણાવીશ.' મેં કહ્યું.
દાદા : “રતિલાલ દીપચંદ દેસાઈએ દેહદાન કરેલું ત્યારે હું હાજર હતો. બાંધે નહિ. ગાડી આવે. સ્ટ્રેચ૨માં લઈ જાય. ઘરના સર્વે હાથ જોડીને, મૃતદેહની આસપાસ ઊભા રહી જાય. રતિભાઈના દીકરા નીતિનભાઈ ગઈકાલે આવેલા. તેમના ગયા પછી મને આવો વિચાર આવેલો. સૌ પહેલાં તમને જણાવું છું. સગુણાને કહું ?''
મેં કહ્યું : “શા માટે નહિ ? ચોક્કસ કહો.''
(થોડી વાર વિચાર કરી)
દાદા : થાય છે, સાંજે ગુણવંત અને સગુણાને – બન્નેને સાથે જ કહીશ.'' (વળી મન બદલાયું.)
મને કહે : “સગુણાને બોલાવો ને.’’
હું બોલાવવા ગઈ તો સગુણાભાભી કામવાળી આવી હોવાથી તેની સાથે કામમાં વ્યસ્ત હતાં. મને કહે : દાદાને કહો, થોડી વારમાં જ હું આવું છું. પણ પછી દાદાએ વિચાર માંડી વાળ્યો. મને કહે : “હવે સાંજે જ કહીશ. નીતિનભાઈને બોલાવી બધું પૂછી લઈશ.'
(થોડી વાર પછી મને કહે :)
“તમને કેમ લાગે છે ?”
મેં જવાબ આપ્યો. જેવી તમારી ઇચ્છા.' જોકે મોટા સંતો કે સાધનામાં આગળ વધેલા સાધકો ઘણુંખરું દેહદાનમાં માનતા નથી, તેઓ પોતાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થાય તેમ ઇચ્છે છે. વળી મને એમ પણ થાય છે કે કૅન્સરગ્રસ્ત દેહ દાનમાં લેવાતો હશે ?
૧૨૮
દાદા : મારે તો અભ્યાસ માટે આપવો છે.
બપોરનું દૂધ પીતાંપીતાં દાદાએ આ બધી વાતો બોલીને કરી. ત્યારબાદ મેં ‘ઊઘડતાં દ્વાર અંતરનાં'માંથી તા. ૨૧-૨૨ અને ૨૩ ઑક્ટોબર ૫૨નું લખાણ વાંચ્યું.
દાદા : જુઓ. હવે સૌને ખબર પડી ગઈ છે કે મેં ઉપર જવાની તૈયારી કરી લીધી છે તેથી લોકો રોજ મળવા આવે છે. સમય જતો રહે છે. ગઈકાલે એક સગા શત્રુંજયયાત્રાની વિડિયો કેસેટ લઈ આવેલા. એમાં નવકા૨ બોલે તે સંભળાય. શત્રુંજ્યનાં પગથિયાં ચઢતી કન્યાઓ ડાન્સ કરતી જોવા મળે. ભગવાનનાં દર્શન ખૂબ સારી રીતે થાય. ડાન્સ કરનારી કન્યાઓમાં એક અમારી જાણીતી કન્યા હતી તે કેસેટ લાવનાર
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org