________________
ઈ. સ. ૨૦૦૩ના વાર્તાલાપો
તા. ૪-૪-૨૦૦૩
૨૦૦૩ના જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન હું ઇન્ડોલોજી જઈ શકી નહિ. આ સમયગાળામાં મારી તબિયત ઘણી નાદુરસ્ત રહી. એપ્રિલ મહિનાથી દાદાના સાન્નિધ્યનો ગુમાવેલો લાભ ફરી મળવા માંડ્યો. આ સાન્નિધ્ય અને એ દરમિયાન થતી જ્ઞાનગોષ્ઠિ મારે માટે સંજીવની બની રહી.
(શ્રીલંકાના એક સાધુની વાત આ અગાઉ થયેલી તે યાદદાસ્તને આધારે અહીં સૌ પ્રથમ નોંધું છું અને ત્યાર બાદ આજે તા. ૪-૪-૨૦૦૩ના રોજ થયેલી અન્ય વાતની નોંધ મૂકીશ.).
દાદા રવિવારે “મહાજનમ્ ગયેલા. તાડપત્ર પરની લેખનકલા ભૂંસાઈ ગઈ છે. તેને સંરક્ષિત સંવર્ધિત કરવાના ખૂબ જ નિષ્ઠાવાન પ્રયત્નો “મહાજનમ્” સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. શ્રીલંકામાં હજુ આ હુન્નર જીવિત છે. ત્યાંના એક સાધુને અહીં બોલાવવામાં આવેલા. સાધુ શ્રીલંકાથી જ તમામ સાધનસામગ્રી - તાડપત્ર લેખણ, શાહી બનાવવાનાં દ્રવ્યો – સાથે જ લાવ્યા હતા. આ સંસ્થામાં તેઓ તે અંગેનું પ્રત્યક્ષ નિદર્શન કરવાના હતા. આ પ્રસંગે દાદા તો ત્યાં હોય જ. શ્રીલંકાનો સાધુ જે દ્રવ્યો લાવ્યો હતો તેનાં નામ તે અંગ્રેજીમાં જણાવે. દાદા કે અન્ય તે દ્રવ્ય ઓળખે તો આપણી ભાષાનું નામ આપે. અંગ્રેજી નામનું ગુજરાતી જે વ્યક્તિ જાણતી હોય તે દાદાને જણાવે, નહિતર પછી શબ્દકોશને આધારે જોઈ લેવું એમ ઠરાવ્યું. સૌની ઉપસ્થિતિમાં સાધુએ શાહી બનાવી. ત્યાર બાદ તાડપત્રો લખવા માટે તાડપત્રો કઈ રીતે તૈયાર થાય તેનું નિદર્શન કર્યું. પહેલાં તાડપત્રની આજુબાજુની જાડી કિનારો કાપી નાંખવામાં આવી. પછી વચ્ચે કાણું કઈ રીતે પાડવામાં આવે છે તે બતાવ્યું. તાડપત્રો એકસરખા તો હોય નહિ. એ એકસરખા બની શકે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. લેખણ ધાતની હતી. તાડપત્રો પર અક્ષરો કોતર્યા. આ કોતરેલા અક્ષરોમાં શાહી ભરી અને પછી, એક દ્રવ્યની મદદથી બાકીની કાળાશ કેવી રીતે લુછાઈ અને તાડપત્ર કેવી રીતે ચોખ્ખું બન્યું તેનું દાદાએ સવિસ્મય અને સવિસ્તર વર્ણન કર્યું. તે જ સમયે મેં આ વાત નોંધી ન હતી તેથી આ અંગેની બધી જ વિગતો મને યાદ રહી નથી. તાડપત્ર પર લેખન કેવી રીતે થાય તે વાત આ રીતે “મહાજનના પંડિતોને શીખવવામાં આવેલી.
દાદાએ કરેલ આ આખા પ્રસંગ – નિરૂપણમાં દાદાનાં આ ઉંમરે પણ નવું શીખવાનો ઉમંગ, જિજ્ઞાસા. અને વિસ્મયને હું ક્યારેય ભૂલી શકીશ નહિ.
જિતુભાઈ (ઇન્ડોલોજીના ડિરેક્ટર)એ એક વાર મને એક પ્રોજેક્ટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હું દાદા સાથે રોજ બેસતી હતી એટલે મારી પાસે પુણ્યવિજયના સમાગમના સમયગાળામાં દાદાએ જોયેલા જ્ઞાનભંડારોની સ્થિતિ વિશે વિગતવાર તલસ્પર્શી એક પેપર તૈયાર કરાવવાનો એમનો ખ્યાલ હતો. છેલ્લા કેટલાક સમયથી મારી નાદુરસ્ત રહેલી તબિયતને કારણે આવા પ્રોજેક્ટ માટે કોઈ કમીટમેન્ટ કરવાની મારી તૈયારી ન હતી. આજે દાદાને મેં આ પ્રોજેક્ટ – સૂચન અંગે જણાવ્યું.
દાદા કહે: “મેં આ અંગે થોડુંક લખ્યું પણ છે. કેટલાંક લખાણ જિતુભાઈને આપેલાં છે. કુમારપાળ
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org