________________
લગાડી દેવું. શત્રુંજયની ભાવયાત્રાએ ચાલ્યો જાઉં. કોઈક વાર ભાવયાત્રામાં દિલ્હી મૃગાવતીશ્રી પાસે જાઉં, અને ત્યાં ભાવયાત્રામાં કેટલોગનું કામ કરવા બેસી જઉં. જોકે, વચ્ચે વચ્ચે ટી. વી ની ચાલુ સિરિયલે જાહેરાતો આવે છે તેમ દબાયેલી વાત ઉપર આવી જાય ખરી.”
(થોડી વાર પછી)
વાત અઘરી તો ખરી. ખીસામાંથી સો રૂપિયાની નોટ પડી ગઈ. ખબર પડે એટલે ચિત્ત ચકરાવે ચડ્યા વિના રહે નહિ. છેલ્લે ક્યારે હાથ ખીસામાં ગયેલો ? ત્યારે નોટ હતી ? યાદ કરીએ કે ક્યાં ક્યાં ગયેલા ? તે તે સ્થળે જાતે જઈને જોઈ આવીએ કે પૂછીએ. આખરે મન મનાવીએ – હશે. નસીબમાં નથી. ફરી પાછું મન એવું પણ વિચારે કે નસીબમાં હશે તો કોઈ આપી જાય પણ ખરું.
વાતમાંથી વાત તેરાપંથની નીકળી. દાદા બોલ્યા : “તેરાપંથીઓ સ્થાનકવાસીઓમાંથી છૂટા પડેલા છે. ભિકમજી તથા અન્ય બાર સાધુઓ સૌ પ્રથમ છૂટા પડનારમાંથી હતા તેથી તેરાપંથ કહેવાયો. તેઓ પણ મૂર્તિમાં માનતા નથી.”
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org