________________
લેખોમાં કર્યો નથી. દાદાએ જણાવ્યું કે પ્રાચીન ધાતુપ્રતિમાઓ વિશે માહિતી પ્રસિદ્ધ કરવી જોઈએ નહિ.
તા. ૩૦-૧૦-૨૦૦૨
સવારના બ્રાહ્મીલિપિના વર્ગોમાં આજે પણ ખૂબ જ અર્થપૂર્ણ જ્ઞાનગોષ્ઠી થઈ: દરેક લહિયાનો અક્ષર એ જ પ્રત ઉકેલવાનો માપદંડ હોય છે. એની રીત, મરોડ જાણો, એનો અભ્યાસ કરો, ઓળખો અને પછી પ્રત ઉકેલો. દેવનાગરી લિપિનો ૩ જૈનલિપિમાં () જુદો છે. વિદેશી વિદ્વાનોએ સમયનિર્ધારણા કરી છે. તેઓએ અક્ષરોની લાક્ષણિકતા શોધી કાઢી, અલગ તારવી એક પદ્ધતિ બનાવી. જર્મન વિદ્વાનોએ આ બાબતે ઊંડું સંશોધન કર્યું છે. તેઓ આપણા ઘણા ગ્રંથો જર્મની લઈ ગયા છે. રાજ્યસત્તાના પ્રભાવથી એક ગવર્નર પંચતીર્થનું ઓળિયું ભૂંગળું) લઈ ગયેલા. ઉપરાંત સં. ૧૪00નું ચૌમુખજીનું પરિકર જોવા લઈ ગયેલા. તે પાછું ન આવ્યું. મહારાજજીએ આ અંગે પત્રવ્યવહાર દ્વારા એક શાંત ઝુંબેશ ઉપાડી અને પાછું મેળવ્યું. આજે તે એલ. ડી.ના મ્યુઝિયમમાં છે. પહેલું કેટલોગ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથોનું બનેલું. તે પૈકી નવિભાગના ચાર કે પાંચ કેટલોગ બન્યા છે. Vol. XVI - A B C D E (દાદાની સ્મૃતિને આધારે) જૈન કેટલૉગ છે. હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ કામ પૂર્ણ કર્યું હતું. લિસ્ટમાં ચંદ્રક, પડિમાત્રા, ફૂદડી વગેરેની નોંધ તેમાં થઈ છે. દાદાએ પણ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનો ભંડાર ઉલેચ્યો હતો. ત્યાંના તાડપત્રો અને હસ્તપ્રતો જોતા હતા ત્યારે કેટલાંક લક્ષણોને આધારે સંવતનિર્ધારણાનાં અનુમાનો તારવ્યાં હતાં. આ અનુમાનો તથા એમની સાથેની મુલાકાત દરમિયાન વાતોમાં ને વાતોમાં આપેલી અનુમાન માટેની ટિપ્સ એકત્ર કરીને પરિશિષ્ટ : ૪માં આપેલ છે. તથા તેમણે પોતે કોઠો બનાવી તારવેલાં તારણો પરિશિષ્ટ : પમાં આપેલ છે. અભ્યાસીઓ માટે એ રેડી રેફરન્સ' બને તેમ છે. દાદાએ અમને એક કાગળ બતાવ્યો. તેમાં કોઠા દોરી, અનુમાન માટેની ૬૭ જેટલી વિશિષ્ટતાઓનો આધાર આપેલો હતો. ત્યારબાદ, એક બીજો કાગળ કાઢ્યો. લિસ્ટ બનાવવા માટેનાં માર્ગદર્શક સૂચનો તેમાં હતાં. એમાંની કેટલીક સૂચનાઓ અમને સમજાવી. આ સંદર્ભે દાદાએ પોતે હાલમાં છપાયેલાં પુસ્તકો કેટલાં છે. તેની નોંધ કરવાનું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું. આ કામ સંદર્ભે તેઓને બધા જ ભંડારોનાં લિસ્ટ ચેક કરવાનાં હોય છે. આ લિસ્ટ ચેક કરતાં એમને લિસ્ટમાંની અધૂરી વિગતો કેવી પજવે છે તે જણાવ્યું. આમ કહી, તેઓ કેટલોગ બનાવવામાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે તે તરફ અંગુલિનિર્દેશ કરતા હતા, તેઓએ એક લાખ છપાયેલાં પુસ્તકોનું કામ પૂર્ણ કર્યું છે અને “મહાજન' સંસ્થા દ્વારા આ કામ કરી રહ્યા છે તે પણ કહ્યું. વળી, ઉમેર્યું કે “મહાજનમુમાં એમના માર્ગદર્શન હેઠળ ગ્રંથો લખાઈ રહ્યા છે. ઘણી વાર, દાદા અભ્યાસની વિગતો વાતોમાં ને વાતોમાં ફરી ફરી કહે. આજે પણ એમણે “મહાજનમુના ગ્રંથો દક્ષિ પ્રવાહમાં લખાઈ રહ્યા છે તેની વાત કરતાં કહ્યું : “તમને જે લિપિનો ચાર્ટ આપ્યો છે તેમાં લિપિની પહેલી લાઈન છે તે દક્ષિણી પ્રવાહની ગણાય છે. તે આજની પ્રચલિત દેવનાગરી લિપિ છે. તામ્રપત્રોની લિપિ તથા જૈન ગ્રંથો ઉત્તરી પ્રવાહમાં લખાયા છે. ચાર્ટમાં દક્ષિણી પ્રવાહની સામે ઉત્તરી પ્રવાહના અક્ષરો આપેલા છે.
૩૮
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org