________________
આંતરિક પ્રગતિ સાધવાનો છે. શ્રી સંયમબોધિ મહારાજસાહેબનો કાગળ મેં વાંચેલો. તેમાં એમણે આવેલી આપત્તિને અવસરમાં ફેરવવાની વાત કરેલી. અભીપ્સા રાખશો તો માર્ગદર્શક ઘેર બેઠા, સામે ચાલીને આવશે. હવે મૃત્યુની રાહ જોવામાં સમય કાઢવો નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પૂરી તન્મયતાથી જ જીવવાનું છે, હં.”
ફરી પાછો દાદામાં ઉત્સાહસંચાર થયો. દર વખતે આવા ભાવ વખતે કરે છે તેવી મુદ્રા રચી બે હાથ કોણીએથી પાછળ લઈ જઈ. આંખમાં સાહસનો ચમકારો લાવી, “હં' કહ્યું. મને સારું લાગ્યું.
ઊઠતાં ઊઠતાં મેં પૂછ્યું: શ્રી પુણ્યવિજયજી પાસે કામ કરતા હતા ત્યારે આપે એમની સાધના જોયેલી ? સાધના બાબતે તેમની સાથે વાતો થતી ?”
આંખો નચાવીને દાદા કહે : “ઘણી બધી.” મેં કહ્યું : “શક્ય હોય તો લખીને રાખજો. મને વંચાવજો. ખાસ તો એ વાત લખજો કે એમની કઈ બાબતો - વાતો (આ અંગેની) તમને ગમી ગયેલી? અત્યારે કઈ વાતો વધુ યાદ કરો છો ?”
પણ દાદા આ વાત લખી શક્યા ન હતા.) આજની આ બધી વાતો હાવભાવથી કે લખીને થઈ. વળી, મને આનંદ એ વાતનો થયો કે આજે વાતચીતનો દોર બે બાજુનો રહ્યો. મેં માત્ર વાંચવાનું જ કામ નથી કર્યું! દાદાનું શેરિંગ હોય છે ત્યારે મને ખૂબ જ ગમે છે.
હમણાં હમણાં મને કમરનો દુખાવો રહેતો હતો તેથી તરત કદાચ ન આવી શકાય એમ જણાવ્યું. દાદા લખીને કહે : “મેથીની ચા પીવો.”
- ત્યાં સગુણાબહેન આવ્યાં. કહે : “દાદા હવે વૈદરાજના સૂચવ્યા મુજબ બધું જ નથી કરતા. બેત્રણ વાર શેક કરવાનો છે, પણ એક જ વાર કરાવે છે. કોગળા ૩ વાર તો કરવાના જ છે પણ એ ય એક વાર કરે છે.”
સગુણાબહેનને મેં હસતાં હસતાં કીધું: “વહુની દયા ખાય છે, દાદા.” અને દાદાને વઢીને કીધું : “દાદા, તમે હવે આને દીકરી બનાવી છે એટલે હકથી બમણી સેવા લેવાય અને આપણે હમણાં વાંચ્યું નહીં કે આ તો બધી લેણદેણ ખપાવવાની છે. કોણ જાણે કયા ભવનું તમે એની પાસે માગતા હશો ? ઊભું ક્યાં રાખો છો આ લ્હેણું ? અટકાવશો તો બીજા ભવે સેવા બીજા સ્વરૂપે લેવી પડશે. ચૂકવી દેવું.”
હવે પછી મેં “માતાજીના વાર્તાલાપમાંથી માંદગીમાં દવા વિશેનું લખાણ વાંચવાનું વિચાર્યું.
તા. ૧૮-૧૦-૨૦૦૪
આજે દાદાને ત્યાં જવા ધારેલું પણ અન્ય કામો નીપટાવતાં મોડું થયું અને ગયા વિના જ ઘેર પાછી આવી. ફોનથી ખબર પૂછડ્યા. સગુણાબહેને જણાવ્યું કે ગઈકાલે ખૂબ જ દુખાવો હતો. દવાખાનામાં દાખલ થવા ઇચ્છતા હતા. સિવિલ હોસ્પિટલના કોઈ ડૉક્ટરને ફોન કરી દુખાવા માટેની દવા લખાવી. એ લેવાથી આજે રાહત છે અને આજે હવે ઓપરેશનમાં જવાનું માંડી વાળ્યું છે. હવે દાદા માત્ર દવા લઈને દુખાવામાં રાહત ઇચ્છે છે.
૧૨૬
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org