________________
ઈ. સ. ૨૦૦૪ના વાર્તાલાપો
તા. ૧૩--૨૦૦૪
અમેરિકાથી આવ્યા બાદ તા. ૧૦મી સપ્ટેમ્બરના રોજ દાદાને મારા આવી ગયાના સમાચાર આપવા તથા પર્યુષણમાં તેઓ ઈન્ડોલોજી આવશે કે નહિ તે જાણવા ફોન કર્યો. “દાદાની તબિયત સારી નથી, ફરી દુખાવો થયો છે. એની જાણ થઈ.
સમાચાર જાણી હું સ્તબ્ધ બની. વિચારે ચઢી. મતલબ કે ડિસેમ્બર ૨૦૦૩માં મટ્યા જેવું લાગતું તે...? ! હવે...? વૈદ્ય હાર્ડીકર તો નિવૃત્ત થઈને નર્મદાકિનારે ગયા છે. પ્રીતિબહેને જણાવ્યું હતું કે “હવે તેઓ આવવામાં અનિયમિત રહે છે. ખાવાનું લેવાતું નથી.”
દાદાને ત્યાં ફોન કરી, સગુણાબહેન પાસેથી સમાચાર લીધા. કદાચ દાદા આવતીકાલે ઈન્ડોલોજી આવવા વિચારે છે તેમ તેમણે જણાવ્યું.
તા. ૧૪-૯-૨૦૦૪
આજે દાદા આવ્યા હતા તેથી હું ગઈ. અમેરિકાની રીટર્ન જર્નીમાં પડેલી તકલીફોની અને અમેરિકામાં કરેલ પ્રતના કામની વાતો કરી. આટલી વાત સાંભળીને કહેઃ “કામ લાવ્યાં છો ?” હા પાડી તો કહે: ચાલો કાઢો. શરૂ કરીએ.
હું ખચકાઈ. બોલી: “દાદા. તમને બોલવામાં તકલીફ પડે છે.”
તરત બોલ્યા: “ઠીક છે એટલે તો આવ્યો છું. ચાલો, વાંચો અને પછી સતત બે કલાક સુધી “શુકરાજ રાસનું લિવ્યંતર મેં વાંચી સંભળાવ્યું. હવે દાદા સ્વાભાવિક રીતે ભૂલ હોય તે સુધરાવવા જ બોલતા. એની સાથે સાથે ચાલતી અન્ય વાતો બંધ થઈ. વળી, દુખાવામાં ધ્યાન જતાં, ચાલુ કામમાં પહેલાં જેવી તન્મયતા ઓછી થતી જણાઈ. એ સ્વાભાવિક હતું.
તા. ૧૫-૯-૨૦૦૪
આજે પણ આગલા દિવસની પેઠે જ “શુકરાજરાસનું લિખંતર વાંચી સંભળાવવાનું કામ થયું. ત્યાર બાદ મેં વાતો શરૂ કરી.
આજે મારી સખી શ્રીમતી જયશ્રીબહેન મહેતાએ મારી દીકરી જેવી દીપ્તિની કેન્સરગ્રસ્ત કોમા અવસ્થાને કાવ્યબદ્ધ કરી સોજિત્રાથી ફોન પર સંભળાવેલી. હું કાવ્ય લઈ ગયેલી અને વાંચી સંભળાવ્યું. આ સાંભળી દાદાએ પણ યાદદાસ્તમાંથી એક કાવ્ય લાવી મને સંભળાવ્યું. કાવ્યની પ્રથમ પંક્તિ હતી: “ભૂલું યા યાદ કરું ?” કાવ્ય મેં નોંધ્યું નથી પણ એટલું યાદ છે કે દાદા આખું કાવ્ય યાદ કરી શક્યા ન હતા. વળી, “સ્પર્શના પંખી ઊડી ગયા' – એ મેં સંભળાવેલ કાવ્ય સાથે એને કશું સામ્ય પણ ન હતું. છતાં, એ પછીની વાતોને
૧૨૦
ઋતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org