________________
આધારે લાગ્યું કે દાદાનું મન હવે વારેવારે અતીતની યાદોમાં સરે છે. પોતાની પત્નીને યાદ કરી. એની મર્યાદાઓને સ્મરણમાં લાવ્યા.
પ્રતનું કામ કરતાં કરતાં, દાદામાં એક બીજો ફેરફાર મેં નોંધ્યો. અત્યાર સુધી દાદા કોઈક એવો શબ્દ ક્યાં વપરાયો છે તે યાદ કરી કહે, હું બોલું અને તરત તે જ શબ્દ પ્રતમાંથી પકડે. હવે દાદાને મારું વાંચવાનું ઝડપી લાગવા માંડ્યું છે. પ્રતમાંની પંક્તિ પરથી નજર વારેવારે ખસી જાય છે અને ફરી તે શોધતાં વાર લાગે છે. મુકેલી પડે છે. વારેવારે હું ઝેરોક્ષ લઈ જોઈ આપું. કોઈ કોઈ વાર આખી લિધ્વંતર થયેલી લિપિનો અન્વય બરાબર છે કે નહિ તે વિચારવા લાગતા. શબ્દ બરાબર ઉકેલાયો છે કે નહિ અથવા પોતે જે ઉકેલે છે તે બરાબર તપાસવામાં વિલંબ થતો. આમ છતાં વળી પાછા થોડા પ્રયત્નોથી મારા બોલવાની સાથે થઈ જતા. મને લાગે છે કે, દાદાનું ધ્યાન ત્યારે એમની વેદનામાં જતું હોવું જોઈએ અને કામ પડતું મૂકવાને બદલે એ વેદનામાંથી પ્રતમાં, ફરી વેદનામાં અને ફરી પ્રતમાં આવનજાવન કરતા રહ્યા છે. આમ હોવા છતાં, આ બે દિવસમાં પ્રતનું કામ અર્ધા ઉપરાંતનું પતી ગયું હતું ! !
તા. ૧૫-૯-૨૦૦૪થી તા. ૨૭-૯-૨૦૦૪
અમેરિકાથી આવ્યા પછીના આ બે દિવસ પછી હું ‘ગાંધીકથા સાંભળવા ભાવનગર ગઈ. પાછા આવ્યા બાદ દીપ્તિનું અવસાન થયું. ઘણા દિવસ બાદ, ફરી જ્યારે ઈન્ડોલોજી ગઈ ત્યારે પ્રીતિબહેને જણાવ્યું કે મારા આવ્યા બાદ માત્ર બે જ દિવસ આવેલા અને પછી તબિયત બગડી છે એટલે હવે આવતા જ નથી. એ જ વખતે દાદાના (ભાઈના) દીકરા ગુણવંતભાઈ આવ્યા. તેઓએ જણાવ્યું કે “ભા હવે આવી શકશે કે નહિ તે કહી શકાય તેમ નથી. આથી, મેં નક્કી કર્યું કે હવે ઈન્ડોલૉજીને બદલે દાદાને ઘેર જવું. કામ કરવાનો તો સવાલ જ ન હતો. પણ એમની પાસે જઈ કશુંક સદ્વાચન કરવું, એમ નિરધાર્યું.
હવે દાદાને ત્યાં જાઉં છું પણ વાતચીતનો દોર ઊલટાયો છે. અત્યાર સુધી દાદા એમના અનુભવોનું શેરિંગ કરતા. હવે હું શેરિંગ કરવા લાગી. મને વાંચવાનો શોખ. વાચનમાંથી ગમ્યું હોય તે નોંધવાની – ટપકાવવાની ટેવ. આવી ઘણી ડાયરીઓ મારી પાસે છે. વળી ક્યારેક સંતોની વાણી નોંધી હોય તેની સાથે મારા મનમાં એ વાતને અનુસંધાને વાતો ફુરી હોય તે પણ નોંધી હોય. આવું બધું લઈ જઈને વાંચતી. આ સમયગાળામાં કયે દિવસે મેં શું વાંચ્યું તેની નોંધ રાખી નથી પણ અઠવાડિયા-પંદર દિવસની સાગમટે લખાયેલ દૈનંદિનીને આધારે શું શું વાંચ્યું તેનો હેવાલ મળે છે અને જ્યાં તારીખ પ્રમાણે નોંધાયું છે ત્યાં તારીખ પ્રમાણે અને જ્યાં સાગમટે અહેવાલ લખ્યો છે ત્યાં તે પ્રમાણે અહીં નોંધ કરવા માંગું છું.
હવે હું વાંચું છું. દાદા સાંભળે છે. સાંભળતાં સાંભળતાં ક્યારેક આંખમાં ચમક દેખાય. ક્યારેક વિચારમાં ડૂબી જતા દેખાય. ક્યારેક ઈશારાથી ફરી વાંચવા સૂચવે. તબિયત સારી હોય તો ઊભા થઈ લખીને જણાવે.
પ્રારંભે મેં મારી ડાયરીમાં નોંધાયેલા પ્રેરક પ્રસંગો વાંચવા માંડ્યા. જુદાં જુદાં ક્ષેત્રોમાં પોતાની મર્યાદા સમેત જીવન સામે જંગ ખેલ્યો હોય તેવી વ્યક્તિના પ્રસંગો વાંચ્યા. કેન્સર સામે ઝઝૂમી, એમાંથી બહાર આવેલા લોકોની વાતો વાંચી. આ છેલ્લી વાતો – ઊભા થવાની વાત – જાણે કે પોતા માટે કામની નથી હવે ! એમ કહેતા હોય તેવું મને એમની મુખમુદ્રા પરથી જણાયું. મને લખીને જણાવ્યું: “શ્રીમદ્ રાજચંદ્રનું કે એવું કશુંક વાંચી સંભળાવશો ? મેં કહ્યું : “મારી એક બહેનપણી તથા તેના પતિ રોજ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતને વાંચે છે. જો એની પાસે સમય હશે તો તમારી પાસે લઈ આવીશ. મેં એ લખાણ ક્યારેય વાંચ્યું નથી. તેમાંના પારિભાષિક શબ્દોને કારણે મને એ જલદી સમજાતું નથી.”
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org