________________
તા. ૨૮-૯-૨૦૦૪
આજે દેવેન્દ્રભાઈ તથા હેમાને દાદાની ઇચ્છા મુજબ દાદા પાસે લઈ ગઈ. દેવેન્દ્રભાઈએ “શ્રીમદૂનાં લખાણોમાંથી ‘વેદના' પર જ વાંચ્યું. હેમાએ ‘ઊંચા માળિયાવાળી સજઝાય ગાઈ. વળી થોડુંક દેહભાવથી અલિપ્ત થવા વિશેનું લખાણ વાંચ્યું. આ વખતે જ જિનાલયનું કામ કરનાર મારી ટુકડીના કેટલાક સભ્યો - ઉષા, ગીતાબહેન તથા પારુલબહેન આવ્યાં. તેઓએ પણ સ્તવનો સંભળાવ્યાં. ઘણા દિવસો બાદ, આજે મેં દાદાના ચહેરા ઉપર પ્રસન્નતા છવાયેલી જોઈ. વચ્ચે વચ્ચે ખૂબ જ વાતો કરી. અમે એમને બોલતાં રોકીએ પણ એ બોલ્યા વિના રહે જ નહિ.
છેલ્લે દાદા કહે : “હવે સારું થશે એટલે ઑફિસ જઈશ. સોમવારે તો જઈશ જ.” એમની હંમેશની ટેવ મુજબ બે હાથ કોણીથી વાળી પાછળ લઈ જઈ, તાકાતવાન હોવાનો અભિનય કર્યો. (દાદામાં થયેલા ઉત્સાહસંચારની આ અભિવ્યક્તિ હતી.)
નાખ્યા હતા.) આ દિવસો દરમિયાન જ એક વાર મેં શ્રી સંયમબોધિ મહારાજ સાહેબે મારી દીકરી જેવી દીપ્તિના ઓપરેશન પહેલાં લખેલા પત્ર અને તેની અસરની વાત કરી. પત્રમાં મહારાજ સાહેબે લખેલું કે “કેન્સર
જવણીનો અવસર છે. હવે ખમાવવામાં જ લક્ષ રાખો. તમને અત્યાર સુધી ગૃહસ્થીમાં આતમને પિછાણવાનો સમય મળતો ન હતો. હવે મળશે. દેહ અને આત્મા અલગ છે.” દીપ્તિએ આ પત્ર ઓપરેશનટેબલ પર વાંચેલો ! એના લખાણને ઘૂંટતી ગયેલી, પરિણામે એનેસ્થેસિયા લીધા બાદ, ભાન જવા માંડેલું, ત્યારે અને ઓપરેશન દરમિયાન પણ પોતે અને પોતાનો દેહ અલગ છે તેની અનુભૂતિ કરેલી. બીજે જ દિવસે એણે સિવિલ હોસ્પિટલમાંથી મને ફોન કર્યો હતો ! “બહેન, મને સારું છે. ચિંતા ન કરતાં. અને તમને મારે એક અનુભવની વાત કરવી છે.” આમ જણાવી, એણે મને આ અનુભવની વાત કરેલી.
દાદા આ આખી વાત સાંભળીને ધીમેથી કહે : “હું ય હમણાંથી દેહભાવથી અલગ થોડું થોડું થઈ શકું છું. દુખાવો છે. એમાં ધ્યાન જાય છે પણ થોડા પ્રયત્ને એમાંથી બહાર આવી શકું છું.”
દાદાને કેવા પ્રકારનું લખાણ ગમે છે તેની હવે ખબર પડી હતી. મારી એક ડાયરી એવી છે જેમાં મેં સંતો સાથેની મુલાકાતમાં સંતો જે બોલ્યા હોય તે નોંધ્યું છે. આ ડાયરીમાં પૂ. બાપજી એટલે દાસાનુદાસે કરેલી વાતો નોંધી છે. લાંબેશ્વરની પોળમાં રહેતા શ્રી કાંતિભાઈ શાહ જેમને અમે ‘ભાઈજી'થી ઓળખીએ છીએ. તેઓ ૧૫ વર્ષથી પથારીમાં સતત હોવા છતાં, પીઠ પાઉડર એક વાર છાંટ્યો નથી, ખૂબી એ કે એમને એક પણ ભાડું નથી પડ્યું. એમની પ્રસન્નતા અને આંખની ચમક આપણને પ્રભાવિત કર્યા વિના રહે નહિ) તેમની વાતોમાંથી માર્ગાનુસારીના ૩૫ બોલની સમજ તથા ચોથું ગુણસ્થાનક કોને કહેવાય તે વાતો મેં નોંધી છે. વળી, પૂ. મોટાના જીવનની વાંચેલી વાતોની નોંધ છે. શ્રી માતાજી અને શ્રી અરવિંદનાં લખાણોમાંથી ગમેલા લખાણની નોંધ છે. દેવેન્દ્રભાઈ-હેમાની સાથે ક્યારેક થયેલા સત્સંગની વાત નોંધાઈ છે. કોઈ સામાન્ય માણસની અસામાન્ય કહેવાયેલી વાત કે પ્રસંગ પણ તેમાં નોંધ્યાં છે. હું આ ડાયરીમાંથી જ્યારે જઉં ત્યારે થોડું થોડું વાંચું. વાંચીને મારા મનમાં ઊભા થતા પ્રશ્નોને પણ જણાવું. અધ્યાત્મયાત્રા-અંદરની યાત્રા સરળ છતાં કેવી તો કઠણ લાગે છે તેની વાત કરું.
આ સમયગાળામાં એમની દીકરી હેમા આવેલી. અઠવાડિયું રહીને તે બીજી ઑક્ટોબરના રોજ મુંબઈ ગઈ. એણે એક સરસ મઝાની વાત કરી.
“મારા બાપા ઘેર આવે ત્યારે એમના હાથમાં મેડલ, પ્રમાણપત્ર, શાલ કે પુસ્તકો જોવા મળે. સાસરે ગઈ ત્યાં સસરા માંદા રહે. એમના હાથમાં દવાનું પ્રિસ્ક્રિપ્શન, દવાની બૉટલ કે એક્સ-રે હોય.” – આટલું
૧૨૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org