SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કહી તે હસી, હેમા હસે છે ખૂબ સરસ. તા. ૬-૧૦-૨૦૦૪ એક અઠવાડિયા બાદ દાદાને ત્યાં ગઈ છું. દાદા સૂઈ ગયેલા તેથી બહા૨ સગુણાબહેન સાથે બેઠી. જાગ્યા એટલે અંદર ગઈ. મને જોઈ પ્રસન્નતાથી સ્મિત કરી હંમેશની પેઠે હાથ જોડ્યા. મેં પણ હંમેશ પેઠે પ્રણામ કર્યાં. કેમ છો ? પૂછતાં હાવભાવથી જ ઠીક છે એમ જણાવ્યું. જોઉં છું તો દાદાનું શરીર વધુ કૃશ જણાય છે. બે દિવસની દાઢી વધેલી છે. ગુણવંતભાઈએ દાઢી કરવાની વાત કરી પણ દાદાએ ના પાડી. મેં કીધું : દાદા, છોડો હવે આ લપ દાઢી-મૂછ વધારો અને ઋષિ-મુનિ જેવા બની જાવ. એમણે સ્મિત કર્યું. થોડી વાર બેઠા બાદ મેં પૂછ્યું : “વાંચશું ને ?”' દાદા હવે બોલવાનું લગભગ ટાળે છે તેથી આંખો પહોળી કરી, ભવાં ઊંચાં કરી ‘હા’ કહી. પછી ઇશારાથી જ કબાટ ખોલવાને જણાવ્યું. ઇન્ડોલૉજીમાં લઈને આવે છે તે થેલી કઢાવી. તેમાંથી એક આમંત્રણપત્રિકા કાઢી મને વાંચવા આપી. તા. ૧૭-૧૦ના રોજ જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ''ના હીરાલાલ ૨. કાપડિયાના લખેલા ત્રણ ગ્રંથોનું સંશોધિત આવૃત્તિના વિમોચનનું આમંત્રણ હતું. બાલમુનિચંદ્રે સંશોધન કર્યું હતું. તેમાં બીજા એક સરસ સમાચાર વાંચીને મેં ખુશી પ્રકટ કરી. મોહનભાઈ દલીચંદ દેસાઈના પુસ્તક જૈન સાહિત્યનો ઇતિહાસ'નું પુનર્મુદ્રણ થનાર છે. દાદા પણ ખુશ હતા. મને થયું કે દાદા આવી રુગ્ણ અવસ્થામાં પણ શ્રુતને લગતા સમાચારોથી કેવો રોમાંચ અનુભવે છે ! ત્યારબાદ મારી ડાયરીમાંથી પૂ. ભઈજીએ પં. ભદ્રંકરવિજયજી સાથેના પોતાના વાર્તાલાપની મને કરેલી વાતોની નોંધ તથા પૂ. યોગેશ પ્રભુ'થી ઓળખાતા સાધક પૂ. યોગેશભાઈ (તેઓ મૂળ પાલનપુરના વતની છે. તેમની સાધના ઈડર, અચળગઢ તથા હાલમાં કૌસાની ખાતે ચાલી રહી છે.) સાથેના સત્સંગ વખતે કરેલી નોંધો વાંચી. ત્યારબાદ, લુઈ હૈ ના “Heal your body' પુસ્તકમાંથી તથા શ્રી નેમચંદ ગાલાએ લખેલ ‘જિનદર્શન અને મૌદેહિક રોગો' વિષયક લેખનો સારાંશ વાંચ્યો અને તે સંદર્ભે પૂ. મોટાનું આ સંદર્ભે કહેવાયેલું એક વાક્ય ટાંક્યું. પૂ. મોટા કહે છે : “રોગ તો વૃત્તિથી થાય છે. રોગનું મૂળ વૃત્તિ છે અને વૃત્તિ વિચારથી છે. સ્મરણથી (નામસ્મરણથી) રોગ મટે છે.” કૅન્સર વિશે લુઈ હૈ તથા શ્રી ગાલા શું કહે છે તે વાંચી, તેઓએ સૂચવેલા ઉપાયો કહ્યા. # વાચન પૂરું થયા બાદ, દાદા બેઠા થયા. એમની ડાયરીમાં લખ્યું ઃ ૧૦૮ પાર્શ્વનાથનું ગીત છે તે સંભળાવો. પછી તે ડાય૨ી ગુણવંતભાઈને આપી અને મારી સામે જોઈને માર્મિક હસ્યા. “અંતરીક્ષ પાર્શ્વનાથનો છંદ’ નામની કૃતિ કરી તે વખતે નાનપણમાં ૧૦૮ પાર્શ્વનાથનાં નામો ભેગાં કરવાનું મારું ઘેલું કેવું હતું તેની વાત મેં દાદાને કરેલી. અત્યારે દાદા હસીને કહેવા માંગે છે : “તને ખૂબ ગમે છે ને એટલે તારે માટે મુકાવરાવું છું. એક વાર ઇન્ડોલૉજીની ઑફિસમાં બેઠા હતા ત્યારે તૂટક પુસ્તકોના ઢગલામાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામોનો કાગળ હાથ આવ્યો હતો અને દાદાએ એને તરત ઝેરોક્ષ કરાવરાવી મને આપ્યો હતો. જ્ઞાન માટે થોડી યે જિજ્ઞાસા હોય તો તેવા વિદ્યાર્થીઓની દાદા કેવી કાળજી લેતા ! કેવી વત્સલતા દાખવતા ! શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only ૧૨૩ www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy