________________
આ કામ સંદર્ભે હવે દાદા સાથેની મુલાકાતો વધતી ચાલી. સ્વાભાવિક રીતે દાદાની જ્ઞાનવાર્તાઓનો લ્હાવો પણ મળતો ગયો. વિવિધ વિષયોની વધુ ને વધુ ક્ષિતિજો ખૂલવા લાગી. બીજી બાજુ, મારાં તેમની તરફનાં આદર તથા ભક્તિ ઉમેરાતાં ગયાં. ધીમે ધીમે, જાણે-અજાણે અમારી વચ્ચે ગુરુ-શિષ્યાનો ભાવ-સંબંધ વિકસતો જઈને અંતે દાદા-દીકરીના આત્મીય સંબંધમાં પરિણમ્યો.
દાદા સાથેનાં છેલ્લાં પાંચ-સાત વર્ષોના સાન્નિધ્યની આ છે ભૂમિકા.
આ ગ્રંથમાં વાર્તાલાપોની સૌપ્રથમ નોંધ તા. ૧૧-૪-૨૦૦૧ના રોજની છે. આ સંદર્ભે જણાવવાનું રહે છે કે પ્રારંભમાં થયેલા વાર્તાલાપોની કોઈ પણ પ્રકારની નોંધ મેં કરી ન હતી. ત્યારબાદ કતિનું લિયંતર ચકાસતાં, તેના મરોડ કે તેમાં આવતા શબ્દ કે સંદર્ભોના અનુષંગે જે વાત થઈ તેને અલગ તારવી ન હતી. આવી વાતો મોટે ભાગે લિખંતર કરેલ કાગળના હાંસિયામાં કે ઉપર-નીચે લખતી આ બધું સચવાયું નથી.
ઘણા સમય બાદ મને જણાવેલું કે આ વાર્તાલાપોમાં ઘણીબધી માહિતી મળે છે અને તે નોંધી રાખવી જરૂરી છે. સમય મળે ત્યારે યાદ રહી હોય તેટલી વાતો નોંધવાનું રાખ્યું. આમ છતાં, આ બધી નોંધો છૂટાછવાયા કાગળોમાં મુદ્દાસ્વરૂપે થતી રહી.
વાતોનો વ્યાપ તથા ઊંડાણ વધતાં ચાલ્યાં. વાર્તાલાપોમાં દાદાના અંગત જીવનની વાતો પણ આવવા લાગી. એમનું જીવનકાર્ય આલેખાતું ગયું. એમના જીવનકાર્ય સાથે સંકળાયેલ અનેક વ્યક્તિઓ, ઘટનાઓ તથા સ્થળો વિશેની વાતો સમાવિષ્ટ થતી ગઈ. દાદા વાર્તાલાપોની વચ્ચે વચ્ચે મુખવાસની હરડે ધરતા તેમ જીવન જીવવાની કળા સાંપડે તેવી સુક્તિઓ પણ રમતી કરતા રહેતા. આ બધામાં ‘શિરમોર' કહી શકાય તેવી વાતો લિપિ સંદર્ભેની, ભંડાર વિશેની અને કેટલૉગ વિશેની હતી. આ બધું મને ગમ જ્ઞાનકોશ' પાસેથી પ્રાપ્ત થતું હતું ને !'
હવે આ વાર્તાલાપોને એ જ દિવસે ઘેર જઈને નોંધી લેવાનું રાખ્યું. પાછળથી તો, દાદાની વાતો કરવાની “લ્હ’ પામી જતી, એટલે દાદાની સામે જ, નોટમાં કે કાગળમાં, મુદ્દો લખાય તો મુદ્દો લખતી અને આખો વાર્તાલાપ લખાય તો આખો તે જ સ્વરૂપમાં નોંધતી, થઈ શકે તો ઘેર જઈને મુદ્દા વિસ્તારીને લખી લેતી, નોંધાઈ ન હોય તેવી ખૂટતી વિગતો યાદ કરીને લખી લેતી. ત્યારબાદ, એમના વાર્તાલાપમાંની બધી જ વિગતો, ખૂબ જ ઝડપથી તેમની સામે રહીને જ, ચાલુ વાર્તાલાપે લખી લેવાની કોશિશ થતી રહી. આજે જ્યારે આ નોંધો પ્રકાશિત કરવાનો ઉપક્રમ રચ્યો છે અને તે માટે બધું લઈને બેઠી છું ત્યારે ખ્યાલ આવે છે કે છૂટાં પાનાં પર લખાયેલું કેટલુંક લખાણ ખોવાઈ ચૂક્યું છે. આમ છતાં, મને લાગે છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં અને વચ્ચે વચ્ચે લાંબા ઇન્ટરવલ આવ્યા છતાં, જે સંઘરાયું છે અને નોંધાયું છે તે ઘણું માહિતીપ્રદ છે. કેટકેટલું વાંચ્યું હોત તો યે આવી first-hand માહિતી તો ન જ મળી હોત!
જૈન પરંપરાના ઇતિહાસના વીસમી સદીના સીમાચિહનરૂપ બનેલ શ્રી પુણ્યવિજયજી તથા શ્રી જિનવિજયજી સાથે જેણે પોતાના જીવનનો એક મોટો ખંડ પસાર કર્યો છે તે કારણે જેઓ પોતે એ જ ઇતિહાસના એક ભાગરૂપ બનીને જીવ્યા, તે પૂ. દાદાના મુખેથી મને આ વાતો સાંભળવા મળી હતી એનું મૂલ્ય ઘણું છે. જિવાયેલા ઇતિહાસની કેટલીક અંતરંગ વાતો જાણવાનો લાભ અને આનંદ અદકા હોય છે !
દાદાને કેન્સર થયું છે તેવી જાણ મને થઈ તે વખત લખાયેલી નોંધોને વાંચવા માટે દાદાને આપી હતી. એમાં રહેલ વિગતદોષ સુધારવાને કહેલું. બેએક નોટો વાંચી. આ ગાળો દાદા માટે “સમય થોડો અને વેશ ઝાઝા' જેવો હતો. આથી બાકીના લખાણ તરફ ઉપર ઉપરથી નજર ફેરવી દીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org