SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઇન્ડોલૉજીમાં આવું ત્યારે અચૂક જોતી કે પેલાં દૂરનાં ટેબલ-ખુરશી ૫૨ લક્ષ્મણભાઈ છે કે નહિ. લિપિ અને સંપાદનના શિક્ષણની સાથે સાથે કાકા અને મામા સાથે ટોળટપ્પાં અને હસીમજાક ચાલ્યા કરતાં. અમે મોટેથી બોલીએ તો યે લક્ષ્મણભાઈ અમારા અવાજથી જરા ય ક્ષુબ્ધ થતા નહિ કે વિક્ષેપ પામતા નહિ. અમારું – જાણે કોઈ અસ્તિત્વ જ નથી એ રીતે, એમના કામમાં વ્યસ્ત. જાણે ધ્યાનસ્થ ઋષિ જ જોઈ લ્યો ! હંમેશાં એમને પોથીઓ અને હસ્તપ્રતો સાથે જ વ્યસ્ત રહેતા જોઈને મને થતું કે “ટેબલ પરની સામગ્રી સિવાયની બીજી કોઈ એમની દુનિયા હશે ખરી ?”’ એમના ટેબલ સુધી જઈને, એમની સાથે વાતો કરવાનું, એમની ટેબલ પરની દુનિયા નિહાળવાનું, તેને વિશે પૃચ્છા કરવાનું મને મન થતું રહેતું પણ મારો સંકોચશીલ સ્વભાવ તે દૂરી દૂર કરી શક્યો નહિ. દરમિયાનમાં, ઈ. સ. ૧૯૮૨માં હું મોહિનાબા કન્યા વિદ્યાલય'ના ઉચ્ચતર વિભાગમાં શિક્ષિકા તરીકે જોડાઈ, ઇન્ડોલૉજીમાં હસ્તપ્રતોને લગતું આદરેલું એ કામ આમ અધૂરું રહ્યું. ઈ. સ. ૧૯૯૦-’૯૧માં એચ. એલ. કૉમર્સ કૉલેજની હૉસ્ટેલના ‘એફ’ બ્લોકમાં એલ. આર. જૈન બૉર્ડિંગ દ્વારા લિપિવર્ગો શરૂ થયા. મારા પતિ શ્રી ચંદ્રકાન્ત કડી આ સંસ્થામાં ગૃહપતિનો હોદ્દો સંભાળે લિપિની તાલીમ લેવાની મને ફરીથી તક મળી. આ વખતે, શ્રી લક્ષ્મણભાઈ ભોજકનો મને લિપિશિક્ષક તરીકેનો પરિચય થયો. એ સમયે સૌ એમને લક્ષ્મણકાકા' કહી સંબોધતા. મેં પણ આ સંબોધન અપનાવી લીધું. તેઓ આ વર્ગોમાં હસ્તપ્રતોમાં હોય તેવા જ મરોડદાર અક્ષરો બ્લેકબૉર્ડ ૫૨ લખતા અને હું તે મુગ્ધ બનીને જોયા કરતી. બ્રાહ્મી લિપિમાંથી આજની લિપિ ક્રમશઃ વ્યુત્પન્ન થઈ છે તે લખીને સમજાવ્યું. મને હવે આ ક્ષેત્રમાં ૨સ પડવા લાગ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રુચિ જાગી. પ્રાકૃત સાથે ફરી વાર એમ. એ. કરવામાં આ વર્ગો નિમિત્તરૂપ બન્યા. શ્રી લક્ષ્મણકાકાને હંમેશાં પોતાના કામ સાથે જ નિસબત. ક્યારેય ફાલતુ કશીય વાત કરે નહિ. આમ છતાં, અપ્રત્યક્ષપણે એમના વિદ્યાવ્યાસંગીપણાનો મને પાસ લાગ્યો. નિવૃત્ત થયા બાદ, આ ક્ષેત્રમાં હું કામ કરીશ એવું મેં મનમાં નક્કી કર્યું. ઈ. સ. ૧૯૯૭-’૯૮ના સમય દરમિયાન મારા પતિએ ‘રાજનગરનાં જિનાલયો'નો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ઝવેરીવાડમાં હું રહેતી હતી તેથી એમાંનાં કેટલાંક મારાં જાણીતાં જિનાલયો વિશે એમનાં લખાણમાં મેં ઉમેરો કરી આપેલો. ત્યારબાદ ખંભાત તથા પાટણનાં જિનાલયોનું કામ આરંભ્યું ત્યારે લિપિવર્ગોમાં આવતી કેટલીક બહેનોની ટુકડી બનાવીને તેમની સાથે તે તે શહેરોનાં જિનાલયનો ડેટા (data) એકઠો કરવા હું ગઈ. આ કામના એક ભાગરૂપે જ, કેટલીક અપ્રકટ ચૈત્યપરિપાટીઓને ઉકેલવાની જરૂર ઊભી થઈ. કુ. શીતલ શાહ અને મેં સાથે મળીને, ખંભાત તેમજ પાટણની અપ્રકટ ચૈત્યપરિપાટીઓ ઉકેલી અને ત્યારબાદ મેં તેનું સંપાદન કર્યું. આ કામ કરતાં જ્યાં મુશ્કેલી અનુભવાઈ ત્યાં શ્રી લક્ષ્મણદાદાની મદદ લેવાઈ. શ્રી લક્ષ્મણભાઈની આજુબાજુનાં ટેબલો પર હવે યુવાન સ્ટાફમેમ્બરો હતા. તેઓએ શ્રી લક્ષ્મણભાઈને ‘દાદા’ કહેવાનું રાખ્યું હતું. મેં પણ ‘દાદા’ સંબોધન સ્વીકારી લીધું. ઈ. સ. ૧૯૯૯ ઑક્ટોબરમાં હું શાળામાંથી વયનિવૃત્ત થઈ. ચૈત્યપરિપાટીઓનું કાર્ય પૂરું થયા પછી પણ હું અવારનવાર દાદા પાસે જવા લાગી હતી. ઈ. સ. ૨૦૦૦માં મારું ત્યાં જવાનું વધ્યું. દાદા પરખ કરવામાં ઉસ્તાદ. જાવ કે તરત ભાવ ન આપે. વ્યક્તિની જિજ્ઞાસા સાચી જણાય, એની ધગશ અને નિષ્ઠામાં વિશ્વાસ બેસે પછી જ કામ ચીંધે. તીર્થોદ્વાર વિગત' નામની શત્રુંજયની ચૈત્યપરિપાટીનું કામ સોંપાયું તેમાં દાદાનો મારા પ્રત્યેનો વિશ્વાસ હતો તે વાત આજે મને સમજાય છે. Jain Education International 7 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy