________________
આટલું કહ્યા બાદ શાહી પોતે કઈ રીતે બનાવે છે તે જણાવ્યું :
‘સૌપહેલાં આટલી સાધનસામગ્રી તૈયાર રાખો – તપેલીમાં તેલ, વાડકીવાળો ચમચો, ૨ ગાભા, સાણસી, દીવાનો મોગરો કપાય તેવી કાતર, નવ દીવેટો સાથે નવ કોડિયાં, ઇંટો અને ખાલી ડબો તથા કુંડીઓ.
તેલ બનાવવા એક વાર બેસો પછી વચ્ચેથી ઊઠી ન શકાય, ગરમી લાગે તેથી સામાન્ય રીતે શાહી બનાવવા શિયાળો પસંદ કરવામાં આવતો.
સૌપહેલાં વચમાં બેસવાની જગ્યા રાખો. નવ દીવાઓ સળગાવીને ચારે બાજુ ગોઠવો. શાહી બનાવતાં કપડાં કાળાં થવાનાં જ તે ધ્યાનમાં લેવું.
રેતીના ઢગલામાં ચારે બાજુ ઇંટો હોય. તેની વચ્ચે કોડિયાં રાખ્યાં હોય. કૂંડી જેવું એક એક સાધન ઈંટોને આધારે કોડિયા ઉપર ગોઠવતા જાવ.
ઢાંકણાવાળો ખાલી ડબ્બો ઉઘાડા માથે રાખો. થોડી થોડી વારે એક પછી એક, બે ગાભાથી હૂંડીને ઉપાડી દાતણ જેવી સળી વડે એકઠું થયેલું કાજળ ડબામાં ખંખેરી લેવાનું. હવે ડબામાં જેટલા વજનનું કાજળ થયું હોય તેટલા જ વજનનું હીરાબોર લો. હીરાબોરથી બમણો બાવળનો ગુંદર લો. ૫ તોલા જો બોર હોય તો ૧૦ તોલા ગુંદ હોય. બોર તથા ગુંદને પાણીમાં જુદા જુદા પલાળવા. પલાળવાથી તેની અશુદ્ધિ બહાર નીકળી જશે પછી તેને કપડામાં ગાળી લો. મસળીને બંનેનું પાણી ભેગું કરવું. ગળાય તેટલું પાણી લેવું. હવે કાજળ સાથે મિશ્રણ કરો. વેલણથી કાજળ, ગુંદર તથા હીરાબોરને હલાવો. તૈયાર થાય એટલે ત્રાંબાનું બકડિયું એટલે કે પેની (જે નીચે સપાટ ગોળાકાર અને ખુલ્લા મોંવાળું હોય)ને બે પગમાં ભરાવીને ઘંટો.
ઘૂંટે બનાવવા લીમડાનું લાકડું લેવું. ઘંટો નીચેથી ૨-૨ ફૂટ જાડો હોય, કહો કે દાળ વાટવાનો પથ્થર હોય તેવો લાગે, ઉપરથી મગદળ જેવું દેખાય. ઘંટાને ત્રાંબાની ખોળ પહેરાવો.
જેટલા તોલા કાજળ હોય તેટલા કલાક ઘૂંટવું જરૂરી છે.
આટલું જણાવ્યા બાદ દાદા કહે : હિતરુચિવિજય મહારાજસાહેબ છે ને એ જ્યારે અતુલ નામથી સંસારી અવસ્થામાં હતા ત્યારની વાત છે, એમના ઘેર મારા માર્ગદર્શન હેઠળ શાહી બનાવેલી. તેઓ પર્યાવરણવાદી હતા. કેમિકલ વિનાનાં દ્રવ્યોવાળી શાહી બનાવવાનું મન થયું એટલે મને મળ્યા. મારા માર્ગદર્શન નીચે એમની ટીમ બેઠી. તેઓએ ત્યાં ત્રાંબાની કૂંડી તથા કથરોટ દ્વારા કામ લીધેલું. બધું સમજાવીને હું બહાર ગયો કારણ મારે એક અગત્યનું કામ હતું.
આ કામ તેમણે મુંબઈના વાલકેશ્વરના ઘરમાં કરવાનું રાખેલું. રૂમ કાળો થશે તેવી ચેતવણી મેં આપેલી પણ તેઓ તે માટે તૈયાર જ હતા!
બહારથી હું આવ્યો ત્યારે મેં જોયું કે પાંચની ટીમમાંથી માત્ર બે જણા જ હતા ! ઘંટાથી ઘૂંટતાં શીખંડ જેવું બન્યું એટલે એક કલાક તડકે મુકાવરાવ્યું. પછી એમાંથી ગોળી, વડી કે પતરી જેવું પાડવાનું જણાવ્યું.
હવે આ સુકાય એટલે તે ગાંગડા ભરી લેવાના રહ્યા.
જ્યારે શાહી બનાવવી હોય ત્યારે શાહીની ગોળીમાં ગરમ પાણી નાંખવું જોઈએ. માફકસર પાણી રેડવું જરૂરી.
ક્યારેક હીરાબોર કે ગુંદમાં ચીકાશ હોતી નથી. આવું બને તો તેની પરીક્ષા માટે ગોળી બનાવતાં પહેલાં ચાંદલો પાડો. પતલું હોય તેવો ચાંદલો. સુકાય એટલે નખ મારીને ઉખાડો, નખ મારતાં જ એ ઊખડે તો સમજો કે ગુંદ વધારે છે. જો ચીકાશ ઓછી હોય તો આંગળી ઘસતાં જ વળગી આવે. આટલી પરીક્ષા બાદ ગોળી બનાવો, શાહી પતલી કેટલી રાખવી તે લહિયો પોતે નક્કી કરતો હોય છે.
આમ શાહી બનાવવાના પ્રયોગની તથા તેમાં રાખવાની ઝીણી ઝીણી તકેદારીની વાત કહી. પછી જણાવ્યું કે “મહાજનમુમાં પુસ્તકો લખવાનું કામ ચાલે છે તેમાં આ જ રીતે શાહી બનાવીએ છીએ.
૨૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org