________________
પ્રયોગની વાત સાંભળી મારું મન બોલી ઊઠ્યું : “વાહ દાદા, આપ તો પ્રયોગવીર છો ! લિપિક્ષેત્રના ટેક્નિશિયનના પ્રયોગો જાણવાની તો આજે શરૂઆત હતી! - આનું ભાન પાછળથી થયું હતું. લાલ શાહીની રીત:
૧૬મી સદીમાં લાલ શાહી બની. હાંસિયો તેમજ શીર્ષક વગેરેમાં એનો ઉપયોગ થતો આવ્યો છે.
આ શાહી બનાવવામાં મુખ્યત્વે હિંગળોક વપરાય છે. હિંગળોકમાં પારો હોય છે તેથી તે વજનદાર હોય છે. આરસના ખરલમાં હિંગળોકનો ભૂકો નાંખો. એમાં લીંબુનો રસ નીચોવો. પછી ખરલ ભરાય તેટલું પાણી નાંખો. લીંબુનો રસ નાંખવાથી પારામાંથી લીલો રંગ છૂટો પડશે. આ છૂટું પડેલું લીલા રંગનું પાણી તારવી લો. નીચે લાલ રંગ રહ્યો હશે. ફરી લીંબુ નીચોવો. ફરી તારવો. આમ ચાલીસ-પચાસ વાર કરીએ એટલે લાલ હિંગળોક જુદો પડે. આ રીતે જો શાહી બનાવેલી હોય તો લાલ રંગ કાગળને ખાઈ જતો નથી.
‘આટલું જણાવીને દાદા ઉમેરે છે: “રતનપોળમાં ગોલવાડથી આગળ, પાનકોરનાકાના વંડાની લાઈનમાં હકીમ બાબુભાઈની દુકાન હતી. એ માણસ મશીનથી ઓસડિયાં ખાંડી આપતો હતો.
સાધુ-સાધ્વી જેમાં ગોચરી કરે છે તે પાતરા રંગવા માટે લાલ તથા કાળા રંગનો ખપ પડે. ગાડાંની મરીથી કાળો રંગ અને હિંગળોકથી લાલ રંગ રંગાતો. જોકે, હવે એશિયન પેઇન્ટસ વપરાય છે. એમના આચારમાં લાકડાના પાતરામાં ખાવું અગત્યનું ગણાય છે.'
તા. ૧૪-૧૦-૨૦૦૨
હજુ આજે પણ કાલની જ પ્રશ્નોત્તરી આગળ ચાલી :
પ્રશ્ન : દાદા, ખેળ એટલે શું ? દાદા : ખેળ એટલે લાઈ. કાંજી-આર જેવું તે હોય. ચોખા કે ઘઉંની બનાવીએ
તો તેમાં મોરથુથ નાંખવું પડે, નહિતર તેમાં જીવાત પડી જાય. પણ જો તમે આમલીના કચુકાની બનાવો તો તેમાં જીવાત પડતી નથી અને એટલે
તેમાં મોરથુથુ નાંખવું પડતું નથી. પછી દાદાએ ટિપ્પણાં વિશે વાત કરી. ટિપ્પણી:
ટિપ્પણીને ટીપણું કે ભૂંગળું પણ કહેવાય છે. કાગળના લીરા કરી, એકબીજાને ચીટકાડી ટીપણાં બનાવાય. ટિપ્પણાં ચીટકાડવા ખેળ વપરાય. કપડાંનાં ટીપણાં બનાવવા હોય તો તાકામાંથી જેટલું લાંબું જોઈએ તેટલું કાપડ લો. જોઈએ તેટલું લાંબુ ટિપણે બનાવી શકાય. બાદશાહ કે રાજાઓનાં ફરમાનો ગોળ વીંટેલા આવા ભૂંગળામાં હોય.
તાડપત્રોમાં કાગળ સડી જાય, ઉપર બાંધેલું કપડું કાળું પડી જાય એના કારણમાં લેખનકળાના પુસ્તકમાં મહારાજજી અનુમાન કરે છે કે શાહીને કારણે તેમ થતું હોવું જોઈએ. વળી, લાલ શાહી ઉપયોગમાં લેવાઈ હોય ત્યાં હિંગળોકમાંનો પારો કારણરૂપ હોવો જોઈએ. આ વાંચી મેં દાદાને કહ્યું :
પશ્ચિમના દેશોમાં લેબોરેટરીમાં આ અંગે ચકાસણી કરવામાં આવે છે, અને પછી એનાં તારણો રજૂ કરે જે પ્રમાણભૂત ઠરે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org