________________
રાધનપુરની પાસેના ગામમાં ભણશાળી ટ્રસ્ટની ચાલતી શાળામાં નોકરી કરતા હતા. તેઓ સારા ગાયક છે. એમના કંઠે બે સ્તવનો સાંભળ્યાં. મારા પતિ ચંદ્રકાન્ત ‘શુભ મંગલ હો' ગાયું. આ ગીત શ્રી મકરંદ દવેએ લખેલ છે અને આજે આપવાની કેસેટમાં મેં આ ગીત ચંદ્રકાન્ત પાસે ગવરાવી ટેપ કર્યું છે. ત્યારબાદ મેં પણ મકરંદભાઈએ લખેલું “મુંને મળ્યું ગગનમાં ગેહ' ગીત ગાયું.
અમે સાથે કેમેરો લઈને ગયેલાં. દાદાના અમારી સાથેના તથા તેમનાં કુટુંબીજનો સાથેનાં ફોટા ખેંચ્યા. દીકરી તેમાં આવી ન હતી કે ઇન્ડોલૉજીના સ્ટાફના કોઈ આવ્યા ન હતા તેથી તેઓ સાથેના ફોટા લઈ શકાયા નહિ. સ્ટાફના બધા કદાચ સાંજે છૂટીને આવશે એમ જણાવવામાં આવ્યું.
- ત્યાર બાદ નાસ્તો કર્યો : સમોસા, ચવાણું તથા પેંડા, ચંદ્રકાન્ત કહે : “દાદા, આવતી શરદપૂર્ણિમાએ આવીએ ત્યારે ફરી સમોસા ખવડાવજો.” દાદા હસ્યા. કહે :
“ઉપરવાળાની મરજી.”
ચંદ્રકાન્ત કહે : “દાદા, હું જે સંતના પરિચયમાં આવ્યો હતો તે પૂ. બાપજી કહેતા કે “આયુષ્ય અનંત છે અને દેહનો દુકાળ નથી.”
દાદા તરત કહે : “મતલબ મોક્ષ નથી.' ચંદ્રકાન્ત હસી પડ્યા. થોડી વાર પછી દાદા કહે : “સંતોની વાણી સમજવી અઘરી છે. એને સાંભળનારા પોતાની મતિ અને સમજ પ્રમાણે એમનાં વાક્યોમાંથી અર્થ કાઢતા હોય છે.”
દાદાએ આજે ૮૭ વર્ષ પૂરાં કરી ૮૮મા વર્ષમાં પ્રવેશ કર્યો.
તા. ૩-૧૧-૨૦૦૪
મુંબઈથી દાદાની દીકરી હેમીબહેન આવેલાં તેમને મળવા ગઈ. તેમને દાદાના જન્મદિને ટિકિટ ન મળી તેથી આવી શકેલાં નહિ, બીજે દિવસે આવેલાં. તારીખ પ્રમાણે ૩૦મી પણ દાદાની વર્ષગાંઠ કહેવાય. પોતાના દીકરાને પણ તેઓ લઈ આવેલાં. મારે વાસ્તુ હેમીબહેન મુંબઈનો હલવો લઈ આવેલાં. મારા ભાઈ મુંબઈથી આવી જ રીતે મારે માટે હલવો લઈ આવે છે તે મને યાદ આવ્યું. દાદા વધુ કુશ લાગતા હતા પણ ચહેરા પર ચમક અને સ્મિત હતાં. દાદા સાથે વાતોમાં ગૂંથાઈ. પ્રશ્ન : દાદા, ભાવનું બહુ મહત્ત્વ આંકવામાં આવે છે. ભાવ ફળે પણ છે. હવે
પછીના જન્મ માટે આપ કેવો ભાવ ભાવો છો ? આ જીવનમાં કરી તેવી
લિપિસાધના – જ્ઞાન – સાધના જ કે બીજું કશું ? દાદા : જ્ઞાનસાધના જ ગમે. લિપિ ગમે. જે કામ કર્યું છે તે જ હવે પછી કરવાનું
મન થાય. સહેલું પડે ને.
(થોડી વાર અટક્યા – દાદા આજે બોલીને વાત કરતા હતા કહે :) પણ હવે જલદી જવાય તો સારું. ફરી પાછું જલદી કામ શરૂ થાય ને. આમ તો હવે સમય નક્કામો જાય છે.
હું નક્કામો શાને? સંયમબોધિ મહારાજે પત્રમાં લખેલું તેમ આ તો અવસર છે. હજુ ક્યાંક ગુસ્સો આવે છે, હતાશ થવાય છે. વેદનાની ઉપરનો આનંદપ્રદેશ શોધવાનો છે ને ? એ ન મળે ત્યાં સુધી આપણે
૧૩૦
મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org