________________
જાચો હીરો એટલે સાચો હીરો. આ હીરાને ખાંડણીમાં ભાંગો તો યે ભાંગે નહિ. કહેવાય છે કે ચક્રવર્તીની પત્નીમાં એવી તાકાત હોય છે કે તે તેને ચપટીથી ભાંગી નાખે છે ! એના થયેલા ભૂકાપાઉડ૨થી તે લડાઈમાં જતા પતિને માથે તિલક કરે છે !
ગૂઢલિપિની પ્રતો બતાવી. અન્યથી ગુપ્તતા રાખવા લખાણ ગૂઢ લિપિમાં લખતા. તેના કેટલાક પ્રકારો
જણાવ્યા :
૧. એકપલ્લવી : પલ્લવ એટલે ડાબી.
એમાં અંકથી સમજ આપી હોય.
પ્રત જુઓ તો તેના આંકડા જ લખેલા હોય. દરેક અંકનો શબ્દ હોય. તે આવડે તો ઉકલે.
૨. ઔષધપલ્લવી ઃ આમાં ઔષધનાં નામો હોય. દા. ત., ચૂનો શેર ૨ ટાંક ૫
ચૂનો એટલે ચ વર્ગ
શેર ૨ એટલે ચ વર્ગનો બીજો અક્ષર અર્થાત્ છ. ટાંક ૫ એટલે પાંચમો સ્વર લગાડો અર્થાત્ ઉ = છું. મને યાદ આવ્યું કે અપર્ણાબહેનને ગૂઢલિપિનું લિવ્યંતર કરીને લાવ્યાં હોય તે દાદા ચેક કરતા હતા. દાદાને મેં પૂછેલું તો એમણે જણાવેલું કે આ એક હુકમનામું છે. એલ. ડી.નો જ આ ગુટકો છે. મુનિશ્રી પુણ્યવિજયે આ ગુટકો જોયો પણ ઉકેલાયો ન હતો. લિસ્ટ કરતાં, દાદાએ પૂછેલું : આ ગુટકા ૫૨ શું લખું ? મહારાજજીએ જણાવેલું : “લખ, ગૂઢલિપિનો ગુટકો પછી તો આ ગુટકાનું કામ અપર્ણા બહેનથી અધૂરું રહેલું. દાદાએ પોતે એને પૂરું કરેલું. દાદાને હવે લખવાની મુશ્કેલી રહેતી તેથી આવાં અધૂરાં કામો બીજાને શીખવાડી પૂરાં કરવા લાગેલા.’”
ત્યાર બાદ અમને મૂળદેવી લિપિ શીખવાડી.
ગૂઢલિપિ દાદા પોતે કેવી રીતે ઉકલવા મથતા એની વાત કરી :
જામનગરમાં એક બાવા પાસે આવું લખાણ. દાદાને ત્યાં બોલાવવામાં આવ્યા. બાવો ઝેરોક્ષ ક૨વાની ના પાડે. આથી નક્કી એવું થયું કે દાદા મોટેથી બોલે. બાજુમાં ટેપ રાખવું, એટલે એમાં લખાણ ટેપ થઈ જાય. દાદાએ જોયું. ન સમજાયું. કલાક સૂઈ ગયા. પ્રત વિશે વિચાર કરવા લાગ્યા : અંક ૫૨ જ કાના માત્તરનાં ચિહ્નો છે. કદાચ આ કોઈ વિધિનો કાગળ હોવો જોઈએ એવો તર્ક થયો અને વિચાર્યું કે આમાં વિધિ શબ્દ હશે અને એ ઘણે ભાગે છેલ્લે હોય. ઇતિ વિધિ એવું લખ્યું હશે. ઊઠ્યા. ફરી કાગળ હાથમાં લીધો. સૌ પ્રથમ વિ' ઉકેલાયો. ધીરે ધીરે કક્કો બનાવ્યો અને જે અંકપલ્લવી હાથ આવી તે ‘અંતરજામી સુણ અલવેસર' સ્તવનમાં સંકેત લિપિ લખી નાખી. પછી એ લોકોને આપી અને સમજાવ્યું. કે આમ ઉકેલાશે...વિધિ શબ્દ એમાં આ રીતે લખ્યો હતો : રિટ૧િ૮ = કક્કાનો ૧૮મો અક્ષ૨ (૯ ને ના ગણવો) ધ બને. આ શબ્દ ઉકેલ્યો એટલે બધું જ ઉકેલ્યું.
逛
આ સંદર્ભે મને દાદાની એક વાત યાદ આવી ખૂબ જ પહેલાં – શરૂઆતમાં જ્યારે હું નોંધ કરતી ન હતી ત્યારની વાત. દાદા કહે : મારો સ્વભાવ એવો કે કોઈ શબ્દ ઉકેલાય નહીં એટલે એ મારા મગજમાં કેવી રીતે લખાયો છે તે ફીટ થઈ જાય. રાત્રે સૂઈ જઉં એટલે એ અક્ષર આંખ સામે તરે. એની સાથે વાત કરું જાણે. કેવી રીતે આ મરોડ થયો હશે ? આમ કે આમ ? આ અક્ષર આ હશે ? અને એક ઝબકારો થતો જાણે. અક્ષર ખુદ બોલતો લાગે કે હું આ છું.
૧૦૦
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org