________________
સાધ્વીજીઓએ દાદાને પ્રશ્ન કર્યો : “આપે શું જેસલમેરનો ગ્રંથભંડાર જોયો છે ?” હું વચમાં બોલ્યા વિના રહી ન શકી. કહ્યું: “એ ભંડારનું કૅટલોગ મુનિશ્રી પુણ્યવિજય સાથે રહીને એમણે તો કર્યું છે.”
દાદાએ એની થોડીક વાતો કરી કહ્યું: “એ વખતે ત્યાં ૧૮ મહિના સળંગ રહેલો. ઘેર એક વાર આવેલો નહિ તેથી મારે વિશે એવી અફવા ફેલાયેલી કે લક્ષ્મણ તો દીક્ષા લેવાનો છે.”
આ સાંભળી મારાથી પૂછ્યા વિના ન રહેવાયું. “દાદા, તમારી પત્નીએ આ સાંભળીને કેવો પ્રતિભાવ આપેલો ?”
દાદા : “એ તો કહેતી હતી કે તમારે જો સાધુ થવું હોય તો મેં ક્યાં ના પાડી છે ? સાચું કહું તો એ ખૂબ જ સરળ હૃદયની હતી. સમજણ ઓછી. ભોળી કહેવાય. તેની એક વાત કહું : હું બહારગામથી આવું. મારું જો ધ્યાન ન રહ્યું કે સૂચના આપવાની ભૂલી ગયો તો મારું બેડિંગ ચામડાના પટ્ટાની સાથે ધોવા માટે પલાળી દે. ક્યારેક કહીને ગયો હોઉં કે આજે મને રાત્રે મોડું થશે તો જમવાનું બનાવીને રાખવાનું સૂઝે નહિ. પાછળથી મોડું થયું હોય ત્યારે હું જમવાનું બહાર પતાવીને જ આવું.”
રસીલા : દાદા, એમનું નામ ?
દાદા : મોંઘી. રસીલા : દાદા, એ ક્યારે ગુજરી ગયાં ? દાદા : નવ વર્ષ થયાં. ઈ. સ. ૧૯૯૪માં.
એમની દીક્ષાની અફવાની વાતમાંથી દાદા કહેવા લાગ્યા : એક નાનો પ્રસંગ વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે તે સંદર્ભે ભરત ચક્રવર્તી, પ્રસન્ન રાજર્ષિ, ધૂલિભદ્ર, શકટાલ વગેરેની વાતો કરી, પછી કહેઃ “ઘણા મહારાજજીને કહેતા પણ ખરા કે આ લક્ષ્મણને દીક્ષા આપો ને.” મહારાજજી જવાબ આપતા : એનામાં હું વૈરાગ જોતો નથી. જોયો હોત તો આપી હોત.
પછી કહે: અઢાર વર્ષની ઉંમરથી માંડીને આજ સુધી મેં કેટલાંયે સાધુ-સાધ્વીઓને ભણાવ્યાં છે. આમ છતાં, મને ક્યારેય દીક્ષા લેવાનું મન થયું નથી. વળી, કોઈ સાધુએ પણ ક્યારેય મને દીક્ષા લેવા માટે કહ્યું નથી. સાચું કહું તો – “ભાગ્યમાં લખી હોય તો જ દીક્ષા લેવાનું મન થાય અને દીક્ષા લેવાય.”
પંજાબ વિશે કોઈ વાત નીકળી. સાધ્વીજીઓમાંથી એક નામે ધન્યમિત્રાશ્રી કહે: “ત્યાંના લોકોને ભાવ ખૂબ જ. પણ ત્યાં બહુ વિહાર થતો નથી" દાદાઃ “શ્રી શીલચંદ્રસૂરિનાં બેનમહારાજને મેં એક વાર પૂછેલું કે પંજાબ તરફ આપ સૌ શા માટે વિહાર કરતાં નથી?” તો કહે: “ત્યાં ધુમ્મસ ખૂબ. ગોચરીએ નીકળીએ તો સવારે દસ કે અગિયાર વાગ્યા સુધી ભીનાં થઈ જવાય તેવું વાતાવરણ રહે.”
તા. ૫-૧૨-૨૦૦૩
આજે દાદાએ વિસનગરના તામ્રપત્રની વાત કરી. શ્રી જબૂવિજયજી પાસે કેટલાક જણ એ તામ્રપત્ર ઉકેલવા માટે ગયેલા. એમણે લક્ષ્મણભાઈનું નામ સૂચવ્યું. એ વખતે દાદા ઝીંઝુવાડા જઈને ઘેર આવેલા. દાદા વિગતે વાત કરતાં કહે : હું આવ્યો કે તરત એક ગાડી આવી. એમાંથી ચાર જણ ઊતર્યા. કહે : જંબૂવિજયજી મહારાજસાહેબે અમને મોકલ્યા છે. પછી તામ્રપત્ર બતાવ્યું અને ઉકેલવા જણાવ્યું. તામ્રપત્ર કાટવાળું હતું. શ્રુતસેવી શ્રી લક્ષમણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org