SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ “દાદા, હું દાદી બની. મારા દીકરાને ત્યાં બેબી આવી છે. ગઈ કાલે અમેરિકાથી સમાચાર આવ્યા.” સારું, આ જમાનામાં દીકરી ચાકરી કરે.” દાદા બોલ્યા. આ પછી અમે પ્રતનું કામ કરવાને બધું ખોલીને બેઠાં ત્યાં તો એક પત્રકારભાઈ “રાજસ્થાન પત્રિકા તરફથી ઇન્ટરવ્યુ લેવા આવેલા. સાથે ફોટોગ્રાફર હતા. ફોટોગ્રાફી શરૂ થાય એ પહેલાં પત્રકાર શ્રી શત્રુદ્ધ શર્મા ઇન્ટરવ્યુ લે છે. આ ઇન્ટરવ્યુ લેવાતો હતો ત્યારે હું પાસે જ બેઠી હતી. આખો ઇન્ટરવ્યુ મેં નોંધી લીધો હતો. તે નીચે મુજબ છે : પ્રશ્ન : નામ ? દાદા : લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક પ્રશ્ન : અભ્યાસ ? દાદા : શાળામાં ચાર ચોપડી ભણેલો. (આટલું કહીને દાદાએ પ્રીતિબહેનને ફાઈલમાંથી છાપેલો બાયો-ડેટા આપવાને જણાવ્યું.) પ્રશ્ન : આ કામમાં ક્યારથી ? દાદા : અઢાર વર્ષની ઉમરથી. આજે ૮૭ થયાં. જિંદગીમાં આ એક જ કામ કર્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજી પાસે તૈયાર થયો. એમણે જ આ સંસ્થા (ઇન્ડોલોજી) સ્થાપી. હું અહીં આ સંસ્થા શરૂ થઈ ત્યારથી જ છું. પ્રશ્ન : કેટલી લિપિઓ આવડે છે ? દાદા : મને માત્ર એક જ લિપિ આવડે છે. પ્રશ્ન : આ લિપિનું નામ શું? દાદા : આને પાંડુલિપિ કહે છે. જૈન ગ્રંથભંડારમાં આને હસ્તપ્રતલિપિ કહે છે. ખડીથી લખાય તેથી પાંડુલિપિથી ઓળખાઈ. પાછળથી એ શાહીથી લખાઈ તોયે પાંડુલિપિ જ કહેવાઈ પ્રશ્ન : જૂના ગ્રંથો કેટલાં વર્ષ પહેલાંના મળે છે? દાદા : જૈનગ્રંથો ૧000ની સાલથી લખાયેલા જોવા મળે છે. ૧૧મી સદીથી એ ભંડારોમાં સારી રીતે સચવાયેલા મળે છે. પ્રશ્ન : આ ગ્રંથો કેટલા મોટા હોય? દાદા : તે એક પત્રથી માંડીને ૧000 પત્રો સુધીના મળી આવ્યા છે. પ્રશ્ન : આ લિપિ કેટલી પ્રાચીન ? દાદા : ૨૩૦૦ સાલ પહેલાં અશોકના સમયમાં કોતરેલા શિલાલેખો મળી આવ્યા છે તે ગુજરાતમાં જૂનાગઢમાં છે અને હિંદુસ્તાનમાં બીજે ઘણે સ્થળે – બનારસ, સારનાથ - મળે છે. એમાં લખાયેલી લિપિને બ્રાહ્મીલિપિ કહે છે. આ જ લિપિ સમય જતાં બદલાતી બદલાતી આજની દેવનાગરી લિપિ બની છે. એમાંથી અન્ય પ્રાદેશિક લિપિઓ પણ બની. ૧૦૬ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy