________________
૭. અનુમાનપ્રમાણ તે હંમેશાં સાચું જ પડે એવું નહિ. ખોટું ય પડે. જુઓ હમણાંની જ વાત કરું. બે વાગેલા અને ડાભી આવશે એવો ખ્યાલ, કારણ કે હંમેશાં તે બે વાગે ચા લઈને આવે છે. પગરવ સંભળાયો. થયું કે ડાભી આવ્યો, પણ જોયું તો નીકળ્યા અમેરિકાવાળા ! આમ, આ અનુમાન સાચું ય પડે, ખોટુંય પડે !
(દાદા કેવાં સાદાં ઉદાહરણોથી વાત સ્પષ્ટ કરી આપે છે ! દાદા પાસે કંઈ પણ શીખવું તે અઘરું ન લાગે એવા એ શિક્ષક !)
પત્રો વાંચતાં ‘બાબાશાહી' શબ્દ આવ્યો. આ શબ્દને લઈને જુદાં જુદાં ચલણ અને તોલમાપની વાત
કરી.
આ પત્રો લખાયા ત્યારે બાબાશાહી રૂપિયો ચાલતો. મુંબઈમાં મુંબઈગરો રૂપિયો ચાલતો. બાબાશાહી રૂપિયા કરતાં મુંબઈગરો રૂપિયો મજબૂત ગણાતો. તે જમાનામાં અનેક દેશી રાજ્યો હતાં. તેથી દરેક રાજ્યનું ચલણ જુદું હતું. અંગ્રેજો આવ્યા અને એમણે એક જ પ્રકારનું ચલણ કર્યું.
આ જ પ્રમાણે દરેક રાજ્યમાં તોલમાપ પણ જુદાં હતાં. બધે જ શેરથી ઓળખાતો તોલ એના માપમાં જુદો રહેતો. રાજ્યનાં પોતીકાં માપ હતાં.
જોધપુરમાં ૧ શે૨ = ૧૦૦ રૂપિયાભાર કચ્છમાં ૧ શે૨ = ૨૬ રૂપિયાભાર ઉદેપુરમાં ૧ શેર = ૩૦ રૂપિયાભાર
અમદાવાદમાં ૧ શે૨ = ૪૦ રૂપિયાભાર
આજે દાદાને શ્રી યશોવિજયે બોલાવેલા, તેથી એ પાલડી ગયા.
તા. ૧૦-૧૨-૨૦૦૩
આજે દાદા કોઈક વિચારોમાં ગૂંચવાયેલા હોય તેવું લાગ્યું. પૂછતાં જાણ્યું કે નવી આવેલી ગ્રાન્ટના સંદર્ભમાં પુસ્તકખરીદી કઈ રીતે કરવી તે સમસ્યાના વિચારોમાં ગૂંથાયેલા હતા. તેઓએ પોતાના પુસ્તક-ખરીદીના અનુભવની વાત કરી.
પ્રોફેસરોને લિપિ શિખવાડવી અને તેઓ પોતપોતાના એરિયામાં પ્રતો ખરીદવાનું કામ સંસ્થાઓ સોંપે તેવી નીતિ ગ્રાન્ટ આવ્યા બાદ નક્કી થઈ હતી. પરંતુ એ કેટલું શક્ય બને એ મુખ્ય સમસ્યા હતી, પસ્તીવાળા ઢગલો લઈને આવે. એને કોણ જુએ ? કોણ નક્કી કરશે કે કઈ પ્રત લેવા જેવી છે ?
ઉચિત મૂલ્ય કોણ નક્કી ક૨શે ? ગીતાની પ્રતો ઘેર ઘેર હોય. તો એ ખરીદવી ? ભંડારોમાં કલ્પસૂત્રોની સંખ્યા અપાર છે. તો હવે આવે એ બધાં ખરીદવાનાં ?
જે પ્રોફેસરોને કામ સોંપવામાં આવ્યું છે તેઓ કેવી રીતે મૂલ્ય નક્કી ક૨શે ? વેચનાર વ્યક્તિ પ્રતો અહીં સંસ્થામાં લઈને આવે તો એનું આવવા-જવાનું ભાડું તે ન તોયે આપવું પડે, કારણ કે તમે બોલાવેલા છે. લેવા જેવું છે તે કોણ નક્કી કરશે. આવા બધા પ્રશ્નો દાદાના મનમાં પડ્યા છે.
$
તા. ૧૧-૧૨-૨૦૦૩
આજે હું ઇન્ડોલૉજી પહોંચી ત્યારે ખૂબ જ ખુશ હતી. ગઈ કે તરત જ દાદાને સમાચાર આપ્યા :
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org