________________
શકો ?' પણ પછી ડૉક્ટરવાળી વાત પડતી મૂકી. સાચું કહું તો મને આ
| ડૉક્ટરોમાં જરાયે ભરોસો નથી. અને પછી દાદાએ પુણ્યવિજયજીના અંતિમકાળે ઓપરેશન વેળાએ છાતીના દુખાવાની ફરિયાદને ધ્યાનમાં લીધી ન હતી તે વાત ફરી દોહરાવી.
તા. ૧૫-૯-૨૦૦૩
તા. ૧-૪-૨૦૦૩ની મુલાકાત બાદ, આજે ચાર મહિના પછી, દાદાને હું મળું છું. આ ચાર માસ હું અમેરિકા મારા દીકરા પાસે હતી. “નેમરાજુલ લેખ” અને “વસુદેવ ચુપઈ' નામની કૃતિઓના લિવ્યંતરસંપાદનનું કામ ત્યાં થયું હતું. આ થયેલું કામ હું દાદાને બતાવવા સાથે લઈને ગઈ હતી. વળી, ઘણા સમય બાદ, આજે દાદાને મળવાનું હતું એટલે એના ઉત્સાહ તથા ઉમંગ પણ ખૂબ જ હતા. પ્રીતિબહેન સાથેના કામમાં એ સતત વ્યસ્ત રહ્યા. જુદાં જુદાં કામો દાદા પ્રીતિબહેનને સમજાવી રહ્યા હતા. હું સામેના ટેબલ પર જઈને બેઠી. ચાર મહિના બાદની આ મુલાકાતમાં મને એવો અહેસાસ થયો કે કંઈક કશુંક બદલાઈ ગયું છે. જોઉં છું કે દાદાનો હાથ ગાલને અડે છે. એક નાનો ઝીણા કપડાનો ટુકડો કાઢી થોડી થોડી વારે મોઢે ફેરવે છે.
થોડો સમય વીત્યા બાદ, પ્રીતિબહેન કોઈ કામ માટે ઉપર ગયાં. દાદાએ મને બોલાવી. સામાન્ય રીતે જઉં એટલે એમનો પ્રશ્ન હોય. શું કામ કરીને લાવ્યા છો ? લાવો. આમ કહી તપાસવા બેસી જાય. આજે દાદાએ આવું કશું પૂછ્યું નહિ. અમેરિકાના વસવાટ દરમિયાનની દાદાએ સામાન્ય પૂછપરછ કરી, ત્યારબાદ મેં કરેલું કામ એમને બતાવ્યું. દાદાએ ઉપર ઉપરથી જોયું. આજ સુધી હું જોતી આવી છું કે દાદા લિસ્વંતરના કામમાં સૌથી વધારે કોળે. આજે આ કામ માટે તેઓ જાણે ઉદાસીન થઈ ગયા છે. કોઈ અન્ય કામ જાણે એમના મનમાં રમી રહ્યું છે એવું મને લાગ્યું. દાદાને આજે ઠીક લાગતું નથી એમ મનમાં વસ્યું અને એમની તબિયત અંગે પૂછવાનું મન થયું.
પ્રશ્ન : દાદી, તબિયત કેમ છે ? ઢીલા કેમ લાગો છો ? દાદા : (દાંત બતાવીને) આ અહીં ખૂબ દુઃખે છે. પ્રશ્ન : હું અમેરિકા ગઈ એ પહેલાંનું ત્યાં દુખે છે. હજુ મટ્યું નથી ? ફરી કોઈ
બીજા મોટા ડૉક્ટરને બતાવ્યું ? દાદા : હા. જૂન મહિના સુધીમાં તો દુખાવો ખૂબ વધ્યો. દીકરી-જમાઈ આવ્યાં.
નાક-કાન-ગળાના ડૉક્ટરોને ભેગા કર્યા. પછી ખૂબ જ સ્વાભાવિકતાથી બોલ્યા) કેન્સર છે. (સાંભળીને હું ક્ષણભર સુન્ન થઈ ગઈ. પણ દાદા તો એટલી જ નિર્લેપતાથી
અને સ્વાભાવિકતાથી વિગતો જણાવવા લાગ્યા.) બાયોપ્સી કરાવવી પડે તેમ કહ્યું છે. આ પહેલાં ડૉ. ભવ્યાબહેનની આયુર્વેદિક દવા કરેલી એનાથી ન મટ્યું એટલે એણે પણ બાયોપ્સી કરાવવાનું સૂચવેલું હતું. ઓપરેશનની વાત. પૂછ્યું કે મટશે? કેટલું ઊંડું? ન મટે તો? કહેવામાં આવ્યું – તો જીભ કાપવી પડશે. ન મટે તો ફરી કાપવી પડે. ફરી ઓપરેશન. ખાવાનું? - નળીથી. “ભલે, વિચાર કરીને જણાવીશ.” કહીને ઘેર આવ્યો. પ્રો. નીતિન દેસાઈ ઘેર આવેલા. એમને વાત કરી. એમને અનંતાનંદતીર્થ પાસે – એમને માતાજી કહે છે – લઈ ગયા. એ પાલડી આવે છે. વહેલાલ એમની હોસ્પિટલ છે. મહિનો એમની દવા કરી, ફેર તો પડ્યો નહિ પણ માતાજી કહે કે મટી જશે. એટલામાં
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org