________________
મોમાં કાથો ભર્યો હોય ત્યારે બોલાય તો નહીં. ત્યારે હું વાંચું.” મેં કહ્યું : “દાદા, તમારી યાદદાસ્ત ઘણી તેજ છે. તમે ઘટનાનું – પેલા બાવાનું તાદશ
વર્ણન કર્યું.” દાદા : એમાં મારું કશું નથી. એ તો કોઈને સારો વાયર નાંખેલો આવ્યો હોય.
કોઈને હલકો નંખાયો હોય ! હું સ્વગત બોલી : “વાહ બાપુ ! તો તમારા વાયર ઘણી જ ઊંચી ક્વોલિટીના કહેવાય.”
દાદાએ થોડી વારે કહ્યું : “હમણાં ‘શ્રીપાલ રાજાનો રાસ' વાંચું છું. તેમાં નીચે જ શબ્દોના અર્થ આપેલા છે તેથી વાંચવું ગમે છે.”
- તો આમ દાદાનો સ્વાધ્યાય ચાલુ જ રહ્યો છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org