________________
થયો ત્યારે મારી પીઠ હતી. પેલાએ હાથ ઘસીને કંકુ પાડવાનું શરૂ કરેલું. વિજ્ઞાન જાણનારા આવા કરતબોને પકડી શકે.
નાથદ્વારાનો એક પ્રસંગ છે. ગવર્નર પાસે જાદુ કરવા ગયો હતો એવો વિખ્યાત કરતબી. અહીં આવેલો. મને વીંટી આપવા જણાવ્યું. મેં ના પાડી એ વખતે ય હું આવી કપડાંની થેલી જ રાખતો. એમાં એક બામની જાડી વજનદાર કાચની સાફ કરેલી શીશીમાં હું ચૂનો રાખતો પેલાએ કોટ પહેરેલો. મેં વીંટીને બદલે એ વજનદાર શીશી આપી. એણે મને કોટના ખીસામાં મૂકવા જણાવ્યું. પછી કહે: ‘હવે શીશી બહાર કાઢ.’ મેં ખીસામાં હાથ નાખ્યો તો શીશી ગાયબ. હું તો આભો બની ગયો. પેલો કહે: ‘તારી થેલીમાં જો.’ શીશી થેલીમાંથી નીકળી !
ભીલવાડામાં એક વાર હું તથા અમૃતભાઈ એક હોટેલ જેવું હતું ત્યાં બેઠા. હોટલવાળો શેરડીનો રસ વેચતો. એટલામાં એક ઘોડેસવાર ત્યાં આવ્યો. અમૃતભાઈ સામે જોઈને કહે: “કેમ પંડિત, કેમ છો ?” મને થયું કે અમૃતભાઈએ ટોપી પહેરી છે એટલે કહેતો લાગે છે. ત્યાં એ બોલ્યો : “આપકે પિતાજી ભદ્ર હૈ ઔર આપકા લડકા સમજદાર હૈ " - વાત સાચી હતી એમના પિતા સાચ્ચે જ ભદ્રિક જીવ હતા.
લોખંડના ગોળા ખાઈ જનારને પણ જોયા છે.
જાદુની દુનિયાની વાતોમાંથી દાદાને જોધપુરથી બિકાનેરનો પ્રવાસ યાદ આવ્યો. મેં એમને સાધુઓના વિહાર સંદર્ભે કશુંક કહેવા જણાવ્યું. તો કહે:
સાધુઓ પ્રાયઃ ભળભાંખરે ઊઠે. સૂર્ય પૂરી ઊગે એ પહેલાં તો પછીના ગંતવ્યસ્થાને પહોંચી ગયા હોય, જો ત્યાં સ્થિરતા માટેની જગ્યા ન હોય તો લાંબું ચાલવું પડે. સ્થિરતા રાત્રિ માટેની જ કે ક્યારેક ચાર વાગ્યા પર્વતની હોય. મોટે ભાગે, જૈન સાધુને કોઈ પણ જગ્યાએ રાત્રિમુકામ માટે જગ્યા મળી જ રહે. તેનું કારણ એ છે કે આ સાધુઓ કશું માંગે નહિ. એમને ન તો દૂધનો ખપ, કે ભાંગ-ચલમનો ખપ, પાથરણું પણ ન ખપે. વળી, જે સ્થાન એ લોકોએ વાપર્યું હોય તે ચોખું જ છોડી જાય."
મહારાજજી સાથે હું ફરતો ત્યારે હું બસમાં તો. એક દિવસ સવારે છારોડીનો એક ભક્ત મળેલો. તેણે જણાવ્યું કે પોતાને ત્યાં સગવડ થશે. આ માટે ભાઈએ વહેલા જવું જોઈતું હતું પણ તેઓ તો મારી સાથે જ સાંજે બસમાં આવ્યા. બસ અને મહારાજજીની પદયાત્રા સાથે જ પહોંચી. જતાંની સાથે પાણી ઉકાળ્યું. ગરમ પાણી ઠંડું ક્યારે થાય ? પીવા જેવું તો થવું જોઈએ ને ? એનોય ઉપાય હોય. ઊંચે એટલે કથરોટમાં ગળણું લટકાવેલું હોય. પાણી ગળણાના એક છેડેથી ટપકીને નીચે પડે. પાણી પીવા જેવું મળી રહે. અંધારું થતાં પહેલાં, સાધુઓ આવું પાણી વાપરી લે!
હમણાં રૂપાબહેને આપેલી ‘હિમાલયનો પ્રવાસ’ વાંચું છું.” ‘વાંચવું ગમે છે ?” - મેં પૂછયું.
૧૩૮
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org