________________
દેવામાં આવતાં. ઉમતાનું ટેકરા નીચેથી આજે નીકળેલ દેરાસર આવી રીતે દટાયું હશે. ગામ આખું નાશ પામતું. પણ દેરાસર ટેકરા નીચે દટાઈ ગયું છે તેનો વર્ષો સુધી ત્યાં જ ફરી વસેલ પ્રજાને ખ્યાલ સુધ્ધાં આવ્યો નથી
હોતો ! જ્યારે બ્રાહ્મણોની પોતાની માલિકી હતી. મહંતની પોતાની માલિકી હતી. જેનોની જેમ સંઘ ન હતો તેથી આવનારી આંધીની આગોતરી જાણ ન થતી.
મહારાજજીના એ જ લેખનકલાવિષયક પુસ્તકમાં પૃ. ૧૨ ઉપર મેં એક ઐતિહાસિક ઉલ્લેખની નોંધ દાદાને વાંચી સંભળાવી અને પછી પ્રશ્ન પૂછ્યો :
મધ્ય ભારતનો શ્રમણ નામે પુણ્યોપાય. ઈ. સ. ૬ ૫૫માં ૧૫૦૦થી વધુ પુસ્તકો ચીન લઈ ગયેલો. (એ જમાનામાં પુસ્તકો ખરીદાતાં નહિ, દાનમાં અપાતાં.) જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તકો આપવામાં આવ્યાં તો સહેજે અનુમાન કરી શકાય કે લિખિત પુસ્તકો અને વિવિધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે ?”
પ્રશ્ન : તો આજે બધાં નાશ કેવી રીતે પામ્યાં ? દાદા : મોગલો આવ્યા. તેમને મતે ભારતીય સંસ્કૃતિ ખોટી હતી. તેથી તેઓએ
અનેક જિનાલયો અને જ્ઞાનભંડારોનો નાશ કરેલો. આટલું ઓછું હોય તેમ પુસ્તકો બાળીને તેઓએ રસોઈ પણ કરી. તે ઉપરાંત બીજાં કારણો પણ હતાં. જેમ કે : ઊધઈ લાગી હોય, જળવાયાં ન હોય, અંગ્રેજકાળ દરમિયાન તો અજ્ઞાનને કારણે જળશરણ થયાં હતાં અને અંગત સ્વાર્થ માટે વેચાયા પણ હતાં. આટઆટલાં નષ્ટ થયાં છતાં હજ વિપુલ સંખ્યામાં સચવાઈ પણ ગયાં છે ને ! અઢાર વર્ષની ઉંમરથી આજે ૮૬ વર્ષ થયાં, સતત ઉપલબ્ધ કૃતિઓની યાદી કરવા પલાંઠી લગાવીને બેઠો છું. અને તોયે હજુ લિસ્ટ પણ પૂરાં તૈયાર થયાં નથી. તો માનવું જ રહ્યું છે કે એ જમાનામાં ગ્રંથો તૈયાર કરાવવા માટે કેવો તો પ્રચંડ પુરુષાર્થ થયો હશે અને લક્ષ્મીનો કેવો તો મહાધોધ વહેવડાવવામાં આવ્યો હશે !!!
દાદાની આ વાત સાંભળી મને “ઘોઘાબાપાની વાત યાદ આવી. આક્રમણ દૂર દૂર થયું હોય અને ઝડપી વાહનવ્યવહારનો અભાવ, તો સમાચાર કેવી રીતે પહોંચતા હશે એવો વિચાર આવતાં મેં દાદાને પૂછ્યું :
પ્રશ્ન : હું દાદા, એ જમાનામાં તોફાન કે ચડાઈના સમાચારો ઝડપથી દૂર દૂર
સુધી કઈ રીતે પહોંચાડાતા હશે ?
(આના જવાબમાં દાદા એક દશ્ય ખડું કરે છે :)
ચિઠ્ઠીવાળો : ક્યાં જાય છે ? સાંઢણીવાળો : બિકાનેર. ચિઠ્ઠીવાળો : મેડતા થઈને જજે ને. આટલી ચિઠ્ઠી પહોંચાડજે.
૧૫
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org