________________
બીજે વર્ષે બીજા વૈદને આ વિશે વાત પૂછી. એ વૈદે કહ્યું : શુદ્ધ કરવો પડે. આ માટે ઝેરકચોળાની ઉપરની છાલ કાઢી નાંખવાની. બીજને માટીમાં દાટી દેવું પછી ઉપયોગમાં લેવું. આ ખાવાથી તાવ આવતો નથી. આ રીતે બીજ કાઢીને શુદ્ધ બનાવેલા ઝેરકચોળાનો પાક પણ બનાવીને ખાધો.
(પ્રયોગ સાંભળીને મનમાં હું બોલી : “વાહ દાદા ! ખતરનાક પ્રયોગખોર છો આપ ! પણ છો પૂરા રેશનલ. તર્કથી જાણી-પ્રમાણી-ચકાસીને સ્વીકારવું એ સ્વભાવનો પરિચય વધી રહ્યો હતો.)
ત્યારબાદ સોનેરી અને રૂપેરી શાહી બનાવવાની રીત વિશે વાત થઈ. આ શાહી બનાવવા ધવનો ગુંદ જોઈએ. કાચની રકાબીમાં ગુંદનું પાણી ચોપડવું. તેના પર વરખને છૂટો નાખો. આંગળીથી ઘૂંટી ધોવું. પછી તેમાં સાકરનું પાણી નાંખી હલાવવું. નીચે ઠરી જાય એટલે ઉપરનું પાણી કાઢી નાંખવું. ચારથી વધુ વાર તેમ કરવું.
મષી એટલે કાજળ પણ લક્ષણાથી તેનો અર્થ શાહી થયો. હવે તો બધા જ પ્રકારની - લાલ, કાળી, સોનેરી, રૂપેરી - શાહીને મષી કહેવાય છે.
અક્ષરસુધારણા માટે ખડી ભરેલી પાટી વપરાતી.
તા. ૧૭-૧૦-૨૦૦૨
ઉપાધ્યાય યશોવિજયજીના જીવનનો એક પ્રસંગ દાદાને મહારાજજીએ કહેલો તેની વાત થઈ:
‘એ કાળે ભાવનગરમાં જતિઓનું જોર વિશેષ. ઉપાધ્યાય યશોવિજયજી ત્યારે કાશીમાં બાર વર્ષ ભણીને આવ્યા હતા. એમને પ્રતિક્રમણમાં સક્ઝાય બોલવા માટે કહેવામાં આવ્યું. ઉપાધ્યાયજી કહે : “નથી આવડતી.”
“શું તો કાશીમાં બાર વર્ષ ઘાસ કાપ્યું ?” ઉપાધ્યાયજી ચૂપ રહ્યા.
બીજે દિવસે પ્રતિક્રમણમાં સીમંધરસ્વામીના સ્તવનને રચી, તેઓ ગાવા લાગ્યા. સ્તવનની ચાળીસ-પચાસ ગાથા બોલાઈ, ત્યાં પ્રતિક્રમણમાં બેઠેલા લોકો અકળાવા લાગ્યા. આખરે કોઈએ પૂછ્યું : “આ ક્યારે પૂરું થશે ?”
જવાબમાં ઉપાધ્યાયજી કહે : “આ તો બાર વરસનું ઘાસ લણાય છે.” (નોંધ: ઉપાધ્યાયશ્રીએ અનુક્રમે ૩૫૦, ૧૫૦ અને ૧૦૦ ગાથાનાં એમ ત્રણ સ્તવનો લખ્યાં છે.)
તા. ૧૮-૧૦-૨૦૦૨
આજે ઇન્ડોલોજી ગઈ ત્યારે દાદા “મહાજનમુ' નામની સંસ્થામાં જવા માટે નીકળી ગયેલા. હું લેખનકલા” પુસ્તક વાંચવા લાગી અને ઉપસ્થિત થતા પ્રશ્નો જુદા તારવવા લાગી. બીજે દિવસે તે પ્રશ્નોના સંદર્ભે વાર્તાલાપ શરૂ થયો. તા. ૧૯-૧૦-૨૦૦૨
પ્રશ્ન : “મક્ષિકાસ્થાને મક્ષિકાત્યાય' એટલે શું ? દાદા : એટલે જેવું હોય તેવું કરવું. લહિયાઓને નકલ કરતી વખતે જે પાઠ ન
ઊકલે ત્યારે તેઓ તે પાઠ જે રીતે લખાયો હોય તે જ રીતે લખી લેતા.
પ્રશ્ન : લહિયાઓના ગુણધર્મ દર્શાવતાં મહારાજજીએ વાકપટુ, ધીર, લઘુહસ્ત, મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org