________________
કે, “અમને શાહી પ્રત્યક્ષ બનાવી દેખાડો.” દાદાએ જણાવ્યું કે જો તેઓ આખી વ્યવસ્થા ઉપાશ્રયમાં ગોઠવશે તો હું ત્યાં આવીને બનાવીશ અને બતાવીશ. - ત્યાર બાદ અશોકના શિલાલેખની લિપિથી માંડીને આજની લિપિ સુધીનાં રૂપો કેવી રીતે વિકસી આવ્યાં છે તે તેનાં અવાત્તર રૂપોના ચાર્ટ બનાવી તથા તેમાંના કેટલાક લખીને બતાવ્યા.
થોડીક વાતો મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્યની કરી. પછી અમે વસુદેવચપઈનું કામ કરવાં બેઠાં.
તા. ૮-૧૨-૨૦૦૩
સાધ્વીજીઓને હવે લિવ્યંતરની પ્રેક્ટિસ પૂરતી થઈ ગઈ હતી. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિએ આ પ્રેક્ટિસ હજુ વધુ થાય તેટલા માટે કોઈ કામ સોંપવા જણાવ્યું. આથી, દાદાએ છેલ્લાં ૧૫૦ વર્ષના પત્રોના સંગ્રહનો દાબડો કાઢ્યો. પત્રો ઉકેલી, તેનો વિષય તથા સમય રેપર પર નોંધી, તે તે પત્રની આસપાસ રેપર મૂકવાને જણાવ્યું. હું પણ તેઓની સાથે કામ કરવા બેસવા લાગી.
આજે દાદાએ સ્તવન, ગહૂલી સઝાયનો ભેદ તથા વિકથાના ચાર ભેદ સમજાવ્યા. વાતવાતોમાં દાદાને વાર્તા કહેવાની ટેવ. આજે સાધ્વીજીઓએ દાદાને એક વાત કહેવા જણાવ્યું. ‘વગર વિચારેલું ન કરવું.’ તેવા બોધવાળી પોપટના બચ્ચાની અને કેરીના ઝાડની વાત કરી. જેમાં અતિગુણવાળા અને રોગવિનાશક શક્તિવાળાં ફળ આપતા આંબાને રાજા અવિચારીપણે કેવી રીતે વેડી નાખે છે. તેની વાત રસાળ શૈલીમાં કહી.
પત્રોનું કામ શરૂ થયું તે પહેલાં એક-બે પત્રો દાદાએ ઉકેલીને વાંચી સંભળાવ્યા. પત્રની વિગતો પરથી કોનો પત્ર છે ? કોને લખાયો છે ? લખનારના સ્થળનું નામ તથા પત્ર જે સ્થળે પહોંચાડવાનો છે તે સ્થળની વિગતો રેપર પર નોંધવાને જણાવ્યું. રેપર વીંટાળતાં શિખવાડ્યું. પત્રની વિગત સંક્ષેપમાં જણાવવાનું પણ કહ્યું.
આવા એક પત્ર પર રેપર લગાવી મેં તે દિવસે જે નોંધેલું તેનો નમૂનો નીચે છે : મંડાઈથી ૫. રૂપસાગરે લખ્યો છે. અજમેરનગરે વિજય ધરણેન્દ્રસૂરિને લખાયો છે. સમય : વિ. સં. ૧૯૨૧ ભાદરવા સુદ-૫
વિગત - સંવત્સરી પછી લખાયો હોવાથી પર્યુષણ કેવા ગયા તેના સમાચાર અને પાલિતાણામાં અંચલગચ્છવાળા ૩૫ લાખમાં અંજનશલાકા કરાવે છે તેની વિગત.
સાધ્વીજીઓને આજે દાદાએ દેપાળના કૂટેલા’ એ પ્રસંગ કહ્યો. એમાં થરાદના જબરા શ્રાવકોને ગૃહસ્થ દેપાળે કેવી રીતે સીધા કરેલા એની વાત મઝથી કરી. મેં આ પ્રસંગ ફરીથી સાંભળ્યો પણ દાદાની કહેવાની રીત એવી રસાળ હોય કે વારંવાર સાંભળવી ગમે.
પત્રોનું કામ કરતાં, ઘણું જાણવાનું મળ્યું. ખાસ તો, એ જમાનામાં વપરાતા શબ્દોના અર્થને અમે દાદા પાસેથી જાણી લેતા. આ કામ, જોકે મેં ઓછું કર્યું છે. દાદા વ્યસ્ત હોય ત્યારે જ હું સાધ્વીજીઓ પાસે બેસીને કામ કરતી.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org