Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala
Catalog link: https://jainqq.org/explore/005014/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હિBTTEારાની પુદ રાણા Page #2 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા -: લેખક : પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના અંતેવાસી મુનિ જંબૂવિજય -: પ્રકાશક : શ્રી સીમંધરસ્વામિ વીશ વિહરમાન જિન ટ્રસ્ટ કીર્તિધામ, મુ.પીપરલા, તા. શિહોર, જી. ભાવનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૫૭ નકલ : ૧૦OO મૂલ્ય : અમૂલ્ય પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી સીમંધરસ્વામિ વીશ વિહરમાન જિન ટ્રસ્ટ કીર્તિધામ, મુ.પીપરલા, તા. શિહોર, જી. ભાવનગર (૨) શ્રી અજયભાઈ ચીનુભાઈ શાહ ૧૦૫, યોગેશ્વરનગર, અંજલી ચાર રસ્તા, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ. ફોન : ૬૬૦૧૬૯૪ (૩) શ્રી સીમંધર સ્વામી ભોજનશાળા ધર્મશાળા ટ્રસ્ટ ૫૦૧, માર્શલ એપાર્ટમેન્ટ, પાનગલી કોર્નર, ખંભાલા હીલ રોડ, મુંબઈ-૩૬. ટે.નં. ૩૮૦૨૫૫૦,૩૮૨૪૬૨૯ મુદ્રક ઃશ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ ૫૮, પટેલ સોસાયટી, વલ્લભવાડી, જવાહર ચોક, મણીનગર, અમદાવાદ. ફોન ઃ ૫૪૭૦૫૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથાય નમઃ બદ્રીનાથજી તીર્થ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કીર્તિકુમાર પ્રાણલાલભાઈ દોશી જન્મ: ૨૭-૯-૧૯૪૮ સ્વર્ગવાસ : ૮-to-૧૯૭૯ 'પરમાત્માના શાસનના સર્વે જીવો રસીયા બને અને અહીંથી સીધા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ 'વહેલામાં વહેલી તકે મુક્તિ રમણીને વરે એજ સંદેશ... Jan. amational For P ersone Diary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્ષા વિહારની થથાને માણીએ વિશિષ્ટજ્ઞાની પુરુષોએ સંયમજીવનની નિર્મળતાના એક કારણરૂપે વાયુના જેવો અપ્રતિબદ્ધવિહારને ગણાવ્યો છે અને અનુભવે પણ એ સમજાયું છે કે વિહાર અને તે પણ સુંદર સુરેન વિહાર કરવાથી સંયમ જીવનમાં દૂષણોદોષોને પ્રવેશવાનું મુશ્કેલ બને છે તેવું વર્તમાનકાળમાં પણ જોવા મળે છે છતાં એ કબૂલ કરવું જ પડે તેમ છે મોટાભાગના સાધુ સાધ્વીજીમહારાજનું વિહારક્ષેત્ર સીમિત રહ્યું છે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી રહ્યુ આગળના પ્રદેશોમાંનું વિચરણ ઘણું અલ્પ જોવા મળે છે એ સંજોગોમાં આજકાલ પૂજ્ય મુનિગણશણગાર દર્શનશાસ્ત્રના પ્રબુદ્ધ વિદ્વાન શ્રી જંબૂવિજયજી મહારાજનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે તેમને પરિભ્રમણ સૌભાગ્ય સારુ સાંપડ્યું છે તેમ નિઃશંક કહી શકાય તેમ છે. પિતા મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની હયાતીમાં જ કેટકેટલાંક પ્રદેશોમાં વિચરણ કર્યું છે. પિતા-પુત્ર બે પણ સાવ અજાણ્યા પ્રદેશમાં તેઓ અકુતોભય વિર્યા છે. અરે! એવા સ્થાનમાં જ્ઞાન ઉપાસના અર્થે ચાતુર્માસ પણ રહ્યા છે. પછી માતાજીની સેવાનો પિરીયડ આવ્યો એટલે શંખેશ્વરજી અને સિદ્ધાચલજી એ બે દાદાના નિશ્રામાં તેમના પરિસરમાં જ રહ્યા. વળી સાનુકૂળ સંયોગ આવતા નિમિત્ત સામે આવ્યું તો ગુજરાતથી ભરઉનાળે જેસલમેરનો વિહાર લંબાવ્યો. અને તે પણ અત્યારે જે પ્રચલિત છે તે સાધન સગવડનો સહારો લીધા વિના જ બધો વિહાર કર્યો. જેસલમેર પહોંચીને જ્ઞાનભંડારનો ઉદ્ધાર કર્યો. વળી ત્યાંથી દિલ્હી વગેરે પ્રદેશોમાં વિચરીને હરિદ્વાર ગંગા નદીના કિનારે ચાતુર્માસ રહ્યા. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની શીતળસુખદ છાયામાં બેઠાં બેઠાં બદરી જવાના મનોરથ Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્યા. અરે એ મનોરથ તો સમજ્યા પણ એવા વિષમ-વિકટ અને વિકરાળ રસ્તે અનેક રીતે મન અને તનને કસોટીયે ચઢાવતાં ચઢાવતાં ત્યાં પહોંચ્યા. ઈડરીયો ગઢ જીત્યા'. હિમાલય સર કર્યો. હિમાલયનું આકર્ષણ પ્રત્યેક અધ્યાત્મના ક્ષેત્રમાં ડગ માંડનારના મનમાં હોય છે પણ તેમાંથી કોક વિરલાના જ એ મનોરથ સફળ થાય છે અને એ વિરલામાં જંબૂવિજયજી મ.નું નામ પ્રથમ હરોળમાં પહેલું મૂકી શકાય તેમ છે. ' અરે ! ત્યાં પહોંચ્યા તો ખરા જ પણ એવી રમણીય ભૂમિમાં જ્યાં ભગવાન ઋષભદેવ વિચર્યા હતા નિર્વાણ પામ્યા હતા ત્યાં ચાતુર્માસ રહેવાનું કર્યું. જે કાર્ય એક પડકાર રૂપ ગણાય તેવું હતું અને તેમાં પણ મહારાજસાહેબ અણિશુદ્ધ ઉત્તીર્ણ થયા. જેવા તેવા માણસનું એ કામ નથી અંદરની તાકાતના બળથી જ તેઓ ત્યાં પેઇસ્થિતિ રહી શક્યા. તેઓ જે રીતે વિહાર કરીને ત્યાં પહોંચ્યા છે તે પ્રદેશમાંથી પસાર થતાં જે જે જોવા-જાણવા-માણવા-સમજવા મળ્યું તેનાં શતાંશ તેઓ કલમ દ્વારા કાગળમાં ઉતારવાનો પ્રયત્ન કરતાં રહ્યા. મારા પર તેમને ખૂબ જ પ્રીતિ છે હું તેમનો પ્રીતિપાત્ર બની શક્યો છું તે મારું સૌભાગ્ય છે. હું મહારાજજીની અઠંગ જ્ઞાનોપાસના તેવી જ પ્રગાઢચારિત્રપ્રીતિ અને તેથી પણ અદકેરી દેવગુરુની મૂર્તિમંત શ્રદ્ધા જોઈને હું તેમનો દાસ બની ગયો પણ તેમને મને મિત્ર બનાવી રાખ્યો છે. હાલ તેઓ સંમેતશીખરજીના પાવન પરમાણુની સ્પર્શના કરીને એ કલ્યાણકભૂમિની ઉત્તમતાને પણ આત્મસાત કરી રહ્યા છે. આ પત્રોનું સંકલન અહીં પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે તે પહેલાં આ પત્રો ક્રમશઃ શાંતિસૌરભના વિશાળવાચક ગણને લાભ મળે તે Page #10 -------------------------------------------------------------------------- ________________ શુભાશયથી આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિમહારાજના આગ્રહથી શાંતિસૌરભમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને જ્યારે તે પ્રસિદ્ધ થતાં હતા ત્યારે વાચકો તરફથી તેના અહોભાવ ભર્યા પ્રતિભાવ પણ મળતાં રહેતાં હતા. અને તેથી જ આને પુસ્તકાકારે પ્રકટ કરવાની પ્રેરણા મળી અને તે મુજબ આ પત્રોની પુસ્તિકા પ્રકાશિત થઈ વાચકોના કરકમળમાં આવી રહી છે. આ વાંચતાં વાચકોને ખ્યાલ આવશે કે સાધુ જીવનમાં રહીને પદયાત્રાપૂર્વક આવા વિહાર કરવા તે કેવી આકરી તપસ્યા છે અને એવા તપસ્વી પુરુષોથી જ આ ભારતની ભૂમિ ટકી રહી છે શોભી રહી છે સંદેશો પાઠવી રહી છે. સાથે સાથે વયોવૃદ્ધ મુનિરાજશ્રી ધર્મચન્દ્રવિજયજી મહારાજ તથા યુવામુનિશ્રી પુંડરીકરત્નવિજયજી મહારાજ અને તપસ્વી વયોવૃદ્ધ મુનિ મહારાજ શ્રી ધર્મઘોષવિજયજી મહારાજ તથા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી સમેતસાધ્વીછંદ આ બધા અને શ્રાવકમાં ભરતભાઈ શંખલપુરી આ બધા સુખને માણતાં દુઃખને સુખમાં પલટાવતાં જીવનની યાદમાં ચિરંજીવ ક્ષણોના સ્વામી બની ગયા. કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા એવું જ અહીં કહી શકાય એમ છે કે વિદરશ્ય થા રચા એ રમ્ય કથાને વાંચીને વર્તમાનકાળના આ યોગી પુરુષને વંદના કરીએ. શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચન્દ્ર વિ.સં.૨૦૫૭ ભા.સુ. ૮ શિષ્ય પ્રધુમ્નસૂરિ દશાપોરવાડ સોસાયટી, જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Page #11 -------------------------------------------------------------------------- ________________ (IV) - બે બોલો શ્રી આદીનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટ તરફથી હિમાલયમાં બદરીનાથમાં બંધાયેલા સ્થાનમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે હરિદ્વાર-ઋષિકેશમાં વિરાજમાન પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી)મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મહારાજને અમે બદરીનાથ આવવા વિનંતી કરી હતી. હરિદ્વારથી બદરીનાથ ૩૨૦ કિલોમીટર થાય. આ અત્યંત વિકટ રસ્તેથી વિહાર કરીને આવવા માટે તેમણે ભગવાનની કૃપાથી હિંમત કરી અને પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મહારાજ આદિ ચાર ઠાણાં તથા જંબૂવિજયજી મ.સા.નાં સંસારી માતુશ્રી સાધ્વીજી મનોહરશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા) મહારાજનાં શિષ્યા સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠાણાં ૧૧ હિમાલયમાં અત્યંત વિકટ વિહાર કરીને બદરીનાથ પધાર્યા. સેંકડો વર્ષોમાં શ્રી શ્વેતાંબર જૈન સંઘમાં હિમાલયમાં-બદરીનાથમાં આવનાર આ સૌ પ્રથમ સાધુ-સાધ્વીજી મહારાજ છે. રસ્તામાં તેમને જે અનુભવો થયા તેનું સંક્ષેપમાં જે આલેખન તેમણે કર્યું છે તે બીજાને પણ ઘણું જાણવા જેવું હોવાથી અમે પ્રકાશિત કરીએ છીએ. લિ. પ્રાણલાલ કાનજીભાઈ દોશી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સી વિ. ટ્રસ્ટ કીર્તિધામ (તાલુકા-શિહોર, જી.ભાવનગર)ના ટ્રસ્ટી Page #12 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧ || શ્રી શંશ્વરપાર્શ્વનાથાય નમઃ | શ્રી મરિનાથાય નમઃ | अस्त्युत्तरस्यां दिशि देवतात्मा, हिमालयो नाम नगाधिराजः । पूर्वापरौ वारिनिधी वगाह्य स्थितः पृथिव्यामिव मानदण्डः ॥१॥ - कुमारसम्भवे कालिदासः શવપુરી વૈશાખ વદિ ૪ આ.મ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, વંદના, સુખશાતામાં હશો, અત્ર પણ દેવ-ગુરુકૃપાએ સુખશાતા છે. હરિદ્વારથી વૈશાખવદિ એકમે અમારી બદરીનાથની યાત્રા શરૂ થઈ છે. હરિદ્વારથી લગભગ ૧૩ કિલોમીટર વીરભદ્ર ગામ રસ્તા ઉપર છે. ત્યાં સાધન આશ્રમ છે. આખા રસ્તે રહેવાય એવું આ એક જ સ્થાન છે અને યોગ્ય અંતરે છે. મુખ્ય સંન્યાસી અય્યતાનંદજી છે, બંગાળી છે, બહુ સભાવથી આપણને સગવડો આપે છે. ત્યાંથી સાંજે લગભગ આઠેક કિલોમીટર દૂર ઋષિકેશમાં આપણા દેરાસરે આવ્યા. ફરવા આવનારા આપણા લોકોને ખબર જ નથી હોતી કે ઋષિકેશમાં આપણું દેરાસર છે. મુખ્ય રસ્તા ઉપર Page #13 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ ન હોવાથી રીક્ષાચાલકોને પણ ખબર હોતી નથી. એટલે છાયા ટોકીઝની પાસે હીરાલાલ માર્ગ ઉપર આપણું દેરાસર છે તેમ તપાસ કરે તો જ મળે. ત્યાં બીજું દિગંબર મંદિર પણ છે. શ્રી શાંતિનાથ ભગવાનનું શ્વેતાંબરોનું દેરાસર છે. પાટણના ચિનુભાઈ નામે એક શ્રાવક ભાઈએ ચાલીસેક લાખ રૂપિયા ખર્ચીને દેરાસર બંધાવ્યું છે, તથા પ્રતિષ્ઠા કરી છે. ઋષિકેશ ઘણું લાંબુ પથરાયેલું છે. આપણા દહેરાસરથી ચાર કિલોમીટર દૂર રામઝૂલા નામે ગંગાજી ઉપર ઝૂલતો પુલ છે. ઋષિકેશમાં બજારનો ભાગ બાદ કરીને આગળ ચાલતાં બંને બાજુ જુદા જુદા આશ્રમો જ આશ્રમો છે. રામઝૂલાની નજીકમાં જ સ્વામી શિવાનંદનો આશ્રમ છે કે જે દિવ્યજીવનસંઘના નામે ઓળખાય છે. લાખો આંખોના ઓપરેશન કરનાર ગુજરાતના ડૉ. અધ્વર્યુ આ આશ્રમના ભક્ત હતા. છેલ્લો પોતાનો દેહ પણ તેમણે આ આશ્રમમાં જ છોડ્યો હતો. - રામઝૂલા છોડ્યા પછી ગંગાની પેલી પાર ગયા બાદ ત્રણ ચાર કીલોમીટરમાં આશ્રમો જ આશ્રમો છે. અમે પરમાર્થનિકેતન આશ્રમમાં ત્યાંના મુખ્ય સ્વામી ચિદાનંદજી સરસ્વતીની ઇચ્છાથી ગયા હતા. રામઝૂલા પછીનો પ્રદેશ સ્વર્ગાશ્રમના નામે પ્રસિદ્ધ છે. તેમાં પરમાર્થનિકેતન ઘણો મોટો આશ્રમ છે. લગભગ બારસો જેટલા રૂમ હશે. વૈભવી તથા સામાન્ય એમ બધી કક્ષાના રૂમો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ સ્વામી ચિદાનંદજી સરસ્વતી મુનિજીના નામથી પણ પ્રસિદ્ધ છે. રાજકારણ તથા સામાજિક દૃષ્ટિએ ઘણા આગળ પડતા છે. આશ્રમનો ઘણો વિકાસ એમણે કર્યો છે. હંમેશા કલાકો સુધી નિયમિત રીતે મૌનમાં રહે છે. આશ્રમની અંદર ઘણી ઘણી જાતની રચનાઓ છે. જે આબેહુબ લાગે છે. રચનાઓ કેવી ભાવવાહી છે અને આબેહુબ છે એ તો જે નજરે જુએ તેને જ ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે શબરીના બોરનો રામાયણનો પ્રસંગ જ્યાં પત્થરની રચનામાં ઉતાર્યો છે ત્યાં જોનારને એવું સાચું જ બોર લાગે કે ઉપાડીને મોંમાં મૂકવાનું મન થઈ જાય. આવી આવી ઘણી ઘણી રચનાઓ આશ્રમની અંદર છે. આશ્રમમાં જુદી જુદી કથાઓ, પ્રવચનો, પ્રાર્થના આદિ ચાલ્યા જ કરતાં હોય છે. આશ્રમની બહાર આંગણામાં જ ગંગા નદી વહે છે. ત્યાં એસી લાખ રૂપિયા ખર્ચીને આરસનો ખૂબ મોટો ઘાટ બાંધેલો છે. હંમેશા સાંજે ગંગા મૈયાની આરતી ઊતરે છે. સંગીતમય ભાવના થાય છે. હોમ-હવન આદિ થાય છે. સાંજે જે આ કાર્યક્રમ થાય છે તે ખૂબ જ ખૂબ આકર્ષક હોય છે, સેકડોની-હજારોની મેદની રોજ ભેગી થાય છે. મુનિજી પોતે ભાવનામાં જોડાય છે. પ્રસંગે પ્રસંગે મોટી મોટી કથાઓ આ ઘાટ ઉપર યોજાય છે. આ ઘાટનું વાતાવરણ અભુત છે. અમે રોજ સવારમાં ત્રણ વાગે લગભગ આ ઘાટ ઉપર બેસીને જાપ કરતા હતા. દસ-બાર વર્ષથી માંડીને કિશોર કહેવાય એવા વેદપાઠી Page #15 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ બટુકોની અહીં મોટી મંડળી છે. બધાએ ફરજિયાત ધોતી પહેરવાની હોય છે, ચોટી રાખવાની હોય છે, ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત વગેરે પદ્ધતિથી આ બટુકો વેદનો પાઠ કરતા હોય છે. આપણી પાઠશાળા મહેસાણાની હોય કે બીજે સ્થાને હોય, આ ફરજિયાત ધોતીના પોશાકનો નિયમ હોવો જ જોઈએ. અધ્યાપક તથા વિદ્યાર્થીઓએ આ નિયમ પાળવો જ જોઈએ. તો આ પ્રાચીન પોશાકના સંસ્કારો સચવાઈ રહેશે. સમાજના બીજા માણસોથી અલગ તરી આવે એવો ધાર્મિક શિક્ષકનો પોષાક હોવો જ જોઈએ. આ બધું તમે નજરે જુઓ તો જ તેની સુંદરતાનો, આકર્ષકતાનો ખ્યાલ આવે. આ પરમાર્થનિકેતન સિવાય ગીતાભવન નં.૧, ૨, ૩, ૪, ૫ ના આશ્રમો છે. કાલીકમલીવાલાનો આશ્રમ પણ અહીં જ છે. ગીતાભવનમાં ગીતાપ્રેસ ગોરખપુરનું કેન્દ્ર આવેલું છે. દિવસોના દિવસો સુધી રહેનારને કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. એટલું જ નહિ, પણ બોર્ડ લગાવ્યું છે કે કોઈએ અહીં કંઈ પણ ભેટ આપવાની નથી. ‘પયા મેર ન ચડા'. મેં પૂછ્યું કે તમે કંઈ પણ યાત્રિકો પાસેથી ન લો, અને સેંકડો કર્મચારીઓ આશ્રમની વ્યવસ્થા માટે રાખો તો પછી તમારું તંત્ર ચાલે છે Page #16 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ શી રીતે ? એના મુખ્ય વ્યવસ્થાપક ચિરંજીલાલ મને કહેવા લાગ્યા કે શું આ સંસ્થા આપણે ચલાવીએ છીએ ? ઈશ્વર ચલાવે છે. ઈશ્વર કેવી રીતે ચલાવે છે, ઈશ્વર ક્યાંથી પૈસા લાવે છે, ઈશ્વરને એ પૂછવાનો આપણને અધિકાર છે ? આપોઆપ લાખોના દાતારો મળી રહે છે. આ સાંભળીને હું તો ચકિત જ થઈ ગયો. આપણે જૈનોએ આમાંથી શીખવું જોઈશે. નામ ધર્મશાળા હોય છે. હકીકતમાં બધી ધનશાળાઓ થઈ ગઈ છે. પૈસાદારોને જ આવકારવામાં આવે છે. ગરીબનો કોઈ ભાવ જ પૂછતું નથી. પાલિતાણા-શંખેશ્વરજી તથા બીજાં પણ સ્થાનોમાં બધે સ્થળે મોટા મોટા ચાર્જ રાખેલા હોય છે. ખરેખર ધર્મશાળા મફત જ હોવી જોઈએ. તો જ એ ધર્મશાળા કહેવાય. ધામધૂમ-જલસા-આડંબરોમાં નામના તથા દેખાવ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરનારા દાતાઓ જો મૂક રીતે આવું દાન આપે તો ધર્મશાળાના સંચાલકોને મુશ્કેલી પડે જ નહિ. વચમાં અમને દાદા ભગવાનના ભક્તો મળેલા. એમણે કહ્યું કે અમારે ત્યાં કરોડો આપના૨નું પણ નામ આપવામાં આવતું નથી. બાબુના તલાટીના દેરાસરે ચડતાં પગથિયે નામો લખાવનારની તકતી જોવા મળશે. નામ છે એનો નાશ છે એવી મોટી મોટી વાતો કરનારાઓ ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ જ નામના એટલા બધા અતિ અતિ ભૂખ્યા હોય છે કે આપણને અતિ આશ્ચર્ય થાય કે કેટલું કેટલું વિચિત્ર વાણીવિલાસનું નાટક ઉપરથી નીચે સુધી Top to Bottom આપણે ત્યાં ચાલ્યા કરે છે. જગતમાં તો આ સર્વત્ર ચાલે જ છે. પણ ધર્મના ધામોમાં - ત્યાગીઓના ધામોમાં પણ આ જ ચાલે છે એ જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે. રામઝૂલાથી બે કીલોમીટર લક્ષ્મણઝૂલા નામે ઝૂલતો પૂલ છે. જ્યાં જુઓ ત્યાં બધે આશ્રમો જ આશ્રમો છે. આશ્રમોમાં સંન્યાસીઓ પણ ઘણા ઘણા હોય છે. યાત્રિકો પણ હજારોલાખોની સંખ્યામાં આવ્યા જ કરતા હોય છે. ધર્મભાવનાથી લોકો તીર્થોમાં આવતા હોય છે, પણ સાચા સાધકો તો એમાં ઘણા ઓછા હોય છે. યાત્રાધામો પર્યટનનાં ધામો જેવાં થઈ ગયાં છે. આપણે ત્યાં કે બીજે, બધે આવું થતું જાય છે, થઈ રહ્યું છે. સંન્યાસીઓમાં પણ ખરેખર સાચા સાધકો તો ઓછા હોય છે. વેષધારીઓની જમાત મોટી હોય છે. પૈસાનો વ્યવહાર સર્વત્ર વધી ગયો છે. આજે સવારમાં, વેદપાઠી બટુકોના વેદપાઠના મંત્રોચ્ચારપૂર્વક ચિદાનંદજી (મુનિજી) સરસ્વતીએ અમને ખૂબ ખૂબ સંભાવપૂર્વક વિદાય આપી. ત્યાંથી ચાલીને આજે અહીં શિવપુરીમાં આવ્યા છીએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ રસ્તામાં ચારે બાજુ મોટા મોટા પહાડો જ પહાડો. એ બધાની આંટીઘૂંટીમાંથી સડક પસાર થઈ રહી છે. એક બાજુ મોટી મોટી ભેખડો છે. બીજી બાજુ જબરજસ્ત ઊંડી ખાઈ હોય છે, તેમાંથી ગંગા મૈયા વહી રહી છે. જો સડક ઉપર જરાક ચૂક્યા તો નીચે મોટી ખાઈમાં જ પડો. હાડકાનો યે પત્તો લાગે નહિ. એટલે પત્થર લગાવ્યા હોય છે કે ડાબી બાજુ ચાલો (વાંળે પત્નો) એક જ મોટર લગભગ ચાલી શકે એવો રસ્તો હોય છે. વળાંકો પાર વિનાના આવે. બોર્ડ ઉપર લખ્યું હોય છે કે – આટલી ઉતાવળ શા માટે કરો છો? ધીમે ધીમે ચાલો. રસ્તામાં ચારે બાજુ પહાડો અને ચક્કાર ઝાડી છે. કુદરતી સોંદર્ય જબરું છે. શાંતિ પણ જબરી છે. પોતાનો સામાન ઉપાડીને પગે ચાલતા થોકબંધ સંન્યાસીઓ મળે છે. લાંબા લાંબા અંતરે તેમને માટે રહેવા-ખાવા-પીવાની સગવડોવાળા આશ્રમો હોય છે. અમે અહીં આવ્યા છીએ તે સ્થાન બરાબર ગંગામૈયાના કિનારા ઉપર જ છે. આંખ સામે જ ગંગામૈયા ખળખળ વહે છે. પ્રેક્ષકો માટે પહેલેથી બાંધી રાખેલા તંબુઓમાં બેઠા છીએ. સાધ્વીજીઓ દૂર ગંગાકિનારે ઝાડ નીચે બેઠાં છે. અમારો બધાનો સ્વાધ્યાય ચાલે છે. અત્યારે સટીક કર્મગ્રંથનું તથા સંવેગરંગશાળાનું વાંચન તથા ઠાણાંગ સટીકનું સંશોધન, આ મુખ્ય સ્વાધ્યાય અત્યારે ચાલે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧ આ બધા હિમાલયના જ પહાડો છે. ખૂબ ઊંચે જઈએ ત્યારે બરફ હોય. અમે ચાર સાધુઓ તથા મારાં માતુશ્રીના પરિવારના જિનેન્દ્રપ્રભાશ્રીજી વગેરે ૧૧ સાધ્વીજીઓ એમ પંદર અમે તથા ચાર-પાંચ શ્રાવકો આટલા અમારી બદરીનાથની યાત્રામાં છીએ. શિવપુરીમાં મંદિરના સંન્યાસીએ સાંજે થોડા રૂમ ખોલી આપ્યા. સાધ્વીજીઓ ત્યાં ગયાં. અમે તો પ્રેક્ષામંડપમાં ગંગાકિનારે રહ્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ પત્ર Good વંદના, શિવપુરીથી વૈશાખ વદ પાંચમે સવારે નીકળ્યા. ત્યાંથી સાત કીલોમીટર દૂર ગંગાકિનારે વસિષ્ઠ ગુફા અને વસિષ્ઠ આશ્રમ છે. પણ સડકથી બહુ નીચે ઊતરવું પડે છે. વળી સામાન્ય રીતે ત્યાંના મહંત કોઈને ઊતરવા દેતા નથી. નીચે ઊતરવાનું કઠિન તથા ચડવાનું પણ કઠિન. વળી ટૂંકો વિહાર કરીને જ બેસી રહેવાનું થાય. એટલે બ્યાસી જવા નીકળ્યા. કવડિયાલા વૈશાખ વદ ૬ બ્યાસી શિવપુરીથી ૧૬-૧૭ કીલોમીટર થાય. પહેલાંની જેમ જ પહાડોમાંથી ચાલવાનું. પણ સડક ઘણી સાંકડી, મોટરો - વેકેશન હોવાથી – યાત્રાળુઓની દોડ્યા જ કરે. ગંગાના કિનારે કિનારે ચાલવાનું. બહુ નજીકના પહાડોમાંથી પસાર થતી ગંગામૈયા ક્યારેક સાવ નાની નહેર જેવી બની જાય, વળી થોડી વિશાળ જગ્યા આવે તો નદી જેવી લાગે. એક બાજુ ઊંચા ઊંચા પહાડ, બીજી બાજુ ઊંડી ખીણમાં ગંગા વહે. કાશ્મીરના કારગિલ જેવો અનુભવ થયો. કારગિલમાં બરફ હોય છે, અહીં બરફ નથી એટલો તફાવત. પહાડ તરફની દિશામાં જ ચાલવાનું, સતત સાવધ રહેવાનું. વારંવાર જુદી જુદી જાતનાં બોર્ડો લખેલાં જોવા મળે. ઉદાહરણાર્થ ‘નગર ટી, તુર્ઘટના ઘટી'. ‘નજર જરાક ખસી તો અકસ્માત થયો જ સમજો. ‘Speeding Driver, your family awaits you' Page #21 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ઉતાવળ કરતા ડ્રાઈવર ! ધ્યાનમાં રાખો કે તમારું કુટુંબ ઘેર તમારી રાહ જુએ છે.” 'In the service of Nation Drive slowly: ધીમે હાંકો, એ દેશની સેવા ગણાશે.' વગેરે વગેરે જાત-જાતનાં સૂત્રો ઠેર ઠેર લખેલાં હોય છે. અવાર-નવાર અકસ્માતો થતા હોય છે. અકસ્માત થાય ત્યારે બસોના યાત્રીઓ મોટા ભાગે કરુણ રીતે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. માટે “પયા શરવ વવર વાદન ન થતા.” એવા આશયના પાટિયાં રસ્તા ઉપર લગાડેલાં હોય છે. ઘણે સ્થળે ચડાણવાળો રસ્તો. રસ્તામાં તંબુ ઊભો કરવા જેટલી પણ જગ્યા ખાસ ન મળે. એટલે ચાલ્યા તો ખરા પણ હાંફી જઈએ એટલે વળી થોડી વાર ઊભા રહીએ. અમે બધા લગભગ થાકીને લોથ-પોથ થઈ ગયા. પગે ગોટલા બાઝી ગયા. છેવટે વાસી આવ્યા. ત્યાં વન વેતના વેજ (ફોરેસ્ટ હાઉસ) છે. ઉપરથી રજા ન મળે ત્યાં સુધી ઊતરવાની જગ્યા ન આપું, એમ એના સંરક્ષકે કહ્યું. મકાનની બહાર ઝૂંપડીમાં મુકામ કર્યો. કોઈક વળી થાક્યા હતા તેથી ચાલવાના રસ્તા ઉપર જ સૂતા. થોડીવાર પછી જોરદાર વરસાદ ઓચિંતો શરૂ થયો. બધા ઊઠીને એકદમ ભાગ્યા. અને તંબુમાં-ઝૂંપડીમાં ગમે ત્યાં ગોઠવાઈ ગયા. સવારે લગભગ બાર વાગ્યાના સુમારે આ રીતે થયું. પછી સાંજે વનસંરક્ષકે મોટા રૂમો ખોલી આપ્યા. એટલે રાત ત્યાં પસાર કરી, વ્યાસીથી સાત કીલોમીટર કવડીયાલા ગામે આજે આવ્યા છીએ. ૧૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ગંગામાતાના કિનારે જ એક મંદિર છે. બાજુમાં રૂમ છે. રૂમ ખોલી આપ્યો નહિ એટલે રૂમના ધાબામાં અમે બેઠા છીએ. સાધ્વીજીઓએ મંદિરના ઘુમ્મટ નીચે આગળ-પાછળ મુકામ કર્યો છે. તડકાથી બચવા માટે માથા ઉપર એક જાડું તંબુનું કાપડ જોકે બાંધ્યું છે, તોયે તાપ તો લાગે જ છે. આ ધાબા ઉપરથી જ આ પત્ર તમને લખી રહ્યો છું. આવા પ્રદેશમાં વિચરનારને કેવા કેવા અનુભવમાંથી પસાર થવું પડે છે, તેનો તમને ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે. સામે જ ગંગાનો વિશાળ પટ છે. માની લો કે ગંગા નદીમાંથી જ આ પત્ર તમને લખી રહ્યો છું. આ એક પ્રકારનું અમારું ભગવાનની કૃપાથી થયેલું સાહસ છે. છતાં સાહસમાં અને જાત-જાતની અગવડોમાં પણ બધાને ખૂબ આનંદ છે. મુશ્કેલીઓમાં ભગવાનની-ગુરુદેવની કૃપાથી અણધાર્યા રસ્તા નીકળી જાય છે ત્યારે વધારે આનંદ આવે છે. જૈનેતર બાવાઓ-સંન્યાસીઓ પોતાના બિસ્તરા ઉપાડીને થોકબંધ બદરીનાથ તરફ જતા જોવા મળે છે. પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ કીલોમીટરના અંતરે ભોજનની વ્યવસ્થાવાળાં તેમના માટે સ્થાનો હોય છે. આ ભોજનને પંગત કહેવામાં આવે છે. પંગતના સમયે બાવાજીઓએ પહોંચવું જ પડે. માટે તો અહીં કહેવાય છે કે 'पंगत चूक्या साधु और डाली चूक्या बंदर, कहीं का રહતા નહિ.' પંગત ચૂકેલો સાધુ તથા ડાળ ચૂકેલો વાંદરો કોઈ ઠેકાણાનો રહેતો નથી. ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ રસ્તામાં પ્રવાસીઓ પણ આ બાવાજીઓને બિસ્કીટ, ફળ આદિ વહેંચતા હોય છે. આ જાતની દાનની પ્રવૃત્તિ અહીં મોટા પ્રમાણમાં ચાલે છે. - આની સાથે સરખામણી કરતાં, એમ નિરંતર લાગે છે કે આખો જૈન સંઘ સાધુ-સાધ્વીઓની કેટલી બધી સંભાળ રાખે છે- કેટલી બધી અપાર સેવા કરે છે. આપણી સાધનામાં નિરંતર ખડે પગે સહાય કરતો જૈન સંઘ જોઈએ ત્યારે મસ્તક નમી જાય છે. ઋષિકેશ તથા હરદ્વારમાં સેંકડો-હજારો બાવાજીઓ જોવા મળે કે જેનું ભિક્ષુક જેવું જ મૂલ્ય હોય છે, ગમે તેવા પણ સાધુ-સાધ્વીનું જૈન સંઘમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે અત્યંત આશ્ચર્યકારક છે. ખરેખર જરૂર હોય તો આ ગૌરવભર્યા સ્થાનને માટે આપણે યોગ્ય થઈએ અને તેને શોભાવીએ તેની છે. જૈન સંઘ જે આપણી સેવા કરે છે તેને શતમુખે શોભાવીએ એ આપણી ખાસ ફરજ છે. સતત આરાધના– નિસ્પૃહતા-સંઘમાં શાંતિ-નિરાભિમાનતા-નિરાડંબરતાનિરાગ્રહતા-નિષ્પક્ષતા-વિશાળતા-નમ્રતા-ઉદારતા વગેરે ગુણો ઉપર આપણે ધ્યાન આપીએ એ ખૂબ ખૂબ જરૂરી છે. સુષ વિંઃ વહુના? સાધુસાધ્વીઓ તથા શાસન માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર આપણા જૈન સંઘ માટે ખૂબ જ માન પ્રગટ થાય છે. આજે વૈશાખ વદ છઠે સિદ્ધાચલ ઉપર (પાલિતાણામાં) આદીશ્વર દાદાની વર્ષગાંઠ છે. અમે પણ આદીશ્વરદાદાની ભૂમિ તરફ જઈ રહ્યા છીએ. ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૩ સકની ધાર વૈશાખ વદિ ૭ વંદના ગંગાકિનારે મંદિર પાસેના મકાનની અગાસીમાં રાત રહી, સવારમાં પ્રયાણ કર્યું. રાત્રે ખળખળ વહેતાં ગંગા માતાનાં દર્શન અને વહેણના શ્રવણ સતત થયા જ કરતાં હતાં. અમને કહેવામાં આવ્યું હતું જ કે આજનો ૧૨ કિલોમીટરનો વિહાર સતત ચડાણવાળો ગિરનારની યાત્રા જેવો છે, એટલે માનસિક રીતે સજ્જ થઈને રહ્યા હતા. ખરેખર ઊંચે ને ઊંચે અમે ચડતા જ ગયા. નીચે ખીણ ઊંડી ને ઊંડી થતી જ ગઈ. હજારો ફુટ ઊંડી ખીણમાં વહેતી ગંગા નદી ક્યારેક તો એક પાણીના વહેળા કે વોકળા જેવી જ લાગતી હતી. સાત-આઠ કિલોમીટર પહોંચતાં પહોંચતાં તો બધા હાંફી ગયા. કલાકે માંડ બે-ત્રણ કીલોમીટર ચલાય. એક બાજુ પહાડો, બીજી બાજુ ખણ. વચમાં નાની સડક. તેના ઉપર સતત દોડ્યા કરતી યાત્રિકોની મોટરો. એક સ્થળે થોડીક જગ્યા મળી, ત્યાં થોડીવાર વિશ્રામ કરીને નવકારશી કરીને પાછા ચાલ્યા. ઉપર સૂર્યનારાયણ આવી ગયા. એમણે તીખાં કિરણોની વૃષ્ટિ કરવા માંડી. લગભગ ૧૧ વાગે અહીં આવ્યા. એક દુકાનદારની જગ્યા છે, પાછળ કુલ છે. ત્યાં સાધ્વીજી પહોંચી ગયાં. અમે દુકાનદારની જગ્યામાં રોકાયા છીએ. આખા રસ્તે કુદરતના નવાં નવાં દશ્યો જોતાં જોતાં ચાલીએ છીએ. ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૩ ક્યાં તો નજરે જોવાય કે ક્યાં તો VIDEO હોય તો જ આ દશ્યો કંઈક ઝડપાય. શબ્દોથી એને ક્યાંથી આકાર અપાય ? બે દિવસ પહેલાં જ એક મોટર ઊંડી ખીણમાં પડી હતી અને તેના ચૂરેચૂરા થઈ ગયા હતા. માણસો એના ભાગોને કાઢતા હતા, એ જોતાં પણ આશ્ચર્ય લાગે. આવી ખીણમાં ઢોરો પણ છે. ખેતી પણ થાય છે. માણસો ઊતરીને નીચે પણ જાય છે. ખીણ એટલી બધી ઊંડી છે, એના કિનારા પાસે જઈને જોતાં પણ આપણને તમ્મર આવી જાય. ભેખડ પાસે ઊભા રહીને જ ખીણને જોવાની ભગવાન અને ગુરુમહારાજની કૃપાથી અહીં સુધી તો આવી પહોંચ્યા છીએ. મુંબઈના શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશીએ યોગ્ય લોકોને આપવા માટે બુંદીના લાડવા બનાવીને આપ્યા છે. રસ્તામાં બાવાજીઓ મળ્યા. બદરીનાથ તરફ જતા હતા. આપણા માણસોએ એમને લાડવા-ગાંઠિયા-ચા-પાણીનો નાસ્તો કરાવીને તૃપ્ત કર્યા. એક સ્થળે એક બાવાજી સડકના કિનારા ઉપર જ તાવથી કણસતા કણસતા સૂતા હતા. એમને તાવની દવા આપીને મોટરમાં બેસાડીને ઋષિકેશ તરફ રવાના કર્યા. અનેક સ્થળે બીજા લોકો આપણને ડગલે-પગલે ઉપયોગમાં આવતા હોય છે. આપણે પણ બીજાને ઉપયોગી થઈએ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ભલે શ્રાવકો કરે, પણ આ દિષ્ટ તો આપણા તથા શ્રાવકોના જીવનમાં હોવી જ જોઈએ. ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૩ માટે જ પરસ્પરોપગ્રદ નીવાનામ્ . આ વાત તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિજીએ ખાસ જણાવી છે. નીચે ગંગાજી પાસે ખીણમાં સકની ગામ છે. આ સ્થાન ખીણથી અત્યંત ઊંચે ધાર ઉપર હોવાથી સકનીધાર નામથી ઓળખાય છે. દુકાનદારે જે સ્થાન અમને ઊતરવા માટે આપ્યું હતું એ રોડવેના ઓફિસરની જ જગ્યા હતી. રોડવેનો (રસ્તાની સડકનો) કારભાર સંભાળતા ઓફીસર પાછળથી મળ્યા. ખૂબ ખૂબ સભાવથી પોતાની આખી ઓફીસ ખાલી કરીને અમને અનુકૂળતા કરી આપવાની એમણે તૈયારી દર્શાવી. પરંતુ થોડો રસ્તો કપાઈ જાય તો સારું, એટલે સાંજે ત્યાંથી વિહાર કરી બકેલીખાલ આવ્યા. ત્યાં એક સ્કુલ ચાલે છે. આજુબાજુ ડુંગર ઉપર, ડુંગરની મધ્યમાં, તથા ડુંગરની ખીણમાં નાનાં-નાનાં ગામો છે. ત્યાંના દોઢસો જેટલા છોકરાઓ આ સ્કુલમાં ભણવા આવે છે. સ્કુલના પ્રિન્સીપાલે પહેલાં તો ઊતરવા માટે જગ્યા આપવાની ના જ પાડી. સાધુસંતોને જગ્યા આપીએ છીએ, પછી એ લોકો અશુચિ કરીને અમારા કંપાઉન્ડને બગાડી નાખે છે. અમે ગુજરાતમાંથી જેસલમેર ગયા અને જેસલમેરથી પોખરણ-રામદેવપીર-ફલોદી-ઓસિયા-નાગોર-બિકાનેર-દિલ્હીહસ્તિનાપુર થઈ હરિદ્વાર આવ્યા ત્યાં રસ્તામાં મોટા ભાગે સ્કુલમાં જ ઊતરવાનું થાય. ત્યાં સ્કુલવાળાઓની આ જ ફરિયાદ હોય છે. તેથી ઊતરવાની જગ્યા મેળવતાં બહુ મુશીબત પડે છે. સાધુ ૧૫. Page #27 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૩ સાધ્વીઓએ આ બાબત ખૂબ જ ઉપયોગ રાખવાની જરૂર છે. લોકોને અશુચિ તરફ ખૂબ નફરત હોય છે. એકની ભૂલને કારણે બધાને ભોગવવું પડે છે. માટે સાધુ-સાધ્વીઓએ જ્યાં ઊતર્યા હોય ત્યાં કંપાઉન્ડમાં ક્યાંયે અશુચિ કરવામાં ન આવે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અમે ખૂબ ખૂબ ખાતરી આપી પછી બછેલીખાલની સ્કુલના પ્રિન્સીપાલે અમને ઊતરવાની મંજૂરી આપી. વિશાળ પરસાળમાં રહ્યાં. પ્રિન્સીપાલે ઘણી વાતો કરી. સામે ગંગાજી જે સ્થાનની પ્રદક્ષિણા કરીને વહે છે ત્યાં મહાભારતકાર મહર્ષિ વ્યાસ રહેતા હતા. વ્યાસચટ્ટીના નામથી આ સ્થાન પ્રસિદ્ધ છે. હિમાલયના આ પ્રદેશમાં સિદ્ધ પુરુષોનો વાસ છે. સૂક્ષ્મ શરીરે રહે છે. યોગ્ય આત્માઓને એમનાં દર્શન થાય છે. શ્રીનગર સુધી હિમાલયનો પહેલો તબક્કો છે. તે પછી છેલ્લા તબક્કાના મધ્યભાગમાં બદરીનાથ છે. અમને કહેવામાં આવ્યું કે અહીં વાઘ આવે છે, પણ તમારે સાધુ-સંતોએ ડરવાની જરૂર નથી, તમે ભગવાનના માણસો છો. રાત્રે વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ પડ્યો. પણ અમે પરસાળમાં સહીસલામત હતા. આજુબાજુ તદન ઉભડક મોટા ઊંચા પહાડો ઉપર માણસ જઈ શકે એવો રસ્તો જ ન દેખાતો હોય ત્યાં ટોચ ઉપર તથા મધ્યમાં રાત્રે દીવાઓના પ્રકાશ જોઈ ઘણી નવાઈ થઈ. પછી જાણવા મળ્યું કે ત્યાં પણ ઘરો છે, માણસો છે, નાનાં નાનાં પાંચ-દશ પચીસ ઘરોનાં ગામો પણ છે, ખેતી પણ ત્યાં થાય છે, ત્યાં દેવીનો મેળો ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૩ પણ ભરાય છે. આપણને આ બધી વાતો અસંભવ જેવી લાગે. પણ ખરેખર હકીકત છે. જીવનનિર્વાહ માટે માણસ શું શું કરે છે, ક્યાં ક્યાં સુધી પહોંચે છે, એ આશ્ચર્યજનક છે. આ પહાડની વચમાં કોલેજ પણ છે, કુલ પણ છે. કુલ ઉપર પહોંચવા માટે પાંચસાત છોકરીઓ અમારી પાસેથી જ પસાર થઈને ઉપર ચડવા લાગી, ત્યારે અમે પણ તાજુબ થઈ ગયા. સકનીધાર પછી લગભગ ચારેક કીલોમીટર સુધી ઢાળમાં ઊતરવાનું છે બછલીખાલ પછી લગભગ ૧૦ કિલોમીટર ઊતરીને વૈશાખ વદિ આઠમે અમે બાગેશ્વર આવ્યા. અહીં ક્યાં મુકામ કરવો એ માટે અમે ફાંફા મારતા હતા. વચમાં શિવજીની મોટી ઊભી મૂર્તિવાળો શિવશક્તિ આશ્રમ બંધાય છે. ત્યાં સાધ્વીજી વિસામો લેવા બેઠાં. ત્યાં તો આશ્રમના વહીવટદારે આવીને તેમને વિનંતિ કરી કે આશ્રમમાં પધારો અને વિસામો લો. અમે આગળ નીકળી જઈને કોઈક જગ્યાએ વિસામો લેતા હતા. સાધ્વીજી મળ્યાં અને વાત કરી કે વચમાં આશ્રમ છે. અમે પાછા આવ્યા. આશ્રમનું બાંધકામ ચાલુ જ છે. ઉપર નીચે ઘણા વિભાગો છે. અમને ખૂબ પ્રેમથી સ્થાન આપ્યું. એટલે અત્યારે અમે બાગેશ્વરના શિવશક્તિ આશ્રમમાં બેઠા છીએ. ત્યાંથી તમને પત્ર લખી રહ્યો છું. ૩તિથિદેવો ભવ આ ભાવના ખાસ સમજવાની છે. આમાંથી આપણે ખૂબ ખૂબ ખૂબ શીખવાનું છે. સ્થાનાંગસૂત્રમાં નવ પ્રકારનાં પુણ્યોમાં ભેળપુvi ની જે વાત આવે છે તેનું મહત્ત્વ આવા પ્રસંગે જ સમજાય. ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૪ દેવપ્રયાગ વૈશાખ વદિ ૯ વંદના. બાગેશ્વરના શિવશક્તિસ્થળથી સાંજે છ વાગે નીકળ્યા. ચાર કિલોમીટર ઉપર મુકામ છે, એમ અમારી સમજ હતી. રસ્તાનો સર્વે કરનારની ભૂલ હતી કે અમારી સમજમાં ભૂલ હતી. ચાર કિલોમીટરના બદલે દશ કિલોમીટર નીકળી પડ્યું. દેવપ્રયાગ શહેર વચમાં આવ્યું તે પસાર કરી આગળ ચાલ્યા. જબરજસ્ત ચઢાણ હતું. રાત પડી ગઈ હતી. ચારે બાજુ અંધારું હતું. એક બાજુ પર્વત અને બીજી બાજુ ભાગીરથી નદીની મોટી ખીણ. ક્યાં પગ મૂકવો તેની ખબર પણ જલ્દી ન પડે. છેવટે જે કન્યાવિદ્યાલયમાં અમારો મુકામ હતો ત્યાં આવ્યા. અમારો ખ્યાલ હતો કે સડક ઉપર વિદ્યાલય હશે. પરંતુ કન્યાવિદ્યાલયમાં તો ખૂબ ઊંચે ચડીને જવાનું હતું. ત્યાં માંડ માંડ પહોંચ્યા. અને રાત રોકાયા. ઉપર સ્થાન ઘણું સુંદર છે. અમારી સામે જ મોટો પહાડ દેવપ્રયાગમાં હતો. આખા પહાડમાં મકાનો અને એમાં દીવા જ દીવા દેખાતા હતા. અમેરિકામાં ન્યુયોર્કમાં 100 થી વધારે માળવાળા એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગ નામના મકાનની વાતો બહુ જ પ્રસિદ્ધ છે. એના કરતાં પણ વધારે ઊંચું આ પહાડનું દૃશ્ય દેખાતું હતું. આખા ૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૪ પહાડમાં ઉપર-નીચે સર્વત્ર ઘરો છે. બધે ઈલેક્ટ્રીસીટી પહોંચી ગઈ છે. એટલે ન્યુયોર્કના મકાન કરતાંયે મોટું આ મકાન હોય એવો ભાસ થતો હતો. આખી રાત આ દશ્ય દેખાતું હતું. ખૂબ થાકી ગયા હતા, એટલે આજે અહીં જ રોકાઈ ગયા છીએ. ન્યુયોર્ક કરતાંયે અદ્ભુત દશ્ય અમે અહીં જોઈ લીધું. સવારમાં અહીંનો ચોકીદાર આવ્યો અને કહેવા લાગ્યો કે તમારો સામાન તરત ઉપાડો. હમણાં સ્કુલ શરૂ થશે. એટલે ઉપાડીને પાસે જ અડીને રહેલા ભુવનેશ્વરી માતાના મંદિરના ખાંચામાં બેઠા. કન્યાવિદ્યાલયના પ્રિન્સીપાલ અમિતાબહેન નોટિયાર આવ્યાં. એમને સમજાવ્યું કે અમે જૈન સાધુ છીએ. જિંદગીભર પગપાળા પ્રવાસ કરીએ છીએ. બધું સમજ્યા પછી અમને અનેક સ્થાનો ખૂબ સદ્ભાવથી ખોલી આપ્યાં. અહીં ગંગોત્રીથી ભાગીરથી નદીનો પ્રવાહ આવે છે, બદરીનાથથી અલકનંદાનો પ્રવાહ આવે છે. બંનેનો અહીં સંગમ થાય છે. તે પછી આ નદીને ગંગા કહેવામાં આવે છે. અનેક નદીઓના સંગમસ્થાનને પ્રયાગ કહેવામાં આવે છે. આ મોટું તીર્થસ્થાન છે. અનેક ધર્મશાળાઓ તથા પ્રાચીન મંદિર છે. આશ્રમો બહુ નીચાણમાં છે. સડકથી ઘણું નીચે ઊતરવું પડે છે. અમે ઉપર વિદ્યાલયમાં રોકાયા છીએ. ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૪ આ હિમાલયનો પ્રવાસ છે, બદરીનાથની યાત્રા છે. નવી નવી અગવડો આવે છે. ભગવાનની અને ગુરુમહારાજની કૃપાથી અગવડોને પાર કરતા જઈએ છીએ. લગભગ ૧૫૦ વિદ્યાર્થિનીઓ અહીં ઊંચા ઊંચા પહાડમાંથી ચાલીને ભણવા આવે છે. કેટલાકને એક કલાક તો ચાલીને આવવામાં થાય છે. છતાં આવે છે. આવા પહાડી પ્રદેશમાં પણ શિક્ષણનો ઘણો પ્રસાર વધી રહ્યો છે. પોષાકમાં શહેરી કન્યાઓ જેવી જ આ કન્યાઓ દેખાય છે. સાંજે પ્રયાગ જોવા ગયા. અમારા સ્થાનથી ખૂબ ખૂબ નીચે ઊતરવાનું હતું. લગભગ ૨૫૦ જેટલાં ઊંચા ઊંચાં પગથિયાં ઊતર્યા. વચમાં રઘુનાથજીનું પ્રાચીન મંદિર છે. પ્રથમ શતાબ્દીમાં આવેલા કોઈક પ્રવાસીના ઉલ્લેખવાળો શિલાલેખ છે. ભારતના દિવ્ય ગણાતાં ૧૦૮ મંદિરોમાં આ મંદિરનું સ્થાન છે. પત્થરમાં કોતરેલી રામચંદ્રની ઊભી મૂર્તિ છે. એમ કહે છે કે રાવણનો વધ કર્યા પછી રામચંદ્રજીને પશ્ચાત્તાપ થયો કે “રાવણ બ્રાહ્મણ હતો એટલે મેં બ્રહ્મહત્યા કરી.” એટલે બ્રહ્મહત્યાના પાપના નિવારણ માટે રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. મંદિરની બાજુમાં જ રામચંદ્રજીએ કરેલા તપના સ્થાનને બતાવવામાં આવે છે. એ પણ અમે જોયું. ૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૪ ત્યાંથી નીચે ઊતરીને પ્રયાગ પાસે ગયા. જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીનો સંગમ થાય છે. અલકનંદા શાંત રીતે વહેતી વહેતી આવે છે. ભાગીરથી ઘોડાપૂરની જેમ દોડતી સમુદ્રની જેમ મોજાં ઉછાળતી અને ઘુઘવાટા કરતી આવે છે. ભલભલો તારુ પણ ડુબી જાય એવી તોફાન કરતી ભાગીરથી આવતી હતી. જિંદગીમાં યાદ રહી જાય એવું આ સંગમનું દશ્ય હતું. સંગમ પાસે જ બે ગુફા છે. દિવસે હિમાલયમાં સૂર્યના તાપથી બરફ ઓગળે એટલે નદીમાં પૂર આવે. તેથી દિવસે ગુફા પાણીમાં ડૂબી જાય. રાત્રે પૂર ન આવે એટલે પાણી ઓસરી જાય. અમે સાંજે ગયા હતા. એટલે પાણી તાજું જ ઓસરી ગયું હતું. ગુફાઓ ખુલ્લી થઈ ગઈ હતી. ગુફા પાસે બંને નદીઓના સંગમ પાસે થોડીવાર ઊભા રહીને પાછા ચડવા લાગ્યા. ચડતાં ચડતાં ફેંફે થઈ ગયા. માંડ-માંડ ચડીને પાછા અમારા સ્થાનમાં કન્યાવિદ્યાલયમાં આવી ગયા. બદરીનાથથી આવતી અલકનંદા અને ગંગોત્રીમાંથી આવતી ભાગીરથીનો સંગમ દેવપ્રયાગમાં જોયો. દેવપ્રયાગથી ગંગોત્રી તરફ એક રસ્તો સીધો જાય છે. એટલે બદરીનાથ જતા વાહનવ્યવહારમાં થોડોક ઘટાડો થયો. ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૫ વૈશાખ વદિ ૧૦ વંદના, આજે સવારે દેવપ્રયાગના કન્યાવિદ્યાલયમાંથી ચાલ્યા. એક બાજુ પહાડની ઊંચી ભેખડ, બીજી બાજુ ખીણમાં વહેતી અલકનંદા. વચમાં સડક. લગભગ ૧૧ કીલોમીટર ચાલ્યા પછી મૂલ્યાગાંવ આવ્યું. આખા રસ્તે તંબુ નાખવા જેવી એક પણ જગ્યા ન મળે. મૂલ્યાગાંવમાં ટેકરા ઉપર સ્કુલ છે. ટેકરો ઊંચો છે. અમને કહેવામાં આવ્યું કે આગળ ૧ કિલોમીટર ચાલો, ત્યાં તમને સારી જગ્યા મળશે. હોટલ છે. અમે અહીં આવ્યા. હોટલના છાપરાની બાજુમાં એક તંબુ નાખવા જેટલી માંડ જગ્યા છે. અમે છાપરા નીચે મુકામ કર્યો. સાધ્વીજી તંબુમાં બેઠાં. ચારે બાજુ પથરા અને કાંકરામાં અમારો મુકામ છે. નજરોનજર જોનારને જ ખ્યાલ આવે. તંબુમાં સખત ગરમી લાગવાથી ખીણના કિનારે એક ઝાડની છાયામાં જઈને સાધ્વીજી બેઠાં. આ હોટલના છાપરાની નજીકમાં જે ગામ છે તેનું પંડાલા નામ છે. અહીંથી પાંચેક કિલોમીટર ચાલીને ગયા પછી બાગવાન ગામ આવે છે. તેનાથી એકાદ કિલોમીટર પૂર્વે જ શાશ્વતધામ તરફથી ચાલતી સ્કુલ આવે છે. નીચે થોડું ઊતરીને સાંજે અમે સ્કુલમાં પહોંચ્યા. ૨ ૨. Page #34 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-પ સામે જ બરાબર હિમાલયનો પહાડ, વચમાં શાંત વહેતી અલકનંદા, અને આ કિનારે સ્કુલ. સ્કુલની લાંબી પરસાળમાં મુકામ કર્યો. જિંદગીમાં પહેલી જ વાર આવા અદ્ભુત સ્થાનનો અનુભવ થયો. માણસનું મન પરમાત્મામાં સ્વાભાવિક રીતે જ, વિના પરિશ્રમે લાગી જાય એવું સ્થાન હતું. આપણે કોઈ લાંબા ઝરૂખામાં બેઠા હોઈએ, પાસેથી જ અલકનંદા જેવી ગંગા નદી વહેતી હોય, સામે હિમાલયનો પહાડ હોય, અપાર શાંત અને એકાંત વાતાવરણ હોય. આવા સ્થાનમાં રાત્રિના એકાંત સમયમાં બહારના પદાર્થો જ્યાં હોય જ નહિ, ત્યાં પરમાત્માનું સાંનિધ્ય અનુભવવું બહું સહેલું થઈ જાય. થોડીવારમાં ત્યાંના નવિન કાંડપાલ નામના શિક્ષક આવ્યા. બોલ્યા કે I am specialist in Sanskrit, એટલે અમે તો સંસ્કૃતમાં વાતો કરવાનું શરૂ કરી દીધું. આ સ્થાન શાશ્વતધામ નામની સંસ્થા તરફથી ચાલે છે. સ્કુલમાં બાવન (૫૨) છોકરાઓ ભણે છે. ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૬ શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વદિ ૧૧ વંદના, સવારમાં શાશ્વતધામ વિહાર કરી લછમૌલિ બાગવાન ગામ પાસેથી પસાર થઈ લછમૌલિ આશ્રમમાં આવ્યા. સ્કુલથી આશ્રમ પાંચેક કિલોમીટર દૂર હશે. સડકથી જરાક જ નીચે ઉતરીને લછમૌલિ આશ્રમમાં જવાય છે. આ આશ્રમનું નામ શાશ્વતધામ છે. આશ્રમના એક જ લાંબા મકાનમાં મહાદેવજીનું મંદિર, માતાજીનાં મંદિર, બીજાં પણ નાનાં નાનાં મંદિરો, ગુફામંદિર આદિ છે. યાત્રિકોને ઊતરવા માટે પણ બે-ત્રણ રૂમો છે. આ જ આશ્રમના મકાનમાં એક છેડા ઉપર નાની હોસ્પીટલ જેવું છે. તેમાં ડોક્ટરને બેસવાનું, દર્દીને જોવાનું તથા સુવાડવાનું સ્થાન, એક્ષ-રેનું મશીન- લેબોરેટરી, દવાઓનો સ્ટોર વગેરે વગેરે નાના સ્થાનમાં પણ સુંદર રીતે સમાવી લીધું છે. બરાબર અલકનંદાના કિનારા ઉપર જ આ સ્થાન આવેલું છે. યાત્રિકોને જમવા માટે ભંડારો પણ છે. આવનારા યાત્રિકોને જ્યાં મફત જ જમાડવામાં આવતા હોય, તેને ભંડારો કહે છે. રોજ સો-સવાસો માણસો ભંડારામાં જમતા હોય છે. અહીં બધા જ બાવા-સંન્યાસીઓને સાધુ કહેવામાં આવે છે. ૨૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૬ બદરીનાથની યાત્રાએ જતા-આવતા સાધુઓ તથા મુસાફરો અહીં મુકામ કરતા હોય છે. પગે ચાલીને બદરીનાથની યાત્રા કરવા ઘણા માણસો જતા હોય છે. આશ્રમના મુખ્ય મકાનની બહાર વિશાળ જગ્યા છે. તેમાં મુસાફર ખાના જેવા ચાર પાંચ મકાનો છે. હોસ્પીટલ તથા ભંડારો (જ્યાં બધાને મફત જમાડવામાં આવે તેને ભંડારો કહેવાય છે.) લોકોના દાન ઉપર ચાલે છે. ઘણા લોકો સ્વેચ્છાએ દાન આપે છે-મોકલે છે. પહેલાં અહીં કંઈ જ નહોતું. લક્ષ્મણે રાવણનો વધ કર્યા પછી અહીં અલકનંદાને કિનારે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે તપશ્ચર્યા કરી હતી, એમ કહેવાય છે. અહીં એકમુખી મહાદેવજીનું મંદિર છે. તેમાં મહાદેવજીની સ્થાપના લક્ષ્મણે કરી હતી. તે ઉપરાંત પણ બે નાની દેરી છે. તેમાં એકમાં આદ્યશંકરાચાર્ય મહાદેવજીની તથા બીજીમાં પાર્વતીજીની પ્રતિષ્ઠા કરી છે એમ કહેવાય છે. પહેલાં અહીં મંદિર સિવાય બીજું કંઈ નહોતું. યોગ્ય સાધકને લાખો મહાદેવજીનાં અહીં દર્શન થતાં હતાં. તેથી એનું લક્ષમૌલિ નામ પડ્યું છે. અપભ્રંશ એનુ લછમૌલિ નામ થઈ ગયું છે. અહીં જે સંન્યાસી છે તેમનું અદ્વૈતાનંદજી નામ છે. એ ઘણા જ મોટા સાધક છે. લગભગ ૧૯-૨૦ વર્ષ મૌનમાં જ રહ્યા Page #37 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૬ હતા. બદરીનાથમાં જ્યારે બરફથી બધુ ઢંકાઈ જાય ત્યારે પણ બાર-બાર મહિના સુધી બરફવાળા પ્રદેશમાં કોઈ ગુફા કે સ્થાનમાં મૌન રહીને આ સંન્યાસી સાધના કરતા હતા. એમને રૂબરૂ મળીને શું સાધના કરતા હતા, ખાવા-પીવા આદિનું શું કરતા હતા વગેરે ઘણી ઘણી વાતો એમની પાસેથી જાણવી હતી, પરંતુ અમે આવ્યા એના આગલા દિવસે જ એ જમ્મુ-કાશ્મીર ગયા છે. હમણાં ચારપાંચ મહિના આવવાના પણ નથી. એમનો અહીં ઘણો પ્રભાવ છે. તેમના પ્રભાવથી જ આ આશ્રમ છેલ્લા દશ-પંદર વર્ષમાં જ ઊભો થયો છે. તેમના અનેક ભક્તો છે. મૌન અવસ્થામાં જ આ આશ્રમ ઊભો થયો છે. જે સૂચના કરવી હોય તે લખીને જ કરતા હતા. આ આશ્રમમાં તેમને રહેવાનું સ્થાન છે તે પણ એક ગુફા જેવું જ છે. અત્યારે પણ જ્યારે અહીં હોય ત્યારે આ ગુફા જેવા સ્થાનમાં રહે છે. અત્યારે એમના શિષ્ય કહો કે સાથીદાર કહો સત્યાનંદજી છે. તદ્દન શાંત અને સેવાભાવી છે. ૨૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ પત્ર - 6 શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વિદ ૧૩ વંદના, સાધ્વીજી એમના ગુરુશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજની સ્વર્ગવાસતિથિ નિમિત્તે પ્રતિમાસ છઠ્ઠ કરે છે, એટલે તથા બધા થાક્યા હોવાથી પણ અહીં રોકાઈ ગયા. અત્યારે જે સંન્યાસી સત્યાનંદજી આ સંસ્થા ચલાવે છે, તેમના અંગે આજે જ ખબર પડી. તેમની ઉંમર લગભગ ૩૨ વર્ષની છે. સવારમાં એકાદ કલાક હોમ-હવન આદિ વિધિ કરીને નીચે અલકનંદાના કિનારે ચાલ્યા જાય છે. ત્યાં શિલા ઉપર બેસીને પાંચેક કલાક ધ્યાન-જપ આદિ કરે છે. અકલનંદાના કિનારા ઉપર રહેલી આ શિલા પાસે જવું ઘણું અઘરું છે. શિલાથી થોડે ઉપર એક ઓરડી જેવી ગુફા છે. એમાં સત્યાનંદજી સૂઈ જાય છે. ઉપર આવે ત્યારે કોઈને કલ્પના પણ ન આવે કે આ કોઈ મહાન સાધક છે, મૂક સાધક છે. અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઊતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા. સખત ગરમી, છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને ' आयावयंति गिम्हेसु हेमंतेसु अवाउडा ' ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૭ આ દશવૈકાલિકની ગાથા અમને યાદ આવી. પાંચેક કલાક સાધના કરીને ઉપર આવીને એક વખત એ આહાર લઈ લે છે. પછી તે ફલાહાર હોય કે અન્નાહાર હોય. શિલા ઉપરની ગુફા જેવી ઓરડીમાં એકવીસ એકવીસ દિવસ સુધી બેસીને ઉપવાસ કરીને પણ સાધના કરે છે. આ સંન્યાસી થોડા સમય પૂર્વે મુજફરનગર ગયા ત્યારે નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને, હરવાનું નહિ, ફરવાનું નહિ, સૂવાનું નહિ, એક જ આસને બેસીને તેમણે સાધના કરી હતી, આ વાત સાંભળીને અમને આપણા પૂર્વના મહાપુરુષો પાદપોપગમન અનશન કરતા હતા એ વાતનું સ્મરણ થઈ આવ્યું. બપોર પછી સંન્યાસી સત્યાનંદજીને મળવા અમે ગયા હતા. તેમની સાથે ઘણી વાતો થઈ. અત્યંત નમ્ર છે. હું કંઈ જ જાણતો નથી. સહજભાવે બધું થાય છે, દેહભાન જ ભૂલાઈ જાય છે' વગેરે વાતો કરી. પોતે સંચાલક તથા જબરજસ્ત સાધક હોવા છતાં આખા રસ્તામાં અને ચોકમાં મોટું ઝાડુ લઈને બધું જાતે જ સાફ કરે છે. ઝાડુ કાઢવાનું કામ અત્યંત તુચ્છ છે એવો ભાવ જ એમના મનમાં નથી. કામ એટલે કામ. ગમે તે કામ કરાય. २८ Page #40 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૭ - એકમુખી મહાદેવની આસપાસ ઘાસ ઊગેલું હતું. ઉપર સર્પ લટકતા હતા. એવા સ્થાને અદ્વૈતાનંદજીએ મોટું મંદિર ઊભું કર્યું છે. આધ્યાત્મિક સાધક તરીકે એમની ખૂબ પ્રસિદ્ધિ છે. મૌન, ધ્યાન, તિતિક્ષા, બરફમાં અડધું શરીર ઢંકાઈ જાય છતાં ખ્યાલ ન રહે એટલે સુધી દેહનું વિસ્મરણ વગેરે ઘણી વાતો સાંભળવા મળી. મિથ્યાજ્ઞાન, વિષયો, કષાયો આ સંસારનો પાયો છે. સમ્યગૃજ્ઞાન થયા પછી પણ વિષય-કષાયના જંગલમાંથી છૂટવું ભલભલા સાધકને માટે અતિદુષ્કર હોય છે. એટલા માટે સાધકો આવા પર્વતો આદિમાં સાધના કરતા હતા. અમે જોયું કે અહીં પહાડ, પાણી અને વનસ્પતિ જ સર્વત્ર છે. અહીં વિષય-કષાયનો ચેપ લાગવાનો અવકાશ જ ભાગ્યે છે. જો આવા સ્થાનમાં રુચિ લાગે તો આત્મચિંતન અને પરમાત્મસ્મરણમાં ખૂબ સહેલાઈથી ડૂબી જવાય એવો ભાસ થયો. | ગુજરાત-રાજસ્થાન-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર-પંજાબ આદિ પ્રદેશોમાં આપણા શ્રાવકોનાં ઘરો તથા દેરાસર-ઉપાશ્રય વગેરે ગામની વચમાં જ હોય. ત્યાં જ આપણે સદા રહેવાનું. એટલે સતત લોકસંપર્કમાં જ રહેવાનું. | વિક્રમ સંવત ૧૯૯૫માં અમે ભરૂચ પાસે સિનોરમાં ચોમાસું કર્યું હતું. નર્મદા નદીના તદન કિનારે જ દેરાસર તથા - ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૭ ઉપાશ્રય હતા. તે પછી નદીકિનારે રહેવાનો જિંદગીમાં ક્યારે ય પ્રસંગ આવ્યો નથી. અહીં તો ગંગા નદીના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. રહેવાનાં સ્થાનો પણ તદ્દન નદીકિનારે જ હોય છે. તદન એકાંત હોય છે. એટલે આવાં સ્થાનોની સાધનામાં કેવી અત્યંત સહાયકતા હોય છે તેનો આપણને ખ્યાલ જ આવવો મુશ્કેલ છે. અહીં તો આવાં એક-એકથી ચડે તેવાં સ્થાનો પથરાયેલાં છે. અહીં લોકો કોઈ હોતા જ નથી, એટલે લોકાભિમુખતાનો પ્રશ્ન જ નથી. આત્માભિમુખ, પરમાત્માભિમુખ, તથા શાસ્ત્રાભિમુખ થઈએ તો જ આવાં સ્થાનોમાં રહેવામાં આનંદ આવે. આવાં સ્થાનો સાધનામાં અત્યંત સહાયક થાય છે, તેથી અહીં સાધકો જ સાધકો ચારે બાજુ હશે એવું માનવાની કોઈ જ જરૂર નથી. કલિયુગનો આ પ્રભાવ છે કે સાચા સાધક મળવા અત્યંત મુશ્કેલ હોય છે. સંસારમાં સર્વત્ર અર્થ-કામનું જ પ્રાધાન્ય છે. સંન્યાસીઓમાં પણ સાચા સાધકો બહુ વિરલ હોય છે. હરિદ્વારઋષિકેશમાં હજારો સંન્યાસીઓ ઠામ-ઠામ છે. આ બાજુ આવે અમને લગભગ બાર મહિના થઈ ગયા. પણ ખરેખરા સાધક કહેવાય એવા સત્યાનંદજીને જ પહેલીવાર જોયા. બીજા પણ હશે. પણ આવા ભાગ્યે જ પ્રકાશમાં-જાહેરમાં આવે છે. બાકી તો સર્વત્ર ૩૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૭ વેષ અને વિધિ-અનુષ્ઠાનોનું જ પ્રાધાન્ય જોવા મળે છે. અહીં યાત્રા માટે પણ હજારો-લાખો આવતા હોય છે. પણ એમાંયે પર્યટન, ગતાનુગતિકતા, તથા કુળના સંસ્કારોની જ મુખ્યતા હોય છે. આપણે ત્યાં કે બીજે, આરાધનાની-ઉપાસનાની જ મુખ્યતા જેમના જીવનમાં હોય એવા માણસો થોડા હોય છે. સંન્યાસીઓ રસોડાઓમાં જમતા હોય, ફળાદિનો આહાર કરતા હોય, દિવસ-રાત ગમે ત્યારે ખાવા-પીવાની એમને છૂટ હોય એટલે એમને આવાં સ્થાનોમાં જિંદગી સુધી રહેવામાં કોઈ બાધા ન આવે. આપણું તો ભિક્ષા ઉપર જીવન, એટલે વસ્તી સાથે જ આપણે રહી શકીએ. આ બધી હકીકતો અને પરિસ્થિતિ છે. છતાં અંતર્મુખ થવાનો આપણો સંકલ્પ પાકો જ હોય તો આપણા વિહારક્ષેત્રમાં પણ આવાં એકાંત શાંત સ્થાનો જરૂર મળી રહે. એક નમસ્કાર મહામંત્રમાં તથા ગુરુચરણમાં પણ જો આપણે બરાબર દઢતાથી સંપૂર્ણ સમાઈ જઈએ તો આપણને હિમાલયની ગુફા તેમાં મળી જાય તેમ છે. D ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૮ મલેથા વૈશાખ વદિ ૧૪ વંદના, સ્વામી સત્યાનંદજી તથા હોસ્પીટલના ડોક્ટર શ્રીરામ રતુડી અમને ખૂબ પ્રેમથી વળાવવા આવ્યા. શ્રીરામ રતુડીએ અમને ઘણી ઘણી સહાય કરી હતી. ઘણાને સ્વસ્થ કરી દીધા હતા. લછમૌલિથી વિહાર કરી પાંચ કિલોમીટર દૂર મલેથા આવ્યા. સડકથી નીચે નજીકમાં જ ત્રણ સ્કુલ છે. એમાં મુકામ કર્યો. રસ્તામાં અલકનંદાના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. છતાં બહુ મોટી ખીણ નથી. ઋષિકેશથી નીકળ્યા પછી પહેલી જ વાર નદીકિનારે મોટાં મોટાં મેદાનો જોયાં કે જ્યાં ખેતી સારી રીતે થાય છે, અને અનેક ઘરોનો વસવાટ પણ છે. નાનાં નાનાં ગામો છે. ભલે પહાડ હોવાને કારણે ઊંચા-નીચા ઢોળાવ છે. છતાં પર્વતના જુદા ઢોળાવમાં પણ લોકો સારી રીતે ખેતી કરે છે. ત્રણે સ્કુલો અલકનંદાના કિનારે ઊંચા-નીચા ખડકો ઉપર છે. સરકારે શિક્ષણ આપવા માટે પાંચ પાંચ કીલોમીટરના અંતરે સ્કુલો ખોલી છે. કે જેથી આજુબાજુના નાના-નાના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ ભણવા આવે. પહાડના શિખર ઉપર પણ સ્કુલ ખોલી ૩૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૮ છે. જેથી ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પણ ભણવા આવી શકે. ધીમે ધીમે શિક્ષણનો પ્રસાર પહાડમાં અને પહાડી લોકોમાં પણ વધી રહ્યો છે. પહાડના ગામડાઓમાં જવા માટે સરકાર લાખોના ખર્ચે રસ્તાઓ પણ બનાવી રહી છે. અમે અત્યારે ટિહરી ગઢવાલના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા છીએ. સ્કુલના આંગણામાં ઝાડ નીચે નાના-મોટા પથરા ઉપર આસન નાખીને અમારા વિવિધ સ્વાધ્યાયો-વાચના-સંશોધન આદિ ચાલી રહ્યા છે. સાંજે મલેથાથી વિહાર કરી પાંચ કીલોમીટર ઉપર એક સ્થાને પહોંચવા નીકળ્યા. મલેથાથી ત્રણ કીલોમીટર દૂર કીર્તિનગર છે. ડાબી બાજુ પહાડ છે. અને જમણી બાજુ અલકનંદા વહે છે. થોડું ચાલ્યા પછી જોયું તો અલકનંદાના સામા કિનારે લાઈનબંધ અદ્યતન ઢબના બંગલા જ બંગલા છે. આખા રસ્તે બંગલાઓ જ બાંધેલા છે. કીર્તિનગર સુધીનો રસ્તો લાઈનબંધ બંગલાઓથી ભરેલો છે. ચારેક કીલોમીટર ચાલ્યા પછી પુલ આવ્યો. પુલ ઓળંગીને પૌડી ગઢવાલ જિલ્લામાં અમે દાખલ થયા. ઉફડલા ગામે આવ્યા. ત્યાં મેદાનમાં તંબુ નાખેલા હતા તેમાં મુકામ કર્યો. પહાડ હોવા છતાં ચારે બાજુ ઉપર - નીચે વસ્તી તથા મકાનો જોવા મળે છે. ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ દૂર શ્રીનગર આવ્યા. પત્ર www વંદના, આજે સવારમાં ઉફડલાથી વિહાર કરી ચારેક કીલોમીટર ૩૪ G અલકનંદાનો પટ પણ ઋષિકેશ-હરિદ્વાર જેવો ઘણો વિશાળ થઈ ગયો છે. આખા રસ્તે મકાનો તથા માણસોની વસ્તી છે. સીમલા જેવા હીલ સ્ટેશનમાં કે માઉન્ટ-આબુ દેલવાડા જેવા સ્થાનમાં ફરતા હોઈએ એવું લાગ્યું. શ્રીકોટ વૈશાખ વિદ ૦)) રસ્તામાં મિલીટરીનો લશ્કરનો મોટો કેમ્પ આવ્યો. આપણા સાધુઓને એમણે ક્યારેય જોયેલા નહિ. એટલે પાસે આવીને દાંડા સાથે બાંધેલા દંડાસણ વિષે પૂછવા લાગ્યા કે આ શું છે વગેરે વગેરે. ‘અમે જૈન સાધુ છીએ, જિંદગીભર પગે ચાલીએ છીએ, અહિંસાનો ઉપદેશ આપીએ છીએ', વગેરે વગેરે વાતો થઈ. તેમણે વાસક્ષેપ નંખાવ્યો કે અમને આશીર્વાદ આપો. વળતાં પાછા ફરો ત્યારે મિલીટીના કેમ્પમાં આવેલા ગેસ્ટ હાઉસમાં મુકામ કરજો વગેરે એમણે કહ્યું. તે પછી બજારમાં થઈને એક નાના રસ્તા ઉપર આવ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૯ ત્યાં દિગંબર જૈન મંદિર છે. ચાર-પાંચ દિગંબરોનાં ઘરો છે. મંદિરનું મોટું આંગણું છે. પાછળ મોટા બે હોલ બાંધેલા છે. દિગંબર આચાર્યશ્રી વિદ્યાનંદજીએ અહીં ૩૦ વર્ષ પૂર્વે ચોમાસું કર્યું હતું. ત્યારે આંગણામાં તંબુ બાંધીને તેમાં રહ્યા હતા. રાજેન્દ્રપ્રસાદજી દેરાસર સંભાળે છે. બીજા એક શ્રાવક મોહનલાલજી અહીં મ્યુનિસીપાલિટીમાં ચેરમેન છે. શ્રીનગરમાં ત્રીસેક હજારની વસ્તી છે. મોટું શહેર છે. યુનિવર્સિટી છે, સ્કુલ-કોલેજો વગેરે ઘણું છે. મોટું બજાર છે. જ્યાં માણસોની વસ્તી હોય ત્યાં ગંદકી વગેરે તો હોય જ. મચ્છર આદિ પણ હોય. પહાડમાં પણ નદીકિનારાની ભેખડોમાં પણ માણસો ઊંચ-નીચે કેવી રીતે મકાનો તથા બંગલાઓ બાંધીને રહે છે એ નજરે જોવા મળ્યું. રાજેન્દ્રપ્રસાદજી તથા મોહનલાલજીએ ખૂબ સદ્ભાવ દર્શાવ્યો. રાજેન્દ્રપ્રસાદજીનો પુત્ર મનોજકુમાર જૈન અમને દૂર સુધી વળાવવા આવ્યો. સામાન્ય માણસોના મનમાં દિગંબર-શ્વેતાંબરના ભેદભાવો કે પૂર્વગ્રહો હોતા નથી. શ્રીનગરમાં દિગંબર મંદિરમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન-વંદન કરી, ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર શ્રીકોટ આવ્યા છીએ. હવે જમણી બાજુ પહાડ છે. ડાબી બાજુ અલકનંદા ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૯ વહે છે. સડકથી થોડું નીચે ઊતરીને અલકનંદાના કિનારે જ સ્કુલ છે. એમાં અમે મુકામ કર્યો છે. સડક ઉપર આખા રસ્તે બંને બાજુ વસ્તી છે. શ્રીનગર ક્યાં પૂરું થયું અને શ્રીકોટ ક્યાં શરૂ થયું એની ખબર પણ અમને ન પડી. मा अलकनंदा के प्राकृतिक सौंदर्य का आनंद लो, एवं ધીરે ધીરે વતો. આવાં જાતજાતના બોર્ડ રસ્તા ઉપર લગાવેલાં છે. ગુજરાતમાં વડતાલની આજુબાજુમાં માણસો મળે ત્યારે જય સ્વામિનારાયણ' એમ કહીને એકબીજાનું સ્વાગત કરતા હોય છે, કેટલાક વળી “જય સિયારામ' આદિ કહીને સ્વાગત કરતા હોય છે. એમ અહીં “જય બદરી વિશાલ અથવા જયબદરી' એમ કહીને સ્વાગત કરવાની પદ્ધતિ છે. બદરીનાથનો અહીં ઘણો મહિમા છે. હજુ અહીંથી લગભગ ૨૦૦ કીલોમીટર બદરીનાથ દૂર છે. નવાં નવાં દૃશ્યો જોતા અને નવા નવા અનુભવો કરતા અમે બદરીનાથ તરફ દેવ-ગુરુકૃપાથી આગળ ચાલી રહ્યા છીએ. સાંજે સાડા પાંચે, શ્રીકોટથી વિહાર કરી ૮ કિલોમીટર દૂર ચમધાર નામની જગ્યા ઉપર એક હોટલ છે. ત્યાં જવા નીકળ્યા. રસ્તો ખૂબ ચડાણવાળો અને કપરો નીકળ્યો. બે બાજુ ઊંચા પહાડો, વચમાં ઊંડી ખીણમાં અલકનંદા અને કિનારે કિનારે સડક. ચાલવામાં વાર ઘણી લાગી. આઠેક વાગે હોટલ પાસે પહોંચ્યા. ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૯ એક પાકા બાંધેલા રૂમમાં સાધ્વીજીનો સમાવેશ થઈ ગયો. બહાર ઘાસની ચારે બાજુ ખુલ્લી ઝૂંપડીમાં અમે મુકામ કર્યો. નીચે પથરા અને કાંકરા. હોટલવાળાએ લોકોને ચા-પાણી કરાવવાની ત્રણ પાટો આપી. એના ઉપર અમે ત્રણ સાધુઓએ મુકામ કર્યો. બાકી નીચે કાંકરામાં થર્મોકોલ પાથરીને તેના ઉપર ગોઠવાઈ ગયા. અમે સૂઈ ગયા. ખીણના કિનારા ઉપર જ ઝૂંપડી હતી. રાત્રે એક વાગે ઓચિંતો વરસાદ શરૂ થયો. ખુલ્લામાં જે સૂતા હતા તે બધા પણ ઝૂંપડીમાં ભરાયા. ઝૂંપડી ચારે બાજુ ખુલ્લી હોવાથી વાછટ આવવા લાગી અને ઉપર ઘાસના છાપરામાંથી પાણી પડવા લાગ્યું. ગમે તેમ કરીને અમે બધાએ રાત પસાર કરી. બરાબર કપરો અનુભવ થયો. અહીં ઋતુ પરિવર્તનશીલ. બપોરે ભયંકર ઉનાળો હોય, સાંજે કે રાત્રે ચોમાસું બેસી જાય. સાધ્વીજીનું મકાન બિલકુલ સલામત હતું. હવે રસ્તો સામાન્ય રીતે ચડાણવાળો છે. ક્યાંક ઉતરાણવાળો અને સામાન્ય રીતે સાંકડો થઈ ગયો છે. મોટરો ખૂબ આવે છે. સલામતી માટે ઠેર-ઠેર જુદાં જુદાં અંગ્રેજી અને હિંદીમાં બોર્ડે રસ્તા ઉપર લગાવેલાં છે. ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. પત્ર ૧૦ ખાંકરા (જિલ્લા રુદ્રપ્રયાગ) જેઠ સુદ ૧ વંદના, હોટલના છાપરાથી નીકળી પાંચેક કીલોમીટર દૂર કલિયાસોડ ત્યાં નદીના કિનારે કાલીમાતાનું તથા ભૈરવનાથનું પ્રાચીન મંદિર છે. સડકના કિનારે નાળિયેર, કંકુ, ચુંદડી વગેરે પૂજાપાની ઘણી દુકાનો લાગેલી છે. ભક્તો સડકથી નીચે ઊતરીને માતાજીના મંદિરમાં જઇને પૂજાપા ચડાવતા હોય છે. પહેલાં તો અહીં માતાજીની માનતા નિમિત્તે હિંસા હતી. હવે બંધ થઈ ગઈ છે એમ ત્યાં પૂજા પાઠ આદિ કરતા પંડિતજીએ કહ્યું. આ પંડિતજી બહુ ભાવિક છે. અમારી સાથે એ સાતેક કીલોમીટર ચાલીને ઠેઠ ખાંકરા સુધી લગભગ આવ્યા. ખાંકરાથી સડકથી નીચે ઊતરીને સ્કુલનું મકાન છે. એમાં અમે મુકામ કર્યો. કલિયાસોડ અમે રોકાયા નહોતા, પણ કોઈએ રોકાવું હોય તો PW.D.ના મકાનમાં એ લોકો સ્થાન આપવા તૈયાર હતા. ૩૮ ખાંકરાથી સાંજે નીકળીને પાંચ કીલોમીટર દૂર નરકોટા થઈને, નરકોટાથી બે કીલોમીટર દૂર એક હોટલ પાસે ખુલ્લી જગ્યા Page #50 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૦ છે. ત્યાં તંબુમાં મુકામ કર્યો. ત્યાં રાત રહ્યા. બહુ અનુકૂળતા રહી. આ આખા રસ્તે સડક ઉપર ગામો ભાગ્યે જ આવે છે. વચમાં વચમાં ગામો આવે છે, પણ સડકથી થોડાં દૂર હોય છે. વળી ખૂબ ખૂબ નીચાણમાં હોય છે. વળી એમાં સ્કુલ પણ કોઈક નીચી જગ્યાએ કે ઊંચા ટેકરા ઉપર હોય, એટલે આપણને ત્યાં જવું ફાવે જ નહિ. એટલે સડક ઉપર જ કોઈક ખૂણે-ખાંચરે જ્યાં જગ્યા મળી ત્યાં હોટલો હોય છે. કોઈક સારી હોય તો કોઈકમાં માત્ર છાપરાં જ હોય. આ હોટલોમાં ઊતરવું આપણને ફાવે જ નહિ. યાત્રાના રસ્તા ઉપરની હોટલો રાત-દિવસ ચાલ્યા જ કરતી હોય. પાસે એકાદ બે-રૂમ હોય તો પણ ભાડું ખૂબ જ ખૂબ માગે. એટલે આવાં સ્થળોએ જગ્યા શોધી કાઢી તંબુ નાખવામાં આવે એ વધારે અનુકૂળ રહે છે. ખુલ્લી જગ્યા વાળાને થોડા પૈસા આપો તોયે રાજી થઈ જાય. - - ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૧ તિલાણી જેઠ સુદિ ર વંદના, આજે સવારે તંબુમાંથી વિહાર કરી ચાર-પાંચ કિલોમીટર દૂર ગુલાબરાય આવ્યા. ગુલાબરાયમાં સડકના બંને કિનારે હોટલોરેસ્ટોરાં વગેરે ઘણા પ્રમાણમાં છે. ત્યાંથી બે કીલોમીટર દૂર રુદ્રપ્રયાગ આવ્યા. રુદ્રપ્રયાગ તો તીર્થધામ છે. પંદર-વીસ હજાર માણસોની વસ્તી હોવી જોઈએ. બજાર-બંગલાઓ -આશ્રમો ધર્મશાળાઓ -દુકાનો અલકનંદાના બંને કિનારા ઉપર ઘણાં છે. બીજા બધા, સીધા બદરીનાથની સડકે ચાલીને ત્રણ કિલોમીટર દૂર તિલાણી ગામે સ્કુલ છે ત્યાં પહોંચ્યા. અમે સંગમ જોવા માટે અલકનંદા ઉપર પુલ બાંધેલો છે તે ઓળંગીને સામે કિનારે પહોંચ્યા. અહીંથી કેદારનાથ ૭૬ કિલોમીટર છે. કેદારનાથના રસ્તે લગભગ એક કીલોમીટર ગયા પછી રુદ્રનાથ મહાદેવનું મંદિર સડકથી વીસેક પગથિયાં ઉપર છે. ત્યાં જ નજીકમાં નારદ મહર્ષિએ તપશ્ચર્યા કરી હતી તે સ્થળ છે. જોડે જ વેદનો અભ્યાસ કરાવનારું વિદ્યાલય છે. લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓ ભણે છે, અત્યારે તો વેકેશન હતું. આ બધું પ્રાચીન સ્થાન - પ્રાચીન મંદિરો આદિ ४० Page #52 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૧ જોયું. તે પહેલાં સડકથી દોઢસો-બસો પગથિયાં નીચે ઊતરીને પ્રયાગ જોવા ગયા. વચમાં ચામુંડા માતાનું મંદિર છે. પ્રયાગ સુધી ઠેઠ નીચે પહોંચ્યા. બે નદીઓના સંગમને પ્રયાગ કહેવામાં આવે છે. કેદારનાથમાંથી આવતી મંદાકિનીનો બદરીનાથથી આવતી અલકનંદા સાથે અહીં સંગમ થાય છે. જ્યાં સંગમ થાય ત્યાં અલકનંદાનાં મોજાં ખૂબ જ જોરથી ઊછળી રહ્યાં છે. સમુદ્રની જેમ ઘુઘવાટ કરતી, ઘોડા પૂરે ઊછળતી અલકનંદાને કેદારનાથથી શાંત શાંત વહેતી આવતી મંદાકિની મળે છે. આ દશ્ય અત્યંત યાદગાર રહ્યું. સનાતની હિંદુઓમાં સંગમના સ્થાનનો ખૂબ જ મહિમા હોય છે. જ્યાં સંગમ હોય ત્યાં તીર્થ બની જાય છે. અમે આ સંગમ જોઈને પાછા ફર્યા. પછી રૂદ્રનાથ મહાદેવના મંદિરે પણ ચડીને જઈ આવ્યા. પછી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર તિલાણી તરફ ચાલ્યા. લગભગ આખા રસ્ત, ખૂબ ખૂબ ચડાણ છે. અમે અહીં સ્કુલના રૂમોમાં મુકામ કર્યો છે. આવા મોટા વિશાળ રૂમો વાળી સ્કુલ પહેલી જ વાર મળી છે. બરાબર અલકનંદાના કિનારે જ આ સ્કુલ આવેલી છે. હિમાલય કોઈ એક પર્વતનું નામ નથી, હિમાલય એ તો ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૧ પર્વતોની હારમાળા છે. કાશ્મીરથી આસામ સુધી ચાર-પાંચ હજાર કિલોમીટર સુધી આ પર્વતોની હારમાળા છે. ઉત્તરમાં પણ હજારો કિલોમીટર આ પર્વતો પથરાયેલા છે. અમુક ભાગમાં જ વસ્તી છે. બાકી આ પર્વતો બધાને માટે સદા અગમ્ય રહ્યા છે. ઊંચાણના ભાગોમાં બરફ છવાયેલો રહે છે. એટલે હિમાલય કહેવાય છે. પહાડોની વચમાં ખીણ અને નદી છે. ગાઢ વનસ્પતિ ચારે બાજુ છે. પૃથિવી દેવતા, સાપ વેવતા, વનસ્પતિર્લૅવતા જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ આ જ છે. મહર્ષિ નારદજીની તપશ્ચર્યાની ભૂમિ જોયા પછી મને વિચાર આવ્યો કે જ્યાં કોઈ ભાગ્યે જ જઈ શકે અને જેમને ભાગ્યે જ લોકસંપર્ક છે એવી વ્યક્તિ પછી તે મહર્ષિ નારદજી હોય કે મહર્ષિ વ્યાસ હોય કે બીજા કોઈ મહર્ષિ હોય આખા વિશ્વને એક મહાન અજરામર સંસ્કૃતિ આપી શકે છે. આ વિશ્વની એક અજબગજબની વાત છે. એક ભગવાન મહાવીર કે જેમણે એકાંતમાં જ વર્ષો સુધી સાધના કરી છે તે સમગ્ર વિશ્વને એક મહાનમાં મહાન સંસ્કૃતિ આપી શકે છે કે જે સંસ્કૃતિને કરોડો લોકોએ વર્ષોથી સ્વીકારી છે અને કરોડો લોકો ભવિષ્યમાં પણ જેનો સ્વીકાર કરવાના છે. આ એક વિશ્વની અજબ-ગજબની ઘટના છે. શું એમની સાધના છે ! શું એમની સાધનામાં તાકાત છે ! કલિયાસોડમાં પૂજા-પાઠ કરનારા પંડિતે અમને કહ્યું કે ૪૨. Page #54 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૧ કાલી માતા પાસે ઘણી હિંસા ચાલતી હતી. એક દિવસ એક બાવાજી (સાધુ) આવ્યા. તેમણે જોયું અને તેમને બહુ દુ:ખ થયું કે આ તમે શું કરી રહ્યા છો. માતા જીવોને અભયદાન આપે કે જીવોનો ભોગ લે ? આ શબ્દોની એવી અસર પડી કે ત્યારથી હિંસા બંધ થઈ ગઈ છે. સાથે શ્રી ભરતભાઈ નાથાલાલ શંખલપુરવાળા વિહારમાં છે. M.Com. થયેલા છે. બેન્કીંગની A..B. લંડનની પરીક્ષા પાસ કરેલી છે. બધાથી નિવૃત્ત થઈને આરાધના-સાધના કરી રહ્યા છે. વિહારમાં ચાલે છે, સાથે જ આયંબિલની ઓળી પણ કરે છે. બહુ ચોક્કસ માણસ છે. પહેલાં આગળ જઈને ક્યાં ઊતરવા જેવું છે. વગેરે વગેરે ચોકસાઈ કરી લાવે છે. પછી અમે આગળ પગ ઉપાડીએ છીએ. હરિદ્વારથી અર્ધાથી ઉપરાંત આવી ગયા છીએ. અહીંથી બદરીનાથ હવે લગભગ ૧૫૫ કીલોમીટર છે. ચીનની સરહદ પણ અહીંથી બસો-અઢીસો કીલોમીટરના અંતરે છે. અમે જ્યાં રહ્યા છીએ તે ગુરુરામરાય પબ્લીક સ્કુલ છે. એકડિયાથી માંડીને બારમી સુધી અહીં ભણાવવામાં આવે છે. ત્રણસો છોકરાઓ છે. ૧૬ શિક્ષક છે. આ મહંત દહેરાદૂનમાં રહે છે. જે કોઈ સાધુ-બાવા આવે તે બધા અહીં છૂટથી ઊતરે છે. અનુભવથી અમને આ સાધુ-સંન્યાસીઓના ત્રણ જાતના વર્ગ લાગ્યા. ૪૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૧ એક સૌથી ઉપરનો વર્ગ છે કે જેમની પાસે સ્થાવર-જંગમ થઈને કરોડોની-અબજોની સંપત્તિ છે. એમનું જીવન તદન વૈભવથી ભરેલું હોય છે. મોટરો-સ્કુટરો વગેરે એમની પાસે સારી રીતે હોય છે. કેટલાક તો પરદેશમાં પણ જાય છે. પરદેશમાં તેમના આશ્રમો હોય છે. ત્યાં અવારનવાર જતા હોય છે. યોગ અને ધ્યાન આદિના વર્ગો પણ ચલાવતા હોય છે. અહીં પણ એમના મોટા આશ્રમો છે. મોટા મોટા ધનવાનો તેમના આશ્રમમાં દાન આદિ આપતા હોય છે. તેમને અદ્યતન સગવડો પણ (ફોન, એરકંડીશન આદિ જો હોય તો) આ આશ્રમોમાં મળતી હોય છે. આવા ધનવાન સંન્યાસીઓ-મંડલેશ્વરો (મંડલેશ્વર એ આપણી આચાર્ય જેવી પદવી છે.) આ મંડલેશ્વરો પૈકી કેટલાક સ્કુલ-કોલેજ-દવાખાના-હોસ્પીટલ આદિ લોકોપયોગી પ્રવૃત્તિ પણ ચલાવતા હોય છે. દાન આપનારા ધનવાનો પણ તેમને ઘણા મળી રહે છે. ભગવા રંગના કપડાં અને થોડાંક વિધિ અનુષ્ઠાનો એ એમનું મુખ્ય સંન્યાસી જીવન. બીજા વર્ગના સંન્યાસી-સાધુઓ પાસે પોતાના આશ્રમ ચલાવવા જેટલી સંપત્તિ હોય છે, અથવા ભક્તો પાસેથી તેમને મળી રહે છે. એમની દૃષ્ટિ પણ ઉપરના વર્ગના સંન્યાસી તરફ હોય છે. ત્રીજા વર્ગના જે હોય છે તે તો સામાન્ય કક્ષાના હોય છે. આશ્રમોમાં રહેતા હોય, હરતા હોય, ફરતા હોય, જમવા માટે આમંત્રણ મળે ત્યાં ટોળાબંધ જમવા જતા હોય. અથવા તો ४४ Page #56 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૧ જ્યાં ભિક્ષા અપાતી હોય ત્યાં ભિક્ષાપાત્ર લઈને લાઈનબંધ ભિક્ષા મેળવવા માટે ઊભા હોય. હરદ્વાર-ઋષિકેશમાં આવા હજારો સાધુઓ તમને જોવા મળે. ભગવાં કે પીળાં કપડાં તો કોઈ વળી સફેદ કપડાં પહેરીને ફરતા હોય. શાસ્ત્રોનો સ્વાધ્યાય કરનારા તથા આત્મરમણતામાં લીન હોય એવા બહુ વિરલ હોય. ભગવદ્ગીતા એ એમનું મોટું શાસ્ત્ર. કેટલાક કથા-પારાયણ કરનારા હોય. એમાં જે સારા વક્તા હોય એમની બોલબાલા. તેમના નાના-મોટા આશ્રમોમાં મંદિરો પણ હોય છે. કેટલાકમાં બહુ જ સુંદર અત્યંત આકર્ષક રચનાઓવાળાં મંદિરો પણ હોય છે. બ્રહ્મ સત્ય નાન્સિય્યા, ભારતીય સંસ્કૃતિ, આ બધું શબ્દોમાં સાંભળવા મળશે. વ્યવહારમાં પૈસાની બોલબાલા છે. જ્યાં પૈસો આવે ત્યાં તેને લીધે અનેક અનેક દોષો આવે જ. ભગવાન મહાવીરની જિનેશ્વર પરમાત્માની અણગાર સંસ્કૃતિ આવા અનેક અનેક દોષોથી બચી ગઈ છે એ નજરે દેખાય ૪૫. Page #57 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૨ રહૂડા ગામ પાસે, કામકોટિ શંકરા હોસ્પીટલ, જેઠ સુદિ ૪ વંદના, આજે સવારે સાડા આઠ વાગે ગુરુરામરાય પબ્લિક સ્કુલ (તિલાણી)થી નીકળીને છ કિલોમીટર દૂર આવેલી આ હોસ્પીટલ તરફ ચાલ્યા. સારું ચડાણ આવ્યું. એક બાજુ ઊંચા ઊંચા પહાડો, બીજી બાજુ ઊંડી ખીણમાં વહેતી મા અલકનંદાના કિનારે સાંકડી સડક ઉપર વિહાર ચાલે છે. છતાં, આજના રસ્તા ઉપર જ્યાં કંઈ ખૂણો-ખાંચરો મળે ત્યાં નાની-મોટી હોટલો જોવા મળી. કટાઈ ગયેલાં પતરાનાં છાપરાવાળીથી માંડીને ફાઈવ સ્ટાર જેવી હોટલ પણ જોવા મળે. આ હોટલવાળાને ખૂબ આવક હોય છે. - બદરીનાથ હવે ૧૫૦ કિલોમીટર જેટલું દૂર છે. જતાઆવતા યાત્રિકો, પેસેન્જરો, પાણી પીવા, કોકા કોલા પીવા, ચાનાસ્તો કરવા, વિસામો લેવા તથા રાત રહેવા આ હોટલોમાં આવતા હોય છે. ત્રણ કીલોમીટર ચાલ્યા પછી મોટી કોલેજસ્કુલની જગ્યા આવી. તે પણ સારી વિશાળ છે. પણ અમે ત્યાંથી ચાલીને અહીં હોસ્પીટલમાં આવ્યા છીએ. અહીં હોસ્પીટલમાં ૨૦ પથારીઓ, એક્ષ-રે આદિની સગવડો છે. ગણપતિજીનું મંદિર છે. દિલ્હીથી એનું સંચાલન થાય ४६ Page #58 -------------------------------------------------------------------------- ________________ - હિમાલયની પદ યાત્રા-૧૨ છે. દક્ષિણના કાંચી-કામકોટિ પીઠના શંકરાચાર્યે આનું ઉદ્ઘાટન કરેલું છે. રતુડા ગામ પછી બે કીલોમીટર દૂર આ હોસ્પીટલ છે. આ હોસ્પીટલથી છ કિલોમીટર દૂર ઘોલતીર ગામે જવા સાંજે નીકળ્યા. લગભગ અઢી કીલોમીટર પછી શિવાનંદી ગામ આવ્યું. ગામ એટલે ૧૫-૨૦ ઊંચનીચે રહેલાં ઘરો. તે પછી ત્રણચાર કિલોમીટર ચાલીને ઘોલતીર આવ્યા. ત્યાં સડકથી નીચે પ્રાથમિક વિદ્યાલય છે, એમાં રાત રહ્યા. શિક્ષક-સંચાલક સારા હતા. “જૈન ધર્મ જગતમાં છે એમ સાંભળ્યું હતું. પણ આજે જ જૈન સાધુ જોયા.” બહુ ખુશી થયા. Page #59 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૩ ગૌચર જેઠ સુદિ ૫ વંદના, ઘોલતીરથી ૮ કિલોમીટર દૂર ગોચર જવા નીકળ્યા. બે પહાડ વચ્ચે પા-અડધો કીલોમીટર જેટલું મેદાન હોય એવું પહેલી જ વાર જોવા મળ્યું. ત્રણેક કિલોમીટર જેટલા પ્રદેશમાં આવો વિસ્તાર છે. એમાં ખેતી-ગામ-ઘરો-મોટી સરકારી હોસ્પીટલ વગેરે છે. એક મોટા મેદાનમાં શીખોનો મોટો કેમ્પ પડેલો હતો. ત્યાં ગુરુદ્વારા બાંધવાની તેમની યોજના છે. રસ્તા ઉપરથી જે કોઈ પસાર થાય તેમને બોલાવી બોલાવી આ શીખો શરબત-ચા વગેરે પીવડાવતા હતા. તથા જમાડતા હતા. ગોવિંદઘાટ પાસે હેમકુંડ નામનું સ્થાન છે. બદરીનાથની પહેલાં તથા જોશીમઠ ગયા પછી ગોવિંદઘાટ નામનું સ્થાન આવે છે. આ હેમકુંડમાં શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહે મોટી તપશ્ચર્યાસાધના કરી હતી. એટલે આ હેમકુંડની યાત્રાએ શીખોના જથ્થાઓના જથ્થા જાય છે. ત્યાં પણ શિયાળામાં બરફ ઘણો પડવાથી એ સ્થાન બંધ થઈ જાય છે. વૈશાખ મહિનામાં એ સ્થાન ખૂલે છે એટલે આ રસ્તેથી ઘણા જ યાત્રાળુઓ પસાર થાય છે. ઘોલતીરથી ત્રણેક કિલોમીટર ચાલ્યા પછી, પહાડ-ખીણનદી-ઘટ્ટ ઝાડી, જાતજાતનાં ઘણાં ઘણાં ઊંચાં તથા નાનાં વૃક્ષો ४८ Page #60 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૩ નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં પૃથ્વી ટેવતા, માપો રેવતા, વનં રેવતા છે. You are on Himalaya આવાં અનેક જાતનાં બોર્ડ રસ્તા ઉપર જોવા મળે છે. ગોચર પહોંચતા પહેલાં ગોચરની નજીકમાં મોટો ભારત-તિબેટ પુલીસ થાણાનો વિશાળ કેમ્પ છે. અમે ગોચરમાં સડકની નજીકમાં જ વિદ્યાલયમાં ઊતર્યા છીએ. અહીંના અધ્યક્ષે સારી વ્યવસ્થા કરી આપી છે. સ્કુલનું નામ શિશુ સરસ્વતી મંદિર છે. હવે અમે ખરેખર હિમાલયમાં જ ફરી રહ્યા છીએ. રોજે-રોજ નવાં નવાં કુદરતી દશ્યો જોવા મળે છે. વિચાર આવે છે કે માણસો ક્યાં ક્યાં રહે છે, ક્યાં ક્યાં કેવી રીતે જીવે છે, અને જીવનનિર્વાહ માટે આજીવિકા ચલાવવા માટે કેવો કેવો ઘોર-ઘોર કષ્ટમય પરિશ્રમ કરે છે, આવા સંજોગોમાં મનુષ્યજીવન મળ્યા પછી પણ આર્યદેશ-ઉત્તમ શ્રાવક કુલ-દેવગુરુ-ધર્મની પ્રાપ્તિ કેટલી કેટલી દુર્લભ છે. ખરેખર આપણે તો સંસારમાં હિમાલયના શિખર ઉપર એવરેસ્ટ ઉપર પહોંચી ગયા છીએ. સાધન-સામગ્રીના શિખર ઉપર પહોંચ્યા છીએ. સાધના કરી લઈએ અને જીવન સાર્થક કરી લઈએ. જિનેશ્વર પરમાત્માના શાસનમાં, એ જ મોટું આપણું કર્તવ્ય છે. ४८ Page #61 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૪ લંઘાસુ જેઠ સુદિ ૮ વંદના, ગોચરથી ૧૦ કીલોમીટર દૂર કર્ણપ્રયાગ તરફ જવા માટે જેઠ સુદ છઠે નીકળ્યા. ગોચર ગામ લગભગ દોઢ-બે કીલોમીટર જેટલું લાંબુ છે. બંને બાજુ ઊંચ-નીચે સમતલ ભૂમિ ઉપર બંગલાહોટલો-દુકાનો આદિ છે. કર્ણપ્રયાગ આવ્યા. ત્યાં વીસેક હજારની વસ્તી છે. અહીં પિંડારા નામના ગ્લેશીયરમાંથી નીકળેલી પિંડર નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. પાંડુપુત્ર કર્ણ કહેલું કે જ્યાં ગંગા ઉત્તરવાહિની થાય ત્યાં મારો અગ્નિસંસ્કાર કરજો. એટલે પ્રયાગના સંગમના સ્થાન ઉપર કર્ણમંદિર છે, તેમ જ કર્ણકુંડ પણ છે. નદીની બંને બાજુએ હોટલ-આશ્રમો-ધર્મશાળાઓ-બંગલાઓ છે. અહીંથી ગંગા ઉત્તર દિશા તરફ વહે છે. અને તેમાં પિંડર નદીના લીલાછમ રંગના પાણીના પ્રવાહનો સંગમ થાય છે. કર્ણપ્રયાગમાં બે દિવસ અમારી સાથેના ભરતભાઈ તપાસ કરી આવ્યા. પણ ઊતરવાની જગ્યાનો મેળ જ ખાધો નહિ. એક વાતની ખાસ નોંધ લેવાની છે. ભક્ત શ્રાવકો તરફથી આહાર-પાણી માટે તથા તંબુ નાખવા માટે મોટર આદિની સગવડ ૫O Page #62 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૪ ગમે તેટલી હોય તો પણ ઊતરવા માટે જગ્યાની ઋષિકેશથી બદરીનાથ સુધીના આખા રસ્તા ઉપર ખૂબ મુશ્કેલી પડે છે. હોટલ-ધર્મશાળા-સ્કુલ આદિ જે હોય તે ક્યાં તો પહાડમાં ઊંચે ઊંચે હોય અથવા તો પહાડમાં નીચે નીચે હોય. ઊતરવાચડવાના રસ્તા ઘણા અગવડ વાળા હોય. તંબુ નાખવા માટે મેદાન ભાગ્યે જ મળે. હોટલવાળા ખૂબ પૈસા પડાવે, ઉપરાંત આપણા સાધુજીવન માટે સ્પંડિલ-માનું આદિની સગવડ હોટલમાં ન હોય. આશ્રમો બહુ થોડી જગ્યાએ છે. એ પણ અવસર જોઈને ખૂબ પૈસા પડાવે. - કર્ણપ્રયાગમાં રસ્તા ઉપર એક સામાન્ય સ્થાનમાં તપાસ કરી તો દિવસે રહેવાના પાંચસો રૂપિયા, અને રાત્રે રહેવું હોય તો તે ઉપરાંત બીજા હજાર રૂપિયા એક દિવસનો ચાર્જ. જતાઆવતાં યાત્રિકો મુસાફરો અહીં રાત્રે પ્રવાસની હિંમત ઓછી કરતા હોય છે. ભયંકર ખીણ અને આંટીઘૂંટીવાળા પહાડો ઉપર મોટર ચલાવવી અંધારામાં એ બહુ જોખમી હોય છે. એટલે આવા યાત્રિકો પાસેથી એમને સારી આવક મળે છે. ધર્મશાળાઓમાં પરસાળમાં જતા-આવતા બાવાઓ સાથે રહેવાનું. આ બાવાઓ ચલમો ફૂંકતા હોય, એમની રીતે વાતો કરતા હોય. એમની રીતે ખાતા-પીતા હોય. એમની સાથે રહેવાનું આપણને ફાવે જ નહિ. વળી આપણી અંડિલ-માનું આદિની આહાર-પાણી કરવા આદિની મર્યાદા હોય. એટલે ધર્મશાળાઓમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૪ આપણને ફાવે જ નહિ. સાધ્વીજી તો આવામાં ઊતરી શકે જ નહિ. એટલે કર્ણપ્રયાગમાં યોગ્ય સ્થાન ન મળવાથી, બીજા ૧૦ કીલોમીટર ચાલીને લંઘાસુ આવ્યા છીએ. એકંદર વીસ કીલોમીટર સળંગ ચાલીને અહીં આવ્યા. અહીં સડક નીચે મોટી સ્કુલ અલકનંદાના કિનારે છે. અમારામાં ઘણાને અટ્ટમ હોવાથી અહીં પાંચ-છ દિવસ માટે રોકાયા છીએ. બે દિવસ સતત રાત-દિવસ લગભગ વરસાદ ચાલુ રહ્યો. આગળ જઈ શકાય એમ હતું જ નહિ. એટલે અહીં રોકાયા છીએ. અહીં ઋતુ જલ્દી બદલાઈ જાય છે. અહીં અમે જ્યાં ઊતર્યા છીએ તે સરકારી સ્કુલ અને કોલેજ છે. લગભગ ૬૦૦ વિદ્યાર્થીઓ આજુબાજુના પહાડો આદિમાંથી ભણવા આવે છે. એમને આવવા-જવામાં પણ એકાદ કલાક લાગતો હોય છે. અહીંનું પહાડી જીવન આપણને તો બહુ કષ્ટમય લાગે, એ લોકો પેઢીઓથી ટેવાઈ ગયા હોવાથી એમને બહુ ન લાગે. પણ મેદાનવાળા પ્રદેશમાં નોકરી આદિ માટે ગયેલા ઘણા અહીં પાછા આવતા નથી. પહેલાં કરતાં અર્ધી વસ્તી ખાલી થઈ ગઈ છે એમ અહીનાં ચોકીયાતનું કહેવું થયું. અહીંનો ચોકીયાત ભજનસિંગ કોંગ્રેસી છે. ભૂતકાળની ઘણી ઘણી વાતો કરે છે. પહાડમાં વાઘ-ચિત્તા આદિ જંગલી જાનવરોનો ભય તથા બીજાં અનેક કષ્ટ હોવા છતાં, ભૂતકાળમાં પ ૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૪ લોકો ઘણા ઘણા સુખી હતા. દહીં-દૂધ આદિ છૂટથી મળતા હતા. હવે જ્યાં ત્યાં ચાહ થઈ ગઈ છે. પર્વતમાં ખૂબ જ જડીબુટ્ટીઓ છે. જાણકાર વૈદ્યો (ગામઠી ઘરગથ્થુ વૈદ્યો) ઘણા હતા. જડીબુટ્ટીથી જરાકમાં ભયંકર વ્યાધિઓ મટાડી દેતા હતા. પોતાના જ સ્વાનુભવની કેટલીયે વાતો એણે કરી. જૂના લોકો ભૂતકાળને ખૂબ વાગોળે છે. લોકો ચોરી-બોરીમાં સમજે નહિ. પરસ્પર ખૂબ વિશ્વાસ અને સહાય કરવાનો ભાવ. આજકાલ ગ્લુકોઝના બાટલાઓ, ઈંજેક્શનો, ગોળીઓ આ બધાએ દાટ વાળી દીધો છે. પ્રવાસીઓ ઘણા આવે છે. મોંમાગ્યા પૈસા આપે છે. એટલે સ્થાનિક રહેવાસીઓને ખૂબ જ મોંઘી ચીજો લેવી પડે છે. ગોચરથી કર્ણપ્રયાગ આવતાં, રસ્તામાં અમૃતસરથી સુવર્ણમંદિરથી પગે ચાલીને આવતો શીખોનો સંઘ મળ્યો. રોજ ચાલીસ-પિસ્તાલીસ કીલોમીટર ચાલ્યા કરે. રાત-દિવસ ચાલ્યા કરતા હોય. ગોવિંદઘાટ પાસે હેમકુંડ સાહેબ એમનું મોટું તીર્થધામ છે. શીખો સાથે ઘણી વાતો આપણા સાધુ-સાધ્વી આદિ લોકોએ કરી. જૈન ધર્મ કેવો છે, એની એમને ખબર પણ હોય નહિ. એમને નવાઈ લાગે. આ રસ્તે યાત્રાળુઓનો ઘણો પ્રવાહ ચાલતો હોય છે. મુખ્યતયા મોટરમાં જ જતા હોય છે. પગે ચાલતા પણ મળે. ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૫૪ POR વંદના, આ રસ્તામાં એક બાજુ પહાડ અને બીજી બાજુ નદીની ઊંડી ખીણ છે, વચમાં સડક છે તે પહાડોને સુરંગથી તોડીને બનાવેલી હોય છે. એટલે પહાડની મોટી ભેખડો પાસેથી પસાર થતાં કેટલીકવાર આપણા માથા ઉપર જ મોટી મોટી શિલાઓ લટકતી લાગે. જો શિલા પડી તો જીવન ત્યાં જ સમાપ્ત. વરસાદથી અંદરની માટી ભીની થઈ જાય અને ક્યારે શિલા પડે તેનો કોઈ જ ભરોસો નહિ. આ શિલાઓ પડે એને ભૂસ્ખલન કહે છે. ૧૫ લંઘાસુ (હિમાલય) જેઠ સુદ ૯ આવા ભૂસ્ખલનોના સમાચાર અહીંના છાપાઓમાં અવારનવાર આવ્યા જ કરતા હોય છે. સરકારે તંત્ર તો ગોઠવ્યું છે. ખબર પડે એટલે લશ્કરી ધોરણે પથરા ખસેડવા માટે ક્રેનો લઈને સરકારી માણસો પહોંચે. છતાં સરકારી તંત્ર એ સરકારી તંત્ર. રસ્તામાંથી શિલાઓ ખસેડતાં કલાકો નીકળી જાય. બેય બાજુ જતી આવતી મોટરો અટકી જાય. આજે જ સમાચાર છે કે બદરીનાથથી નીચે વીસ કીલોમીટર ઉપર આવા ભૂસ્ખલનથી એક હજાર જેટલી બસો-મોટો ફસાઈ ગઈ છે. અહીં આવનારે આવા જોખમ માટે તૈયારી રાખીને જ આવવાનું. રક્ષા કરનાર ભગવાન છે. એમ પાકી શ્રદ્ધા અને સંકલ્પથી Page #66 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૫ આવવાનું. સામાન્ય નાના પથરાઓ તો પહાડમાંથી પડ્યા જ કરતા હોય. માથા કે પગ ઉપર પડે તો શરીરના અંગને ભાંગી નાખે, એટલે રસ્તા ઉપર બોર્ડ લગાવેલું હોય છે સાવધાન, પત્થર શરને જ મય.' કેટલાક અહીંના અનુભવી કહે છે કે પહાડ પાસેથી ન ચાલવું, કારણ કે પત્થર કે શિલા પડવાનો ભય રહે છે. બીજી બાજુ ઊંડી ખીણ હોવાથી મોટર હાંકનારા પણ પહાડ પાસે ચલાવતા હોય છે. ખીણથી એ પણ ગભરાતા હોય છે. એટલે પહાડ-ભેખડ પાસે ચાલનારા માણસોને મોટર અને પહાડ વચ્ચે ભીંસમાં આવી જવાનો ઘણો ભય રહે છે. તેમાં જ્યારે જતી-આવતી બે મોટરો ભેગી થાય ત્યારે ખૂબ જ જોખમ રહે છે. અમારે તો આવા ઘણા ઘણા પ્રસંગોમાંથી અહીં પસાર થવાનું આવે છે. ખીણ બાજુ ચાલવામાં પણ, અમુક જોખમ તો રહે છે જ. ઊંડી ખીણ જોઈને જેને ચક્કર કે તમ્મર આવે તેને ખીણમાં પડી જવાનો મોટો ભય રહે છે. સ્યાદ્વાદ છે. ખીણ બાજુ ચાલવું કે પહાડની ભેખડ બાજુ ચાલવું એ માણસે પોતે પસંદ કરી લેવાનું રહે છે. જતી-આવતી બે મોટર ભેગી થાય અથવા એક મોટર બીજી મોટરને ઓવરટેક કરીને ઓળંગવા જાય ત્યારે પગે ચાલનારે બહુ જ સાવધાન રહેવાનું હોય છે. ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૫ આવા પ્રસંગે ચાલ્યા વિના ઉભા જ રહી જવું એ વધારે સલામત રહે છે. ઉતાવળ તો આ રસ્તે કરાય જ નહિં. Hurry will give you worry આવા અર્થના અનેક અનેક બોર્ડ રસ્તા ઉપર ઠેર ઠેર લગાડેલાં જોવા મળે છે. રામ રાખે તેને કોણ ચાખે ? ભગવાનના પાકા ભરોસે જ ચાલવાનું હોય છે. છતાં પૂરી સાવધાની રાખવી એ દરેકની ફરજ છે. જવાબદારી છે. ૫૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૬ રાજકીય ઈન્ટર મીડિએટ કોલેજ, લંઘાસુ (હિમાલય) (જિલ્લા-ચમોલી) જેઠ સુદિ ૧૧ વિંદના. આજે બધાનાં પારણાં થઈ ગયાં છે. સ્વસ્થતા છે. સાંજે આઠ કીલોમીટર દૂર સોનલા જવા વિચાર છે. અહીં આવ્યા પછી જાણવા મળ્યું કે જેઠ સુદિ બીજે જે ગુરુ રામરાય પબ્લિક સ્કૂલમાં અમે ઊતર્યા હતા તેના સંચાલક ગુરુરામરાય દરબાર સાહેબ (દહેરાદુનના મહંત) ઈદ્રચરણદાસનું બે દિવસ પૂર્વે જ હૃદયરોગથી અવસાન થયું છે. ઇંદ્રચરણદાસે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ સક્રિય ભાગ લીધો હતો. સ્વાતંત્ર્યસેનાની હતા. પછી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયા હતા. ખાસ કરીને શિક્ષણના એ ખૂબ પ્રેમી હતા. ઈસ્વીસન ૧૯પર માં ગુરૂરામરાય એજ્યુકેશન મિશનની એમણે સ્થાપના કરી હતી. એમના મિશન તરફથી ૧૦૫ પબ્લિક સ્કુલો તથા બે કોલેજો જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા સ્થાનમાં ચાલે છે. ગુરુરામરાય દરબારના આ નવમા મહંત છે. આ વર્ષે વસંત પંચમીએ તેમના નવા વારસદારની ઉત્તરાધિકારીની ઘોષણા પ૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૬ થઈ છે. તેમનું નામ અનસૂયાપ્રસાદ બહુગુણા હતું, હવે ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે તેમનું દેવેન્દ્રદાસ નામ રાખવામાં આવ્યું છે. આ હવે અત્યારે ગુરુરામરાય દરબાર સાહેબ (દહેરાદૂન)ના દસમા ગુરુ છે. સ્વર્ગવાસ પછી અગ્નિસંસ્કારની યાત્રામાં ચારે બાજુથી લોકો આવ્યા હતા. ‘મહંતની જા શિક્ષા ૩મિયાન યાત્રા હિંદુસ્તાન’ આવા ગગનભેદી નારાઓ સાથે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઋષિકેશ-બદરીનાથ માર્ગ ઉપર સૌથી મોટી મુશ્કેલી ક્યાં ઊતરવું તે સ્થાનની હોય છે. ઊભા રહેવાની અને નિરાંતે બેસી શકાય એવા સ્થાનની પણ જ્યાં મુશ્કેલી હોય ત્યાં તંબુ નાખવા માટે જગ્યા મળવી અત્યંત મુશ્કેલ હોય છે. જે સ્થાનમાં હોટલો કે આશ્રમો હોય ત્યાં પણ ધંધાદારી વલણ થઈ ગયું છે. મોટી મોટી રકમ આપો તો જ જગ્યા મળે. ઉપરાંત, એમાં આપણા સાધુજીવનની મર્યાદાઓને કારણે એમાં ઊતરવું ફાવે પણ નહિ. એક સ્કુલ જ એવું સ્થાન છે કે જ્યાં આપણને ફાવે. સ્કુલો રસ્તાથી નીચે કે ઉ૫૨ હોય ત્યાં જવું પડે. છતાં ત્યાં સ્થાન મળે. અધ્યાપકને મળવું પડે. સમજાવવું પડે. ગયા વર્ષે (સં. ૨૦૫૫) અમે દિલ્હીમાં હતા ત્યારે ચૈત્ર ૫૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૬ મહિનામાં ધરતીકંપનો મોટો આંચકો મધ્યરાત્રિએ આવેલો હતો. એ ધરતીકંપની અસર અમે ફરીએ છીએ તે પહાડી પ્રદેશમાં મોટી થઈ હતી. ઘણાં મકાનો તથા સ્કુલો પડી ગઈ છે. અહીંના લોકો ગરીબ છે. સરકાર પૈસા ખર્ચતી નથી. જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોને બેઠી કરવા માટે દાન આપે તો ઘણી સ્કુલો બેઠી થઈ જાય. અત્યારે તો ઝાડ નીચે અથવા તૂટેલા-ફૂટેલાં સ્થાનોમાં સ્કુલો ચાલે છે. દાતારનું નામ આખા પ્રદેશમાં ચિરંજીવ થઈ જાય અને સાધુ-સાધ્વીઓને જો બદરીનાથ તરફ વિચરવું હોય તો ભવિષ્ય માટે આખો માર્ગ ખુલ્લો થઈ જાય. અમારા સાધુ-સાધ્વી આવે ત્યારે તમારે ઊતરવા જગ્યા આપવી, આટલી શરત રાખીને દાન આપવામાં આવે તો દયા અને આ માર્ગ ખુલ્લો કરવાનું એને શ્રેય મળે તેમ છે. દીપચંદભાઈ ગાર્ડ કે બીજા કોઈ દાતાર પચીસ-પચાસ લાખનો ખર્ચ કરે તો યે ઘણું કામ થાય તેમ છે. આજથી સાઠ વર્ષ પહેલાં આ સડક નહોતી ત્યારે નદીકિનારે ગામ-ગામથી પગ રસ્તાઓ ઉપર થઈને બદરીનાથ જવાતું હતું. એ રસ્તો સડક કરતાં પચાસ-પોણોસો અથવા તેથી પણ વધારે કિલોમીટર ઓછો થતો હતો. તે જમાનામાં લગભગ સિત્તેર-એંસી વર્ષ પૂર્વે પંજાબના પ્રકાશાનંદજી નામના સાધુ આવેલા હતા. તેઓ કાળી કાંબળી ઓઢતા હતા. એટલે સ્ત્રી મતીવાતા તરીકે તેમનું નામ પ્રસિદ્ધ પ૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૬ થઈ ગયું હતું. આ હાતી મલીવાલા એ ઋષિકેશમાં ખૂબ જ ખૂબ જગ્યા સસ્તામાં લીધેલી. એ ભાગ સ્વર્ગાશ્રમના નામથી ઓળખાય છે. પછી તો ઘણી સંસ્થાઓને એ જગ્યામાંથી જુદી જુદી જગ્યાઓ વેચવામાં આવી. આજે તો કાલી-કમલીવાલા સંસ્થા પાસે સ્થાવર-જંગમ અબજો રૂપિયાની સંપત્તિ છે. આ પ્રદેશમાં કાલી-કમલીવાલાનું નામ ખૂબ જ જાણીતું છે. અત્યારે તો કાલીકમલીવાલાનાં સ્થાનોમાં પણ સારી રીતે પૈસા લેવામાં આવે છે. જૂના રસ્તા ઉપરના કાલીકામલીવાલાના જે સ્થાનો હતાં તે હવે અવાવર થઈ ગયાં છે. ખાસ કોઈ જતું નથી. ઉપર જણાવ્યું તેમ જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોનો જીર્ણોદ્ધાર કરે તો એનું નામ પણ ગાજતું થઈ જાય અને વિહારનો રસ્તો ભવિષ્ય માટે ખુલ્લો થઈ જાય. આ રસ્તે ઊતરવાની, તેમ જ સ્થંડિલ જવા માટેની જગ્યાની ખૂબ મુશ્કેલી છે. એક બાજુ પહાડ અને બીજી બાજુ ઊંડી ઊંડી જોખમી ખીણ. સોનલામાં સડકથી નીચે ઊતરીને એક સ્કુલમાં રાત રહ્યાં. સવારમાં ઉઠીને જોયું તો સ્કુલનું ક્ષેત્રફળ ભીંત ઉપર નાલીમાં લખેલું હતું. તે જોઈને મને અનુયોગદ્વારસૂત્ર યાદ આવ્યું. અનુયોગદ્વારસૂત્રમાં બીજા ભાગમાં યવ-નાલી-હાથ વગેરે માપનું વર્ણન હમણાં જ વાંચ્યું. તે ઉપરથી એમ લાગ્યું કે જુદા જુદા દેશમાં જુદાં જુદાં માપ ચાલતાં હતાં. એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શાસ્ત્રકારો કરે એ સ્વાભાવિક છે. ६० Page #72 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૦ મેઠાણ જેઠ સુદિ ૧૨ વંદના, સોનલાથી સવારે નીકળી ૧૦ કીલોમીટર મઠાણ આવ્યા. ત્યાં જીલ્લા પંચાયતના મકાનમાં ઊતર્યા. સવારમાં જ અમે સોનલાથી નીકળ્યા પછી નંદપ્રયાગ આવ્યા હતા. નંદપ્રયાગનું પહેલાં નામ કાસા-કાનાતું હતું. ઈસ્વીસન ૧૮૫૮થી એનું નંદપ્રયાગ નામ પડ્યું છે. નંદપ્રયાગમાં નિંદાકિની નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. નંદાકિનીનું લીલુંછમ પાણી અલકનંદાના પ્રવાહમાં ભળે છે. અહીં અલકનંદા ખૂબ જ જોરથી ઘોડાપૂરથી ઊછળતી-ઊછળતી વહે છે. નંદપ્રયાગ નાનું પાંચ-દશ હજારની વસ્તીવાળું શહેર છે. નંદા દેવીના શિખર ઉપરથી કે એવા કોઈ ઘાટથી વહેતી વહેતી આવે છે અને અલકનંદામાં ભળે છે. એટલે આ નંદપ્રયાગ છે. સંગમ-સ્થાન છે. નંદપ્રયાગથી આગળ નીકળી પુલથી નંદાકિની ઓળંગીને મૈઠાણમાં અમે આવ્યા હતા. હવે આખા રસ્તે બે-બે ત્રણ કિલોમીટરના અંતરે ગામો આવ્યા જ કરે છે. ગામો સડકથી થોડા ઉપર-નીચે હોય છે. કોઈક રસ્તા ઉપર પણ હોય છે. હવે ગામોમાં ચીકાર વસ્તી હોય છે. ૬૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૭ પર્વતની તળેટીમાં નદી પાસે, પહાડની મધ્યમાં, પાંચ-પાંચ કીલોમીટર ઊંચે પહાડની ટોચમાં ગામો હોય છે. ઘરો પણ ઊંચે-નીચે હોય છે. આપણને થાય કે આવા ગામોમાં ચડવું પણ આપણને ભારે ભારે થઈ પડે છે. ત્યાં આ લોકો હજારો વર્ષોથી રહેતા આવ્યા છે. એ શી રીતે બનતું હશે. પણ આ લોકોને કશું જ ખાસ લાગતું નથી. આ લોકો તદન ટેવાઈ ગયા છે. ટોચ ઉપર રહેનારા માણસો જરૂર પડે ત્યારે અઠવાડિયે પખવાડિયે નીચે ઊતરતા હોય. ડુંગરમાં ઉપર જ પહાડના ઢોળાવોમાં એમની ખેતી, ત્યાં જ તેમનાં ઢોર-ઢાંખર, ત્યાં જ તેમનાં આગળપાછળ ઊંચાં-નીચાં મકાનો. ત્યાં જ તેમની જિંદગી. આપણાં શાસ્ત્રોમાં ભિક્ષા વહોરવા માટે, ગોચરી વહોરવા માટે ઉપર આટલે સુધી જવું, નીચે આટલે સુધી જવું, આ બધી જે વાતો આવે છે તેનો અહીં સાક્ષાત્કાર થાય છે. આવા પહાડમાં ઉપરનીચે-મધ્યમાં પાર વિનાનાં ગામો આ પ્રદેશમાં છે. અત્યારે ઉત્તરાખંડ (ઉત્તરાંચલ) નવા રાજ્યની વાત ચાલે છે. આ પહાડી રાજ્યની એંસી-નેવુ લાખ માણસની વસ્તી છે. એટલે શાસ્રની વાતોનો સાક્ષાત્કાર થયો જાણી ખૂબ ખૂબ આનંદ થયો. સોનલાથી મૈઠાણમાં જ્યાં ઊતર્યા હતા તેની જોડે જ હિમાની હોટેલ હતી. અમારા સ્થાનમાં ખૂબ સંકડાશ હતી એટલે ૬ ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૭ હોટલની પરસાળમાં જરાક બેસવા ગયા હતા. હોટલનો માલિક બહુ વિદ્વાન અને જાણકાર હતો. એમનું નામ યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રી, પછી અમારી સાથે સંસ્કૃતમાં વાતો ચાલી. આપણા ચંદ્રપ્રભચરિત્રને વાંચ્યું છે એમ કહેતા હતા. કાશીમાં સંસ્કૃત ભણેલા છે. પોતે કથાકાર પણ છે. કથાઓ કરવા જાય છે. છોકરાઓ હોટલ ચલાવે છે. કોઈ છોકરાને એડવોકેટ, કોઈને સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ), કોઈને આર્ટીસ્ટ એમ બધાને ભણાવ્યા છે. ઇતિહાસના જાણકાર છે. સહૃદયી સજ્જન છે. અમે આગલા દિવસે સાંભળ્યું હતું કે આટલામાં રાવણે એક પર્વત પર ખૂબ તપશ્ચર્યા આરાધના શિવજીની કરી હતી. અમારી જિજ્ઞાસા તો હતી જ. રાવણ-મંદોદરીએ અષ્ટાપદ ઉપર ખૂબ પ્રભુભક્તિ કરી હતી. અને રાવણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. એટલે અમે એમને પૂછ્યું કે આટલામાં રાવણે તપશ્ચર્યા ક્યાં કરી હતી? યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રીએ કહ્યું કે અગ્નિકોણમાં આ નંદપ્રયાગથી એક તરફ ઘાટ છે. તે તરફ નંદપ્રયાગથી અમુક સ્થળ સુધી મોટર જાય છે. પછી પગે ચાલીને જવું પડે છે. ત્યાં વેરાસકુંડ નામે સ્થાન છે. ઘાટ ઉપર હોવા છતાં, ઉપર એકાદ કિલોમીટર કે એકાદ માઈલ જેટલું વિશાળ મેદાન છે. ત્યાં મંદિર, ધર્મશાળા, આશ્રમ આદિ ઘણું છે. મોટું તીર્થસ્થાન છે. હજારો-લાખો માણસો ૬ 3 Page #75 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૭ આવે છે. અહીં રાવણે શિવજીની આરાધના-તપશ્ચર્યા કરી હતી. નંદપ્રયાગથી ૧૬ કિલોમીટર દૂર વૈરાસકુંડ છે. વૈરાસકુંડ સુધી પહોંચતા બીજા અનેક થરો (Layers)માંથી પસાર થવું પડે છે. વૈરાસકુંડ છો સ્તર ઉપર છે. તેના ઉપર બીજા બે સ્તર છે. એમ એકંદર આઠ થરનો બનેલો આ પર્વત છે. આ રીતે આઠ થરોનો-અષ્ટાપદનો કંઈક પત્તો લાગ્યો. એ આઠે થરોના નામો નીચે મુજબ છે. ૧. ચાકા ૨. શેમાં ખરેખર જાતે જઈને આ ૩. મટઈ રાવણની સાધનાવાળા ૪. ગણોક (ગણેશ) આઠ થરવાળા ૫. ભૈરવ (અષ્ટાપદ) પર્વત ઉપર ૬. વૈરાસકુંડ ખાસ તપાસ કરવી ૭. છોટા દેવાંગન જોઈએ. ૮. બડા દેવાંગન યોગેશ્વરપ્રસાદજી શાસ્ત્રી પાસે આટલી માહિતી મળી. પછી અમે પૂછ્યું કે તમે અષ્ટાપદ વિષે કંઈ સાંભળ્યું છે. તેમણે કહ્યું કે નામ તો સાંભળ્યું છે પણ અત્યારે ચોક્કસ યાદ આવતું નથી. અમે કહ્યું કે તપાસ કરજો . અહીં સ્થાનિક લોકોમાં ફરવાથી-પૂછવાથી ઘણા ઋષિઓની EX Page #76 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૭ ઘણા ઋષિની સાધનાઓની, ઘણા દેવ-દેવીની અનેક કિંવદત્તીઓ સાંભળવા મળે છે. આ પ્રદેશમાં મુખ્ય પૂજા મહાદેવજીની છે. પાર્વતી સંબંધી ઘણી વાતો છે. બીજી દેવીઓ સંબંધી જાત-જાતની વિસ્મય ઉપજાવનારી વાતો મળે છે. આ દેવ-દેવીઓના સ્થાને અનેક મેળાઓ પણ ભરાય છે. પહાડની ટોચ ઉપર પણ આવા મેળાઓનાં હજ્જારો-લાખો માણસો આવે છે. એમને આ ચડાણઉતરાણ રમત જેવું લાગે છે. આ પહાડી પ્રદેશમાં બળદગાડાં તો ચાલે એમ છે જ નહિ. ખચ્ચરથી જ બધો વ્યવહાર હોય છે. ખચ્ચરો ઘણો ઘણો ભાર ઉપાડી ચડી જાય છે. માણસો પણ માથે- ખભા ઉપર, ગર્દન ઉપર, કંડી (પીઠ ઉપર ઉપાડવાની કરડી-મોટો ટોપલો)માં ઘણો ભાર ઉપાડી જતા હોય છે. સાઠ વર્ષ પહેલાં તો છ ફુટ જેટલો કાચો રસ્તો હતો. પછી બદરીનાથને કારણે કાચી સડક થઈ. નાનાં-નાનાં વાહનો જતાં હતાં. તે પછી ચીનની લડાઈ થયા પછી પાકી મોટી સડક બનાવવામાં આવી છે. મોટા મોટા ખટારાઓ જઈ શકે છે. જાય છે. એક બાજુ વિકરાળ ઊંચા ઊંચા પહાડો, બીજી બાજુ સેંકડોહજારો ફુટ ઊંડી ખીણ અને તેમાં વહેતી ગંગા નદી (અલકનંદા આદિ વિવિધ નામે) એટલે બહુ જોખમી માર્ગ છે, ઠામ ઠામ સાવધાનીનાં જુદાં જુદાં બોર્ડે લખાવેલાં હોય છે. ધીમે ચાલો, ઉતાવળ શી છે, ૬૫. Page #77 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૭ Waste a minute, save a life, Life is short, do not make it shorter.' છતાં અનેક મોટરો દોડે છે. સડક સિવાય સ્વયં માણસો ભાર લઈ જાય છે, અથવા ખચ્ચરો દ્વારા વ્યવહાર ચાલે છે. મૈઠાણથી સાંજે આઠ કિલોમીટર દૂર ક્ષેત્રપાલ જવા નીકળ્યા. વચમાં પાંચેક કિલોમીટર દૂર બજાડ ગામ પાસે અનસૂયા નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. પછી ચમોલી ગામે આવ્યા. ચમોલી જિલ્લાનું મથક છે. પાંચેક હજાર માણસની વસ્તી હશે. ચમોલીથી પહાડ તરફ દશેક કીલોમીટર દૂર ગોપેશ્વર ગામ છે. ત્યાં પહાડમાં દશેક હજાર માણસની વસ્તી હશે, એમ અમને કહેવામાં આવ્યું. ગોપેશ્વર પહાડમાં વસેલું શહેર છે. ચમોલીથી દૂર ક્ષેત્રપાલ બે કીલોમીટર આવ્યા. ત્યાં એક મકાનની અંદર હોલમાં સાધ્વીજી રહ્યાં. અમે બહાર પરસાળમાં સૂતા. શ્રાવકો વગેરે પરસાળ નીચે મેદાનમાં સૂતા. પરસાળની ધાર ઉપર મારો સંથારો હતો. રાત્રે બાર વાગે ઊડ્યો. ખ્યાલ રહ્યો નહિ. પરસાળ નીચે હું તો પડ્યો. પણ ભગવાનની કૃપાથી કંઈ વાગ્યું નહિ. પછી એક કલાક બાદ વરસાદ જોરથી શરૂ થયો. શ્રાવકો સફાળા જાગ્યા. જેને જ્યાં જગ્યા દેખાઈ ત્યાં ભરાયા. સવારમાં આઠેક વાગે વરસાદ બંધ રહ્યો. પછી ત્યાંથી નીકળ્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૮ પીપલકોટી જેઠ સુદિ ૧૩ વંદના. જેઠ સુદિ ૧૩ સવારે નીકળ્યા નવેક વાગે વચમાં ભીમતલા, વિરહી વગેરે ગામ આવ્યાં. વિરહી પાસે વિરહી ગંગા અલકનંદાને મળે છે. સફેદ દૂધ જેવી વિરહી ગંગા નદી છે. મોટો એનો પટ છે. ઊતરવા માટે કોઈ સ્થાન જ નહોતું. ક્ષેત્રપાલથી ૧૧ કિલોમીટર ચાલીને સમભાવ આશ્રમે આવ્યા. આશ્રમ મોટો છે. પણ આશ્રમવાળાઓએ કહ્યું કે અમારે ત્યાં કથા ચાલવાની છે. જગ્યા નથી. આશ્રમમાં ગુજરાતીઓએ ખૂબ પૈસા આપેલા છે. પૈસા આપનારાના નામોની યાદીથી ત્રણ ભીંતો ભરેલી હતી. આશ્રમમાં જગ્યા ન મળી, એટલે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર વિશ્વહિંદુ પરિષદનું મકાન નારાયણ આશ્રમ આવે છે. ત્યાં લગભગ સાડા બારે પહોંચ્યા. હકીકતમાં સમભાવ આશ્રમમાં કથા હતી જ નહિ. પણ જગ્યા આપવી ન આપવી એ એમની મરજીની વાત હતી. પાછળથી જાણવા મળ્યું કે જૈનો, પંજાબીઓ તથા અંગ્રેજોને એ લોકો ઉતરવા માટે જગ્યા આપતા જ નથી. વિશ્વહિંદુ પરિષદના મકાનમાં ઊતર્યા, પણ એમણે કહ્યું Page #79 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૮ કે રાત્રે યાત્રિકો આવવાના છે. જગ્યા બુક થઈ ગઈ છે. સાંજે ઉપાડવું પડશે. અમે તો ઊતર્યા. બધે સ્થળે પૈસાનો વ્યવહાર થઈ ગયો છે. વિશ્વહિંદુપરિષદના કાર્યકર ત્યાં મદનલાલ તિવારી છે. મૂળ કુમાયુ જિલ્લાના છે. આજુબાજુના પહાડી લોકોને શિક્ષણ આપવા માટે ૬૦ સ્કુલો ચલાવે છે. તેમાં ત્રીસ લોનો ખર્ચ દર વર્ષે ત્રણ લાખ જેટલો આવે છે તે ઋષિકેશ પરમાર્થનિકેતનવાળા ચિદાનંદજી સરસ્વતી (મુનિજી) આપે છે. જ્યારે ચિદાનંદજી અમને ઋષિકેશમાં મળ્યા ત્યારે કહ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભારતમાં દસ હજાર સ્કુલો ચલાવવાની તથા કાશીના ચોરાસી ઘાટોને શુદ્ધ-સ્વચ્છ કરવાની મેં જવાબદારી લીધી છે. આ રીતે આ સંન્યાસીઓ લોકોપયોગી-સમાજઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ચિદાનંદજીએ વિશ્વ હિંદુ કોશ તૈયાર કરવાનું કામ પણ ઉપાડ્યું છે. આવતા વર્ષથી એનું મુદ્રણ શરૂ થશે એમ કહેતા હતા. કરોડો રૂપિયાનો ખર્ચ આ વિશ્વ હિંદુકોશ તૈયાર થવાનો છે, થઈ રહ્યો છે. આમાં જૈન-બૌદ્ધ શબ્દો પણ એ લઈ લેવાના છે. હિંદુ શબ્દથી વૈદિક-બૌદ્ધ-જૈન આદિ બધા પ્રાચીન ભારતીય સંપ્રદાયોને એમણે સમાવી લીધા છે. વિશ્વહિંદુ પરિષદ દ્વારા ભૂકમ્પપીડિતોને રાહત આપવા વગેરેનું કામ પણ ચાલે છે. ६८ Page #80 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૮ | વિશ્વહિંદુ પરિષદના મકાને પહોંચતા પહેલાં રસ્તામાં એક યુવક અને યુવતી લાકડાઓનો મોટો ભારો ઉપાડીને ચડતાં હતાં. અમે ચડતા ચડતા હાંફી જતા હતા અને આ લોકો આટલો બધો જબરજસ્ત ભાર ઉપાડીને ચડતા જોઈને અમે પૂછ્યું કે તમને કેટલું બધું કષ્ટ થતું હશે. વાતો કરતાં ખબર પડી કે યુવક ગ્રેજ્યુએટ (બી.એ.) થયેલો હતો. કોઈ નોકરી મળતી નથી, એટલે આ બધી પરિશ્રમવાળી જિંદગી જીવીએ છીએ. અમને બહુ કષ્ટ લાગતું પણ નથી. ટેવાઈ ગયા છીએ. લાકડાં બળતણ માટે લઈ જઈએ છીએ. વેચવા માટે નહિ. જો ગામમાં ખબર પડે કે કોઈ આ રીતે લાકડા કાપીને વેચે છે તો એનો સમાજ બહિષ્કાર કરી દે છે. યુવક સાથે હિંસા-અહિંસા સંબંધી વાતો થઈ એને ખૂબ આનંદ થયો કે આજે સાચા બાબાના દર્શન થયાં. અહિંસાની વાત કરીએ તો લોકો ખૂબ પ્રેમથી સ્વીકારે છે - સાંભળે છે. અહીં સારામાં સારા ભણેલા-ગણેલા યુવક-યુવતીઓ લાકડાં કાપવામાં, પહાડોના કપરા પ્રદેશોમાં જઈને ઘાસ કાપવામાં જરાપણ સંકોચ કે શરમ અનુભવતા નથી, આ ખાસ ધ્યાન ખેંચવા જેવી વાત આપણા લોકો માટે છે. વિશ્વહિંદુ પરિષદના મકાનથી સાંજે મુકામ ઉપાડીને બે કિલોમીટર પીપલકોટી જવા નીકળ્યા. પીપલકોટી નાનકડું બજાર જેવું ગામ છે. ઊતરવાની કોઈ જગ્યા જ નહિ. અમદાવાદના ૬૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૮ રાજમાર્ગ ઉપર હોય તેવી બદરીનાથ જતા-આવતા વાહનોની ભીડ. - સડક ઉપરથી નીચે ખૂબ ખૂબ ઊતરીને એક પ્રાથમિક સ્કુલ હતી. ત્યાં મુકામ કર્યો. નદીકિનારે સ્કુલ હતી. રાત્રે જીવાત ઉભરાઈ. જ્યાં જુઓ ત્યાં જીવાત જ જીવાત ફર્યા કરે. કોઈ ઉપાય હતો જ નહિ. વિરાધના પણ થઈ જ. શાસ્ત્રવચન યાદ આવ્યું કે ગત્ય નન્ન તત્ય વU. અને જ્યાં વનસ્પતિનું બાહુલ્ય હોય ત્યાં જીવાત પણ કયારે ઉભરાય એનો ભરોસો નહિ. Iો ૭૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૧૯ પૂર્વ માધ્યમિક વિધાલય, ટંગણી જેઠ સુદિ ૧૪ વંદના, પીપલકોટીથી બારેક કીલોમીટર દૂર દંગણી જવા નીકળ્યા. છ કિલોમીટર ગયા પછી, ગરૂડગંગા સ્થાન આવે છે. અહીં ગરૂડગંગા નદી આવીને અલકનંદામાં ભળે છે. પ્રયાગ છે. ગરૂડનું મંદિર છે. અહીં ચડાવ-ઉતાર આવ્યા જ કરે. ગરૂડ-ગંગાનો પૂલ ઓળંગીને ચડતાં-ચડતાં ઢંગણી તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક સ્થળે બેઠા, ત્યાં રણજિતસિંહ નામે રજપૂત મળ્યા. એ પોતે પહેલાં ચીનમાં પણ કેટલોક વખત રહ્યા હતા. ભારત-ચીનની સરહદે નીતિ નામનું ગામ છે. ત્યાંના એ વતની છે. ચીનમાં એનો ધંધો હતો. હવે તો લડાઈ પછી ચીનની સરહદ બંધ થઈ ગઈ છે. એમનો એક ભાઈ અમદાવાદ રહે છે. એમણે માહિતી આપી કે નીતિ પાસેથી ચારેક પડાવ કર્યા પછી કૈલાસ આવે છે. કૈલાસની પરિક્રમા (પ્રદક્ષિણા) કરવા માટે આજે પણ ઘણા જાય છે. માનસ સરોવર પણ એટલામાં આવે છે. ત્યાંથી પછી અમે દંગણી આવ્યા. સડકની તદન નજીકમાં જ આવું વિશાળ સ્થાન હરિદ્વારથી નીકળ્યા પછી પહેલી જ વાર મળ્યું. પૂર્વ પ્રાથમિક વિદ્યાલય છે. આ પ્રદેશમાં બીજા ધોરણથી ૭૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૧૯ જ સંસ્કૃત શીખવવામાં આવે છે અને લોકોને સંસ્કૃત ભાષા માટે બહુ આદર અને ગૌ૨વ છે. સ્કુલમાં ચારે બાજુ સંસ્કૃત સુભાષિતો લખેલાં છે. અહીંના લોકો ધર્મશ્રદ્ધાળુ હોવાથી બ્રાહ્મણો પાસે જુદી જુદી જાતના ચંડીપાઠ જેવા કોઈ પાઠો કરાવતા હોય છે. એટલે નાની ઉંમરથી જ સંસ્કૃત ભાષા શીખ્યા હોય તો આવા પાઠો કરી શકે. એટલે બીજા ધોરણથી સંસ્કૃત શીખવવાનું આ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં ત્રીજા ધોરણથી શીખવતા હતા. આપણને આશ્ચર્ય થાય છે. આપણે ત્યાં સાતમી કે આઠમીથી શીખવતા હશે. મહારાષ્ટ્ર જેવામાં તો સંસ્કૃતને ભણવું કે ન ભણવું એ વિદ્યાર્થીની ઇચ્છા ઉપર છોડ્યું છે. આપણે ત્યાં સંસ્કૃતની કેવી દુર્દશા અને અહીં સંસ્કૃતનું કેવું ગૌરવ. અમને આ વાત જાણી બહુ આનંદ થયો. ૭૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨૦ પૂર્વમાધ્યમિક વિદ્યાલય, પૈની જેઠ સુદિ ૧૫ વંદના. આજે દંગણીથી નીકળ્યા. વચમાં પાતાળગંગા નદી આવે છે. ટંગણીથી ચાર કિલોમીટર છે. ઉતરાણ જ ઉતરાણ. એમ જ લાગે કે પાતાળમાં જ આપણે જઈ રહ્યા છીએ. અહીં પાતાળગંગા અલકનંદાને મળે છે. પાતાળગંગાનો પુલ ઊતર્યા. ત્યાં ગણપતિનું મંદિર છે. કોઈ બાવાજી ત્યાં બેઠા હતા. થોડી વાત થઈ. પછી ચડવાનું જ ચડવાનું. મોટા મોટા પર્વતો. સડક આ પર્વતોને આમથી આમ વીંટતી ચાલ્યા જ કરે. કેટલાયે ચક્રાવાઓ ચડી-ચડીને આજે ૧૮ કીલોમીટર ચાલીને જ અહીં આવ્યા છીએ. વચમાં ૧૧ કીલોમીટર ઉપર હેલંગ આવ્યું હતું. પણ હેલંગમાં તો રહેવાની જગ્યા જ નહોતી. માત્ર એક તદન નાનકડી દુકાનમાં નોકારસી કરવા જેટલું જ બેઠા એના ત્રણસો રૂપિયા શ્રાવકોને ચૂકવવા પડયા. અહીં જનારા-આવનારા યાત્રાળુઓમુસાફરો પાસેથી પૈસા કમાવાનો આવો મોટો વ્યવસાય ચાલે છે. પૈનીમાં વિશાળ જગ્યા છે. બપોરે અમે વાપરીને બેઠા હતા ત્યાં તો ઉપેન્દ્રભાઈ અણધાર્યા આવી પહોંચ્યા. તમે જિતુને આપેલો પત્ર તેમના દ્વારા મળ્યો. તમારા પ્રોત્સાહક શબ્દો વાંચીને અમને બધાને ખૂબ ખૂબ આનંદ થયો. ઉત્સાહ વધ્યો. 23 Page #85 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૦ ઉપેન્દ્રભાઈએ કહ્યું કે શ્રેણિકભાઈ શેઠનો હુકમ થયો કે જાવ જલ્દી, અને તપાસ કરી આવો કે મહારાજ સાહેબની કેવી સ્થિતિ છે. જૈન સંઘ કેવો જયવંતો છે, અમારી આટલી દૂર દૂરથી ખબર રાખે છે. અમદાવાદમાં બદરીનાથના આદીશ્વર ભગવાન પધાર્યા છે. લોકોમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે, દર્શન માટે ટોળે-ટોળાં ઉમટે છે. એ જાણી ખૂબ ખૂબ આનંદ થયો કે આદીશ્વર દાદાનો કેવો મહાન પ્રભાવ છે. એક વાતનો અમને હંમેશાં સતત અનુભવ-આભાસ થઈ રહ્યો છે કે અમે ચાલતા નથી. કોઈ બીજું અદેશ્ય તત્ત્વ અમને ચલાવી રહ્યું છે. અત્યંત કપરી, પહેલાં કોઈ અનુભવ વિનાની, ઠામઠેકાણા વિનાની આ અમારી બદરીનાથની યાત્રા - હિમાલયની યાત્રા હોવા છતાં કે, ગુજરાતમાં જેમ વિચરતા હોઈએ તેમ અત્યંત આનંદનથી સહજતાથી અમે વિચરી રહ્યા છીએ. અનેક વિપ્નો આવે છે તે અમારા માટે લાભદાયક થાય છે. ઓચિંતો વરસાદ આવી પડે અને અમારો કાર્યક્રમ છિન્નભિન્ન થઈ જાય એમાં પણ આ અદશ્ય તત્ત્વનો સંકેત હોય છે. એ તત્ત્વ અમને રોકી પણ રાખે છે અને જરૂર લાગે ત્યાં આગળ પણ ધકેલે છે. આ અદશ્ય તત્ત્વ એ દેવ-ગુરુની પરમ પરમ પરમ કૃપા જ છે. ७४ Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨૧ જોશીમઠ જેઠવદિ ૧/૧ વંદના. પૈનીથી ૭ કીલોમીટર દૂર જોશીમઠ આવવા નીકળ્યા. ધીમો ધીમો પણ ચડાવ છે. સડક પહાડોને આંટા મારતી પહાડોને વીંટતી વીંટતી આગળ વધે છે. પાછળ નીચે નજર નાખો તો સર્પાકારે સડકનાં ગૂંચળાં દેખાયા કરે. પાણીથી ભરેલાં રૂપેરી વાદળાં નીચે, અને અમે ઉપર, અમારી બાજુમાં વાદળાંના ગોટેગોટા. સામેનો પહાડ પણ ન દેખાય, પહાડોની ટોચે પણ વાદળાં, આવાં અવનવાં દશ્યો નજરે પડતાં હતાં. પહાડ-વનસ્પતિ-ખીણનું સૌંદર્ય નવું નવું રોજ જોવામાં આવે છે. હવે એની મોહકતા રહી નથી. કારણ કે આ નવાં નવાં દશ્યો એ હવે રોજિંદી ચીજ બની ગઈ છે. હા, તમારા જેવા કવિહૃદયી માણસો હોય તો પાનાંનાં પાનાં ભરાય એટલું લખી દે. જોશીમઠ એકાદ કીલોમીટર બાકી હશે ત્યાં એક સંન્યાસી મળ્યા. ઋષિકેશમાં દિવ્યજીવન સંઘના ચિદાનંદજી સરસ્વતીના એ શિષ્ય હતા. શિવચૈતન્યાનંદ સરસ્વતી એમનું નામ છે. જોશીમઠથી તપોવન તરફ છ કિલોમીટર દૂર એક ગુફા ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૧ છે તેમાં રહે છે. ગુફામાં એકાંત છે. વાઘ-રીંછ-સર્પ-વીંછી આદિનું આવાગમન થતું હોય છે. પાંચ વર્ષથી એ ત્યાં રહે છે. આ પ્રાણીઓ સાથે મને બહુ ફાવે છે. મને કંઈ ઈજા કરતાં નથી, પરંતુ માણસો સાથે મને ફાવતું નથી. માણસો મને મારા ધ્યાન આદિમાં વિક્ષેપ પાડે છે. વળી માણસો ફાલતુ નકામી વાતો કરીને પણ બહુ સમય બગાડે છે.' આવી આવી કેટલીય વાતો કરી. એ સાંભળીને અમને ખૂબ જ ખૂબ આશ્ચર્ય થયું કે આવા આવા સાધકો પણ છે. એમને જવાની ઉતાવળ હતી. બદરીનાથમાં તમને કોઈકવાર મળીશ એમ કહીને એ છુટા પડ્યા. અમે જોશીમઠમાં આવ્યા. વેદ-વેદાંગ સંસ્કૃત વિદ્યાલય નીચે એક છાત્રાલય છે તેમાં ઊતર્યા છીએ. અહીં આવીને જોશીમઠના શંકરાચાર્યને મળવા માટે નીકળ્યા. જોશીમઠનું મૂળ નામ જ્યોતિર્મઠ છે. શંકરાચાર્ય લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે જ્યારે આ બાજુ આવેલા ત્યારે એક ઝાડ નીચે તેમને દિવ્યજ્ઞાન પ્રગટ થયેલું. તે ઝાડને કલ્પવૃક્ષ કહે છે. તેની પાસે જ એક ગુફા છે તેમાં શંકરાચાર્ય તપશ્ચર્યા-સાધના કરેલી હતી. તે ગુફા શંકરાચાર્યની તપઃસ્થલી તરીકે આજે પણ વિદ્યમાન છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૧ ગુફામાં શંકરાચાર્યની સુંદર પ્રતિમા સ્થાપિત કરેલી છે. જરાપણ ફેરફાર વિનાનું આ શંકરાચાર્યનું નિશ્ચિત સ્થાન છે, એમ કહે છે. અહીં દિવ્યજ્યોતિ-દિવ્યજ્ઞાન પ્રગટ થવાને કારણે આ સ્થળે જ્યોતિપીઠની તેમણે સ્થાપના કરી હતી. અને તેમના શિષ્ય ત્રોટકાચાર્યને આ સ્થળે તેમણે જ આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા. આ ગાદી ઉપર આવનારા બધા શંકરાચાર્ય જ કહેવાય છે. એટલે જ્યારે ખાસ કહેવું હોય ત્યારે જગદ્ગુરુ આદિ (આઘ) શંકરાચાર્ય શબ્દપ્રયોગ કરવામાં આવે છે. વર્ષો સુધી આ પીઠ ઉપર નવા નવા શંકરાચાર્યો આવ્યા. આદ્ય શંકરાચાર્યે પ્રસ્થાનત્રયીગીતા, ઉપનિષદ્ તથા બ્રહ્મસૂત્ર ઉપર ૧૬ વર્ષની ઉંમરે અહીંજ ભાષ્યની રચના કરી હતી. બ્રહ્મસૂત્ર ઉપર તથા બીજા ગ્રંથો ઉપરનું શાંકરભાષ્ય વિશ્વમાં અત્યંત વિખ્યાત છે. આદ્ય શંકરાચાર્યે ભારતમાં પશ્ચિમમાં દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી. ત્યાં હસ્તામલકાચાર્યને ગાદીએ બેસાડ્યા હતા. પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠની સ્થાપના કરી હતી. ત્યાં પદ્મપાદ આચાર્યને ગાદીએ બેસાડ્યા. દક્ષિણમાં રામેશ્વરમાં શૃંગેરીમઠની સ્થાપના કરી હતી. ત્યાં સુરેશ્વરાચાર્યને ગાદીએ બેસાડ્યા. Page #89 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૧ આ રીતે ભારતમાં ચાર દિશામાં ચાર પીઠની સ્થાપના આદ્ય શંકરાચાર્યે કરી હતી. તે પછી તો ભારતમાં નાના-મોટા અનેક સ્થળે સંન્યાસીઓના આશ્રમો થયા છે. તે બધા પોતાને શંકરાચાર્યની ગાદીએ - શંકરાચાર્યની પાટે પરંપરાએ આવેલા છીએ એમ માને છે. પોતાને શંકરાચાર્ય પણ કહેવડાવે છે. - ઉત્તરમાં આવેલા જ્યોતિપીઠમાં ઘણા વર્ષો પછી એ સ્થાનપીઠ ઉજ્જડ જેવું થઈ ગયું. લગભગ દોઢસો વર્ષ પૂર્વે પ્રયાગના શંકરાચાર્યે આ સ્થાનનો પુનરુદ્ધાર કર્યો. એક મોટો બગીચો બનાવ્યો. તેમાં એક લાકડાનો વિશાળ મઠ પણ કર્યો. જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યના જ્યોતિપીઠના આચાર્ય તરીકે તેમની પ્રસિદ્ધિ પણ વારાણસીના વિદ્વાનોએ માન્ય કરી. આજે તેમની ગાદી ઉપર વાસુદેવાનંદ સરસ્વતી છે. અમે વાસુદેવાનંદજીને મળવા ગયા. સંસ્કૃતમાં જ અમારો વાર્તાલાપ શરૂ થયો. અર્ધો-પોણો કલાક અથવા વધારે વાર્તાલાપ ચાલ્યો હશે. ખૂબ ખૂબ સદ્ભાવથી નિખાલસભાવે-મુક્તમને વાતો થઈ. - બે મહિના ગ્રીષ્મઋતુમાં એ અહીં આવે છે. પછી તેમના સ્થાને પ્રયાગ (અલ્હાબાદ)માં ચાલ્યા જાય છે. ભિન્ન ભિન્ન સ્થળે ૭૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ 'હિમાલયની પદ યાત્રા-૨૧ ચોમાસાં કરે છે. ચોમાસામાં બે મહિના બહાર જતા નથી, જ્યાં રહ્યા હોય તે જ સ્થાનમાં તે જ નગરમાં રહે છે. આ વર્ષે મુંબઈમાં ચોમાસું કરવાના છે. તેમનો સ્થાયી નિવાસ પ્રયાગ (અલ્હાબાદ)માં છે. તેમના સ્થાનની તંદન બાજુમાં જ દ્વારકા-શારદાપીઠના અધિપતિ સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું સ્થાન-મંદિર આદિ બનાવ્યું છે. એ કહે છે કે જ્યોતિપીઠનો શંકરાચાર્ય હું છું. આ સ્થાનથી અર્ધો પોણો કિલોમીટર દૂર કરપાત્રીજીના શિષ્ય માધવાશ્રમે નૃસિંહ મંદિર પાસે એક સ્થાન બનાવ્યું છે. એમણે પણ પોતાના સ્થાનને જ્યોતિર્મઠ નામ આપ્યું છે. જ્યોતિપીઠના અધિપતિ તરીકે જ - શંકરાચાર્ય તરીકે જ એ પોતાને કહેવરાવે છે. આમ અત્યારે જ્યોતિમઠમાં – જોશીમઠમાં ત્રણ શંકરાચાર્યો વાસુદેવાનંદજીને મેં પૂછયું કે તમે પાસે પાસે જ રહો છો. પરસ્પર મળો છો ? કંઈ વાતો કરો છો ? જવાબમાં કહ્યું કે અમે બિલકુલ મળતા નથી. કોર્ટમાં કેસ પણ સ્વરૂપાનંદ સરસ્વતી સાથે ચાલે છે. મેં પૂછયું કે આમ કેમ ? તમે તો અદ્વૈતવાદી છે. મને નિખાલસ દિલે હસતાં હસતાં કહ્યું કે અત્યારે તો નાનું સત્યમ, હીં મિથ્યા છે. ત્રિહી સત્યમ, નાન્મિથ્યા આ તો શાસ્ત્રની વાત છે. ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૧ આવતા વર્ષે મહા મહિનામાં પ્રયાગ (અલ્હાબાદ)માં કુંભ મેળો છે. લગભગ ચાર ક્રોડ માણસો આવશે. મેળામાં જરૂર જરૂર આવજો. તમને સ્વતંત્ર રહેવા આદિની વ્યવસ્થા હું જરૂર કરાવી આપીશ. અમને પ્રસાદ લેવા ખાસ આગ્રહ કર્યો. અમારી સાથેના શ્રાવકોને ટોપલી ભરીને પૂરી-શીરો વગેરે આપ્યું. અમારું મિલન ખૂબ આનંદદાયક રહ્યું. મને લાગે છે કે શંકરાચાર્યનું જૈન સાધુ સાથે મિલન ઇતિહાસમાં પ્રાયઃ પ્રથમવાર જ હશે. આનંદથી અમે છૂટા પડ્યા. ત્યાં સ્થાપેલી શંકરાચાર્યની ગાદી બતાવી. પછી એક પંડિતને મોકલીને જે કલ્પવૃક્ષ નીચે શંકરાચાર્યને દિવ્ય જ્યોતિ દિવ્યજ્ઞાન પ્રગટ થયેલ તે સ્થાન તથા પાસેની જ શંકરાચાર્યની તપઃસ્થલી ગુફા હતી તે બધું બતાવ્યું. કલ્પવૃક્ષનું થડ ઘણુંજ ઘણું જાડું વિશાળ છે. પછી સ્વરૂપાનંદ સરસ્વતીએ પાસે જ બનાવેલું મંદિર આદિ હતું તે જોયું. સ્વરૂપાનંદજી તો ત્યાં હતા પણ નહિ. કયારેક કયારેક જ આવે છે. અઠવાડિયું-પખવાડિયું રોકાય છે. સાંજે નૃસિંહ મંદિર પાસે માધવાશ્રમે સ્થાપેલો જ્યોતિમઠ જોવા ગયા. માધવાશ્રમ તો દિલ્હી ગયા હતા. તેમના શિષ્ય ઇંદ્રસ્વરૂપ બ્રહ્મચારી હતા. તે મળ્યા. કેટલીક વાતો થઈ. ૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૧ એ તો કહે કે વાસુદેવાનંદ અને સ્વરૂપાનંદ બંને તદન ખોટા છે. માધવાશ્રમ જ સાચા શંકરાચાર્ય છે. શંકરાચાર્યથી વિદેશ જવાય જ નહિ. વાસુદેવાનંદ પરદેશમાં જઈ આવ્યા છે એટલે એ શંકરાચાર્ય જ મટી ગયા છે. સ્વરૂપાનંદ સરસ્વતી ઉપર લોકોનો દુર્ભાવ છે. સાચા જગદ્ગુરુ શંકરાચાર્ય તો માધવાશ્રમ જ છે. અમે આ બધું નાટક જોઈને એ વાગોળતા રહ્યા. છાત્રાલયમાં આવીને પ્રતિક્રમણ કરીને સૂઈ ગયા. ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૮૨ . વંદના. જોશીમઠથી સવારે પાંડુકેશ્વર જવા નીકળ્યા. ૨૩ કીલોમીટરનો સડકથી રસ્તો હતો. ૨૨ C/o. પ્રાથમિક વિદ્યાલય, પાંડુકેશ્વર જેઠવિંદ ૧/૨ પહાડનો એક ટૂંકો રસ્તો લેવાય તો ચાર-પાંચ કીલોમીટર ઘટી જાય એમ ઘણાના કહેવાથી રસ્તો ટૂંકો થાય એ લોભથી અમે પણ ચાલ્યા. પરંતુ ચાલ્યા પછી રસ્તાના અણીદાર આડેધડ ગોઠવેલા ઊંચા-નીચા પથરા જ પથરા રસ્તામાં હતા. દાંડાની સહાયથી એકબીજાનો ટેકો લઈને, કોઈક કોઈક જગ્યાએ બેસી જઈને ઊતરવા માંડયું. છેવટે રસ્તો પણ તદન દોઢ બે ફૂટ જેટલો સાંકડો. જો જરાક ચૂક્યા, સમતુલા ગઈ, ઠેસ વાગીને પડયા તો હાડકાં જ ભાગી જાય. માથું જ ફૂટી જાય. એક સ્થળે તો એકદોઢ ફૂટ જેટલો રસ્તો. માટીનો રસ્તો. માટી ચીકણી. વરસાદ પડી ચૂકેલો. ખૂબ જ સાવધાનીથી પુંડરીકરત્નનો ટેકો લઈને રસ્તો ઓળંગ્યો. જરાક પગ લપસે તો જાન જ જાય કે હાડકાં જ ભાગે. મોટી ખીણ હતી. માંડ માંડ ઊતર્યા. સાથે રહેલા બીજા સાધુસાધ્વી આદિની સતત ચિંતા. છેવટે જ્યારે નીચે બધા ઊતર્યા ત્યારે નિરાંતનો શ્વાસ મેં લીધો. આપણી ગુજરાતી ભાષામાં કહું તો ખોડ ભૂલી ગયા કે Page #94 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ હવે ભૂલેચૂકે પણ આવો રસ્તો લેવાનું દુસ્સાહસ કરવું નહિ. કોઈને ભલામણ પણ કરવી નહિ. જિંદગીમાં અત્યંત કસોટીના રસ્તામાંથી પાર ઊતર્યા. આના કરતાં પાંચ કિલોમીટર વધારે ચાલવું સારું. મારા પૂજ્ય પિતાશ્રી ગુરુદેવ કહેતા હતા કે દાંડો તો ત્રીજો પગ છે. શાસ્ત્રમાં દાંડાનું ખાસ વિધાન છે. આ પ્રસંગે એની ઉપયોગિતાની ખબર પડી. આ રસ્તે ઊતરીને વિષ્ણુપ્રયાગ આવ્યા. ખૂબ જ નીચે વિષ્ણુપ્રયાગ છે. ત્યાં એક પોલીસચોકી છે. વિષ્ણુ ભગવાનનું નાનું મંદિર છે. અહીં ઔલીગંગા નદીનો અલકનંદા સાથે સમાગમ થાય છે. આ સંગમો ખાસ જોવા જેવા હોય છે. વિષ્ણુપ્રયાગથી પા-અડધો કિલોમીટર દૂર સડક ઉપર જ શ્રાવકોએ નોકારસી માટે વ્યવસ્થા કરી હતી. ત્યાં સડકની બાજુએ બેસીને નોકારસી વાપરીને ચાલ્યા. દોઢસો-બસો ડગલાં ચાલ્યા પછી સડક ઉપર જ પર્વતમાં એક ગુફા હતી. ગુફા થોડી ઊંચી હતી. પત્થરમાં બાકોરું કરીને તેમાં લાકડું ભીડાવી રાખ્યું હતું. તેના ઉપર પગ મૂકીને ઉપર ગુફામાં જઈ શકાય. એ ગુફામાં એક નારાયણગિરિ નામે સાધુ નવ વર્ષથી રહે છે. એ ઊતરીને અમારી પાસે આવ્યા. ઘણી વાતો થઈ. ગુફાની અંદર બીજી ગુફા છે. પાંચ જણા રહી શકે તેવી મોટી છે. નવ વર્ષથી સતત એમાં રહે છે. ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ અમે પૂછ્યું કે ખાવાની શી વ્યવસ્થા છે ? ઉત્તરમાં કહ્યું કે ઉપરવાળો ઈશ્વર સાંભળી લે છે. જતા આવતા મુસાફરો આપી જાય છે. છ મહિના જ્યારે બરફ પડે ત્યારે કોઈ યાત્રાળુ આવે નહિ ત્યારે જોશીમઠ આદિ જઈને લોટ લઈ આવે છે. લોટ પકાવીને દાળ-શાક સાથે ખાઈ લે છે. તદન સાદું થોડા જ દ્રવ્યોનું ભોજન લે છે. અમારી સાથેના માણસોએ એમને લાડવા ગાંઠિયા આપ્યા. તો તેણે બીજા બાવાઓ આવ્યા હતા તેમને આપી દીધા. આખો દિવસ શું કરો છો, તો કહે “પ્રભુભજન સ્મરણ કરું છું.” સર્પ આદિના ભયનું પૂછયું. ‘તો કહે કંઈ જ ઉપદ્રવ થતો નથી. નવ વર્ષથી આનંદથી અહીં રહું છું.” આ આશ્ચર્યકારક દૃશ્ય જોઈને અમે આગળ ચાલ્યા. ત્યાંથી ગોવિંદઘાટ આઠ કિલોમીટર દૂર હતું. એક બાજુ, તદન ઊભો પહાડ, બીજી બાજુ અત્યંત ઊંડી ખીણ, વનસ્પતિની ઘનઘોર ઘટા, સાંકડી સડક, ઊંચે ઊંચે ચડતા જવાનું. એમ કરતાં કરતાં ધીમે ધીમે ચાલતાં ગોવિંદઘાટ પહોંચ્યા. ગોવિંદઘાટ સડક ઉપર જ છે. ત્યાંથી ૧૯ કીલોમીટર દૂર હેમકુંડ છે. ત્યાંથી લક્ષ્મણ ગંગા વહે છે અને તે અલકનંદામાં મળે છે. આવતા રસ્તામાં જ આ સંગમ અમે જોયો હતો. દીલ્હીમાં ચાંદની ચોકમાં કિનારીબજારના જૈન ઉપાશ્રયમાં ઈલેકટ્રીક ફિટીંગનું કામ કરતા અમારા પરિચિત શીખ સરદારજી ८४ Page #96 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ હેમકુંડની યાત્રા કરીને અમને મળવા માટે બદરીનાથમાં ખાસ આવ્યા હતા. તેમણે હેમકુંડ સંબંધી વિશેષ માહિતી આપી હતી. હેમકુંડમાં ગુરુ ગોવિંદસિંહે પૂર્વજન્મમાં ઘણી તપશ્ચર્યા કરી છે. એટલે શીખો આ સ્થાનને ખૂબ જ માને છે. એટલે શીખોનું એ મોટું તીર્થધામ છે. લાખો શીખો યાત્રાર્થે આવે છે. ચાલીને-ચડીને હેમકુંડ જવાનું હોય છે. જે શીખો સશક્ત હોય તે ચાલીને, બાકીના ખચ્ચર ઉપર જાય છે. ખચ્ચર ઉપર જવા આવવાના ૧૨૦૦ રૂપિયા લાગે છે. પાલિતાણા જેમ સેંકડો યાત્રાળુ શત્રુંજય ઉપર ચડતા-ઊતરતા હોય છે એમ અહીં પણ અનેક શીખોને દૂર-દૂરથી ચડતો ઊતરતા અમે જોયા. અહીંથી ૧૯ કિલોમીટર દૂર પગે ચડીને ચાલીને શીખો હેમકુંડ જાય છે. વચમાં ૧૩ કીલોમીટર ગયા પછી મુકામ કરવા માટે ગુરુદ્વારા આવે છે. ગોવિંદઘાટથી ૧૩ કીલોમીટર ગોવિંદધામ છે. ગોવિંદધામમાં મોટા મોટા હોલ છે. તેમાં હજાર-હજાર પથારીઓ હોય છે તેમાં જ બધાએ ઊતરવાનું. ત્યાં લગભગ ચાલીસ હજાર ધાબળા રાખવામાં આવે છે. તે સરદારજીએ કહ્યું કે હું ગયો ત્યારે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. એટલા બધા શીખ યાત્રાળુઓ આવે છે. બધું જ ખાવા-પીવા-રહેવાનું મફત હોય છે. ઇચ્છા હોય તો કોઈ સવા રૂપિયો જ લખાવે. કોઈ અગિયાર રૂપિયા લખાવે, ૮પ Page #97 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ કોઈ અગિયાર હજાર લખાવે. કોઈ અગિયાર લાખ પણ લખાવે. બધું ભક્તની ઈચ્છા ઉપર જ આધાર રાખે છે.’ ગોવિંદધામથી છ કીલોમીટર દૂર હેમકુંડ છે. લગભગ સાડા પંદર હજાર ફૂટની ઊંચાઈએ છે. ત્યાં હવા બહુ જ પાતળી હોય છે. એટલે ત્યાં કોઈને રાત રહેવા દેવામાં આવતા નથી. હેમકુંડમાં જઈને સ્નાન કરવાનું. ગુરુ ગ્રંથ સાહેબને નમસ્કાર કરવાના. પછી તરત ઊતરી જવાનું. ગોવિંદધામમાં જ આવીને રહેવાનું અને સૂઈ જવાનું. ગોવિંદઘાટ સડક ઉપર જ છે. સડક ઉપર તો હોટલો જ છે. સડકથી અર્ધો કીલોમીટર લગભગ નીચે ઊતર્યા પછી જ ગોવિંદઘાટની મોટી મોટી અનેક ધર્મશાળાઓ, હોટલો તથા ગુરુદ્વારા વગેરે છે. સડક ઉપરથી દૂર દૂર બધું દેખાય છે. દરેક શીખોના ગુરુદ્વારમાં લંગર (ભોજનાલય) ચાલતાં હોય છે. લંગરમાં દાળ-રોટી તથા ચાવલ (ભાત) બધાને મફત આપવામાં આવતા હોય છે. કોઈ ભક્તિથી મિષ્ટાન્ન-ખીર આદિ મોકલે તો તે પણ અપાતાં હોય છે. જમ્યા પછી જે થાળી એઠી હોય તેને સાફ કરવા માટે પડાપડી થતી હોય છે. એને કારસેવા (ક૨સેવા) કહેવામાં આવે છે. આવી કારસેવા માટે ધનવાન-નિર્ધન બધા જ લાભ લેવા માટે ઊભા હોય છે. રસોઈ વગેરે કારસેવા માટે લક્ષાધિપતિ-ક્રોડાધિપતિ શીખોની સ્ત્રીઓ પણ હોંશેહોંશે લાભ લેવા આવે છે. આ પ્રકારની ૮૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૨ સાધર્મિક ભક્તિ-કારસેવા શીખોમાં વ્યાપક છે. હેમકુંડથી ચીનની સરહદ સાત કિલોમીટર જ લગભગ દૂર છે. ત્યાં ઠંડી સખત હોય છે. મોટા ભાગે હેમકુંડ બરફથી છવાઈ જાય છે. ત્રણ-ચાર મહિના જ આ સ્થાન બરફથી મુક્ત હોય છે. એટલે આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં શીખો યાત્રાર્થે આવે છે. એમાંથી કેટલાય શીખો બદરીનાથની યાત્રાએ પણ આવે છે. સડક ઉપર તો હોટલો જ હતી. ઊતરવાની જગ્યા હતી જ નહિ. ખૂબ ખૂબ નીચે ઊતરીએ તો કદાચ ઊતરવાની જગ્યા મળે પણ પાછું એટલું ચડવું પડે. એટલે બીજા બે કિલોમીટર ચાલી પાંડુકેશ્વર આવ્યા. અહીં પ્રાથમિક તથા માધ્યમિક વિદ્યાલય છે. ત્યાં ઊતર્યા. મકાનો જર્જરિત હતાં. ઘણો ઘણો વર્ષાદ પડ્યો. | ઋતુ અહીં અનિયમિત. એટલે જ્યારે પણ વર્ષાદ બંધ લાગે ત્યારે બાંધ ગઠડિયાં કરવાનું અને પછી ગમે તે યોગ્ય સ્થાને છોડ ગઠડિયાં કરવાનું. અહીં પાંડુરાજા રહેતા હતા. પાંચ પાંડવોનો જન્મ અહીં થયેલો હતો. પાંડવોને ભણવાની મોટી મોટી પથ્થરની પાટીઓ પહેલાં હતી. અહીં ઘંટાકર્ણનું મંદિર જોયું. ઘંટાકર્ણ આ પ્રદેશના ક્ષેત્રપાલ છે. એ અંગેની કથા હવે પછી લખાશે. ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨૩ વંદના. વરસાદ બંધ રહ્યો એટલે આઠ-સાડા આઠ લગભગ પાંડુકેશ્વરથી દશ કીલોમીટર દૂર હનુમાનચટ્ટી જવા નીકળ્યા. ८८ હનુમાનચટ્ટી જેઠવિંદ ૨ વચમાં પાંચ કીલોમીટર ઉપર લાંમાઘાટ આવે છે. પહાડ ઉપરથી ઠામઠામ ઝરણાં આવે છે. ધોધમાર વહેતાં હોય છે. રસ્તામાં કેટલાય સ્થળે સડક ધોવાઈ ગઈ છે. લાંમાઘાટ પાસે એક સ્થળ લગભગ પોણો કીલોમીટર જેટલું લાંબું આવે છે. ત્યાં પહાડ ઉપરથી માટી, પથરા, શિલાઓ ધોવાઈને ધસીને આવે છે. સરકારી માણસો ત્યાં પાવડા લઈને ઊભા જ હોય છે. માટી-પથરા વગેરે જે ધોવાઈને આવે તેને પાવડામાં લઈને ખીણ તરફ ફેંકતા હોય છે. અમે ત્યાંનું દશ્ય જોવા માટે જરાક ઊભા રહ્યા ત્યાં તો તરત અમને સૂચના કરી કે ચાલવા માંડો- ઊભા રહેશો નહિ. કયારે માટી કે પથરા ધસીને તમારા તરફ આવી પડે તેનો ભરોસો નહિ. ત્યાંથી આગળ ચાલ્યા પછી સડક તૂટી ગઈ છે, પાણીનો પ્રવાહ ધોધમાર આવે છે. ત્યાં ગોઠવેલા આડા-અવળા પથરા ઉપર પગ મૂકીને કેટલાયે પ્રવાહ ઓળંગતા હોય છે. પરંતુ આમાં જોખમ હોય છે. પત્થર ખસી જાય, પગ લપસી જાય તો પ્રવાહમાં જ Page #100 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૩ પડવાનું થાય. પથરામાં પડવાથી કયાં કેટલું વાગે તેનું શું કહેવાય? હું પથરા ઉપર પગ મૂકીને ચાલ્યો. સમતુલા ગઈ. ધડ દઈને પડ્યો. બધાં કપડાં પાણીથી તરબોળ થઈ ગયાં. સામાન્ય જ વાગ્યે ભગવાનની કૃપાથી. પણ બોધપાઠ મળ્યો કે આવા સ્થળે પાણીમાં ચાલવું. પણ પથરા ઠેકવાનું સાહસ કરવું નહિ. હનુમાનચટ્ટીએ છેવટે પહોંચ્યા. પોલીસની બરાકની પરસાળમાં રહ્યા. સતત વરસાદ ચાલુ રહ્યો. વાછટ વગેરેના ઉપદ્રવો તો રહે. ઠંડી પણ સખત વાય. આવા પ્રસંગે જે સૂઝે તે રસ્તા કરવા જ પડે. ત્યાં હનુમાનનું મંદિર છે. એક લોકકથા કહે છે કે ભીમ વગેરે સ્વર્ગે જવા માટે હિમાલય ઉપર સ્વર્ગારોહણ નામની ટુંક તરફ જતા હતા ત્યારે ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજી આવીને રસ્તાની પડખે બેઠા હતા. પૂંછડું રસ્તા ઉપર હતું. ભીમે કહ્યું કે “બંદર હટ જા. પુચ્છ ખેંચ લે.” હનુમાને કહ્યું કે “મેં બુઢા બંદર હું. મેં હીલ નહિ સકતા. આપ હી મેરે પુચ્છ કો ઉઠાકર બાજુ મેં રખ દીજીએ.” ભીમે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી, પણ પૂંછડીને ઉપાડી શક્યો નહિ. પછી ભીમને થયું કે આ સામાન્ય વાંદરો નથી. પણ રામભક્ત હનુમાનજી છે. પછી ક્ષમા માગી. ભીમનો ઘમંડ ઊતરી ગયો. આ કારણે આ સ્થળ હનુમાન ચટ્ટી કહેવાય છે. ત્યાં હનુમાનનું મંદિર અને મૂર્તિ છે. ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ મંગળવાર પત્ર - ૨૪ બદરીનાથ જેઠ વિદ ૩ તા.૨૦-૬-૨૦૦૦, વંદના. આ અમારો છેલ્લો, પણ અત્યંત કસોટીનો વિહાર હતો. ઠેકાણે-ઠેકાણે રસ્તો ધોવાઈ ગયેલો હોય જ. પણ આજનું ચડાણ સૌથી વધારે હતું. ચડે જ જવાનું - ચડે જ જવાનું. ૧૧ કીલોમીટર સુધી આ રીતે ચડ્યા જ કરવાનું. સડક તે તે પહાડોને આંટા મારતી ગોળ ફરતી ફરતી ચડે જ જાય. ધીમે ધીમે ચડવા માંડ્યું. તૂટેલી સડક ઉપર જોરદાર પાણીના પ્રવાહો આવ્યા જ કરે. સાવધાનીથી પગ મૂકીને ચાલવાનું. છેવટે ચિરપ્રતીક્ષિત બદરીનાથ ઉપર લગભગ સાડા નવ વાગે પહોંચી ગયા. નાકા ઉપર દેવદર્શની ગેટ છે. પહેલાં જ આપણી શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની ધર્મશાળા આવે છે. હમેશાં દેવદર્શન માટે જરૂરી ધાતુનાં પ્રતિમાજી આવી ગયાં હતાં. તેમની પાછળ પાછળ ચાલીને અમે ધર્મશાળામાં પ્રવેશ કર્યો. થાકી ગયેલા હતા. હવામાન પણ તદ્દન જુદું. જેઠ મહિનાના ઉનાળામાં પણ, પોષ મહિના જેવી ઠંડી. તે દિવસે Page #102 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ તો ધર્મશાળામાં જ રોકાયા. બદરીનાથનાં વિવિધ સ્થળો જોવાનું આગળ ઉપર રાખ્યું. કારણ કે ચાર મહિના અહીં હવે રહેવાનું જ હતું. પાંડુકેશ્વરથી વિહારમાં નવીનભાઈ (ગોકુલ આઈસ્કીમવાળા) ગાંધી તથા જિતુ સંઘવી સાથે જ લગભગ હતા. સ્કંદ પુરાણના કેદાર ખંડમાં ચાર ધામો અતિપવિત્ર વર્ણવેલા છે. ૧ યમુનોત્રી (જ્યાંથી યમુના નદી નીકળે છે), ર ગંગોત્રી (જ્યાંથી ગંગા નદી - ભાગીરથી નીકળે છે), ૩ કેદારનાથ (અહીંથી અલકનંદા નીકળે છે), તથા ૪ બદરીનાથ કે જ્યાં ભગવાન વિષ્ણુનો સદા વાસ છે, એમ માનવામાં આવે છે. બીજા ભાગવત આદિ પુરાણોમાં પણ આનું ઘણું વર્ણન આવે છે. કર્ણપ્રયાગથી સતપંથ સુધીનો બધો પ્રદેશ બદરિકાશ્રમ કહેવાય છે. નામ ઉપરથી એમ લાગે છે કે પહેલાં અહીં બોરડીનાં વૃક્ષ વિપુલ પ્રમાણમાં હશે. તેમાં બદરીનાથનું જે સ્થાન છે તે સૌથી ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ વિશિષ્ટ અને પૂજ્યતમ છે. જેવો આપણે ત્યાં સિદ્ધગિરિ (પાલિતાણા)નો મહિમા છે તેવો એમને ત્યાં બદરીનાથનો મહિમા છે. જેવો આદીશ્વરદાદાનો તથા શેત્રુંજી નદીનો આપણે ત્યાં મહિમા છે, તેવો એમને બદરીનાથ ભગવાનની પ્રતિમાનો તથા અલકનંદા નદીનો મહિમા છે. યમુનોત્રી કે ગંગોત્રી કે જ્યાંથી ખરેખર યમુના તથા ગંગા નીકળે છે તે સ્થાન તો ત્યાંથી દૂર છે. રસ્તો ઘણો અઘરો હોવાથી તે સ્થાન સુધી પગે ચાલીને પહોંચનારા બહુ ઓછા હોય છે. કેદારનાથ પહોંચવા માટે સડક પૂરી થયા પછી લગભગ ૧૪ કિલોમીટર પગે ચાલીને અથવા ઘોડા કે ખચ્ચર ઉપર કેદારનાથ પહોંચવું પડે છે. આદિ શંકરાચાર્યે ત્યાં સમાધિ લીધી છે એમ કહે છે. - બદરીનાથ પહોંચતાં પ્રારંભમાં જ દેવદર્શની ગેટ આવે છે. પછી પ્રારંભમાં આપણી શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની ધર્મશાળા આવે છે. તે પછી લગભગ દોઢ-બે કીલોમીટર ચાલ્યા પછી અલકનંદા પસાર કરવા માટે પુલ આવે છે. વચમાં બસ સ્ટેન્ડ, જુદી જુદી હોટલો, અનેક આશ્રમો, ધર્મશાળાઓ, બજારની દુકાનો વગેરે આવે છે. અહીં સુધી વાહનો જઈ શકે છે. ૯૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ અલકનંદા પાર કર્યા પછી કેટલાંક પગથિયાં ચડ્યા પછી ભગવાન બદરીનાથનું ઊંચાણ ઉપર મંદિર આવે છે. મુખ્ય મંદિરની આજુબાજુ પ્રદક્ષિણામાં મહાલક્ષ્મીજી, હનુમાનજી, ક્ષેત્રપાલ શ્રી ઘંટાકર્ણજી વગેરેનાં નાનાં નાનાં મંદિર તથા મૂર્તિ છે. | મુખ્ય મંદિરની અંદર તો ભગવાન બદરીનાથ મધ્યમાં છે. આજુ બાજુ ઉદ્ધવજી, ગરૂડજી, નર-નારાયણ આદિની મૂર્તિઓ છે. લગભગ છ મહિના જ્યારે બદરીનાથના આ પ્રદેશમાં બરફ જ છવાઈ જાય છે તે પૂર્વે શુભદિવસે આ મંદિરનાં કમાડ બંધ કરી દેવામાં આવે છે. લગભગ બધા જ માણસો આ સ્થાન ખાલી કરીને નીચે ઊતરી જ જાય છે. માત્ર લશ્કરના કેટલાક માણસો તથા બરફમાં પણ રહી શકે તેવા અત્યંત સમર્થ કોઈ યોગીઓ જ રોકાતા હોય છે. એવા એક યોગી આપણી ધર્મશાળાની નજીકમાં જ રહે છે. ટાટબાવા કહેવાય છે. કંતાનને ટાટ કહે છે. શરીરે કંતાન જ પહેરે છે. સંપૂર્ણ બરફ જ સર્વત્ર છવાઈ ગયો હોય ત્યારે પણ અહીં જ રહે છે. અને બરફમાં જ આ બાજુ ફરવા પણ નીકળે છે. સાધનામાં શું કરે છે તે ખાસ તે બતાવતા નથી, પણ વેદાંતની વાતો કરે છે. બદરીનાથના કમાડ નવંબરમાં (લગભગ મધ્યમાં) બંધ ૯૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને એપ્રીલમાં ખૂલે છે. તે પછી આ સ્થાનનો એટલો બધો મહિમા છે કે હજારો મોટરોનું આવાગમન શરૂ થાય છે. હિમાલયની પદ યાત્રા-૨૪ શરૂઆતમા બદરીનાથ ભગવાનના દર્શન માટે સેંકડોહજારોની લાઈન લાગે છે. લાઈનમાં કેટલાયે કલાકો ઊભા રહ્યા પછી દર્શન જ કરવાનો અવસર મળે છે. કેટલાયે દિવસો ગયા પછી ધીમે ધીમે ભીડ ઓછી થતી જાય છે. ભગવાન બદરીનાથના શિર ઉપર છત્ર તથા મુગટ આદિ એટલા બધા અલંકારો હોય છે કે ભગવાનના મુખનું જ માત્ર દર્શન થાય છે. સવારમાં પાંચ વાગે હંમેશા અભિષેક થાય છે ત્યારે બધા જ અલંકારો ઉતારી નાખવામાં આવે છે. તે સમયે મહાપૂજામાં જેમણે નામ લખાવ્યું હોય તેટલા જ માણસોને ઊભા રાખવામાં આવે છે. રૂા. ૧૧૦૦-ની તથા રૂા. ૨૧૦૦/-ની એ બે પ્રકારની મહાપૂજા હોય છે. એમાં જેમણે નામ નોંધાવ્યું હોય તેમને જ બેસાડવામાં આવે છે. ત્યારે મૂર્તિનાં પૂરેપૂરાં દર્શન થાય છે. આપણને ગભારાની બહાર બેસાડે છે. ગભારાની અંદર ૯૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ માત્ર મુખ્ય પૂજારી અને તેમના માણસો જાય છે. આપણને ગભારાની બહારથી દેખાય. પહેલાં તો અલંકાર ઉતારી નાખે છે. પછી હાથાવાળા મોટા ચાંદીના વાટકાથી જલનો અભિષેક કરે છે. પછી દૂધથી, દહીંથી, પછી સ્વચ્છ કરવા માટે જલથી. પછી કેસરથી તથા પછી ફરી પાણીથી અભિષેક કરે છે. પછી એક આંગળ જેટલો જાડો ચંદનનો લેપ કરે છે. પછી જરીનું કપડું ચોટાડી દે છે. પછી તુલસીના હારથી મૂર્તિ તથા આજુ-બાજુના ભાગોને શણગારે છે. પછી મૂર્તિની આજુબાજુ પંખા ભરાવે છે. મસ્તક ઉપર U આકારનું હીરાનું તિલક ચડાવે છે. પછી મુગટ ચડાવે છે. પછી આજુ-બાજુની બીજી મૂર્તિઓનો શણગાર કરે છે. અભિષેક તો પહેલાં જ મૂળ વિષ્ણુ ભગવાનની મૂર્તિના અભિષેકની સાથે સાથે કરી લીધો હોય છે. પછી આરતી ઉતારે છે. આ બધું ત્યાંના મુખ્ય પૂજારી રાવત અને તેમના સહાયકો મળીને કરે છે. આદિ શંકરાચાર્ય જ્યારે અહીં આવેલા ત્યારે અગાઉ ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ નારદકુંડમાં આ મૂર્તિ ફેંકી દીધેલી હતી. શંકરાચાર્યે તેમાંથી કાઢીને મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. અને આ મૂર્તિપૂજાનો અધિકાર તેમણે જ ઉત્તર-દક્ષિણ ભારતની એકતા સ્થાપિત કરવા દક્ષિણના કેરલના વતની તેમના સંબંધી નાંબુદ્રીપાદ બ્રાહ્મણોને આપેલો છે. એટલે આ પૂજાનો અધિકાર કેરલના નાંબુદ્રીપાદ બ્રાહ્મણોનો જ છે. આ પૂજારી બ્રહ્મચારી જ હોવા જોઈએ. પૂજારીની નિમણુંક આ પ્રદેશના ટિહરીના રાજા તથા પંડાઓ વગેરે મળીને કરે છે. આ પૂજારી રાવલ કહેવાય છે. એમને પણ મળીને ઘણા સમય સુધી વાતો અમે કરી હતી. મહાપૂજા થઈ ગયા પછી ભક્તોને મંદિરમાં રહેલા પ્રતિમાજીઓનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. (લાઉડ સ્પીકરથી). - ભગવાન વિષ્ણુ પદ્માસનમાં વિરાજમાન છે. તેમનાં ભિન્ન ભિન્ન અંગોમાં શું શું છે તે જણાવાય છે. મધ્યમાં કૌસ્તુભ છે તેનું વર્ણન કરવામાં આવે છે. બે કાન પાસે-ખભા પાસે વાળની લટ છે એ તેમની જટાના વિખરાયેલા વાળ છે એમ વર્ણવવામાં આવે છે. પ્રતિમાજીને ખરેખર બે જ ભુજા છે. ભગવાન વિષ્ણુની આવી મૂર્તિ જગતમાં આ એક જ છે. ८६ Page #108 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ તે પછી ઓધવજી, ગરૂડજી આદિની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. આ સમયે ઘણા માણસો જુદા જુદા સ્તોત્રપાઠ પણ કરતા હોય છે. આ વિધિ લગભગ બે કલાક ચાલે છે. પછી ભક્તો નમે છે. તેમને પ્રસાદ આપવામાં આવે છે. અમે જ્યારે મૈઠાણમાં ગયા હતા ત્યારે ત્યાંની હિમાની હોટલના માલિક યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રીએ આ અંગે ઘણાં વર્ષો પહેલાં અભ્યાસપૂર્ણ લખેલો લેખ અમને વંચાવ્યો હતો. તેમાં એમણે અનેક પુરાણો તથા વર્તમાન સમયના ઇતિહાસનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે – આ મૂર્તિને ચીવર હોવાથી બૌદ્ધો બુદ્ધની મૂર્તિ માને છે, ખભા પાસે વાળની લટ હોવાથી જૈનો ઋષભદેવ કહે છે, વિવિધ પુરાણો તથા બીજાં ચિહ્નોને આધારે સનાતનીઓ ભગવાન વિષ્ણુની જ મૂર્તિ માને છે. અને સતયુગથી આ મૂર્તિ પૂજાઈ રહી છે. વચમાં કેટલોક સમય આ મૂર્તિને બૌદ્ધોએ ખંડિત કરીને નીચે નારદકુંડમાં નાખી દીધી હતી. આદિ શંકરાચાર્યને અંદરથી સંભળાયું કે “આ મૂર્તિને કાઢ અને ખંડિત હોવા છતાં પણ પ્રતિષ્ઠિત કર.' Page #109 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ એટલે શંકરાચાર્યે નારદકુંડમાંથી કાઢીને આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી છે. અને ચાર ધામમાં સૌથી શ્રેષ્ઠ ધામ આ કહેવાય છે. અહીં સાક્ષાત્ વિષ્ણુ ભગવાન વસે છે, એટલે આ મુક્તિનું ધામ છે એવી બદરીનાથના ભક્તોની પરમ શ્રદ્ધા છે. અલકનંદામાં સ્નાન અને વિષ્ણુભગવાન - ભગવાન બદરીનાથનાં દર્શન અહીંની યાત્રાનાં મુખ્ય અંગો છે. હજારો લાખો ભક્તો અહીં આવે છે, નમસ્કાર કરે છે, ભેટ ચડાવે છે. આ મંદિરનો વહીવટ પહેલાં ટિહરીના રાજા કરતા હતા. પછી હવે સરકારે નીમેલી બદરી-કેદાર મંદિર સમિતિ આનો વહીવટ કરે છે. મુખ્ય મંદિરની નીચે તપ્તકુંડ છે, જ્યાં ગરમ પાણી આવ્યા જ કરે છે. લોકો તેમાં સ્નાન કરે છે. તેનાથી થોડે નીચે ઊતર્યા પછી અત્યંત ગરમ પાણીનો પ્રવાહ આવે છે. તેની બાજુમાં નારકંડ છે, તેની બાજુમાં વરાહ શિલા, નારદ શિલા વગેરે અલકનંદાના કિનારા ઉપર જ છે. ભૂતકાળમાં આ સ્થળે યોગી પુરુષો ધ્યાન કરતા હતા. મંદિરની નજીકમાં જ નીચે રાવળને (મુખ્ય પૂજારીને) રહેવાનું સ્થાન છે. ८८ Page #110 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૪ બીજી બાજુ એક નેપાળી બાઈ રહે છે. તેમનું ભગવતી માતા નામ છે. આ માતાજી બાવન વર્ષથી ત્યાં જ રહે છે. જ્યારે અહીં જંગલ જ હતું, આવવા માટેની સડક જ નહોતી, મકાનો તો કોઈ હતાં જ નહિ, બકરી ઉપર પોઠ નાખીને જરૂરી સામાન લાવવામાં આવતો હતો, ત્યારથી આ માતાજી બારે માસ અહીં રહે છે. ચારે બાજુ બરફ જ બરફ હોય ત્યારે પણ આ માતાજી અહીં પ્રભુસ્મરણ ધ્યાન આદિ કરતાં હતાં. હમણાં બે-ચાર વર્ષથી જ મંદિર બંધ થાય ત્યારે પાંચ-છ મહિના માટે નીચે ઊતરીને પાંડુકેશ્વર ચાલ્યા જાય છે. એકાંતમાં બરફ વચ્ચે આ માતાજી એકલાં કેવી રીતે રહેતાં વગેરે હકીકતો જાણવા જેવી છે. એ વાત તથા બીજી વાતો હવે પછીના પત્રમાં. ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨૫ બદરીનાથ જેઠવદિ, ૫ વંદના આપણી ધર્મશાળાથી ૫ કીલોમીટર દૂર માના ગામ છે. ભારતનું આ પ્રદેશનું આ છેલ્લું ગામ છે. તે પછી હિમાલયના પહાડો જ પહાડો છે. ગામ તરીકે માણસો વસી શકે એવી ભૂમિ જ પછી નથી. માનામાં ગણેશગુફા છે. ત્યાં ગણેશજીની મૂર્તિ છે. ત્યાંના પૂજારી બધી વાતો આવનારાને સમજાવે છે. આ ગુફામાં અઢાર પુરાણો તથા મહાભારત ગણેશજીએ લખ્યાં તેનાથી થોડે દૂર ઉંચે ચડીએ એટલે વ્યાસ ગુફા આવે છે. વ્યાસજી માનસિક રીતે કહેતા જાય અને ગણેશજી ગણેશગુફામાં લખતા જાય. આ રીતે અઢાર પુરાણો તથા મહાભારત અહીં રચાયાં છે અને લખાયાં છે. એ અંગે એક લોકકથા અહીં બહુ જ પ્રસિદ્ધ છે. વ્યાસજીને પુરાણો લખાવવાં હતાં, પણ ઝડપથી લખનારા કોઈ મળે નહિ. ગણેશજી મળ્યા. ગણેશજીએ શરત કરી. બધું હું લખું પણ તમારે કયાંય પણ અટકવાનું નહિ. સામે વ્યાસજીએ શરત મૂકી કે સમજીનેજ તમારે લખવાનું. એટલે મહાભારતની ૧OO Page #112 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ રચના કરતાં કરતાં કંઈક વિચારવા કે થોભવા જેવું લાગે ત્યાં વ્યાસજી કૂટ શ્લોક લખવાનું કહે કે જેનો અર્થ સમજતાં વાર લાગે. મહાભારતમાં આવા કૂટ શ્લોક વચમાં આવ્યા જ કરે છે. ગણપતિ એ શ્લોકને સમજવા માટે થોડું અટકે ત્યાં તો વ્યાસજી આગળ લખવાનું બધું મનમાં ગોઠવી દે. આ વાત મારી લગભગ ૧૨-૧૩ વર્ષની ઉંમરે મારા સંસ્કૃતિના અધ્યાપક ગુરૂશ્રી ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રીજીએ અમદાવાદમાં મને કહેલી તે જે વાત અહીં ગણેશગુફામાં અને વ્યાસગુફામાં ત્યાંના પૂજારી પાસેથી સાંભળવા મળી. જે જે આવે તેમને પૂજારી આ વાત સંભળાવતા હોય છે. વ્યાસગુફામાં પેસતાં જ એક પત્થર પડેલો છે. તેના ઉપરનું લખાણ કોઈ વાંચી શકતું નથી, એમ મને કહેવામાં આવ્યું. મેં જોયું તો ટિબેટન લિપિમાં “ૐ મણિપભે હૈં.' પાંચવાર લખેલું હતું. આપણે જેમ “નમો અરિહંતાણં' નો પાઠ કરીએ છીએ તેવી રીતે મહાયાન બૌદ્ધોમાં “ૐ મણિપદ્મ હું નો પ્રચાર છે. આ જોતાં એમ લાગ્યું કે કોઈક કાળે આ ગુફા બૌધ્ધોના તાબામાં રહી હશે. આદિ શંકરાચાર્યે બૌધ્ધોને આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યા હતા એમ ઈતિહાસ કહે છે. માનાથી ટિબેટ જવાનો પગદંડીનો રસ્તો છે. પહેલાં આ રસ્તેથી અહીં વ્યવહાર ચાલતો હતો. બે દિવસમાં તિબેટ પહોંચી જવાય છે. પહાડમાં કેડીનો રસ્તો છે. માનાથી ૪૫ કિલોમીટર ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ જ દૂર ચીનની સરહદ છે. તિબેટ અત્યારે ચીનના તાબામાં છે. વ્યાસગુફા જોયા પછી ભીમપુલ આવ્યા. અહીં સરસ્વતી નદીના પ્રવાહને ઓળંગવા માટે મોટી શિલા ભીમે આડી નાખી હતી. એ જ ભીમપુલ. ભીમપુલ ઓળંગ્યા પછી તરત ભીમનું મંદિર છે. મંદિરની બાજુમાં જ સરસ્વતી નદીનો પ્રવાહ પહાડમાંથી આવી રહ્યો છે. એટલો બધો જોરદાર પ્રવાહ આવે છે કે જાણે નાયગરાનો ધોધ જોઈ લો. આ પ્રવાહનું પુર તથા મોટા મોટા ફેણના ગોટેગોટા જે નજરે જુએ તેને જ ખ્યાલ આવે. અદ્ભુત અને આશ્ચર્યકારક છે. માનાથી ચાર-પાંચ કિલોમીટર વસુધારા નામે સ્થળ છે. ત્યાં તો ઘણા માણસો પગે ચાલીને જાય છે. જવાય એવો કાચો રસ્તો પણ છે. વસુધારામાં ઘણે ઉંચેથી પાણીનો ધોધ નિરંતર પડે છે. જેના ઉપર છાંટો ઉડીને પડે છે તે સદ્દભાગી ગણાય છે. ત્યાંથી દશ-પંદર કિલોમીટર દૂર સતપંથ છે. ત્યાંથી સ્વર્ગારોહણ પર્વત ઉપર જવાય છે. દ્રૌપદી સહિત પાંડવો સંદેહ સ્વર્ગમાં જવા નીકળ્યા હતા. પરંતુ આપણી ધર્મશાળાની પાછળ એક શિખર ઉપર દ્રૌપદી કા ડોલા' નામે સ્થાન છે, ત્યાં દ્રૌપદીએ દેહ છોડ્યો હતો તે પછી ચાર ધારાઓ પર્વતમાંથી વહેતી આવે છે, આ સ્થાન પણ દૂરથી દેખાય છે ત્યાં સહદેવ તથા નકુલે દેહ છોડ્યો હતો. તે પછી વસુધારા પાસે અર્જુને દેહ છોડ્યો હતો. તે પછી ચક્રતીર્થ પાસે ભીમે દેહ છોડ્યો હતો. સતપંથ પાસે માત્ર યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં ગયા હતા એમ અહીં લોકવાયકા પ્રચલિત છે. ૧૦૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ મહાભારતમાં સ્વર્ગારોહણ પર્વ એક પર્વનું નામ છે. સતપંથ સુધી તો અહીંના સ્થાનિક માણસો ઘણા જાય છે. આ પહાડોમાં ઘણા સિધ્ધ પુરૂષો ગુફાઓમાં અદશ્ય સૂક્ષ્મ શરીરે રહે છે એમ લોકો માને છે. એ બધો હવે યોગીઓનો પ્રદેશ ગણાય છે. ગણેશ ગુફાના પૂજારીએ અમને કહ્યું હતું કે “સ્વર્ગારોહણનો ચડાવ ખૂબ જ કઠિન છે. હું પાંચ-છ વાર જઈ આવ્યો છું. આ પ્રદેશમાં સૂક્ષ્મદેહે અનેક યોગી મહાત્માઓ વસે છે, ભાગ્યવાનને આ મહાત્માઓનાં દર્શન થાય છે. સૂક્ષ્મદેહધારી આ યોગીઓને સ્થૂલ આહાર અન્ન-પાણીની જરૂર પડતી નથી. આવી ઘણી વાતો આ પ્રદેશમાં પ્રચલિત છે. આ જ રસ્તે આગળ જવામાં આવે તો ટિબેટ જવાય છે. જ્યારે ઋષિકેશથી બદરીનાથ સુધીની સડક બની નહોતી ત્યારે ટિબેટ સાથે ઘણો વ્યવહાર ચાલતો હતો. એ સમયના ઘણા વૃદ્ધો આજે પણ હયાત છે. અત્યારે પહાડી રસ્તો તો ચાલુ છે, પણ જનારા માણસો ઓછા થઈ ગયા છે. સરહદ હોવાને કારણે લશ્કરના માણસો તો જાય છે. એમને જવું જ પડે છે. માનાથી ૪૫ કિલોમીટર દૂર ચીનની સરહદ છે. તિબેટ ચીનના તાબામાં અત્યારે છે. આ બધું જોયા પછી પાછા અમે આપણી ધર્મશાળાએ આવ્યા. આ બધો પ્રદેશ ઐતિહાસિક છે, મહાભારતના યુગનો ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ પ્રસિદ્ધ કવિ કાલિદાસ આ પ્રદેશમાં જન્મ્યા હતા. જોશીમઠ પાસે કાલીમઠ છે એની નજીકમાં કવિઠા (કવિનું સ્થાન) નામે ગામ છે ત્યાં એ જન્મ્યા હતા. કુમારસંભવ તથા મેઘદૂતમાં જે પ્રદેશનુંનદીઓનું-અલકાપુરી વગેરેનું વર્ણન આવે છે તે આ પ્રદેશનું વર્ણન છે. શાકુંતલ નાટકમાં જે કણ્વ ઋષિના આશ્રમની વાત આવે છે તે પણ આ પ્રદેશમાં છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ આ ચારે ધામો મોટા મોટા પહાડો ઉપર ચડીને ઉતરીને જવામાં આવે તો તદ્દન નજીક નજીક છે. અત્યારે તો સડક માર્ગે એક-બીજા સ્થાને જવા માટે સેંકડો કીલોમીટરનું અંતર કાપવું પડે છે. એમ કહે છે કે વર્ષો પહેલાં એક જ પૂજારી સવારે કેદારનાથની પૂજા કરીને સાંજે બદરીનાથની પૂજા કરતો હતો. વચમાં ખાવા-પીવાનું પણ નહિ. બંને પર્વતો ઉપર એક જ પૂજારી પૂજાનું કામ કરતો હતો. આજે તો કેદારનાથથી બદરીનાથ આવતાં સેંકડો કીલોમીટર સડકના રસ્તે થાય છે. આ પ્રદેશમાં નવેંબરના મધ્યભાગથી બરફ છવાઈ જતો હોવાથી માના-બદરી વગેરેના બધા જ બે અઢી હજાર માણસો નીચે ઉતરી જાય છે. બદરીનાથ મંદિરના કમાડ વિધિપૂર્વક બંધ કરી દેવામાં આવે છે. બરફના ઢગલાઓમાં આ આખો પ્રદેશ પાંચ-છ મહિના સુધી ઢંકાઈ જાય છે. ધર્મશાળાઓ-આશ્રમો-ઘરોહોટલો-મંદિરો-રસ્તાઓ બધું જ બરફમાં ઢંકાઈ જાય છે. રક્ષણ ૧૦૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ માટે લશ્કરના કેટલાક માણસો જ રહેતા હોય છે. કોઈક યોગીઓ તથા કઠોર સાધકો જ ગુફા આદિમાં કે ઘરની અંદર બારણાં બંધ જેવાં રાખીને રહેતા હોય છે. બદરીનાથ મંદિરના નીચેના ભાગમાં જે તમકુંડ તથા પાણીનો પ્રવાહ છે તે આવી ભયાનક ઠંડીમાં પણ અત્યંત ગરમાગરમ વહ્યા જ કરે છે. આ પણ એક આશ્ચર્ય છે. ભગવતીમાઈ જે બદરીનાથના મંદિરની નીચે નજીકમાં જ રહે છે તે બાવન વર્ષથી અહીં બદરીનાથમાં રહે છે. નેપાળી બાઈ છે. નાની ઉંમરમાં વિધવા થયેલાં. બાવીસ વર્ષની ઉંમરના હતા ત્યારથી બારેમાસ અહીં રહે છે. એમને મળવાનું થયું અને મેં કહ્યું કે તમારો ઈતિહાસ લખાવો. મને તેમને કહ્યું કે ‘પ્રસિદ્ધિની લપેટમાં મને નાખશો નહિ. આ પ્રસિદ્ધિની ગંદકીમાં મારે બીલકુલ પડવું નથી. તમે જો લખવાના હો તો હું કંઈ જ બોલીશ નહિ. કંઈ જ કહીશ નહિ.' મારા પાસેથી ખાત્રી મેળવ્યા પછી તેમણે જે વાતો જીવનના અનુભવની કહી તે અહીં જણાવતો નથી. અત્યારે એમની લગભગ ૭૫ વર્ષની ઉંમર છે. થોડી જ વાત જણાવું. જ્યારે ચારે બાજુ બરફ જ બરફ પડતો હોય ત્યારે પાસે અલકનંદાના કિનારે ધ્યાન લગાવીને બેસે તે વખતે તેમના માથા ઉપર બે-અઢી ફૂટ બરફ ચડી જાય તો પણ એ બરફમાં બેસી રહે અને જ્યારે જાપ કે ધ્યાન પુરૂં થાય ત્યારે માથું હલાવીને બરફ ખસેડીને પછી પોતાનાં સ્થાને આવતાં. ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ પહેલાં તો અહીં જંગલ જ હતું. ત્યારે પણ આ માઈ એકલાં જ નિર્ભય રીતે મહિનાઓ સુધી રહેતાં. હમણાં સડક થયા પછી જ આશ્રમો-ધર્મશાળાઓ-બંગલાઓ વગેરે થયું છે તે પહેલાં લાઈટ તો હતી જ નહિ. ઘરની અંદર રસોઈ માટે અગ્નિ સળગાવવાનું પણ ઘણું મુશ્કેલ રહેતું હતું. હમણાં તો બદરીનાથનાં કમાડ બંધ થયા પછી, આ ભગવતી માઈ અહીંથી બાવીસેક કીલોમીટર દૂર પાંડુકેશ્વર ચાલ્યાં જાય છે. ત્યાં પાંચ-છ મહિના રહે છે. કોઈ કોઈ સ્થાનમાં આવા કઠોર સાધકો પણ અહીં છે. આપણી ધર્મશાળાથી સો ડગલાંની અંદર જ બે-ત્રણ માણસો રહી શકે એવડી ખંજરંગબલિની ગુફા છે. તેમાં ‘જીવન મુસાફિર ચિંતામણિદાસ' નામના બાવાજી વીસેક વર્ષથી રહે છે. પહેલાં તો એ બારે ય માસ અહીં જ રહેતા હતા. પણ હમણાં થોડા વર્ષોથી એ બરફ પડે ત્યારે બીજે સ્થળે જાય છે. એમની સાથે આપણો સારો સંબંધ છે. એ કહેતા હતા કે જ્યારે બરફ પડે ત્યાં ૪૮ ફૂટ સુધી ઉંચો બરફનો ઢગલો થઈ જાય છે. આપણી ધર્મશાળાને અડીને જ સડક છે. અને સડકને અડીને જ મોટી વિશાળ અને ઉંડી ખીણમાં અલકનંદા વહે છે. બરફ પડે ત્યારે જ્યાં ગ્લેશીયર (બરફનો પહાડ) ખીણમાં ભરાઈ જાય છે ત્યાં જમીન ઉપર ચાલીએ તેમ બરફની સડક ઉપર ચાલીને અલકનંદાના સામે કિનારે જઈ શકાય છે. આટલો બધો બરફ કાર્તિક મહિના પછી અહીં પડવા લાગે છે. ૧૦૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ આ પ્રદેશમાં ઘંટાકર્ણના મંદિરો અનેક સ્થળ છે. અહીં એમ કહેવાય છે કે ઘંટાકર્ણ પિશાચ છે. અઘોરી છે. રાક્ષસ છે. શિવજીના પરમ ભક્ત હતા. કાનમાં મહાદેવજી સિવાય બીજા કોઈનું નામ ન પડી જાય એટલા માટે એ બંને કાનમાં ઘંટ લટકાવી રાખતા હતા. શિવજીએ કહ્યું કે તારો ઉદ્ધાર વિષ્ણુ ભગવાનથી જ થવાનો છે. એટલે વિષ્ણુ ભગવાન પાસે મડદાની ભેટ લઈને ગયા. કારણ કે ઘંટાકર્ણ પશુબલિ લેનાર પિશાચ છે-રાક્ષસ છે. વિષ્ણુ ભગવાને એમને સમજાવ્યા અને કહ્યું કે આ બદરીકાશ્રમના પ્રદેશમાં તમારે ક્ષેત્રપાળ થઈને રહેવાનું. મારી પાસે જ તમારું સ્થાન રહેશે. એટલે આજે પણ બદરીનાથના મંદિરના પરિસરમાં જ ઘંટાકર્ણની દેરી છે. પહેલાં ઘંટાકર્ણની પૂજા કરીને જ પછી પાંચ-છ મહિના બંધ રહેલાં બદરીનાથનાં કમાડ (દરવાજા) ઉઘાડવામાં આવે છે. માના-પાંડુકેશ્વર વગેરે સ્થાનોમાં ઘંટાકર્ણનાં મંદિર છે. ત્યાં પશુ બલિદાન આજે પણ દેવાય છે. માત્ર બદરીનાથનાં મંદિરમાં જે ઘંટાકર્ણની દેરી છે ત્યાં પશુબલિદાન દેવાતું નથી. કેટલાંક કુટુંબો પોતાને ઘંટાકર્ણના ઉપાસક કહેવરાવે છે. તેમની ઘણી જમીન પણ આ પ્રદેશમાં છે. પોતાની જમીન બીજાને વેચે પણ છે. આવાં લગભગ બત્રીસ જેટલાં ઠાકોરોનાં કુટુંબો છે. એક કુટુંબનો વારો એક વર્ષ સુધી ચાલે છે. જે વર્ષે જે કુટુંબનો વારો હોય તે આ ઘંટાકર્ણના મંદિરમાં આવતી બધી આવક લે છે. ૧૦૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ આ બધો પ્રદેશ ગઢવાલના નામે ગઢવાલના પહાડી પ્રદેશોમાં આવી ઘણી વાતો પ્રચલિત છે. ઓળખાય છે. આ ઘણી ચિત્ર-વિચિત્ર આ પ્રદેશમાં ઘણાં જ નાના-મોટાં તીર્થો છે. અને ભારતમાંથી લાખો માણસો દ૨ વર્ષે આવે છે. સડક થવાથી લોકોને ઘણી સરળતા થઈ ગઈ છે. જ્યાં સડક નથી ત્યાં ખચ્ચરો કે ઘોડા ઉપર કે કંડી (કરંડીયા)માં માણસની પીઠ ઉપર બેસીને પણ માણસો જાય છે. શ્રધ્ધા એક અજબ-ગજબની ચીજ છે. અહીં કોઈ સાધુ-સાધ્વી પગે ચાલીને આવવાનો વિચાર કરે તો તેમને કંઈક ઉપયોગી થઈ શકે તેમજ આ પ્રદેશની કેટલીક ઐતિહાસિક આદિ વાતો તેમને જાણવા મળે એમ સમજીને કેટલીક પ્રાસંગિક વાતો પણ લખી છે. એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે જેમની સ્થૂલ કાયા હોય કે નિર્બળ હોય તેમનું અહીં કામ જ નથી. કારણ કે રસ્તામાં એટલા બધા ચડાવ છે કે હાંફી જ જવાય. ઉપરાંત, ડોળીમાાં કે વ્હીલચેરમાં વિહાર કરનારનું પણ આમાં કામ જ નથી. કારણ કે એક બાજુ પહાડ, બીજી બાજુ ભયંકર ખીણ અને વચમાં સાંકડી સડક એટલે અકસ્માત્ થતાં જરાપણ વાર લાગે નહિ. જોશીમઠ પછી તો ત્યાંથી નીકળેલી મોટર બદરીનાથ પહોંચ્યાના સમાચાર પોલીસને મળે તે પછી જ બીજી મોટરો બદરીનાથથી રવાના થાય, એવી બધી સરકારી ટાઈમ-ટેબલની ગોઠવણી પ્રમાણે ૧૦૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ મોટરો ચાલે છે, જેથી સાંકડી સડકમાં બે મોટરો અથડાઈ ન પડે. વળી રસ્તામાં ભેખડો ધસી આવવાના કારણે, તથા વરસાદના પાણીથી તથા પર્વતમાંથી આવતા પાણીના પ્રવાહોથી સડકો એટલી બધી જગ્યાએ ધોવાઈ જાય છે કે વારંવાર રસ્તાઓ બંધ થઈ જાય છે. જવા-આવવાના સમયનું અહીં ધાર્યું રહે જ નહિ. અમારા પાસે આવનારાઓને પણ આવા વારંવાર અનુભવો થયા જ કરે છે. જ્યાં ભેખડ ધસી પડી હોય ત્યાં પહાડ ઉપર ચડીને બીજા કેટલાક રસ્તા ત્યાંના માણસો કાઢે છે, પણ એમાં યે આવનારને ઘણું કષ્ટ પડે છે. લાંબા ગઢ પાસે તો આવા અનુભવો વારંવાર થયા જ કરે છે. રસ્તાને સુધારવા માટે સરકારે ઘણા માણસો રાખ્યા છે, લશ્કરી ધોરણે એ લોકો કામ પણ કરે છે, છતાં કુદરત આગળ એ પણ લાચાર બની જાય છે. ભર ઉનાળામાં પણ વરસાદ અવારનવાર આવતો હોય છે. ધુમ્મસ પણ ગાઢ રીતે છવાઈ જાય છે. મકાનમાં બેસી રહેવામાં જ ઘણીવાર સલામતી લાગે છે. વળી આ બદરીનાથ સ્થાન લગભગ અગિયાર હજાર ફૂટની ઉંચાઈએ હોવાથી અહીં હવા બહુ પાતળી રહે છે, તેથી ઓક્સીજન ઓછો હોવાથી શ્વાસ લેવામાં ઘણાને કેટલીક મુશ્કેલી પડે છે. શ્વાસના જે દર્દીઓ હોય તે તો એક-બે દિવસમાં જ કંટાળી જાય છે-મુંઝાઈ જાય છે. અહીં આવનારે એક ખાસ ખ્યાલ રાખવાનો છે હવા ઠંડી, ૧૦૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૫ ભેજવાળી હોવાથી સાંજે ખાવાનું બંધ જ રાખે અથવા તદન હલકો ખોરાક લે, તથા ફરસાણો-મિઠાઈ-તળેલા પદાર્થો લેવામાં ન આવે તો તબિયત ઘણી સારી રહેશે. ઉનાળામાં પણ શિયાળા જેવી ઠંડી પડતી હોવાથી ઓઢવાનું સાધન પુરતું રાખવું જોઈએ. કેટલાક ગૃહસ્થો તો રૂમમાં હીટર જ લગાવીને બેસતા હોય છે. અહીં ઠંડી એટલી બધી અત્યારે પણ રહે છે કે અમે ઉકાળેલું પાણી ઠારતા જ નથી. ગરમ પાણી જ વહોરી લાવીએ છીએ અને થર્મોસમાં રાખી મૂકીએ છીએ કે જેથી સાંજ સુધી ગરમ જ રહે. ઠંડું પાણી પીએ તો દાંત જ કળવા લાગે. ગરમ પાણી જ મોટા ભાગે પીએ છીએ. આમ છતાં યે આ દેવભૂમિ છે. અહીંના લોકો પણ આ પ્રદેશને દેવભૂમિ જ ગણાવે છે. આ અનેક મહર્ષિઓની તપોભૂમિ છે, તીર્થભૂમિ છે. આ સ્થાનનું અદ્ભુત આકર્ષણ છે. અહીં રહીને કોઈ ખરેખર સાધના કરવા ઈચ્છે તો સાધના માટે અહીં ખૂબ અનુકૂળ વાતાવરણ છે. શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની વિનંતિથી અમારે અહીં આવવાનું અને ચોમાસું રહેવાનું થયું છે તે અમારા જીવનની ઘણી સભાગી અને દેવ-ગુરૂ કૃપાથી જ પ્રાપ્ત થયેલી પળ છે. બોલો બોલો શ્રી આદીશ્વર ભગવાન કી જય. ૧૧) Page #122 -------------------------------------------------------------------------- ________________ પત્ર - ૨૬ સં. ૨૦૫૭ શ્રાવણ સુદિ ૮, તા. ૨૭-૭-૨૦૦૧ C/o. જૈન શ્વેતાંબર સોસાયટી, શિખરજી (જિલ્લો-ગિરિડીહ) ઝારખંડ રાજ્ય પિન-૮૨૫ ૩૨૯ આ.મ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ, વંદના. પુરૂષાદાનીય પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આજે નિર્વાણ કલ્યાણક છે. આજે શિખરજી ઉપર ભગવાન અહીં જ મોક્ષમાં પધાર્યા હતા. ભગવાનની કૃપાથી જ અમે પણ અહીં ચોમાસું રહ્યા છીએ. ભગવાન જે સ્થળે મોક્ષમાં પધાર્યા હતા તે પારસનાથ હીલ તરીકે ઓળખાય છે અને તે શિખરજી ઉપરનું સૌથી ઉંચું શિખર છે. દેવ-ગુરૂકૃપાથી જ પ્રબળ પુણ્યનો ઉદય હોય તો જ આ સ્થાનના દર્શન-સ્પર્શન-વંદનનો લાભ મળે. બદરીનાથમાં હિમાલયના શિખરે ર૦૫નું ચોમાસું પૂર્ણ કરીને ઋષિકેશ-હરિદ્વાર આવીને હરિદ્વારથી માગશર સુદિ પાંચમે ડીસેંબર ૧-૧૨-૨૦00 શુક્રવારે શિખરજી તરફનો અમારો વિહાર શરૂ થયો. વિવિધ તીર્થોની તથા ક્ષેત્રોની સ્પર્શના કરતા કરતા વૈશાખ વદિ ૨ તા. ૮-પ-૧ બુધવારે અમે અહીં આવ્યા. હરિદ્વારથી બદરીનાથના માર્ગનો હેવાલ તમને લખ્યો જ છે. હવે હરિદ્વારથી જે રસ્તે અમે અહીં આવ્યા છીએ તેનો હેવાલ લખવા ઘણીવાર વિચાર તથા પ્રયત્ન કર્યો પણ રસ્તો ઘણો જ લાંબો ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૬ સવાર-સાંજ "બાંધ ગઠરીયાં" અને "છોડ ગઠરીયા" ચાલ્યા જ કરે, એટલે લખવાનો સમય મળતો નહોતો. અહીં આવ્યા પછી પણ ઘણી શાસ્ત્રસ્વાધ્યાયની પ્રવૃત્તિને કારણે સમય મળી શક્યો નથી. પણ અવસરે લખવા જરૂર ભાવના છે. હરિદ્વારથી નીકળ્યા પછી, અહિચ્છત્રા-શ્રાવસ્તી-અયોધ્યા-રત્નપુરી-ગોરખપુર-કુશીનગરવૈિશાલી-પટના-કુંડલપુર-રાજગૃહ-પાવાપુરી-ક્ષત્રિયકુંડ-કાકંદીચંપાપુરી-ઋજુવાલિકાની યાત્રા કરી અહીં આવ્યા છીએ. આ યાત્રાનો હેવાલ પછી નિરાંતે લખાશે. તે પહેલાં હિમાલયયાત્રાની થોડીક પૂર્તિ કરી લઉં. હરિદ્વાર-ઋષિકેશ-બદરીનાથના પ્રદેશમાં લગભગ દોઢેક વર્ષ અમારે રહેવાનું થયું. અનેક મંદિરો, મઠો, આશ્રમો, મહંતો, તથાકથિત સાધુઓ (બાવાઓ, ભિક્ષુકો, સંન્યાસીઓ), મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, પીઠાધીશો, પંડાઓ વગેરેના સમાગમમાં આવવાનું પણ આ સમય દરમ્યાન અમારે થયું. અમારા મનમાં હતું કે હજારોની સંખ્યામાં વિદ્યમાન આ લોકોમાં ઘણા ઘણા સાધુ-સંતો જોવા મળશે. "બહુરત્ના વસુંધરા" એ ન્યાયે આમાં ખરેખર સંત કહી શકાય એવા કોઈક કોઈક સાધકો છે-હશે પણ ખરા. છતાં મોટાભાગે ધર્મના નામે ધંધાદારી-દુકાનદારી જ ચાલી રહી છે. ધર્મના નામે પાખંડ પણ ઘણું ચાલે છે. શ્રદ્ધાળુ લોકોના પૈસા ઉપર તાગડધીન્ના કરનારો, એશઆરામ ભોગવનારો, હજારો-લાખો-કરોડો-અબજો રૂપિયા ભેગા કરનારો ૧૧૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૬ મોટો વર્ગ પણ આમાં છે. તદન ભિક્ષુક જેવું જીવન ગુજારનારો, આમ-તેમ ઘુમનારો-રખડનારો મોટો વર્ગ પણ આમાં છે. કંચન આવે ત્યાં બીજાં પણ અનેક દૂષણો સહજભાવે આવે જ. કંચનની (પૈસાની), જમીન-જાગીરીની, મઠોની અને એ માટે સંપત્તિ ભેગી કરવાની – વૈભવ બનાવવાની અહીં ધર્મના નામે હોડ લાગી છે. આ બધાની અહીં બોલબાલા છે. ન મળે તપ કે ન મળે ત્યાગ. આ તથાકથિત હિંદુ સન્યાસીઓની નાની-મોટી અનેક અનેક સ્થાવર-જંગમ મિલકતો પણ હોય છે, એ પોતે મોટર ચલાવે છે, સ્કુટરો ચલાવે છે, સાઈકલ ઉપર ફરે છે, રસોડાઓનો, આશ્રમોનો, મઠોનો વહીવટ પણ ચલાવે છે. વિમાનોમાં ફરે છે, હોટલોમાં પણ ઉતરે છે. આ બાબતોમાં, તેમને કે તેમના અનુયાયીઓને જરાપણ સંકોચ હોતો નથી. બૌદ્ધ સાધુઓ પણ આ બધી પ્રવૃત્તિ કરતા હોય છે. ઉપરાંત બૌદ્ધ સાધુઓ માંસાહાર તથા મત્સાહાર પણ કરતા હોય છે. અમને કુશીનગરમાં બૌદ્ધ સાધુ મળ્યા હતા, બૌદ્ધ સાધુઓને ભંતે કહે છે. તેમની સાથે ઘણી ઘણી વાતો થઈ હતી. ભારતમાંથી જે બૌદ્ધ સાધુઓ થાય છે, તેમને હજુ માંસાહારનો થોડો સંકોચ હોય છે. પણ શ્રીલંકા-બર્મા-ચીન-જાપાન આદિના બૌદ્ધ સાધુઓ તો માંસાહારી મત્સાહારી હોય છે. એ સાધુઓ માંસ આદિ તદન છૂટથી વિના સંકોચે વાપરે છે. આ દષ્ટિએ સરખામણી કરીએ તો આપણને તદન વિચિત્ર જ લાગે કે શું આ ધર્મ છે ? માત્ર ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૬ શબ્દોમાં જ- બોલવામાં જ અહિંસાની વાતો બૌદ્ધ ધર્મમાં છે. વસ્તુસ્થિતિ સાવ જુદી છે. પોતાની સંપત્તિમાંથી, સ્કુલ-કોલેજ-દવાખાના-દાનશાળા વગેરે ચલાવીને લોકકલ્યાણની પ્રવૃત્તિ કરનારા પણ કેટલાક આમાં છે. અને સમાજમાં એમનું માન-સન્માન પણ છે. પણ એકંદર ઉપર જણાવેલું ચિત્ર છે. વાતે વાતે મોટા મોટા યજ્ઞો થાય છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવા પણ યજ્ઞો હોય છે. આવા યજ્ઞોનું ફળ શું એમ પૂછવામાં આવે તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. વાતાવરણ શુદ્ધ થાય છે, અને એનાથી જ આ દેશ બચ્યો છે-બચવાનો છે એવા ઉટપટાંગ જવાબો મળે છે. જેમ આપણે ત્યાં છેલ્લા ત્રીસ-ચાલીસ વર્ષથી વિવિધ પૂજાઓના બદલે વિવિધ પૂજનોનું જ મહત્ત્વ વધી ગયું છે તેમ આ લોકોમાં વિવિધ યજ્ઞો તથા હોમ-હવનનું મહત્ત્વ ખૂબ જ ખૂબ વધી ગયું છે. એ નામે લાખો-કરોડો રૂપિયા ખર્ચાય છે. યજ્ઞોમાં હોમ-હવનના ધૂમાડા વગેરેથી ખરેખર કેટલું ફળ મળે છે તે તો ભગવાન જાણે. વૈજ્ઞાનિક રીતે એના ફળની મોટી મોટી વાતો તેના આયોજકો કરતા હોય છે, આ યજ્ઞો જોવા માટે હજારોલાખો માણસો ભેગા પણ થતા હોય છે. છતાં આના ફળની બાબતમાં વાસ્તવિકતા કેટલી છે તે માટે તો ભગવાનને જ પૂછવું પડે. ધાર્મિક પરંપરા સામાજિક પરંપરા રૂપે જાત-જાતનાં વિધિઅનુષ્ઠાનો આ ઉત્તરાખંડમાં ચાલે છે. ૧૧૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૬ બદરીનાથ મોક્ષધામ કહેવાય છે. એક યુગમાં જગતથી વિરકત બનીને હિમાલયના એકાંત સ્થાનમાં આવીને એમની રીતે ધ્યાન-તપ-જપની કઠોર સાધના કરનારા યોગીપુરૂષો ત્યાં ખાસ વિચરતા હશે-રહેતા હશે એટલે મોક્ષધામ તરીકે તેની પ્રસિદ્ધિ વૈદિક પુરાણો તથા લોકોમાં હશે. પણ અત્યારે તો બદરીમાં પણ છૂટથી દારૂ પીવાય છે. સામાન્ય લોકો તો માંસાહારી છે, પણ અમને કહેવામાં આવ્યું કે પંડાઓમાં પણ આ દૂષણ પ્રવેશ્યું છે. દારૂની સુગ રહી નથી. યેન કેન રૂપેણ યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવવાનું જ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે. જાતજાતના સંકલ્પો કરાવીને વિધિવિધાનો કરાવનારા અને મોક્ષમાં પહોંચાડવાની વાતો કરનારા પંડાઓ-પૂજારીઓ-શંકરાચાર્યો તમને અહીં છૂટથી જોવા મળશે. બ્રહ્મ સત્યં નામિથ્યા ની મોટી મોટી વાતો કરનારાઓ જ જગતના પ્રપંચમાં ગળા સુધી ડૂબેલા હોય છે. હશે કોઈક વિરલા સત્પુરૂષો કે સાધકો કે જે આ પ્રપંચથી દૂર રહીને ખરેખર પરમાત્માની ઉપાસનામાં લીન હોય. ધર્મનું મુખ્ય સ્વરૂપ અને મુખ્ય ફળ - જીવનશુદ્ધિ, પવિત્ર જીવન, નીતિમત્તા, આધ્યાત્મિકતા, પ્રભુપરાયણતા, અહિંસા કરૂણા આદિ છે. પરંતુ આ બધાં પવિત્ર મૂલ્યો ભૂલાઈ ગયાં છે. યાત્રાળુઓ પણ આ મૂલ્યો પ્રાપ્ત કરવાને બદલે ‘આ તીર્થમાં જઈ આવ્યા, ઘણું પુણ્ય કમાઈ આવ્યા, ગંગા નાહ્યા, બધાં પાપો ધોવાઈ ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ હિમાલયની પદ યાત્રા-૨૬ ગયાં' એમ માની લેતા હોય છે. લાખો-કરોડો યાત્રાળુઓ આવે છે. ગંગાસ્નાન પણ કરે છે, પણ જીવનનાં ધાર્મિક મૂલ્યોની ભાગ્યે જ કોઈને પડી હોય છે. કુલપરંપરાની રૂઢિઓને આધારે બધું ચાલ્યા કરે છે. શ્રદ્ધામથોડયં પુરુષ: જેની જેવી શ્રદ્ધા. આવી ગતાનુગતિકતા બધે ચાલ્યા જ કરે છે. ખરેખર ધર્મગુરૂઓની આ જવાબદારી છે. જે ધર્મમાં લોકોને જોડવામાં આવે છે એમાં પોતાનો અહંકાર, પોતાના રાગદ્વેષો, પોતાના સ્વાર્થો કેટલા પોષાય છે એનું સ્વયમેવ નિરીક્ષણ કરીને જો શુદ્ધિકરણ કરવામાં આવે તો જ – જે ધર્મ ધંધાદારીની ચીજ કે ધૂનની ચીજ બની ગયો છે તે – સ્વપરપ્રકાશક દીપકરૂપે થશે અને સ્વપર ઉભયનું પરમકલ્યાણ કરનાર થશે. ભગવાન પાસે આવા ધર્મની જ પ્રાર્થના કરું છું. દ : જંબૂની વંદના ૧૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________