________________
હિમાલયની પદ યાત્રા-૨૦
ઉપેન્દ્રભાઈએ કહ્યું કે શ્રેણિકભાઈ શેઠનો હુકમ થયો કે જાવ જલ્દી, અને તપાસ કરી આવો કે મહારાજ સાહેબની કેવી સ્થિતિ છે. જૈન સંઘ કેવો જયવંતો છે, અમારી આટલી દૂર દૂરથી ખબર રાખે છે.
અમદાવાદમાં બદરીનાથના આદીશ્વર ભગવાન પધાર્યા છે. લોકોમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે, દર્શન માટે ટોળે-ટોળાં ઉમટે છે. એ જાણી ખૂબ ખૂબ આનંદ થયો કે આદીશ્વર દાદાનો કેવો મહાન પ્રભાવ છે.
એક વાતનો અમને હંમેશાં સતત અનુભવ-આભાસ થઈ રહ્યો છે કે અમે ચાલતા નથી. કોઈ બીજું અદેશ્ય તત્ત્વ અમને ચલાવી રહ્યું છે.
અત્યંત કપરી, પહેલાં કોઈ અનુભવ વિનાની, ઠામઠેકાણા વિનાની આ અમારી બદરીનાથની યાત્રા - હિમાલયની યાત્રા હોવા છતાં કે, ગુજરાતમાં જેમ વિચરતા હોઈએ તેમ અત્યંત આનંદનથી સહજતાથી અમે વિચરી રહ્યા છીએ. અનેક વિપ્નો આવે છે તે અમારા માટે લાભદાયક થાય છે.
ઓચિંતો વરસાદ આવી પડે અને અમારો કાર્યક્રમ છિન્નભિન્ન થઈ જાય એમાં પણ આ અદશ્ય તત્ત્વનો સંકેત હોય છે.
એ તત્ત્વ અમને રોકી પણ રાખે છે અને જરૂર લાગે ત્યાં આગળ પણ ધકેલે છે. આ અદશ્ય તત્ત્વ એ દેવ-ગુરુની પરમ પરમ પરમ કૃપા જ છે.
७४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org