SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૧૬ થઈ ગયું હતું. આ હાતી મલીવાલા એ ઋષિકેશમાં ખૂબ જ ખૂબ જગ્યા સસ્તામાં લીધેલી. એ ભાગ સ્વર્ગાશ્રમના નામથી ઓળખાય છે. પછી તો ઘણી સંસ્થાઓને એ જગ્યામાંથી જુદી જુદી જગ્યાઓ વેચવામાં આવી. આજે તો કાલી-કમલીવાલા સંસ્થા પાસે સ્થાવર-જંગમ અબજો રૂપિયાની સંપત્તિ છે. આ પ્રદેશમાં કાલી-કમલીવાલાનું નામ ખૂબ જ જાણીતું છે. અત્યારે તો કાલીકમલીવાલાનાં સ્થાનોમાં પણ સારી રીતે પૈસા લેવામાં આવે છે. જૂના રસ્તા ઉપરના કાલીકામલીવાલાના જે સ્થાનો હતાં તે હવે અવાવર થઈ ગયાં છે. ખાસ કોઈ જતું નથી. ઉપર જણાવ્યું તેમ જો કોઈ વિદ્યાપ્રેમી દાતાર આ સ્કુલોનો જીર્ણોદ્ધાર કરે તો એનું નામ પણ ગાજતું થઈ જાય અને વિહારનો રસ્તો ભવિષ્ય માટે ખુલ્લો થઈ જાય. આ રસ્તે ઊતરવાની, તેમ જ સ્થંડિલ જવા માટેની જગ્યાની ખૂબ મુશ્કેલી છે. એક બાજુ પહાડ અને બીજી બાજુ ઊંડી ઊંડી જોખમી ખીણ. સોનલામાં સડકથી નીચે ઊતરીને એક સ્કુલમાં રાત રહ્યાં. સવારમાં ઉઠીને જોયું તો સ્કુલનું ક્ષેત્રફળ ભીંત ઉપર નાલીમાં લખેલું હતું. તે જોઈને મને અનુયોગદ્વારસૂત્ર યાદ આવ્યું. અનુયોગદ્વારસૂત્રમાં બીજા ભાગમાં યવ-નાલી-હાથ વગેરે માપનું વર્ણન હમણાં જ વાંચ્યું. તે ઉપરથી એમ લાગ્યું કે જુદા જુદા દેશમાં જુદાં જુદાં માપ ચાલતાં હતાં. એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શાસ્ત્રકારો કરે એ સ્વાભાવિક છે. ६० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy