________________
પત્ર - ૧૨
રહૂડા ગામ પાસે, કામકોટિ શંકરા હોસ્પીટલ,
જેઠ સુદિ ૪ વંદના,
આજે સવારે સાડા આઠ વાગે ગુરુરામરાય પબ્લિક સ્કુલ (તિલાણી)થી નીકળીને છ કિલોમીટર દૂર આવેલી આ હોસ્પીટલ તરફ ચાલ્યા. સારું ચડાણ આવ્યું.
એક બાજુ ઊંચા ઊંચા પહાડો, બીજી બાજુ ઊંડી ખીણમાં વહેતી મા અલકનંદાના કિનારે સાંકડી સડક ઉપર વિહાર ચાલે છે. છતાં, આજના રસ્તા ઉપર જ્યાં કંઈ ખૂણો-ખાંચરો મળે ત્યાં નાની-મોટી હોટલો જોવા મળી. કટાઈ ગયેલાં પતરાનાં છાપરાવાળીથી માંડીને ફાઈવ સ્ટાર જેવી હોટલ પણ જોવા મળે. આ હોટલવાળાને ખૂબ આવક હોય છે.
- બદરીનાથ હવે ૧૫૦ કિલોમીટર જેટલું દૂર છે. જતાઆવતા યાત્રિકો, પેસેન્જરો, પાણી પીવા, કોકા કોલા પીવા, ચાનાસ્તો કરવા, વિસામો લેવા તથા રાત રહેવા આ હોટલોમાં આવતા હોય છે. ત્રણ કીલોમીટર ચાલ્યા પછી મોટી કોલેજસ્કુલની જગ્યા આવી. તે પણ સારી વિશાળ છે. પણ અમે ત્યાંથી ચાલીને અહીં હોસ્પીટલમાં આવ્યા છીએ.
અહીં હોસ્પીટલમાં ૨૦ પથારીઓ, એક્ષ-રે આદિની સગવડો છે. ગણપતિજીનું મંદિર છે. દિલ્હીથી એનું સંચાલન થાય
४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org